પ્યારનો પછતાવો - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યારનો પછતાવો - 1


"પણ યાર એમાં મારી શું ભૂલ છે?! મેં તો ક્યારેય પણ કોઈની પણ સાથે એવું તો કર્યું જ નથી ને! કેમ યાર કેમ મારે જ દર વખતે રડવું પડે છે?!" રવિના એ એનું માથું રિતેશ પર ઢાળી જ દીધુ હતું...

"યાર... આપણે જેને મેળવવા કઈ કેટલુંય કર્યું, એના જ કાલે મેરેજ છે! હું નહિ જ જીવી શકું! મારે મરવું જ છે!" એ બોલી રહી હતી.

"ના... ઓય મરવાની વાત ના કર... હું છું ને... યોર બેસ્ટ ફ્રેન્ડ! તું ચિંતા ના કર... હું કંઇક કરું છું! બસ તું રડીશ ના પ્લીઝ... જો તું રડી ને તો હું કઈ જ નહિ કરી શકું... સો પ્લીઝ!" રિતેશ એ એના આંસુ લૂછ્યા અને કહ્યું.

"જો રિતું... મને અભી ના મળ્યો ને તો હું... તો હું મરી જ જઈશ!" એણે કહ્યું.

"ના... ઓય! એવું ના બોલ! ના કહ્યું છે ને... હું બધું જ ઠીક કરી દઈશ! તારે તારો અભી જ જોઈએ છે ને! હું અપાવું છું! હજી તો બે મહિના બાકી છે એના મેરેજના ત્યાં સુધીમાં તો હું કરું છું કઈક!" રિતેશ એ કહ્યું.

એવું બિલકુલ નહોતું કે એ બસ કહેવા ખાતર જ કહેતો હોય! બચપણ થી જ પડોશમાં રહેતા રિતેશ એ એની બધી જ મુસીબતમાં સાથ આપ્યો હતો, અરે એ લોકો તો એટલા ગાઢ હતા કે બસ રવિના પાસે રિતેશ જ હોય તો એણે બધું જ મળી ગાયું હોય એવું લાગતું અને જો એ ક્યાંય જાય કે દૂર રહે તો એણે બધું જ અધૂરું અધૂરું અને ખાલીખમ લાગતું!

"આઈ ટ્રસ્ટ યુ! તું મારી માટે ગમે તે કરી શકું છું!" રવિના એ આંસુ રોક્યા અને કહ્યું.

"બસ તો, હવે હસ!" રિતેશ એ એના હાથથી એના હોઠ ને સ્માઈલ કરાવવા ટચ કર્યા અને એ બનાવટી હસી ગઈ!

બંને ખાનગી વાત કરવા માટે ખાસ આ રેસ્ટોરન્ટ માં આવ્યા હતા.

🔵🔵🔵🔵🔵

"રિતુ... રિતુ... રિતુ... હું બહુ જ ખુશ છું!" એક વાર કૉલ કરી ને રવિનાએ કહ્યું.

"ઓહ વાઉ! શું વાત છે! ખરેખર હું પણ બહુ જ ખુશ થઈ ગયો!" રિતેશ એ કહ્યું.

"એક મિનિટ ચૂપી બાદ રવિના બોલી... ચાલ ને યાર આપણે મળીએ... પહેલા તો ક્યારેય આપણે એક અઠવાડિયા થી વધારે દૂર રહ્યા જ નથી! કેમ તું મારાથી દૂર જઈ રહ્યો છું?!" રવિના નો અવાજ રડમસ હતો!

"ના... ચાલ મળીએ... આજે જ હમણાં જ!" હવે રિતેશ ના અવાજમાં પણ લાગણીની ભીનાશ દેખાઈ રહી હતી.

"ઓકે... આવી જા તો મને લેવા! કેફે જઈએ!" રવિના એ તુરંત જ પ્લાન બનાવી લીધો!

"હા... જસ્ટ એ મિનીટ!" કહી એણે બાઈક શુરૂ કરી દીધી અને થોડી જ વારમાં બંને સાથે હતા.

બંને રિતેશની બાઈક પર જ શહેરના કેફેમાં આવ્યા.

બંને બાઈક પાર્ક કરી એક ટેબલ પાસેની ચેરમાં ગોઠવાયા. બંને એક બીજાને બસ જોઈ જ રહ્યાં હતા. હંમેશા એકબીજાને કહેવા માટે કેટલું બધું હતું, પણ આજે એમને બંનેને એક સામટું જ આ શું થઈ ગયું હતું?!

"શું વાત હતી?! તું બહુ જ ખુશ હતી?!" છેવટે રિતેશ એ જ ચુપ્પી તોડી.

"કઈ નહિ એ તો હવે તો તું બહુ જ બિઝી થઈ ગયો છું?! હું છું કોણ તારી તે હું કહું તને?!" રવિના એ રોષભર્યો કટાક્ષ કર્યો!

"અરે બાબા... એવું નથી યાર! એ તો હું એક જરૂરી કામ કરતો હતો!" રિતેશ એ બચવા કહ્યું.

"ઓહ એવું... તો હવે મારાથી પણ જરૂરી કામ હોય છે તને?!" રવિના એ હક કરતા કહ્યું.

એમની વચ્ચે પહેલા ક્યારેય આવું નહોતું થયું... રિતેશ ની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એના આંસુઓ જોઈ રવિના પણ રડવા લાગી!

"અરે તું કેમ રડું છું?! ભૂલ તો મે કરી ને?!" હળવું હસતા રિતેશ એ કહ્યું.

વધુ આવતા અંકે...

આવતા ભાગ 2(ક્લાઇમેકસ - અંતિમ ભાગ)માં જોશો: "હા તો ના રડાવ ને પણ તું!" રિતેશ એ કહ્યું, "કરી દે મને માફ પ્લીઝ... હવે ક્યારેય નહી રહુ તારાથી દૂર!" રિતેશ એ ઉમેર્યું.

"હાઈ! રિતુ! વૉટ એ પ્રેસેન્ટ સરપ્રાઇઝ!" નીતિ ત્યાં રિતેશને જોઈ ગઈ હતી એણે કહેતા ની સાથે જ રિતેશ ને એક ટાઇટ હગ કર્યું આ બાજુ... રવિના ના હાથની મુઠ્ઠીઓ ભીંજાય ગઈ, એની આંખોમાં ગુસ્સો વધી રહ્યો હતો જે રિતેશ જાણી ગયો હતો!