સીઝન 2 એપિસોડ 2 કહાની અબ તક: નેહાના કહેલા સ્થાને બંને જાય છે, જગ્યાએ અંધારું હોય છે! ત્યાં રૂમની વચ્ચે એક ખુરશીમાં ઉપેન્દ્ર બાંધેલો હોય છે એ એની પરી દીદી ને જોઇને એણે મદદ માટે બોલાવે છે એ એની દોરી ખોલે છે અને એણે ગળે લગાવી દે છે. નેહા કહે છે કે એણે ખબર હતી કે ઉપેન્દ્ર માટે પરી અહીં આવશે જ એમ. એ સારંગ ને એણે સોંપી દેવા કહે છે. પણ આગળ એ કઈ કરે એ પહેલા જ એની ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ આવે છે એ કહે છે કે એના માતાપિતાને જો સુરક્ષિત જોઈતા હોય તો ઉપેન્દ્ર, પરી અને સારંગ ને એણે સોંપી દે! ખરેખર તો નેહાએ પણ તો એવું વિચાર્યું જ નહોતું ને! એ પારાવાર ચિંતામાં રડવા લાગી, પણ આમાં પણ પરી ને તો એની નવી ચાલ જ લાગે છે! સૌ એ એડ્રેસ એ જવાનું વિચારે છે.
હવે આગળ: સૌ સાવ અજાણ્યાં વ્યક્તિ એ કહેલા અજાણ્યાં સરનામે જઈ પહોંચ્યા હતા. જગ્યા ઘણી જ અજીબ લાગતી હતી. સૌ અંદર દાખલ થયા. અમુક કાળા કપડાં પહેરેલાં લોકોએ એમને પકડી લીધા અને અંદર રૂમમાં એક એક ખુરશી એ બાંધી દીધાં! હા એ સૌમાં ક્યૂટ ઉપેન્દ્ર અને શાતિર નેહા પણ હતાં.
સૌ બંધાયેલા જ હતા ત્યારે એક વ્યક્તિ અંદરના રૂમથી દાખલ થયો.
"મિસ્ટર સારંગ ભટ્ટ અને એમની સેક્રેટરી મિસ પરી પાઠક! સારંગ સરને પરી પસંદ હતી, પણ પરી ની બહેન નેહાને સારંગ ખુદ! આમ આ નેહાની પરીનો સારંગ તો બસ પરી ને જ ચાહતો હતો!" એ વ્યક્તિ એ કહ્યું.
"નેહા ને સારંગ જોઈતો હતો એટલે એને એનાં જ ભાઈ ઉપેન્દ્ર નું કીડનેપિંગ કર્યું, પણ એ એના ઇરાદા માં સફળ ના થઈ શકી! કેમ કે એના મોમ એન્ડ ડેડ ને મે કીડનેપ કર્યા છે!" એ બોલ્યો તો એની સાથે જ રૂમની બાજુના અંધારામાં લાઈટ ચાલુ થઈ ગઈ અને સૌ એ એ લાઇટમાં જોયું તો ત્યાં પરી, નેહા અને ઉપેન્દ્ર ના મમ્મી - પપ્પા એમની જ જેમ બંધાયેલા હતા!
આખેર આ વ્યક્તિ છે કોણ?! એ આ બધા જ વિશે આટલું બધું કેવી રીતે જાણે છે?! સૌના મનમાં અત્યારે આ એક જ સવાલ સાપ બની ને એમણે ડસી રહ્યો હતો.
"હું કોણ છું?! તમારા બધા જ વિશે આટલું બધું કેવી રીતે જાણું છું?! તમે આ જ વિચારી રહ્યા હશો ને?!" એ વ્યક્તિ એ કહ્યું.
"હું એ વ્યક્તિનો છોકરો છું જેનું મર્ડર નેહા એ ભાગતા સમયે કર્યું હતું! હા, હું મિસ્ટર દાસ અડવાણીના કલીગ નો છોકરો છું. મારું નામ અમન કપૂર છે! હું મિસ્ટર દાસ અડવાણીના કલીગ અને મારા ફાધર મિસ્ટર રાજેશ કપૂરનો છોકરો છું!" અમન બોલ્યો તો સૌ આશ્ચર્યમાં હતા.
"હું નેહાએ કરેલા આ કૃત્ય માટે એણે ક્યારેય માફ નહિ કરું!" અમને કહ્યું.
"હા... પણ તને અમારા વિશે આટલું કેવી રીતે ખબર છે?!" સારંગ એ પૂછ્યું.
"જે દિવસે મને ખબર પડી ને કે મારા ફાધરનું મર્ડર કરવામાં આવ્યું હતું, એ જ દિવસથી હું તમારી સૌની ડિટેલ્સ કાઢી લાવ્યો અને મારા ફાધર ના આરોપી એવી નેહા માટે મેં આ પ્લાન તૈયાર કર્યો... હું બિલકુલ નહોતો ચાહતો કે મારા ફાધર ની જેમ બીજું કોઈ પણ આ નેહાની ખુન્નસ નો શિકાર થાય!" અમને કહ્યું.
"અમન, યુ આર સિમિંગ સો હેન્ડસમ!" નેહાએ રીતસર ફ્લર્ટ શુરૂ કર્યું.
"એકચ્યુલી, આઇ હેવ ઓલ્સો નોટ થોટ કે તું આટલી ખૂબસૂરત હોઈશ!" અમને થોડું શરમાતા કહ્યું.
"સી, અમન કપૂર, હવે જે થયું એ થયું! વીતેલી વાતો તું ભૂલી જા અને આ આફત આઇ મીન આઇટમ ને તારી વાઇફ બનાવી લે!" પરી એ કહ્યું.
"હા... હવે હું જે કઈ કરું, પણ ડેડ તો કઈ પાછા નહિ જ આવે ને!" અમને કહ્યું.
સૌને છોડી દેવાયા! અમને પણ પરી નો નેહા સાથે મેરેજનો રિશ્તો કબૂલ રાખ્યો.
પરી એ એની મમ્મી અને પપ્પા સાથે સારંગ સાથે પોતાના પ્યારની વાત કરી અને એમને ચારેયને આશીર્વાદ આપ્યા. બધા જ ખૂબ જ ખુશ હતા.
(વધુ સીઝન 3માં...)
સીઝન 3ની એક ઝલક: "પરી... પરી... પરી તું ક્યાં છું?! પરી!" સારંગ ખૂનથી લથપથ હતો! એને પરી ની તીવ્ર યાદ આવી રહી હતી. આવે જ ને પણ! જ્યારે વ્યક્તિનો છેલ્લો સમય આવે ત્યારે એને એ જ વ્યક્તિ જોઈએ જેને એ સૌથી વધારે પ્યાર કરતો હોય!
�����
"ઓહ નો! આ શું થઈ ગયું! શું થયું મારા સારંગ સરને?!" અમન કપૂર વિદેશથી આવી ગયો હતો! એને આવીને આવા દુઃખદ સમાચાર મળ્યા! એ ઢળી જ પડ્યો. એના આંસુઓ રોકાવાનું નામ જ નહોતા લેતા!
"પરી મેડમ... તમે કેમ કઈ ના કરી શક્યા?! કેમ તમે મારા સરને આમ મરવા માટે એકલા છોડી દીધા?! કેમ?!" અમન પાગલની જેમ પરીના ખભાને હલાવી રહ્યો હતો!