સંબંધો લાગણીની રમતોનો ધંધો - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 1


"પણ કેમ યાર?! કેમ તું આવું કરું છું?!" નિધી એ કૉલ પર જ સાંજને કહ્યું પણ એણે કહ્યું, "હમણાં હું તને કૉલ પર કઈ જ નહિ કહી શકું! બસ કાલે તું આવ મારા ઘરે ઓકે!"

"ઓકે!" નિધી બોલી કે તુરંત જ સાંજ એ કૉલ કટ કરી દિધો! જાણે કે એ બસ એના ઓકે બોલવાના જ ઇન્તઝાર માં ના હોય!

"શું ખબર શું વાત હશે?! કઈ નહિ કાલે તો ખબર પડશે જ ને!" નિધી વિચારી રહી હતી.

"હું તને બહુ જ લવ કરું છું... હું બીજા કોઈને બિલકુલ નથી ચાહતો ટ્રસ્ટ મી!" શેખર ના શબ્દો નિધિના મનમાં વાંરવાર પડઘાઈ રહ્યા હતા.

"અરે પણ કોઈ છોકરી... કોઈ છોકરી જાણી જોઈને તો પોતાની ઈજ્જત ને આમ તો ના જ ઉછાળે ને?! એણે એમાં શું મળે?!" નિધિ એ ખુદ ને જ સમજાવતા કહ્યું.

"અરે પણ એ શેખર છે... શેખર! એ જ જેને મારો સાથ ક્યારેય નથી છોડ્યો! જિંદગીની બધી જ મુસીબતોમાં એ જ તો સાથે રહ્યો હતો!" નિધિ એ ખુદને સમજાવવા ચાહી.

"એવું કઈ જ નથી! એણે ગલત કર્યું છે તો એણે સજા પણ મળશે જ! હું આપીશ એણે સજા, હું કોઈ પણ છોકરી સાથે ગલત ના જ થવા દઉં!" નિધિ એ એક નિશ્વાસ નાંખતા વિચાર્યું.

"અરે પણ... અરે... હે ભગવાન! આ શું સમસ્યા છે! હું જેને લવ કરું છું એ જ એક... એક રેપિસ્ટ છે! હા... એણે જ તો સાંજને પીંખી નાંખી છે! લોકો આવું કેમ કરતા હશે?! કેમ?!" નિધિ એ આખી રાત બસ પડખા ફેરવતી રહી અને વિચારતી રહી! ઘણી વાર એણે વિચાર તો કર્યો કે સાંજ પર જુલ્મ કરવામાં આવ્યો છે પણ બીજા જ પળે એણે શેખરની સારી વાતો યાદ આવવા લાગતી!

પણ કોઈ નહોતું જાણતું કે આ બધું થયું ક્યારે?! ભૂલ કોની હતી?! કેમ હજી નિધિ નું દિલ નથી માનતું કે શેખર આવું કંઈ કરી શકે એમ!

"અરે તું કઈ પાગલ તો નથી થઈ ગઈ ને?! મારી ઉપર શક કરું છું?! ભૂલી ગઈ કે શું હું તારા માટે કોણ છું?!" શિખર કોઈ અંધારા રૂમમાં નિધિના ખભાઓને ઝંઝોળી ને કહી રહ્યો હતો.

"અરે આઇ એમ સો સોરી! ભૂલ થઈ ગઈ મારી! તું મારા માટે બહુ જ મીન કરું છું! તું જ મારી લાઇફ છું! આઈ લવ યુ... આઈ લવ યુ!" નિધિ બસ શિખરને પકડીને કિસ જ કરી લેવા માંગતી હતી પણ આ શું?! શેખર તો હવા બની ને ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો!

"ઊઠ... નિધુ... ઊઠ... સવાર પડી ગઈ!" નિધિ ની મમ્મી એ એણે લગભગ આખી હલાવી જ દીધી!

"ઓહ... થેંક ગોડ! સપનું હતું! ઓહ માય ગોડ!" એક ઝાટકા સાથે નિધિ ઊભી થઈ ગઈ અને બોલી પડી તો એની મમ્મી પણ ચોંકી ગઈ!

એણે તુરંત જ એના ફોનને ટેબલ પરથી હાથમાં લીધો તો જોયું કે સાંજના ત્રણ મિસ કૉલ હતા! એણે તુરંત જ એણે એક ટેક્સ્ટ મેસેજ કર્યો કે એ જલ્દી જ આવે છે.

ફટાફટ ફ્રેશ થઈ, ચા પી એ સાંજના ઘરે જવા નીકળી.

સો સો સવાલો, હઝારો કલ્પનાઓ તો એણે રસ્તામાં ન કરી દીધી હતી! પણ છેવટે એ સાંજના ઘરે પહોંચી તો ગઈ જ!

સાંજે એણે જ્યુસ આપ્યું અને વાત કહી - "જીગ્નેશ ની બર્થડે પાર્ટી હતી ત્યારે... એ પાર્ટીમાં પણ મને ધ્રુવે બહુ જ ડ્રિંક ઓફર કરી! એ પછી મને... એ પછી મને શેખર..." એના છેલ્લા શબ્દો ધીમા અને પડઘાવા લાગ્યા.

છેલ્લે છેલ્લે નિધીને ખબર પડી રહી હતી કે એણે એ જ્યુસ પી ને બહુ જ મોટી ભૂલ કરી દીધી હતી... પણ સાથે સાથે એ એમ પણ વિચારી રહી હતી કે જીગ્નેશ ની બર્થડે પાર્ટીમાં પણ... મતલબ એમ કેટલી વાર?! એ વિચારી રહી... પણ હવે એ ત્યાં જ સોફા પર જ બેહોશ થઈ ગઈ હતી!

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "અરે... તું પ્લીઝ છોડ! આ સમાજ હંમેશા છોકરીઓ ને જ ગલત સમજે છે! મારું કોણ સાચ્ચું માનશે?! તું પ્લીઝ છોડ બધું... આનો તો બસ એક જ ઉપાય છે... અને એ એ છે કે હું મરી જાઉં!" સાંજે એક અલગ જ ખુમારીથી કહ્યું.

"તું જરાય ચિંતા ના કર... એ દુરાચારી નેં... એ પાપી ને હું જ મારીશ!" નિધિ એ કહી તો દીધું... પણ બસ એ જ જાણે છે કે પોતાની જ જાન ની જાન લેવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે!