એક ગેરસમજ.. - 2 Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ગેરસમજ.. - 2

*એક ગેરસમજ*. વાર્તા.... ભાગ -૨... ૧૨-૬-૨૦૨૦

આગળ નાં ભાગમાં આપણે જોયું કે અંજલિ અને વીણા બે ખાસ બહેનપણી હતાં...
અને બન્ને પરિવારો મા એક નિર્મળ સંબંધ હતો..
અને લેખિકા હતા...
લેખક નાં હરિફાઈ નાં વિવિધ ગ્રુપમાં બન્ને સાથે હોય છે અને એક ગ્રુપમાં સરિતા બહેન પુસ્તક છપાવી આપી નામ થશે કહીને પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું... અંજલિ એ પુસ્તક જોયું અને વાંચ્યું પછી એ સમજી ગઈ કે આ તો પુસ્તક છપાવી નામ થઈ જશે કહીને આ તો રૂપિયા કમાવાનો ધંધો છે...
બાકી લેખક કે લેખિકાને કોઈ ફાયદો થતો જ નથી...
એટલામાં જ બીજું પુસ્તક છપાવનું છે તો જેણે ભાગ લેવો હોય એણે રજીસ્ટ્રેશન કરાવી પાંચસો રૂપિયા ભરવાના એવું કહેવામાં આવ્યું...
અંજલિએ આ જોયું પણ એણે રસ લીધો નહીં..
પણ,
વીણાએ રૂપિયા ભર્યા...
એટલે અંજલિ એ કહ્યું કે સખી આ તો આ લોકો નો બિઝનેસ છે...
અને વીણાએ સરિતા બહેનને વાત કરી દીધી..
અને સરિતા બહેન અંજલિ ને ફોન કરીને રીતસરના ઝઘડ્યા...
અને કહ્યું કે મારાં કામમાં વિઘ્નો નાંખવા નહીં આ મારી છેલ્લી ચેતવણી છે...
આ બધું સાંભળી ને,
અંજલિ એ ઘરમાં વાત કરી એટલે ઘરનાએ કહ્યું કે તું વીણા જોડે એકવાર વાત કરી જો નહીંતર ખોટી ગેરસમજ વધશે...
આ બધું થયું એટલે અંજલિ એ વીણા ને કહ્યું કે મને તારા માટે લાગણી હતી એટલે તને સલાહ આપી હતી એમાં સરિતા બહેન ને જણાવવાની શું જરૂર હતી???
વીણા કહે જરૂર હતી જ ...
કારણકે તું મારી પ્રગતિથી ઈર્ષા કરે છે...
તને મારી પ્રસિદ્ધિ સહન નથી થતી...
તને એમ છે કે તનેજ લખતાં આવડે છે અને મને નથી આવડતું , પણ તું જોજે હું તારાથી ખુબ આગળ જઈશ અને જાણીતી બનીશ અને તું જોતી જ રહી જઈશ....
મેં તને આવી નહોતી ધારી કે તું સાવ આવી માનસિકતા ધરાવે છે...
અંજલિ કહે એવી કોઈ જ વાત નથી એ તારી ગેરસમજ છે..
વીણા કહે એ મારી ગેરસમજ નહીં પણ તને ઓળખી ના શકીએ એનો મને અફસોસ છે...
અંજલિ કહે સખી તું સમજ આમાં આપણને કોઈ જ લાભ થતો નથી ... લાભ ખાલી પુસ્તક છપાવે છે એમને જ થાય છે...
તારું ભલું ઇચ્છવું એ મારી ફરજ છે....
પણ વીણા નાં મગજમાં સાચી વાત ઉતરી જ નહીં અને એણે અંજલિ જોડે સંબંધ તોડી નાખ્યો...
અંજલિએ બે ત્રણ વખત ફોન કર્યો પણ વીણા એ ઉપાડ્યો જ નહીં...
એટલે અંજલિ ને મનમાં ખુબ દુઃખ થયું...
આ બાજુ સરિતા બહેને પણ ગ્રુપમાં થી અંજલિ ને રિમુવ કરી દીધી...
અંજલિએ ન્યૂઝ પેપર માં પોતાની રચનાઓ મોકલવાની ચાલુ કરી...
બીજું પુસ્તક ત્રણેક મહિનામાં છપાયું અને ફરી એનું ધામધૂમથી વિમોચન કરવામાં આવ્યું અને એક પુસ્તક અને એક મેડલ આપવામાં આવ્યો... ફોટાઓ પાડવામાં આવ્યા...
વીણા એ ફેસબૂક માં મારું બીજું પુસ્તક પ્રકાશિત થયું કહીને પોસ્ટ મુકી...
કોઈ દેખીતો ફાયદો વીણાને નાં થયો...
ફરી ગ્રુપમાં ત્રીજા પુસ્તક ની જાહેરાત થઈ અને ફરી રૂપિયા ભરવાના આવ્યા...
આ વખતે વીણા નાં ઘરનાએ વીણા ને સમજાવી..
કે એક પુસ્તક છપાવવા માટે એક લેખિકા જોડે પાંચસો રૂપિયા લે છૈ તો વિચાર કે એક પુસ્તક માં પાંત્રીસ જણ જોડે રૂપિયા લે છે તો કેટલા થાય???
અને એ પુસ્તક છપાવવાનો ખર્ચ કેટલો થાય???
તું સમજ્યા વગર ગેરસમજ કરીને અંજલિ બહેન જોડે સંબંધ તોડી નાખ્યો...
વિચાર છ મહિનામાં તારાં જ રૂપિયા થી બે પુસ્તકો બહાર પડયા તને કોઈ ફાયદો થયો નથી...
વીણા નાં મગજમાં હવે બધું ઉતર્યું અને એક ખોટી ગેરસમજ પર પોતાને પસ્તાવો થયો..
એણે તરતજ...
અંજલિ ને ફોન કર્યો અને માંફી માંગી...
અંજલિ એ વીણા ને માફ કરી...
પણ અંજલિ એ કહ્યું કે આવાં પ્રલોભન થી દૂર રહેવું...
બાકી લખવું આપણી ખુશી માટે...
વીણા કહે સારું સખી મને તારી બધી જ વાત મંજૂર છે...
અને પછી તો બન્ને એ વોટ્સએપ નાં હરિફાઈ નાં વિવિધ ગ્રુપમાં થી નિકળી ગયા અને પોતાની ખુશી માટે લખતાં રહ્યા...
બે પરિવારમાં પહેલા જેવો સંબંધ બંધાઈ ગયો...
અને એકમેકને સમજીને જીવન જીવવા લાગ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....