પ્રેમ, સંબંધ અને જીંદગી Vijay vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ, સંબંધ અને જીંદગી

આપણા સંબંધનાં ઈતિહાસ નો આ સાર છે, પાણીની સમજણ નથી ને વહાણ નો આકાર છે.

પ્રેમની જયારે વાત આવે ત્યારે સંબધો ની પણ ચર્ચા થાય છે.
મનુષ્ય જાત નો જન્મ થયો ત્યાર થી અને તેનો અંત આવશે ત્યાં સુધી એનું મન એકજ શબ્દ ફરતે ફર્યા કરશે તે શબ્દ એટલે પ્રેમ.
પ્રેમ એ માણસની ભાષા માં misunderstud શબ્દ છે.
આપણે પ્રેમને સબંધ સાથે જોડી એ છીએ ,અને તેને પ્રેમ માનીએ છીએ.
પ્રેમ હોય તો સબંધ હોય અને સબંધ હોય તો પ્રેમ હોય તેવું જરૂરી નથી. આપણે માત્ર ભૌતિક સુખ સગવડો ને ધ્યાન માં રાખી ને
પ્રેમ શોધતા હોઈ એ છીએ.
કોઈ વ્યક્તિ આપણા ને તેહવાર ઉપર કોઈ ભેટ કે સોગાત આપે તો આપણે તેને પ્રેમ ગણતા હોઈ એ છીએ.
લગ્ન કે જન્મ દિવસ માં પણ આપણે એવુજ માનતા હોઇ એ છીએ કે પતિ પત્નિ માટે ભેટ ના લાવે, પત્નિ ના જન્મ દિવસ પર હાજર ના રહે તો આપણે માનીએ છીએ કે પતિ પ્રેમ નથી કરતો આ માત્ર આપણી મૂર્ખતા છે.
આપણે માત્ર શારીરિક અને ભૌતિક પ્રેમ ને જ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે છોકરી તરફ થી આલિંગન મળી જાય અથવા તો ચુંબન મળી જાય આને પ્રેમ નહિ પણ એક પ્રકાર નું આકર્ષણ અથવા હવસ કહેવાય.
પ્રેમ તો અદ્ભૂત અને અલૌકિક છે. તેનો માત્ર અનુભવ હોય છે.
જ્યારે એક પિતા પોતાના પુત્રને સુખ-દુઃખ સાથે રહે તેને પ્રેમભાવે હાથ ફેરવે તો તેને પ્રેમ ગણી શકાય.
જ્યારે એક મિત્ર કે સહેલી તમારી લાગણી ને સમજે અથવા તમારી દરેક સમસ્યા માં તમારો સાથ આપે તો તેને પ્રેમ ગણી શકાય ?
આપણે તો પ્રેમ દ્વારા પઝેશન લેવા માંગીએ છીએ.
જેમ કે જે આપણું છે તે આપણું જ રહેવું જોઇએ તેવો અહમ્ આવે ત્યારે માલિકીપણા નો ભાવ ઉપજે છે. વસ્તુ થી માંડી ને વ્યક્તિ સુધી આભાવ આપણા માં રહેલો હોય છે. આપણે અહમ્
ના કારણે દબદબો દેખાડવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ.
પ્રેમ તો સ્ટેટ ઓફ માઈન્ડ છે.
જે દિવસે પ્રેમને સંવેદના માની ને માત્ર અનુભવ કરતા રહીશું તો આ નિર્મળ નદી માં ક્યાંય તરતા રહીશું.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો.


પ્રેમ એટલે ?
આંખો થી આંખો મળે ને ધબકારા વધી જાય તે પ્રેમ
પ્રોબ્લેમ લાખો હોય ને પણ બધું સારું થઇ જશે એમ કહી ને જે આશ્વાસન મળે તે પ્રેમ..

સુખ મા તો સૌ કોઈ સાથ આપે પરંતુ જે દુઃખ માં સાથ આપે હિંમત આપે તે પ્રેમ...


તમારી તબિયત સારી ના હોય ને જમવાનું તમારી પત્ની ને ના ભાવે તો તેને પત્ની નો પતિ પ્રત્યે નો પ્રેમ કહેવાય..

જયારે એક પિતા ના ખીસામાં માત્ર ૧૦૦ રૂપિયા હોય ને પુત્ર રમકડાંના જીદ કરે ને પિતા કઈ પણ વિચાર વિના તેને રમકડું લઇ આપે તે પિતાનો પુત્ર પ્રત્યે નો પ્રેમ.
સવાર માં આંખો ખોલી ને સૌથી પ્હેલાં જેને જોવાની ઈચ્છા થાય તે પ્રેમ.
એને ઊંઘ આવતી હોય ને એ તમારા માટે જાગે એ એનો તમારા પ્રત્યે નો પ્રેમ.


"પ્રેમ એટલે શું "...?
સમજો તો" ભાવના" છે.
રમો તો "ખેલ" છે.
રાખો તો "વિશ્વાસ" છે.

પ્રેમ એટલે ગાંઠ વગર નું બંધન.

આમ તો પ્રેમ વિશે જેટલું પણ લખીએ તે ઓછું પડે

thank for reading

jay hind

by vijay prajapati.