Acids - 6 books and stories free download online pdf in Gujarati

એસિડ્સ - 6

એપિસોડ-૬

" હા..સુહાની..તને બે જણની જરૂર પડશે. તારા એકલાથી આ કામ નહી થાય. હું આવું છું ભારત. કાલેજ વિઝા માટે અરજી કરુ છું. અહી પંદર દિવસમાં જ વિઝા મળી જશે. વિઝા આવે એટલે ટિકિટ બુક કરાવી તને જાણ કરું છું.દરમ્યાન તું એ હરામખોરોને પકડી જ રાખજે. બસ બહુ રાહ નહી જોવી પડશે. ટૂંકમાં જ મુલાકાત થશે એમ એમને કહી દે."

" ઓહ.. વાવ..સુશી.ગ્રેટ કામ કર્યું તે. આટલા જલ્દી કામ થશે તેની મને આશા નહોતી.ચલ આવ જલ્દી.મારું લોહી ઉકળી ઉઠ્યું છે. મન થાય છે કે હમણાં ને હમણાજ એ નરાધમોને ઉપર પહોચાડી દઉં."

" હા સુહાની મને પણ એમજ થાય છે."

" પણ સુશી એ તું કેવી રીતે લાવીશ
એરપોર્ટ પર તો સઘન ચેકીંગ થાય છે?"

" તું એની ચિંતા નહિ કર. તે મારા પર છોડી દે. હું બરાબર લઈ આવીશ."

" ઓકે સુશી.તારો વિઝા આવે એટલે મને તારીખ જણાવ તે મુજબ હું મારું પ્લાનિંગ કરું."

" તું એકલી આવવાની છે કે તારા પતિ જોડે આવવાની છે? તેમને ખબર છે તું શું કરી રહી છે તે? આપણે શું કરવા જઈ રહ્યા છે તેની જાણ છે તેમને?"

" અરે ના..સુહાની તું તેની ચિંતા નહી કર. અમે એકબીજાના કામમાં દખલગિરિ નથી કરતા. તે નથી આવવાના. હું એકલી જ આવવાની છું. મે તેમને ભારત આવવા અંગેની જાણ કરી છે અને તેમણે હા પણ પાડી દીધી છે"
" ઓકે. બહુ સરસ."
"ચલ ફોન મૂકું છું હવે. કાલે વિઝા માટેની અરજી કરું છું. વિઝા આવે એટલે તને જાણ કરું છું."
" ઓકે.ટેક કેર ...બાય"
" બાય"
બંને છેડેથી ફોન કટ થયો.

નગીના કૌર અને એલીના માર્શની ઘટના બન્યાને આજ વીસ વર્ષ થઈ ગયા હતા. હત્યારાઓ ખુલેઆમ ફરતા હતા.
ચાર વર્ષે જિલ્લા સત્ર ન્યાયાલયનો ચુકાદો તેમની તરફેણમા આવ્યો હતો. ફરિયાદો ઉચ્ચ ન્યાયાલયમાં અપીલમાં ગયા. ત્યાં પણ દોઢેક વર્ષ કેસ ચાલ્યો. કમનસીબે પૂરાવાના અભાવે ફરિયાદોનો કેસ નબળો થયો અને હત્યારાઓ નિર્દોષ સાબિત થયા.

હાઇ કોર્ટનો ચુકાદો તેમના તરફેણમાં આવવાથી તેમની હિમ્મત ઓર વધી ગઈ હતી. પેપરમાં ચુકાદો આવ્યો ત્યારે તેમના ફોટા પણ છપાયા હતા.

