આજે લોકડાઉનને 20 દિવસ થઈ ગયા છે અનુરાગ તેના રૂમમાં ચૂપચાપ ફોન લઈને બેઠો છે તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે આમ પણ અનુરાગ ઘણા સમયથી ઘરમાં ચાલતા ઝઘડાઓથી કંટાળી ગયો હતો એટલે જ તે પોતાનો મોટાભાગનો સમય પોતાના કામના સ્થળે જ પસાર કરતો. ઘણી વખત રાત્રે જમીને પણ તરત પોતાની ઑફિસે ચાલ્યો જતો અને ત્યાં જ સુઈ જતો. પણ હવે તો ઑફિસે પણ જઇ શકે તેમ ન હતો. એટલે તે ખૂબ જ ચિંતામાં હતો.
અનુરાગને હવે લાગી રહ્યું હતું કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જેને બધું શેર કરી શકીએ. જેની સામે રડી શકાય આમ તો અનુરાગ હંમેશા બધાને હસાવવાની જ કોશિશ કરતો હોય છે એ ક્યારેય પોતાની પ્રોબ્લેમ્સ કોઈને કહેતો નથી પણ આજે એને ખરેખર લાગી રહ્યું હતું કે જીવનમાં એક એવા વ્યક્તિની જરૂર છે જે એને સમજે. અત્યાર સુધી એને ક્યારેય આવું વિચાર્યું જ ન હતું તે હંમેશા તેના કરીઅર પર જ ધ્યાન આપતો.
અનુરાગ આ બધુ વિચારી જ રહ્યો હતો અને અચાનક ફોનમાં વહાટ્સ એપની નોટિફિકેશન આવી સ્મૃતિનો મેસેજ આવ્યો હતો. અનુરાગને લાગ્યું કે એને કંઈક કામ હશે કેમ કે એ ક્યારેય કામ સિવાય મેસેજ કરતી નહીં. સ્મૃતિ અને અનુરાગ સારા દોસ્ત હતા પણ વધારે વાત થતી નહીં.
અનુરાગે વહાટ્સ એપ ઓપન કર્યું સ્મૃતિએ hi લખ્યું હતું અનુરાગે પણ Hello લખીને મોકલ્યું સામેથી પાછો મેસેજ આવ્યો લખ્યું હતું क्या कर रहे हो जनाब? પહેલા તો અનુરાગને પણ અજીબ લાગ્યું કે આ કંઈક અલગ મૂડમાં છે કેમ કે એને ક્યારેય આવું પૂછ્યું ન હતું અનુરાગ એ પણ જવાબ આપ્યો लोकड़ाउन में क्या कर शकते है। घर पे बैठे है महोतरमा। आप बोलो आप क्या कर रही हो? સામેથી જવાબ આવ્યો कुछ नही बोर हो रहे थे? सोचा किसी से बात करलू तो आप की याद आई इसीलिए मेसेज किया। અનુરાગ એ કીધું સારું ઘણા સમય પછી મેસેજ કર્યો. સ્મૃતિએ કહ્યું હા હોસ્ટેલમાં ફોનનો બહુ ઉપયોગ ન કરી શકીએ એને હમણાં તો સાવ ફ્રી એટલે મેસેજ કર્યો.
અનુરાગ થોડીવાર માટે બધી જ ચિંતાઓ ભૂલી ગયો તે કોલેજ પછી ઘણા સમયે કોઈ સાથે ખુલીને વાત કરી રહ્યો હતો એને એમ લાગ્યું કે કોઈક તો છે હવે જેની સાથે તે વાત કરીને પોતાનું મન હળવું કરી શકશે.
આ બધું વિચારી રહ્યો હતો ત્યાં સ્મૃતિનો મેસેજ આવ્યો કે હું પછી વાત કરુ રસોઈ બનાવવી છે અચ્છા જનાબ બાદ મેં બાત કરતે હૈ અનુરાગ એ પણ રીપ્લાય આપ્યો ઠીક હૈ મહોતરમાં.
અનુરાગ વિચારી જ રહ્યો હતો કે તરત ત્યાં પપ્પાનો અવાજ આવ્યો અનુરાગ તારી મમ્મીને કઇ દેજે મારા માટે જમવાનું ન બનાવે. હા આ જ રીતે વાત થાય છે હવે ઘરમાં અનુરાગ વચ્ચે હોય છે કેમ કે મમ્મી અને પપ્પા એક વર્ષથી વાત નથી કરી રહ્યા. અનુરાગે ક્યારેય આવા પરિવારની કલ્પના પણ નહોતી કરી અનુરાગ હંમેશા વિચારતો કે પરિવારમાં બધા સાથે મળીને રહેતા હોય બહાર ફરવા જતા હોય એક બીજાની ચિંતા કરતા હોય પણ આ બધું એને સપનું હોય એવું લાગવા લાગ્યું હતું. ઘણી વખત અનુરાગને એટલો ગુસ્સો આવતો કે તે દીવાલમાં હાથ પછાડી લેતો. તે રડી શકતો નથી કેમ કે કોઈક તો હોવું જોઈએ જે એને સમજી શકે એટલે તે ક્યારેય રડતો નહીં અને પોતાની વાતો ક્યારેય કોઈને કેતો પણ નહીં.
ભાગ 1 - સમાપ્ત
શું અનુરાગ અને સ્મૃતિની આગળ કંઈ વાત થશે?
શું અનુરાગ સ્મૃતિને બધી વાતો કરશે?
શું અનુરાગ અને સ્મૃતિનો સંબંધ આગળ વધશે?
આ બધા પ્રશ્નોનો જવાબ ભાગ 2 મળશે.