વાત્સલ્ય - અંતનો અંતે આરંભ -ભાગ-૬ Jayrajsinh Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત્સલ્ય - અંતનો અંતે આરંભ -ભાગ-૬

•મિત્રો,ભાગ-૫માં આપણે જોયું કે સકુંતલાની ગંભીર પરિસ્થિતિમાં પણ નિરજ તેના ત્રીજા બાળકની ડીલીવરી માટે ડોક્ટરને કહી દે છે અને બીજી બાજુ નિરજના મિત્ર તરુણની અકસ્માતના કારણે ગંભીર પરિસ્થિતિમાં ઓપરેશન ચાલે છે.આમ નિરજ એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યાં તેને કશું જ ખ્યાલ રહેતો નથી.એક તરફ બાળકોની આવવાની ખુશી તો બીજી તરફ સકુંતલાની અને તરુણની જીવન મૃત્યુ વચ્ચેની એક અનોખી જંગની ચિંતા.


(નિરજ સકુંતલાના રૂમની બહાર સારા સમાચારની રાહ જોઈને ઊભો હોય છે તેવામાં તેને તરુણનું યાદ આવતાં તે તરુણના રૂમ તરફ જાય છે,ત્યાં પહોંચીને તે રૂમની બહાર બેસે છે.થોડીવાર પછી ડોક્ટર ઓપરેશન રૂમની બહાર આવે છે....)


ડોક્ટર:-સોરી,અમે તમારા મિત્રને બચાવી ન શક્યા અને તેણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.


નિરજ:-આટલું સાંભળતાની સાથે તે તૂટી પડે છે અને તેની આંખોમાંથી એક અશ્રુની નદી વહેવા લાગે છે.


ડોક્ટર:-અમે તમને થોડીવારમાં તેમના અંતિમ સંસ્કાર માટે લાશ તમને સોંપી દઈશું.


(નિરજ ઊપર એક મોટો પહાડ તૂટ્યો પણ ભગવાનને હજુ કંઈક બીજું જ મંજૂર હતું.આમ,નિરજ તૂટેલા હદય સાથે સકુંતલાના રૂમ તરફ જાય છે,ત્યાં ડોક્ટર બહાર આવીને...)


ડોક્ટર:-Congratulations,ઓપરેશન સક્સેસ.ત્રણેય બાળકો અને માતા સુરક્ષિત છે.


નિરજ:-હું સકુંતલા અને બાળકોને મળી શકું છું?(એક ઉદાસી સાથે)


ડોક્ટર:-હા,બિલકુલ તમે મળી શકો છો.


(નિરજ સકુંતલાને મળવા રૂમમાં જાય છે અને રડતાં રડતાં...)


નિરજ:-સકુંતલા,મારો ભાઈ જેવો ભાઈબંધ આપણને છોડીને ચાલ્યો ગયો છે.


સકુંતલા:-કેમ?શું થયું તરુણ ભાઈને?


નિરજ:-તે હોસ્પિટલએ આવતો હતો અને રસ્તામાં જ તેનું અકસ્માત થઈ ગયું.


સકુંતલા:-ઓહ,તે ક્યાં છે અત્યારે?


નિરજ:-બાજુના જ ઓપરેશન રૂમમાં છે.ડોક્ટર થોડીવાર પછી તેના અંતિમ સંસ્કાર માટે લાશ આપણને આપશે.


સકુંતલા:-તમે ત્યાં જાવ પહેલાં તેમની જે વિધિ છે,તે પતાવો પછી નિરાંતે વાત કરીશું.


નિરજ:-ઠીક છે,તું તારું અને છોકરાઓનું ધ્યાન રાખજે.


(તેમ કહીને નિરજ તરફના અંતિમ સંસ્કાર માટે લાશ લેવા જાય છે અને તે તરુણનું વિધિસર અંતિમ સંસ્કાર કરે છે.તરુણ નાનપણથી અનાથ હોવાથી તેની તમામ જવાબદારી નિરજે અને સકુંતલાએ પોતાના માથે લીધી હતી.)


