લાગણીશીલ હોવું એ ગૂન્હો Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીશીલ હોવું એ ગૂન્હો

*લાગણીશીલ હોવું એ ગુન્હો* ટૂંકીવાર્તા... ૨૭-૬-૨૦૨૦... શનિવાર....

અમિતા નાનપણથી જ ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ હતી....
અમિતા ને જન્મ આપ્યો અને એની જન્મ દાતા પ્રભુ ને પ્યારી થઈ ગઈ એટલે અમિતા ને એનાં પપ્પા એ મોટી કરી...
અમિતા થી એક મોટો ભાઈ હતો નરેશ..
નરેશભાઈ નાં લગ્ન જ્યોતિ સાથે થયા...
જયોતિ એ આવતાં જ અમિતા ની લાગણીઓ સાથે રમત આદરી દીધી...
પોતાની મીઠી મીઠી વાતો માં અમિતાને ભરમાવી ને આગળ ભણતી બંધ કરાવી દીધી...
અમિતા બાર ધોરણ પાસ થઈ અને એણે જ્યોતિ ની વાતોમાં આવીને ભણવાનું બંધ કરી દીધું એટલે કુટુંબના બધા એ અમિતાને પરણાવી દેવા કહ્યું એટલે અમિતા નાં પિતા જનક ભાઈ એ નાતમાં થી એક મોટાં શહેરમાં રહેતા છોકરાં રાજીવ સાથે લગ્ન નક્કી કર્યા અને ધામધૂમથી લગ્ન કરાવી દીધા...
સાસરીમાં અમિતા મોટી વહુ હતી અને પછી એક દિયર હતો પિનલ જે હજુ ભણતો હતો...
રાજીવ નાં પિતાને ધંધો હતો એટલે બધાં એક જ ધંધામાં જોડાયેલા હતાં...
સાસુમા કનક બહેન અમિતા ની લાગણીશીલ સ્વભાવની હાંસી ઉડાવતા અને બોલતાં બહું લાગણીઓ વાળા બનવું સારું નહીં નહીંતર જિંદગી માં દુઃખી થવું પડે...
કનક બહેન અને સસરા ભાનુભાઈ અમિતા ને રસોઈ હોય કે વ્યવહારિક કામગીરી હોય એમજ કહે કે મા વગર ની છોકરી બાપે મોટી કરી એટલે આવડત અને કેળવણી ક્યાંથી હોય..
આપણે ઉતાવળ કરી રાજીવ માટે નહીંતર આનાથી પણ સારી ને સંસ્કારી છોકરી મળત..
આમ અમિતા આ બધું સાંભળીને એકલી એકલી રડતી..
રાજીવ ને વાત કરી તો એક લાફો માર્યો કહે મારાં માતા-પિતા વિરુદ્ધ હું એક શબ્દ પણ નહીં સાંભળું તારે રહેવું હોય તો રહે નહીંતર જા જતી રહે તારાં કરતાં પણ સારી બીજી મળી રહેશે...
અમિતા આખી રાત રડતી રહી અને સવારે પિતાને ફોન કરવા નિર્ણય કર્યો પણ સવારમાં જ સમાચાર આવ્યા કે જનકભાઈ, નરેશભાઈ અને જ્યોતિ ભાભી ભાડાની ગાડી લઈને ડાકોર દર્શન કરવા જતા હતા પણ એક ટ્રક ની હડફેટે આવી જતાં જોરદાર અકસ્માત થયો અને ઘટના સ્થળ પર જ બધાં નાં મૃત્યુ થયાં...
અમિતા તો આઘાત માં ડૂબી ગઈ..
એ રડતી રહી..
અંતિમયાત્રામાં જોડાઈ પાછાં આવ્યાં પણ અમિતાએ કશું ખાધું નહિ તો સાસુમા, સસરા અને રાજીવ બોલ્યા કે હવે તારાં આ નાટક બંધ કર અને ખાઈ લે થોડું નહીં તો તબિયત બગડશે તો અમારે દવાનો ખર્ચ થશે...
અમિતા તો આ સાંભળીને વધુ દુઃખી થઈ ગઈ..
આમ સમય જતાં પિનલ નાં લગ્ન શેહર ની જ છોકરી મીના સાથે કરાવ્યા..
મીના ઘરમાં આવતાં જ સાસુ, સસરા એનાં વખાણ કરતાં થાકતાં નહીં અને એને પુછીને જ રસોઈ નું મેનુ બનાવે અને અમિતાએ રસોડામાં એ જ બનાવવું પડે...
અમિતા ને એક દિકરો આરવ અને પછી દિકરી મૈત્રી જન્મી..
ભાનુભાઈ ને ધંધામાં ખોટ ગઈ એટલે ધંધો બંધ કર્યો...
અને રાજીવ અને અમિતા ને જુદા રેહવા મોકલ્યા પણ મૈત્રી ને અમિતા જોડેથી લઈ લીધી કનક બહેને કે તારાં માં સંસ્કાર કે આવડત નથી તો છોકરીને ક્યાંથી આપીશ..
અમિતા ખુબ રડી પણ કનક બહેને કોઈ વાત કાને ધરી જ નહીં... મૈત્રી ત્યારે બે વર્ષ ની જ હતી...
રાજીવ તો એક જ વાત કરતો કે મારાં માતા-પિતા જે કરે છે એ બરાબર જ કરે છે...
રાજીવે ભાડાનું મકાન રાખ્યું અને નોકરી શોધી એ નોકરી એ જતો અમિતા ઘરે બેસીને ભરત ગૂથળ અને પાપડ બનાવવાનું કામ કરતી જેથી થોડાં રૂપિયા મળતાં...
પોતાની દિકરી મૈત્રી ને મળવા જાય ત્યારે કંઈ ને કંઈ લઈ જતી...
અમિતાએ આરવને કોઈ તકલીફ નાં પડે એમ ભણાવ્યો ગણાવ્યો અને એને કોલેજમાં ભણતી ગૂંજન સાથે પ્રેમ થઈ જતાં એને પરણીને ઘરે લઈ આવ્યો...
અમિતા એ હસતાં ચેહરે ગૂંજન ને સ્વીકારી લીધી...
કનક બહેન અને ભાનુભાઈ એ મૈત્રી નાં લગ્ન માટે છોકરો નાત નો જોયો એટલે મૈત્રી એ અમિતા ને ફોન કર્યો કે મમ્મી મને નિકુંજ જોડે પ્રેમ છે પણ એ આપણી ‌નાતનો નથી...
અમિતા નિકુંજ ને મળી એને છોકરો ડાહ્યો લાગ્યો એટલે એણે મૈત્રી ને કહ્યું કે સારું એ દાદા, બા ને વાત કરશે...
અમિતાએ રાજીવ ને વાત કરી ત્યાથી જ અમિતા ને મહેણાં ટોળા સાંભળવા પડ્યા...
રાજીવે એનાં માતા-પિતા ને વાત કરી પછી તો બધાં જ એક થઈ ગયા અને અમિતા અને મૈત્રી ને એકલા પાડીને બોલવાં લાગ્યા....
અંતે અમિતા એ બધાં ને સમજાવ્યા તો ઘરનાં બધાં ઉપકાર કરતાં હોય એમ કહે કે નશીબ એનાં દુઃખી થાય સાસરે નિકુંજ જોડે તો પાછી નાં આવે બાકી અમારે શું એને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરે...
આર્ય સમાજ માં મૈત્રી નાં લગ્ન નિકુંજ જોડે કરાવી દીધા પણ અમિતા ને આજેય કોઈએ માફ કરી નથી...
અમિતા પોતાના લાગણીશીલ સ્વભાવથી આજે પણ એકલી છે...
મૈત્રી જોડે ખાનગીમાં ફોન પર વાત કરી અમિતા બે ઘડી જીવી લે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....