સીઝન 1 કહાની અબ તક: મિસ્ટર સારંગ ભટ્ટ એ શહેરના જાણીતા યુવાન બિઝનેસમેન છે. સાવ તળિયે બેસી ગયેલી એમના ફાધરની કંપનીને પોતાના ઉત્સાહ અને જોશ ના દમ પર ઉપર લાવે છે! એમની કંપનીમાં એક લેડી એમ્પ્લોયી મીસ પરી પાઠકને પ્રમોશનથી સેક્રેટરી બનાવાય છે.
એ એમના ફેમીલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા ચાહે છે. દરમિયાન પરીની નાની બહેન નેહા એને સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે! પણ એ એની બહેનને જૂઠું કહે છે કે સારંગ એણે મોલેસ્ટ છે!
એ દૌરાન કંપનીના ખાનગી ડેટા લીક થયાના ન્યુઝ જોવા મળે છે! પરીના લેપટોપ માં મેલ કરેલ સ્થાને સારંગ ને જવા કહેવાય છે! ત્યાં જાય છે તો કહાની સાવ જ જુદી જોવા મળે છે! એમની ઉપર પ્રહાર થાય છે આંખ ખુલે છે તો સરાંગનાં બિઝનેસ રાઈવલ્સે (પ્રતિસ્પર્ધી એ) એમને કિદનેપ કર્યા હોય છે! સારંગ અને પરી એક બીજાને પ્યારનો એકરાર કરે છે! બિઝનેસ રાઈવલ્સ કહે છે કે એમને મિસ નેહા પાઠકે આવું કરવા કહેવાયું હતું. પણ પહેલા એકવાર સારંગે એની હેલ્પ કરી હોવાથી એ આવું ના કરી શક્યો અને એ એમની સાથે છે એમ કહ્યું.
સૌ નાટકના ભાગરૂપે સંતાઈને જોવે છે કે નેહા સારંગ સાથે શું કરે એમ! ત્યારે એ એણે મોલેસ્ટ કરવા જાય છે પણ બિઝનેસ રાઇવલ્સ અડવાણી ના કલીગે એણે હાથકડી બતાવી અને અરેસ્ટ થવા કહ્યું. પરી પણ એણે શેમ ઓન યુ કહી કોશવા લાગી.
હવે આગળ: "આઇ વિલ કિલ માયસેલ્ફ!" નેહાએ ગન એના માથે પોઇન્ટ કરતા કહ્યું.
"અરે! પાગલ ના થઈશ!" પરીના ચહેરા પર ચિંતા ઘેરાવા લાગી!
"આઇ વોન્ટ ફર્ગીવ યુ, મિસ્ટર સારંગ!" નેહાએ ખુમારીથી કહ્યું.
કોઈ કંઈ પણ કરી શકે એ પહેલા નેહાએ મિસ્ટર દાસ અડવાણી ના કલીગ ને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગઈ!
"ઓહ સર, આઇ એમ સો સોરી!" પરી એ સારંગ ને કહ્યું.
"અરે પાગલ, ભૂલ તારી થોડી છે!" સારંગ એ કહ્યું.
"અરે, મિસ્ટર દાસ આઇ એમ સો સોરી! તમારા કલીગ ની ફેમિલી ને અમારી કંપની આર્થિક સહાય કરશે!" સારંગ એ માનવતા દર્શાવી.
🔵🔵🔵🔵🔵
મિસ્ટર દાસ અડવાણી સાથે સૌ માંડ હમણાં જ સારંગ ની ઑફિસમાં બેઠા જ હતા કે પરી ઉપર કોલ આવ્યો!
"ઓય જો તારે ઉપેન્દ્રને જીવતો જોઈતો હોય તો મને તારો સારંગ આપી દે! એક દિવસનો સમય આપુ છું! વિચારી લે તારે સારંગ જોઈએ છે કે ઉપેન્દ્ર!" નેહા કોલ પર મક્કમતાથી બોલી.
"અરે એ તારો પણ ભાઈ છે! ઓ મગજ તો ઠેકાણે છે તારું!!!" પરી ગુસ્સા અને તિરસ્કારના મિશ્ર ભાવ થી બોલતી હતી.
"મારે તો બસ મારો સારંગ જ જોઈએ છે! કોઈ પણ કિંમતે!" નેહાએ અજીબ ખુમારીથી કહ્યું અને કોલ કટ કરી દિધો.
"સર, એણે ઉપેન્દ્ર ને કિડનેપ કરી લીધો! અને હવે એ એના બદલામાં તમને માગે છે!" પરી એ માંડ રોકી રાખેલા આંસુ નીકળી જ ગયા.
"એણે મને એક દિવસનો વિચારવાનો સમય આપ્યો છે! સર, હું ઉપેન્દ્ર અને તમને બંને ને ખૂબ જ ચાહું છું!" પરી રડતા રડતા સારંગ ને ભેટી જ પડી.