•મિત્રો,કહવાય છે કે,ભગવાનથી મોટું દુનિયામાં કોઈ નથી અને તેના ફેસલાને કોઈ ઠુકરાવી શકતું નથી.નિરજ અને સકુંતલાને એકીસાથે ત્રણ બાળકો આવવાની ખુશી તો હતી પરંતુ તરુણના શોકએ તેને નિર્જીવ કરી મૂકી હતી.


(તરુણની વિધિ પછી નિરજ સકુંતલા અને ત્રણેય બાળકો સાથે ઘરે આવે છે...)


નિરજ:-સકુંતલા,તરુણને પણ આપણી ખુશીથી કેટલી ખુશી હતી,પરંતુ ભગવાનને આટલી બધી ખુશી મંજૂર નહોતી.(ઉદાસી સાથે)


સકુંતલા:-હા,શું કરીએ કહો તરુણ ભાઈની આત્માને ભગવાન શાંતિ આપે.


સકુંતલા:-આપણા બાળકોના નામકરણની વિધિની શું કરીશું?


નિરજ:-કંઈ જ નહિ જે સામાન્ય રીતે હોય તે અને બાળકોના નામ રાખી દઈશું.તરુણ વિના બધી ખુશી અધૂરી લાગશે.(ઉદાસી સાથે)


સકુંતલા:-હા,તે તો છે.તમને જેમ ઠીક લાગે તેમ.


(આમ,નિરજ તથા સકુંતલાના ત્રણેય બાળકોના નામ રાખવામાં આવે છે,સત્ય,વિજય અને અવંતિકા કેમકે તેના ત્રણ બાળકોમાંથી એક છોકરી હોય છે અને બે છોકરાઓ.)


•નિરજ અને સકુંતલાની દુનિયા ધીમે ધીમે તેના બાળકોમાં જ વસતી જાય છે અને તેઓ તરુણના અકસ્માતને પણ ભૂલીને એક ખુશીની જીંદગી બાળકો માટે અને બાળકો સાથે જીવવા લાગે છે.


•તેમની જીંદગીમાં ખુશીઓની જાણે નવી સવાર ઊગી હોય તેમ પાંચેય પોતાનું જીવન ખુશીસભર વિતાવવા લાગે છે.પણ આ પ્રેમ અને વાત્સલ્ય નિરજ અને સકુંતલાને વનવાસની તેવી દિશા બતાવવાનો હતો કે જ્યાં આપણી કલ્પના પણ કલ્પના ન કરી શકે કે માત્ર આટલી ઊંમરમાં કોઈ બાળકો પોતાના માતા-પિતાને વૃધ્ધાશ્રમના દરવાજે ઊભા કરી મૂકશે.


•મોટાભાગે બાળકોના લગ્ન પછી માતા-પિતાને તરછોડી મૂકે છે,પરંતુ સત્ય,વિજય અને અવંતિકા તો માનવતાની બધી સીમાઓ પોતાની ઊંમર કરતાં પહેલાં પાર કરી જશે.


•મારા આ જ પ્રકરણના આવનારા ભાગમાં જાણીશું સંકુલતા અને નિરજ ના વાત્સલ્યની બેવડી અસરોના ખરાબ પરીણામો તો વાંચતા રહો મારી સાથે "વાત્સલ્ય-અંતનો અંતે આરંભ".આ જ પ્રકરણનો ભાગ-૭ ટૂંક જ સમયમાં મારા માતૃભારતીના પેજ પર.


•મને આવા અવનવા વિચારો આપ લોકો સમક્ષ લાવવા માટે આપના પ્રતિભાવો બહુ જ આવશ્યક છે,જો તમને મારા વિચારો અને મારી રચનાઓ પસંદ આવતી હોય તો મને ફોલો કરવાનું ભૂલશો નહિ,કેમકે તો જ મને ખબર પડશે કે કેટલા વાચકો મારી અને મારા વિચારધારા સાથે જોડાયેલા છે.


•વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૭)ટૂંક જ સમયમાં માતૃભારતીના મારા એકાઉન્ટ પર.


•Please Follow Me....


-જયરાજસિંહ ચાવડા