યે કહા આ ગયે હમ - 1 Mani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

યે કહા આ ગયે હમ - 1



જીવન ના એ દિવસો
જીવન માં એ ગયેલો સમય
ક્યારેય પાછો નથી આવતો..

આ વાર્તા પણ એવી જ છે
.

જ્યાં પ્રેમ છે પણ હૂંફ નથી
દોસ્તી છે પણ નફરત નથી
.....

તો વાટ કોની જોવ છો ..ચાલો અને મારી સાથે સાંભળો મારી જ ભાષા માં આ સ્ટોરી..

છે એક કાલ્પનિક વાર્તા પણ છું ..
હું પોતેજ તમારા સવાલો ને જવાબો માં
તો ચાલ્લો શરૂ કરીએ એક વાર્તા...


મારા જીવન નો એ પેલો દિવસ હતો .જ્યાં હું ખૂબ જ નવર્સ લાગતી હતી ..ત્યાં કોઈ મારુ નથી હોતું.બધા એક અજનબી ..

ત્યાં જ કોઈ આવે છે..

હેલો મેમ : હેલો , તમે કોણ છો ??
હું તમારા હોસ્ટેલ નો કુલી ..
કુલી : હા મેમ તમરો સમાન આપો .
ઓક ..ભાઈ લો આ સમાન અને હા મને બાલ્કની વાળો રૂમ જ જોઈએ..

અરે હા મેડમ તમે પૈસા આપીયા છે તો રૂમ પણ એવી જ હશે ને..

નિશા નો સમાન હોસ્ટેલ ના 5 માળે જ્યાં કોઈ રૂમ લેતું નથી .ત્યાં જ નિશા રૂમ રાખે છે કેમ કે એ બોવ જ સસ્તો અને ત્યાં કોઈ પન જવા તૈયાર નથી..

પણ નિશા ને કોઈ વાંધો નથી..એ રૂમ માં એને માટે તો ખાલી stdy જ ખૂબ જ જરૂરી છે..

નિશા પોતાના રૂમ માં જાય છે..

હોસ્ટેલ ની દરેક છોકરી એને કે છે કે નિશા તું અમારે રૂમ માં આવી ને રહે..મેં કીધું નહિ મારે અહીં સારું છે..

નિશા રાતે પોતાના રૂમ માં જાય છે પણ બધું નોર્મલ જ હોય છે..

નિશા ખૂબ જ થાકેલી હોય છે એ હોસ્ટેલ માં ફૉન કરી ને જમવાનું પોતાના રૂમ માં જ મંગાવે છે..

ટ્રીન ટ્રીન : કોણ છે ?

મેડમ હું જમવાનું લાવીયો છો..

ઓક ઓક અંદર આવી જાવ..

નિશા ડીસ માં જોવે છે તો બાફેલું શાક અને કાચી પાકી રોટી એન્ડ પાણી જેવી છાશ જોય છે..નિશા કંઈપણ બોલતી નથી ને ખાય લે છે..

જમી ને નિશા ટેરેસ પર જાય છે એકલી ત્યાં જ એને કોઈ મળે છે ..

ટેરેસ પર કોણ છો તમે ..હું અમન
પણ આટલી રાત્રે અહીં અને આ તો છોકરીઓ ની હોસ્ટેલ છે...
તમે અહીં કેમ અને સુ કામ આવીયા છો..
નિશા ગુસ્સો કરી ને બોલે છે..
ત્યાં જ અમન નિશા નિશા સાંભળ અહીં બિલ્ડીંગો અલગ અલગ છે પણ ટેરેસ એક જ છે તો હું તો રોજ અહીં તાજી હવા ખાવા માટે આવું છું..

ઓક ઓક ચાલો બાય gn..
અમન આટલા જલ્દી..

નિશા : હા સવારે કોલેજ પણ જવાનુ છે..

અમન: ઓક ઓક બય કાલે મળીયે.

નિશા: પાકું ના કવ પણ હા નસીબ માં હસે તો પાકું મળીશું..

ઓક by..

નિશા ને જતા જોવે છે ..અને અમન ત્યાં જ ઉભો રહી જાય છે..