ચારે બદમાશો શહેરના એકજ કારખાનામાં કામ કરતા હતા પણ બે જણ અલગ જગ્યાએ અને બીજા બે અલગ જગ્યાએ રહેતા હતા.
બે માંથી એક જણ એક દિવસે રાતપાળી કરીને બાઈક પર સવાર થઈ ઘરે આવતો હતો. રસ્તો સાંકડો હતો. સામેથી એક ડમ્પર પૂરપાટ આવતું હતું. ડમ્પરના હેડ લાઈટનો પ્રકાશ એ બદમાશની આંખો પર પડ્યો. એની આંખો અંજાઈ ગઈ એટલે એ વિચલિત થયો. એનો બેલેન્સ ડગુમગુ થયો. ડમ્પર પૂરપાટ હતી. ડ્રાઈવરને બાઈક ચાલક દેખાયો નહી અને જોરદાર ટક્કર મારી. બાઈકસવાર ફંગોળાયો અને રસ્તાની બાજુમાં ખાડામાં લોહી લુહાણ હાલતમાં પટકાયો. પલકવારમાં જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

એના એક વર્ષ બાદ બીજા બદમાશનું પોલીસે એન્કાઉન્ટર કરીને ઉડાવી દીધો હતો. પગારમાં પોસાતું નહોતું એટલે ચોરી , ડકૈતી, ખૂન કરવા જેવા કુકર્મો કરતો હતો. એકવાર કોઈ માલદાર પાર્ટીને ત્યાં એણે ધાડ પાડી અને એક જણનો ખૂન કરી ભાગતો હતો. પોલીસ તેનો પીછો કરતી હતી. પોલીસે એને સૂચના આપી કે ભાગ નહી. કાનૂન ને શરણે થઈ જા પણ એણે ના પાડી. એની પાસે બંદૂક હતી .એણે પોતાની બંદૂકથી ગોળી છોડી પોલીસ ઉપર હુમલો કર્યો તેમાં એક પોલીસ જવાન ઘાયલ થયો .પોલીસ વિફરી અને સ્વબચાવ માટે એમણે પણ ગોળીબાર કર્યો અને બંદૂકથી એનું ઢીમ ઢાળી દીધું.

જે બહેનપણીઓ બચી ગઈ હતી તેઓ ૩૫ વર્ષની યુવતીઓ થઈ ગઈ હતી.

છતાંય આ ઘટના તેમના માનસ પર આજદિન સુધી અંકિત થઈ ગઈ હતી. કોઈવાર સુશી અને સુહાની વાત કરે તો તેમનું કાળજું કંપી ઊઠે. આંખોમાંથી આંસુઓ સરી પડે.

પેપરમાં જે ફોટા છાપીને આવ્યા હતા તે ફોટા સુહાનીએ સાચવી રાખ્યા હતાં.અને એજ સાચવેલા ફોટા આજે કામમાં આવવાના હતાં.

" હેલ્લો સુહાની...મારા વિઝા આવી ગયા છે. આવતા અઠવાડિયે પંદરમી તારીખની ટિકિટ બુક કરી છે. પંદરમીની રાતની ફ્લાઇટ છે એટલે ૧૬મી એ મળસ્કે અથવા સવારની પહોરમાં હું આવી જઈશ. એરપોર્ટ પરથી હું સીધી હોટેલ જઈશ. પછી તને મળવા આવીશ. આ વખતે મે હોટેલમાં ઉતરવાનો વિચાર કર્યો છે. તું તારા મનને ખોટું નહી લગાડીશ."

" ઓકે સુશી.જેમ તને યોગ્ય લાગે તેમ કરજે. મને કઈ ખોટું નહી લાગે. બસ તું આવ."

" હું અહીંથી નીકળું એટલે તને ફોન અથવા મેસેજ કરીશ. અને ત્યાં પહોંચ્યા બાદ પણ તને ફોન અથવા મેસેજ કરીશ."

" ચલ બાય.. ટેક કેર.." સુશીએ ફોન મૂક્યો.

