ન્યાયચક્ર - 7 Bhumika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ન્યાયચક્ર - 7

આગળના ભાગમાં આપણે જોયું કે, ભોળો રૂડા વણઝારા સાથે  જવા નીકળે છે અનેતેના કબિલામાં પહોંચે છે. ત્યાં રૂડો વણઝારો તેની મુલાકાત સિતારા નામના એક વ્યક્તિ સાથે કરાવે છે, તે રૂડાને કહે છે કે ભોળા નું અહી કબિલામાં આવવું એ આપણા કબિલની પ્રગતિમાં વધારો કરશે. હવે આગળ...


       રૂડા વણઝારા એ મને ફરી ફરીને આંખો કબીલો બતાવ્યો અને બધા સાથે ઓળખાણ પણ કરાવી પછી એણે મને એક તંબુ બતાવ્યો અને કહ્યું તું અહીં રહેશે આજ થી. હું તો જોતોજ રહી ગયો. તેમાં રેશમી સૈયા હતી, પીવા માટે હોકો ને ચાર નાના મોટા પટારા હતા, જે રંગ બે રંગી રેશમી વસ્ત્રો થી અને સોના, મોતી  ના ઘરેણાં થી ભરેલા હતા. હું આ બધું જોઈને બહુ  ખુશ થઈ ગયો. ગધેડા સાથે પૂળા ની ઘાંસળી માં પડી રહેનાર મને આજે સૈયા મળી અને એ પણ રેશમી,  માંડ લોકોના ફાટેલા તૂટેલા કપડાં મળતા એ પહેરતો એને આજે રેશમી વસ્ત્રો અને સોના, ચાંદી અને મોતીના ઘરેણાં પણ મળ્યા .મને  લાગ્યું કે હું જાણે કોઈ સુખદ સપનું જોઈ રહ્યો છું. રૂડા એ મને અહી આરામ કરવાનુ કહ્યું અને એ જતો રહ્યો.


       થોડી વાર પછી એક થાળ લઈને એક માણસ આવ્યો. તેની પરથી કપડું ખુલતાજ મે જોયુ કે આ થાળ તો વ્યંજનો થી ભરેલો છે. મે ક્યારેય કોઈ વ્યંજન ખાધા ન હતા . તેણે થાળ મૂકી અને મને જમવા કહ્યું અને તે ચાલ્યો ગયો. જીવનમાં આ બધુજ પહેલી વાર થઈ રહ્યું હતું. હું પેટ ભરીને મારી સમજણમાં પહેલીવાર આજે જમ્યો અને એ પણ મિષ્ટાન.


       આ બધો હવે રોજનો ક્રમ હતો. ધીરે ધીરે રૂડા વણઝારા એ મને તલવાર બનાવવાનુ કામ શીખવ્યું અને એ મારા કામ થી બહુ ખુશ હતો. એ મને એની સાથે રાજાઓના ત્યાં શસ્ત્રો વેચવા અને બતાવવા લઈ જતો એટલે મને રજવાડાઓનું આતિથ્ય માણવા નું ય મળવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનમાં આટલી બધી ખુશીઓ આવશે, કોઈ જગ્યા, કોઈ વ્યક્તિઓ હશે જે મારી કદર કરશે. મને વણઝારા લોકો ની જીંદગી બહુ ગમી ગઈ. આખો દિવસ તનતોડ મહેનત કરતા અને રાત્રે ખાતા પિતા, નાચતા અને આંનંદ કરતા. હવે હું પણ આ બધાનો એક અભિન્ન ભાગ બની ગયો હતો.


       મારી બનાવેલી તલવારોની માંગ ભારતમાં જ નહિ છેક અરબના દેશો સુધી થવા લાગી. સિતારા એ કીધું હતું એમ રૂડા વણઝારા નું કામ, ધન સંપત્તિ અને ખ્યાતિ બહુ વધી ગઈ હતી. અમારી મિત્રતા ની મિશાલ અપાતી. એ મને ક્યારેય એકલો ના મુકતો હંમેશા પોતાની સાથે રાખતો. સગા કરતા આજે પારકા ચડિયાતા થઈ ગયા હતા. વચ્ચે વચ્ચે હું મામાના ઘરે પણ જતો. હવે તો મામી મારા ઘરે જવાની રાહ જોતી કારણ કે, હું સાથે સોના મહોરો લઈને જતો. બસ જીવનમાં સર્વત્ર ખુશીઓ જ ખુશીઓ હતી.