સવારે 5 વાગે નિશા ઉઠે છે ને ટેરેસ પર કસરત કરવા આવે છે ત્યારે પન અમન ત્યાં જ હોય છે.

નિશા : તમે અહી .
અમન : હું તો અહીં રોજ આવું છું..

નિશા : પોતાનું સંગીત ચાલુ કરે છે..

ગીત વાગે છે..

મને લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી..

ત્યાંજ અમન એ ગીત ના તાલ માં ખોવઇ જાય છે..

અમન નિશા ને જોયા જ કરે છે..

અમન નિશા ને પહેલી મુલાકાત મા જ પોતાનું દિલ નિશા ને આપી ચુકેલો..

એમાં પાછું આ ગીત..

નિશા કસરત કરતા કરતા લપસી જાય છે અને ત્યારેજ અમન નિશા ને પોતાની બાહુમાં લઈ લે છે..

નિશા ને પણ ખબર નઈ સુ થવા લાગે છે..

ત્યાં જ હોસ્ટેલ નો બેલ વાગે છે..

નિશા જોવે છે તો ત્યાં કોઈ નથી હોતું..

નિશા આમ તેમ જોવે છે પછી એને લાગે છે કે કોઈ સપનું જ હશે..

નિશા ફ્રેશ થઈ ને ગુલાબી ડ્રેસ પહેરીને નાસ્તો કરવા જાય છે ..

ત્યાં જ અમન દેખાય છે .પણ બધા ની સામે બને કંઈપણ બોલતા નથી..

નાસ્તા પછી બને 8 વાગે કોલેજમાં ભેગા થાય છે બને એક જ કલાસ માં એક બેંચ પર બેઠા હોય છે..

ત્યાં જ કોમલ આવે છે ..

તે નિશા ની બાજુમાં બેસે છે.

કેમ છે દોસ્ત , મઝા ને નવા આવીયા છો..?

મેં કીધું હા,

ઓક ઓક

ત્યાં જ કોમલ ઉભી થઇ ને બધા ને કહે છે હેલો દોસ્તો ..

આ છે નિશા,
બધા આપણા નવા દોસ્ત નુ સ્વાગત કરવું જોઈએ..

એમ કહી હસવા લાગે છે..

હું ખૂબ શરમાય જાવ છું..

નિરાશ થઈ જાવ છું..

નિશા કોલેજ થી ઘરે જઈ ને રડવા લાગે છે


ત્યાં જ એ ટેરેસ પર એના દોસ્ત અમન ને જોવે છે..

નિશા તરત જ ટેરેસ પર જઇ ને

અમન ને બાથ માં લઇ ને બોવ જ રડે છે..

ત્યાં જ અમન નિસુ કેમ રડે છે તું બોલ સુ થયું..

નિશા બધી વાતો કરે છે
.

ત્યાં જ અમન એને પાસે બેસાડી ને બોવ બધી વાતો કરે છે..

નિશા પણ જ્યારે અમન સાથે જોય બધુ ભુલી જાતી..


થોડા દિવસ આવું ચલિયુ..

એક દિવસ અમન અને નિશા બને રાત્રે નિશાના રૂમ માં મળિયા ..

બને સાથે ડિનર કરીયું ..

બને એક બીજા ના એટલા સારા દોસ્ત બની ગયા કે એક બીજા વગર રહી શકતા નહિ..

રોજે સવારે અને રાતે મળવાનુ જ..

અને ના મળી શકે તો ફોન થી આખી આખી રાત વાતો કરતા..

બને સમજી ગયા હતા કે બને એક બીજા ને ખૂબ જ પ્રેમ કરે છે પણ બોલી શકતા નથી..

ત્યાં જ એક દિવસ નિશા નો જન્મ દિવસ હતો ..


અમન: આજે તો મારે મારા દિલ ની વાત એને કહી જ દેવી છે..

નિશા નો ફોન આવે છે..

હી અમન
આજે રાતે મારા રૂમ માં આવીશ ને ..

હા યાર પાકું..


રાત પડે છે ને નિશા બ્લેક ગાવુંન પહેરેલું હોય છે..

આખો માં એના દિલ નો નસો સમાયેલો હોય છે..

હોઠો પર પ્રેમ ની પ્યાસ જોવા મળે છે..

ત્યાંજ અમન કોઈ જોવે નહિ એમ રૂમ માં આવે છે જે જોવે છે કે..

નિશા કઈ ઓર જ મૂડ માં હોય છે બને સાથે કેન્ડલ લાઈટ ડિનર કરે છે અને પછી મૂવી જોવા સાથે બેડ પર બેસે છે
.
બને મડર movie જોવે છે અને

Movie માં બને ક્યારે એક બીજા ના નજીક આવી જાય ખબર જ નથી રહેતી..

બને એક બીજા માં પુરી રીતે ખોવાય જાય છે પણ નિશા એક વાત થી અંજાન હોય છે..

બીજા દિવસે સવારે નિશા ઉઠે છે ને જોવે છે ..

એની પાસે એક ચિઠ્ઠી હોય છે એમાં લખેલું હોય છે..


મારી પ્રિય

નિશા


તું કદાચ આ ચિઠું વાંચી ને ખુજ જ નારાજ થઇસ પણ આપણું મળવું ખૂબ જ મુશ્કેલ છે ..

હું તને દિલ થી પ્રેમ કરું છું અને એટલો કે આખી ઝીંદગી પણ ઓછી પડે પણ હું તારા લાયક નથી ..

તું મારી જાન છે ને મારી જાન માં પણ હવે એક જાન હશે અને એ તારા અને મારા પ્રેમ ની નિશાની હશે..

હું જાવ છું બોવ જ દૂર પણ છું હંમેશા તારી પાસે..

હવે હું તને જે કેવા જઇ રાહીયો છું એ ધ્યાન થી સાંભળ..

તું હોસ્ટેલ માં આવી ત્યારે તને કોએ કીધું હતું કે 5 માળે રૂમ ના રાખિસ ,,કેમ તને ખબર છે..

નિશા ધ્યાન થી વાંચે છે ને તરત નીચે ઑફિસમાં જઇ ને પૂછે છે કે એમને નિશા ને 5 માળે આટલા સરસ રૂમ છે તો પણ ઓછું ભાડું કેમ છે..


ત્યારે એક કાકા એને એના ઘરે લઇ જાય છે ને કહે છે ..

તું જાણવા માંગે છે ને કે એ રૂમ માં સુ છે તો જો આ ફોટો..

નિશા કંઈપણ બોલિયાં વગર અમન નો ફોટો જોવે છે ને એના ફોટો પર ચડાવેલ એ હાર પણ જોવે છે

અને કઈ બોલે એ પેલા જ એ કાકા બોલે છે કે હું બધું જાણું છું બેટા..

કે તારા પેટ માં અત્યારે નવજાત શિશુ નો વિકાસ થઇ રહિયો છે અને એ અમન નું બાળક છે..

એ આજ થી 10 વર્ષ પહેલાં નિશા નામ ની કોઈ છોકરી ના પ્રેમ માં હતો પણ એ છોકરી એ એને દગો આપીયો..


આ આઘાત અમન સહન ના કરી સકિયો અને એ જ રુમ માં ગળે ફાસો આપી સુસાઈડ કરી લીધી..

આ સાંભળીને નિશા એક જ સવાલ પૂછે છે ..આ બધા માં મારો સુ વાંક ??

ત્યાં જ નિશા ખૂબ જ રડવા લાગે છે..

ત્યાં જ અમન એની સામે આવે છે ને એના આંસુ રોકી ને એને રડવાની ના પાડે છે..

નિશા અમન ને પૂછે છે??

કેમ અમન તે આવું કરીયું ..

તારા વગર હું આ બાળક ને કેમ મોટું કરીશ..

ત્યાંજ અમન એક બીજી ચિઠ્ઠી આપે છે..

એમા લખેલું હોય છે જે જયારે આ બાળક આ દુનિયા આવશે ત્યારે મારો પણ નવો જન્મ થશે અને હું મારી જાન મારી નિશા પાસે ફરી આવી જઈશ..

અને અમન ગાયબ થઈ જાય છે... ક્રમશ