સુશીને આવવા હજુ તેર દિવસ બાકી હતા. ત્યાં સુધી નરાધમોને બરાબર સાચવી રાખવાની જરૂર હતી. સુહાનીએ એકલી એ જ સાચવવાના હતાં. સાથે સાથે બહુજ જાગરૂક પણ રહેવાની જરૂરી હતી. એ નરાધમોને ભનક પણ આવવી જોઈએ નહિ. વારેઘડીયે એ લોકોને મળવાનું લંબાવિશું તો મહેનત પર પાણી ફરી જશે એમ સુહાની રોજ વિચારતી હતી કે હવે કેવું કારણ કહેવું? કયું બહાનું આગળ ધરું? અચાનક એના મનમાં કંઇક આવ્યું અને એને એ નરાધમોને મેસેજ કર્યો કે " મારા નજીકના એક સગાનું બીજા ગામ અવસાન થયું છે. મારા ઘરથી કોઈ છે નહી જવાવાળું એટલે મને જવું પડે તેમ છે. દસ ,બાર દિવસ થશે મને આવતા. તે દરમ્યાન અવારનવાર હું તમારી સાથે ચેટ કરીશ."

" ઓકે.કોઈ બાત નહીં. તુમ જાકે આઓ. હમ બાદમે મિલેંગે. ઔર આપ હમારે સંપર્ક મે રહના.અગર જલ્દી આ જાઓ તો હમકો બતા દેના"

હરામ ખોરોનો મેસેજ આવ્યાથી સુહાનીને પરમ શાંતિ થઈ.

" હેલ્લો સુહાની , હું ફલાઇટમાં બેસી ગઈ છું.હવે ટૂંક સમયમાં ઉડાન ભરશે. એકવાર ફ્લાઇટ હવામાં તરતી થાય એટલે ફોનથી સંપર્ક તૂટશે. એટલે મેં તને જલ્દી જલ્દી ફોન કર્યો"

" ઓકે.સુશી"

૧૬મી તારીખે મળસ્કે ૫ વાગે સુશી એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટ પર લગેજની ચકાસણી થઈ. સુશીની સાથે જરૂરી દવાઓ અને ત્યાંના ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન પણ હતું જ. એરપોર્ટના ડોક્ટરોએ દવા અને પ્રિસ્ક્રીપ્શન જોઈ તપાસ્યું. સુશીએ પણ પોતે જર્મનીમાં ડોકટર છે અને ક્યાં નામથી હોસ્પિટલ ચલાવે છે તેના પૂરાવા આપ્યા. બધો જ સામાન તપાસતા કલાક નીકળી ગયો હતો. સામાનની તપાસણીમાં કોઈજ મુશ્કેલી નહોતી આવી.

સવારે સાત વાગે સુશી હોટેલ પર પહોંચી ગઈ હતી. તરત એણે સુહાનીને ફોન કરી હોટેલ પર પહોંચી ગયાં તેના સમાચાર આપ્યાં. સ્નાન ,ચા નાસ્તો આટોપી સુહાનીને મળવા એના ફ્લેટ ઉપર આવવાનું કહી ફોન મૂક્યો.

સવારના સાડા દસે સુશી સુહાનીને મળવા એના ફ્લેટ ઉપર પહોંચી ગઈ. પહોંચતાની સાથે બંને બહેનપણીઓ એકબીજાને વળગી પડી. જાણે વર્ષો બાદ મળ્યા હોય તેમ. બંનેએ એકબીજાના કામની ચર્ચાઓ કરી.
સુહાનીએ પોતાનું લેપટોપ ચાલુ કર્યું. ફેસબુક ખોલ્યું અને એ નરાધમો જોડે શી શી ચેટ કરી તે બતાવ્યું. તેમના ફોટા અને બીજી માહિતી બતાવી. સુશી આ બધું જોઈને ખુશ થઈ ગઈ.

" હવે એ લોકોને ક્યારે બોલાવવા છે?" સુશીએ સવાલ કર્યો.

" આજેજ રાતના બોલાવીએ" સુહાનીએ જવાબ આપ્યો.

--------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED