સંઘર્ષની વચ્ચે ભાગ - ૩ વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષની વચ્ચે ભાગ - ૩

વિરંચી એક વાતે ખુબ જ ખુશ થઈ રહ્યો હતો કે પોતાનું અને તેનું નામ એક સમાન અક્ષરથી જ શરૂં થાય છે. આ વાત તેણે પોતાની બાજુમાં બેઠેલ પોતાના પરમ મિત્ર વિરલને જણાવી. વિરલને જાણે આ વાતથી કોઈ જ ફેર ના પડ્યો હોય તેવું લાગ્યું, કારણ કે તેણે માત્રને માત્ર વિરંચીના કહેવાથી જ આ શાળામાં પ્રવેશ લીધો હતો. વિરંચીને હવે શાળા જિવન દરમ્યાન હવે ઘણા ઘણા નવા અનુભવો થવાના હતા.

શાળાના દિવસો જેમ જેમ પસાર થવા લાગ્યા તેમ તેમ વિરંચી સાથે એવું પણ થયું કે વર્ગમાં ભણાવવા આવેલા સાહેબ તેને પુછે કંક અને તે જવાબ બીજો જ આપે. આ કારણે તે વર્ગમાં મજાકનું પાત્ર બની જતો હતો. બધા જ તેને ચીડવવા લાગતા. આ કારણે તેને એમ થતું કે આ સમયે હવે તે વિભુતિની નજરમાંથી ઉતરી જશે. આથી તે વિચલિત થઈ જતો. આ કારણે વિરલ તેને ખુબ જ ખીજાતો.

હવે વિરંચીને સમજાવા લાગ્યું હતું કે જો તે અભ્યાસમાં વધુ ધ્યાન આપશે તો આપોઆપ જ વર્ગના બધા જ વિદ્યાર્થિઓ તેને સાથ આપવા લાગશે અને બધાની જ નજરમાં તેનું માન આપોઆપ જ વધી જશે અને તે જેને ચાહે છે તે પણ તેની તરફ આકર્ષાશે. તે આવું માની રહ્યો હતો પણ હકિકત કંઈ બીજી જ હતી. ખરેખર હાલના સમયે તો વિભુતિને તો પોતાના અભ્યાસ સિવાય અન્ય બીજે ક્યાંય રસ નહોતો. પણ વિરંચી આ બાબતે અજાણ હતો. તે પોતાના મનમાં જે વાત ચાલતી હતી તેને જ સાચી માની ને અભ્યાસમાં મચી પડ્યો હતો. વર્ગમાં પુછવામાં આવતા દરેક પ્રશ્નોના જવાબ આપવા લાગ્યો. આનાથી તેના ખાસ મિત્ર વિરલને પણ સુખદ આશ્ચર્ય થયું.

તેને થયું કે: “अब आया ऊंट पहाड़ के नीचे”. પણ જે હોય તે વિરલના મત મુજબ અભ્યાસ સારો હશે તો અન્ય દરેક મુશ્કેલિઓનો સામનો કોઈપણ રીતે કરી શકાશે. પણ અહિં વિરંચી માટે મુશ્કેલિ એ હતી કે પેલી સામે આવે ને એ બધું જ ભુલી જાય. હવે આ સાસ્યાનો સામનો કેવી રીતે કરવો. આ તો સમસ્યાતો ગંભીર હતી. આનો સમનો તો કરવો જ પડશે. એક વાર તો તેણે વિચારી પણ લીધું કે તે પોતાનો વર્ગ બદલાવી લે પણ તે વિભુતિથી દુર પણ રહી શકતો નહોતો. તેને જોયા વગર તેનો એક દિવસ પણ પસાર થવો મુશ્કેલ છે. હવે શું કરવું? એ તેના માટે અત્યારે પ્રાણ પ્રશ્ન બની ગયો હતો.

આ માટે તેણે નક્કી કર્યું કે તે તેના મિત્ર વિરલની મદદ લેશે. પણ તેને કહેશે શું? શું એમ કહેવું યોગ્ય રહેશે કે તેને પામવા માટે મારે હવે અભ્યાસ પર ધ્યાન આપવું છે? પણ વિરલ શું તેની વાત સાચી માનશે? ક્યારેક તેને એવું લાગતું હતું કે તેણે વિરલની વાત ના માનીને ભુલ તો નથી કરી ને? તેને હવે એવું લાગતું કે જો હું અભ્યાસમાં ધ્યાન આપીશ અને અને પગભર થઈશ તો નક્કી તેને હું પામી શકીસ. પણ તેને પામવા માટે મારે સારો અભ્યાસ કરવો પડશે. કારણ કે તે પણ ભણવામાં ખુબ હોશીયાર છે. માટે હાલ તેના તરફથી મારૂં ધ્યાન હટાવી અભ્યાસમાં ચિત્ત પરોવવું પડશે.

બસ તે જ દિવસથી જ વિરંચીએ બધું જ ભુલીને અભ્યાસમાં મન પરોવીને અભ્યાસ ચલુ કરી દિધો. એ વાત વિરલ પણ આશ્ચર્યમાં મુકી દે તેવી લાગી. કારણ કે વિરંચી હવે શાળાના વર્ગમાં ચાલતા અભ્યાસ કરતા પણ આગળ રહેવા લાગ્યો અને શાળામાં શિક્ષકો દ્વારા પુછવામાં આવતા દરેક સવાલોનો જવાબ આપવા લાગ્યો. હવે શાળાની વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી રહી હતી. વિરંચીએ નક્કી કર્યું કે તે પરિક્ષામાં તનતોડ મહેનત કરીને વિભુતિને પાછળ છોડી દેશે.