કહાણી અબ તક: મિસ્ટર પંચાલની એકની એક છોકરી મિસ નેહા ને કોઈ ટ્રોલ કરી રહ્યું હતુ! ટ્રોલિંગ એણે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈ સતત નજર રાખ્યા કરે અને સોશીયલ મીડિયા પર એણે સતત હેરાન કરે! પોલીસ પણ જ્યારે કેસ સોલ્વ નહિ કરી શકતી તો એમને એક ખાનગી જાસૂસ હરી ને હાયર કર્યો છે. એક ડાયરી નેહા હરિને આપવા ના કહે છે તો એ એણે મસ્ત લાગે છે એમ કહે છે! પેલી ભોળવાઈ જાય છે અને એણે પેજ નંબર 143 સિવાયનું જ વાંચવા કહે છે! એણે ડાયરીમાંથી ઘણું બધું જાણવા મળે છે! આખીર પેજ નંબર 143 પર છે શું?!
હવે આગળ: વારંવાર એક વ્યક્તિનું જ નામ આવ્યા કરતું હતું, જે હતું - પ્રમાણ! પ્રમાણ એ નેહાની સાથે કોલેજ કરતો હતો. એક વાર નેહાને એણે પ્રપોઝ કરેલી પણ નેહાએ ત્યારે એણે એનો ભાઈ બનાવી લીધો હતો! ડાયરીમાં એ બધું જ લખ્યું હતું.
"પ્રમાણ શું આવું કરી શકે?!" હરી મનમાં વિચારી રહ્યો હતો.
એ રાત્રે એણે આખી ડાયરીનો અભ્યાસ કર્યો. એણે બધું જ વાંચ્યું અને ઘણું બધું સમજ્યો. છેલ્લે બધું વાંચીને એ બસ એટલું જ બોલ્યો, "જો આ ડાયરી ના મળત ને તો કેસ તો લગભગ સોલ્વ થઈ જ ના શક્યો હોત!"
છેલ્લે એણે વિચાર આવ્યો "પેજ નંબર 143 ઉપર શું છે?!" એણે તુરંત જ એ પેજને ઓપન કરીને વાંચવાં માંડ્યું.
"આજે હું એક બહુ જ મસ્ત છોકરાને મળી! એ મને ટ્રોલ કરતા છોકરાને પકડવા આવ્યો છે. મને તો જોતા જ એ ખૂબ જ ગમી ગયો છે! મારે તો એણે બસ આ જ શબ્દો કહેવા છે - આઈ લવ યુ!"
બીજા દિવસનાં પાનાં ઉપર લખેલું હતું - "આજે તો એ બહુ જ મસ્ત લાગતો હતો! હું તો એણે લવ કરું જ છું, પણ શું એ મને..." એણે ડાયરીમાં બાકીનું છોડી દીધું હતું!
🔵🔵🔵🔵🔵
"કેસ સોલ્વડ!" સવાર સવારમાં જ હરીએ બધાને ડાયનીંગ ટેબલ ઉપર જમા કરી કહ્યું!
"ઓહ કોણ છે, એ ટ્રોલર?!" મિસેસ પંચાલે પૂછ્યું.
"એ બીજું કોઈ નહિ પણ... નેહાનો જ સો કોલ્ડ બ્રધર પ્રમાણ છે!" હરીએ સ્પષ્ટતા કરી!
"ઓહ! અરે એ કેવી રીતે હોય શકે?! આઈ કાન્ટ બિલિવ ઇટ!" મિસ્ટર પંચાલે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
"એટલે બન્યું એવું હતું ને કે... એણે નેહાને પ્રપોઝ કરી, પણ નેહાએ એણે ના કહેવાને બદલે એણે ભાઈ જ બનાવી લીધો! એણે એટલો ગુસ્સો આવ્યો કે એ મેન્ટલી (માનસિક રીતે) ડિસ્ટર્બ થઈ ગયો!" હરીએ વાત સમજાવી.
"હા... પણ એણે મારા વિશે આટલું બધું કેવી રીતે ખબર પડી?!" નેહાએ મુદ્દાની વાત કરી.
"વચ્ચે જેમ તુયે ડાયરીમાં કહ્યું છે એમ એકવાર તારી આ ડાયરી ચોરાઈ ગઈ હતી, એ એણે જ લઇ લીધી હતી! એ બધું જ વાંચીને તારા વિશે બધું જાણી ગયો હતો!" હરીએ કહ્યું.
"ઓહ બરાબર..." નેહાએ કહ્યું.
"બટ વેટ... તુયે પેજ નંબર 143નું કઈ તો નહિ વાંચી લીધુંને!" નેહાએ પૂછ્યું તો હરીથી હસી જ જવાયું! એણે એના વાળને થોડા ઠીક કર્યા અને નજર નીચે જુકાવી લીધી!
એની આટલી પ્રતિક્રિયા જ કાફી હતી, એણે યકીન દિલાવવા કે એણે બધું જ વાંચી લીધું હતું! શરમની મારી એણે મિસેસ પંચાલના સાડીનાં ટુકડામાં મોં છુપાવી લીધું.
"હવે આને પરણાવી દો... કોઈ ટ્રોલ નહિ કરે!" થોડું હસતાં હરીએ મિસ્ટર પંચાલને કહ્યું.
"સારું તો પરણવું છે મારી સાથે?!" નેહાએ સાડી હટાવી સીધું જ પૂછી લીધું!
"હા... કેમ નહીં! એકચ્યુલી આઈ એમ ઓલ્સો ઇન લવ વિધ યુ!" હરીએ પણ એ કહી જ દીધું જે એણે કહેવાનું હતું. રાત આખી એણે તો ડાયરીને એના દિલ પાસે રાખી ને પસાર કરી હતી! એ બસ નેહાના જ ખયાલોમાં હતો!