હું જ્યારે આંખો બંધ કરું છું અને શ્વાસ લેવાની કોશિશ કરું છું તો દીવ ના દરિયા ની સુગંધ મેહસૂસ કરું છું .હું સમજતી હતી કે હું દીવ માં રહીશ તો મરી જઈશ. જો જલ્દીથી બધું મારા મુજબ ના થયું તો હું અહી થી કૂદી જઈશ અને આ મારી મમ્મી ની ભૂલ નું પરિણામ હશે,નહિ પરંતુ આ બધા નો કસૂરવાર એ આદમી ફિરોઝ છે.
એક આલીશાન ભવન ના બીજા માળે ઉભેલ નાયરા ની જિંદગી માં એવું તો શું થયું કે તેને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબુર થવું પડ્યું
ભૂતકાળમાં દીવ
એક પ્રાઇમરી સ્કુલમા
બાળકો આવતી કાલે ચેપ્ટર વાંચીને આવજો એક બ્લુટોપ અને વાઈટ જીન્સ પહેરેલ યુવતીએ કહ્યું
મિસ ટીચર પાછળથી એક યુવતી એ તેને ચીડવતા કહ્યું
પ્રથમ યુવતી : કેવો રહ્યું તારો તાજમહેલ નો પ્રવાસ નિશા
નિશા(બીજી યુવતી): હું કઈ જ નહિ બતાવું તારે આવવું જોઈતું હતું આનિયા
આનિયા(પ્રથમ યુવતી): અરે તું જાણે તો છે મારા પર કેટલી જવાબદારી છે
નિશા: આયાત નું થીએટર, ફીઝા નું ઝુ અને નાયરા નું કોઈ કામ તારા બહાના તો કોઈ દિવસ નઈ ખૂટે .
ત્યાં આનિયા ના ફોન માં એક મેસેજ આવે છે તે નીશા ને કહે છે એક સેકંડ હું જવાબ આપી દવ અને આનિયા ના ચેહરા પર સ્મિત હોય છે. જે નિશા જોય જાય છે.
નિશા:પ્રેમ નો ચક્કર લાગે છે અને એક હું છું જેને ફક્ત બેંક ના મેસેજ આવે છે.
આનિયા: કેવો પ્રેમ નિશા અને એ પણ આ ઉંમર માં.
નિશા: હજી તું ફકત 35 વર્ષ ની છે.
આનિયા:હા મારે પોતાને યાદ કરવવાની જરૂર છે
નિશા: તારા ચેહરા પર હજી સુધી સ્મિત છે.
આનિયા: અરે નિશા મારી મિત્ર એ તેની બિલાડી ની વિડિયો મોકલી હતી તેના પર હસી રહી છું.
નિશા: જો આવું કંઇક હશે અને તું મને પછી કહીશ તો હું બહુ જ નારાજ થાય.
આનીયા: ઓકે નિશા હું આમ પણ તને કેહવાની જ હતી.
નિશા: સાચે.કોણ છે? કેવો છે? તેનું નામ શું છે?
આનીયા:ધીમેથી નિશા આપને સ્કુલ માં છે.
તેનું નામ છે ફિરોઝ.
તેઓ બંને સ્કુલ માંથી બહાર નીકળે છે ત્યારે ત્યાં એક છોકરી આવે છે અને કહે છે હું આયાત અને ફિઝા ને લઈને આવું.આ છે નાયરા સૌથી અલગ અને તેની જુડવા બહેન આયાત થી એકદમ અલગ આ બંને બહેનો જુડવા છે પણ બંને ના ચેહરા અલગ અલગ છે .
સ્કૂલ ના કેન્ટીન માં
એક સુંદર છોકરી પ્રવેશે છે તેની ભૂરી આંખો અને કમળ જેવા હોઠ તેને ખુબ જ સુંદર બનાવી રહ્યા છે
તે ત્યાં એક ટેબલ પાસે જાય છે ત્યાં ત્રણ છોકરા માંથી બે છોકરા ને ઉભા કરે છે અને ત્રીજા ને પૂછે છે
શું તે એ લેટર વાંચ્યો કે મે તને જ્યોગ્રફી ના લેક્ચર માં આપ્યો હતો
છોકરો: હા મે વાંચ્યો
છોકરી: તો શું કેહવું છે તારું સ્કૂલ પછી જઈએ ફરવા
છોકરો: ઓકે
ત્યાં નાયરા ત્યાં આવે છે.
નાયરા તે છોકરી ને : તને શું લાગે છે હું તને આ ડફોળ સાથે એકલી જવા દઈશ એમ તો નહિ થાય આખરે લોહી નો સંબંધ છે આપણો આયાત
આયાત(તે છોકરી): તું મારા કરતાં પાંચ મિનિટ પેહલા જન્મી એટલે હું તને પોતાની મોટી બહેન માની લવ એમ
નાયરા: ઓહ આયાત તું દસ દિવસ કોઈ નવા બોયફ્રેન્ડ વગર ના રહી શકે.અને હા હું છું તારી મોટી બહેન
અને પછી છોકરા સામુ જોઈને કહે છે હવે તું જા અહીંથી નહિતર અને તે છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે.
તે બંને ઝઘડવાની જ હોય છે કે ફિઝા ત્યાં આવી ને તે બંને ને રોકી લે છે...