"કંઈ નહિ એણે હું જ જોઈએ છે ને! હું ખુદને એણે સોંપી દઈશ! પણ ઉપેન્દ્ર ને કઈ જ નહિ થવા દઉં!" સારંગ એ ફેંસલો સંભળાવ્યો.
"આ બધી જ ભૂલ મારી છે! કાશ મે તમારી વાત માની લીધી હોત! હું જ સારા અને ખોટા નો ભેદ નથી જાણી શકતી!" પરી ખુદને કસુરવાર ઠહેરવતી હતી.
"ના... જો નેહા મારા શરીર ને લઇ શકે છે દિલને નહિ! મારું દિલ તો ફક્ત મારી પરી માટે જ ધડકે છે!" સારંગ ની આંખોમાં પણ હવે આંસુ આવી ગયા હતા. સારંગ અને પરી દાસ અડવાણીની હાજરી સાવ ભૂલી જ ગયા હતા.
"ટેક કેર!" કહી ને મિસ્ટર દાસ અડવાણી ને સારંગ એ વિદાય આપી.
"તું ઘરે ના જઈશ, આજે આપને અહીં જ ઊંઘીશું!" સારંગ એ કહ્યું તો પરી એ ગરદરને સહેજ હલાવતા "હમમ!" કહ્યું.
"સર, પ્લીઝ થોડું ખાઈ લો!" કહી પરી એ સારંગ ને થોડું માંડ જમાવડ્યું.
ત્યારબાદ સારંગ એ પણ પરી ને ફોર્સ કરીને જમાડ્યું.
"જોવો સર, મેં કાલ તો નથી દેખી, પણ મને આજે ખબર છે, આઇ લવ યુ!" કેબિન ના સોફા પર બંને સાથે હતા ત્યારે પરી રડતી આંખે બોલી.
"અરે પાગલ, તું ચિંતા ના કર બધું જ ઠીક થઈ જશે!" સારંગ નો હૌસલો બુલંદ હતો. એણે હળવેકથી પરીના કપાળે કિસ કરી લીધી. પરીના શરીરે એક કંપારી મહેસૂસ કરી અને એણે એના માથાને સારંગ ની બાહો માં ઢાળી દીધું! ના જાણે ફરી ક્યારે આ હૂંફ એણે નસીબ થશે! બંનેને એકબીજાના સાથમાં ક્યારે ઊંઘ આવી ગઈ કોઈને જાણ ના રહી.
🔵🔵🔵🔵🔵
સવાર પડી ગઈ. સારંગ માટે એની પસંદીદા કોફી રેડી હતી.
"જોવો સર, આ એક દિવસમાં આપને આપની આખી લાઈફ જીવી લેવાની છે!" પરી એ એક અલગ જ અદાથી અને ઉમંગથી કહ્યું. એના ચહેરા પરની રોનક ને લીધે એ પણ ખુશ થઈ ગયો.
એ આખોય દિવસ એકમેકના સાથમાં મૂવી જોવા ગયા. શહેરમાં અલગ અલગ જગ્યાએ ફર્યા અને ખૂબ જ એન્જોય કર્યું. છેલ્લે બંને ઓફિસે આવી ગયા. એમને એમની લાઈફને ક્યારેય આટલી એન્જોય નહોતી કરી!
"બસ સર, હવે મોત પણ આવી જશે તો કોઈ ગમ નહિ!" પરી બોલી.
સારંગ એ એણે એક હળવી ઝાપટ ગાલમાં મારી!
કાલ પ્રમાણે જ આજે પણ ઓફિસે જ ઊંઘવાની યોજના બનાવાઈ.
બંને સાથે જમ્યા અને વાતો કરતા કરતા ઊંઘી ગયા. કાલ નો દિવસ એમના માટે ઘણો જ મહત્ત્વનો હોવાનો હતો. કાલે જ ઘણા રાઝ અને ઘણી વાતો ખુલવાની હતી.
વધુ આવતા એપિસોડે...
સીઝન 2 એપિસોડ 2માં જોશો: એટલામાં નેહા દાખલ થઈ એણે કાળા કપડાં પહેર્યા હતા. એની હાથમાં ગન હતી.
"મિસ્ટર સારંગ ભટ્ટ, ખુદ કો મુજે તું સોંપ દે!" નેહા એક લય માં ગીત ગાઈ રહી હતી.
"મિસ્ટર સારંગ ભટ્ટ, મે કહેલું ને તમને કે આઇ વિલ મેક ઇટ હેપન એમ!" નેહા એ એક ખુમારીથી કહ્યું.
"દેખ નેહા, તું મારા આ શરીર ને લઇ શકે છે પણ મારું દિલ તો હંમેશા પરી માટે જ ધડકતું હતું, ધડકે છે અને હંમેશા ધડકતું જ રહેશે!" સારંગ એ કહ્યું.
"ફિલ્હાલ તો આ દિલ સહિત આખુંય તારું શરીર આ નેહાનું જ છે!" એણે જોરથી હસીને ઘર ગુંજવી દીધું.