       એક દિવસ હું કામ કરી રહ્યો હતો ત્યાં રૂડો વણઝારો આવ્યો અને એણે મને કહ્યું ભોળા મારી સાથે આવ મારે તારું કામ છે. હું કામ પડતું મૂકી એની સાથે  ગયો. એ અને હું સિતારા પાસે ગયા વાતાવરણ ગંભીર લાગતું હતું જાણે કે કોઈ ગંભીર ઘટના ઘટી છે કે ઘટવાની છે. હું અને રૂડો વણઝારો સિતારાની પાસે જઈને બેઠા. એણે કંઇક આડી અવળી લીટીઓ જેવું કંઇક ચિત્ર દોર્યું હતું અને એમાં કાળી અને ધોળી પથ્થરની કુકીઓ ગોઠવી હતી અને એ એક ચિત્તે આંખ નું મટકું ય  માર્યા વગર એ કુકીઓ ને જોઈ રહ્યો હતો. મને એ સોળ કુકીની રમત જેવું લાગ્યું. થોડી વાર પછી મારી ધીરજ ખૂટી ગઈ ને મે રૂડા વણઝારાને પૂછ્યું આ સિતારા આ કુકીઓ સામે કેમ તાકી રહ્યો છે, અને આપણે અહી શું કામ બેઠા છીએ?


       રૂડા વણઝારા એ મારી તરફ જોઈ મો ઉપર આંગળી મૂકીને ઇશારાથી જ  મને ચૂપ રહેવા કહ્યું. ઘણી વાર આમજ ચાલ્યું અને પછી સિતારા એ અચાનક ચુપ્પી તોડતા કહ્યું મોડી રાત નો ત્રણ વાગ્યાનો સમય આ કામ માટે યોગ્ય રહેશે. રૂડા વણઝારા એ સારું કહી ને હામી ભરી. આ બધું શું થઈ રહ્યું છે મને કઇ સમજણ નતી પડી રહી. ફરી સિતારા એ ઊભા થઈ આકાશ તરફ જોઈ બે હાથ ઊંચા કરતા કહ્યું આવો સમય સો વર્ષ માં એકજ વાર આવે છે માટે ધ્યાન રાખજે બધું સમય પર થઈ જવું જોઈએ. હવે જા અને રાતની તૈયારી શરૂ કર. 


       રૂડા વણઝારા એ ફરી સિતારાની વાત મા હામી ભરી અને અમે ત્યાં થી બહાર નીકળ્યા. આ બધું શું છે? અને શેના વિશે વાત થઈ રહી છે તે જાણવા હું બહુજ આતુર હતો. નાના બાળકની જેમ મારી જીજીવિષા વધતી જતી હતી. અમે ત્યાંથી રૂડા વણઝારાના ઉતારે ગયા.એના ઉતારામાં જતાં પહેલાં જ એણે એક માણસને  બોલાવીને સૂચના આપી કે હું બહુ જરૂરી કામ માં છું મને કોઈ મળવા આવે તો ના કહી દેજે.


       હવે મારા થી ના રહેવાયું મે અંદર જતાજ પૂછી લીધું. શું વાત છે, અને કયું જરૂરી કામ છે, સિતારા શેના વિશે વાત કરતો હતો. મે એકજ શ્વાસ માં બધા સવાલો કરી દીધા અને પછી ઊંડો શ્વાસ લીધો. રૂડો વણઝારો ચૂપ હતો એણે મારી સામે જોયું અને કઈ જ પણ બોલ્યા વગર એના ઉતારામાં એક મોટો જબરજસ્ત પટારો હતો ત્યાં જઈ એનું તાળું ખોલ્યું અને મને કહ્યું ચાલ મદદ કર આનું ઢાંકણું ખોલવામાં હુ ગયો અમે બંને એ હતી એટલી તાકાત વાપરી ને એ પટારો ખોલ્યો અને એની અંદર જોતાજ મારી આંખો ફાટી ગઈ. મે પેલા ક્યારેય આવું દૃશ્ય જોયું ન હતું.


  ક્રમશઃ

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 11 માસ પહેલા

Rajesh shah

Rajesh shah 12 માસ પહેલા

Mohit

Mohit 1 વર્ષ પહેલા

shekhar kharadi Idriya

shekhar kharadi Idriya માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

SENTA SARKAR

SENTA SARKAR 1 વર્ષ પહેલા