પગરવ - 46 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પગરવ - 46

પગરવ

પ્રકરણ - ૪૬

કે.ડી. : " એક દિવસ પરમ તું નશામાં ધૂત બનીને મારાં પેલાં અડ્ડા પર આવી ગયો હતો... જ્યાં તમે લોકો બધાં પહેલાં આવ્યાં હતાં. તે ડ્રાઈવરને અહીં આવવા કહ્યું હતું...એ તો એ વિશાળકાય અડ્ડાને જોઈને કદાચ બહારથી ગભરાઈ ગયો હતો કદાચ એવું મને જાણવાં મળ્યું હતું.....તને મૂકીને પછી એ જતો રહ્યો હતો. પછી તું એ જ નશાની હાલતમાં ગાડી ડ્રાઈવ કરતો અંદર આવી પહોંચ્યો હતો... મારાં અમૂક ખાસ માણસોએ તને જોયો કે તરત જ મને વાત કરી. મેં તાબડતોબ તને અંદર બોલાવડાવ્યો.

તને સુવડાવ્યો પછી ઘણી વાર થઈ કેટલાંય લીંબુ શરબતને પણ પીવડાવ્યું ઘણું કર્યું પણ તારો નશો ઓછો નહોતો થયો. પણ તું એકધારું બબડી રહ્યો હતો...કે " આ સમર્થે ફોન કરીને બધી બાજી બગાડી દીધી... હું એને નહીં છોડું...સુહાની મારી જાળમાં બરાબર ફસાઈ ગઈ હતી...એ દિવસે તો હું એનું.....!! "

પછી એ અટકી ગયો. પછી મેં એને પૂછ્યું પણ બધું તો એ નશામાં બધું બોલ્યો કે ," એ સુહાનીને પ્રેમ કરતો હતો...અને સુહાની અને સમર્થ એકબીજાંને....આથી એમને હંમેશા માટે એમને દૂર કરવાં છે મારે... હું સુહાની સાથે એને મજબૂર કરીને પણ લગ્ન કરવાં ઈચ્છતો હતો પણ એ મારાં હાથમાં ન આવી....ને એ હંમેશાં માટે પૂણે છોડીને ભાગી ગઈ. પૂણે મારો એરિયા છે પણ એનું ગામ કે શહેર નહીં...એ મારાથી દૂર થઈ ગઈ છે....મને એ જોઈએ એટલે જોઈએ જ.. કોઈ પણ રીતે...!!"

પછી મને સમજાયું આ સમર્થને અહીં રાખવાનું કારણ. એ ભાનમાં આવ્યો પણ મેં એને કંઈ જ વાત નહોતી કરી. પણ મને આ વસ્તુ જરાં પણ ન ગમી...પ્રેમ ક્યારેય પરાણે ન થાય..મને એને કંઈ કર્યું હોય એવી શંકા ગઈ. એવી રીતે થોડી કોઈને મેળવી શકાય. પણ મેં સમર્થની જોડે જ સચ્ચાઈ જાણવાની અને એનો પ્રેમ કેવો છે એ ચકાસવાનું નક્કી કર્યું. અને મે બીજાં દિવસે એની મારી પાસે બોલાવ્યો.

મેં એને ડાયરેક્ટ કહ્યું કે, " સુહાનીએ લગ્ન કરી દીધાં છે... મારાં દીકરા પરમ સાથે‌..."

ત્યારે સમર્થ બોલ્યો, " કોણ પરમ ?? "

કે.ડી. : " પરમ અગ્રવાલ...તારી કંપનીનો બોસ..."

સમર્થ : " ઈમ્પોસિબલ...એ કરે જ નહીં. તો એટલે એને મને અહીં કિડનેપ કરાવ્યો છે એમને ?? એને સુહાની સાથે લગ્ન કરવાં હતાં એટલે... એ મારી કોલેજમાં હતો મને ખબર છે...પહેલેથી જ સુહાની પર એની નજર હતી...પણ મારાં કારણે ક્યારેય એણે એવી કોઈ હિંમત નહોતી કરી. અને મારાં યુએસએ ગયાં પછી પણ સુહાનીએ એની હેરાનગતિ વિશે કોઈ વાત નહોતી કરી આથી જ મેં સુહાનીને પરમ વિશે કંઈ પણ કહીને ચિંતામાં લાવવાનું ટાળ્યું. પણ સુહાની મારાં સિવાય કોઈ સાથે લગ્ન કરે જ નહીં...અને જ્યારે મેં એને કહી દીધું છે કે હું ઈન્ડિયા આવી ગયો છું પછી તો નહીં જ..."

કે.ડી. : " સમય સાથે બધું બદલાઈ જાય છે...માણસો પણ.. પૈસા ને પ્રેમ જીવનની જરૂરિયાત છે...એ મારો દીકરો છે એ કોઈ પણ રીતે એને મેળવી શકે છે..."

સમર્થે કહ્યું હતું કે, " એ શક્ય જ નથી...એટલો એને પોતાનાં પ્રેમ પર વિશ્વાસ છે...આ જમાના પ્રમાણે બધું જ શક્ય છે. પણ સુહાની બધાં જેવી નથી. એકવાર ખબર હોવાથી એ મને શોધવાં માટે કંઈ પણ કરશે‌‌...અને હું નહીં મળું તો એ બીજાં કોઈ સાથે લગ્ન પણ નહીં જ કરે...!! "

કે.ડી. : " તને આવું કહ્યાં પછી દોઢ વર્ષ થયું એ કંઈ નાનો સમય નથી...એ બહું જલ્દી અહીં આવશે અહીં સુહાની સાથે..."

સમર્થ : " કોઈ કંઈ પણ કહે હું માનવા તૈયાર નથી...."

કે.ડી. : " તો જો તને એટલો વિશ્વાસ હોય તો લગાવ મારી સાથે શરત...."

સમર્થ : " શું શરત ?? "

કે.ડી. : " એ તું કહે..."

સમર્થ : " જો સુહાનીએ લગ્ન ન કર્યા હોય તો તમારે મને સુહાની અને મારાં મમ્મી-પપ્પા સાથે મળાવવાનો. અને જો એણે લગ્ન કરી દીધાં હોય તો મને અહીં જ મારી દેજો. બસ પણ છેલ્લીવાર મને સુહાની અને મારાં મમ્મી પપ્પાને એકવાર મળાવી દેજો...."

કે.ડી. : " શરત મંજૂર...પણ તારે એને બંધ આંખોએ ઓળખી દેવાનાં...તો તારી સજા કેન્સલ....!! "

સમર્થ : " શરત મંજૂર..."

બસ પછી મેં પ્લાન નક્કી કર્યો. જોગાનુજોગ પરમની ધીરજ ખૂટી. આખરે એ મારી પાસે આવ્યો અને એણે કહ્યું કે કોઈ પણ રીતે એને સુહાની સાથે લગ્ન કરવાં છે....એને કોઈ પણ રીતે અહીં લાવો.

મને બધી ખબર હોવાં છતાં મેં એની પાસે જ બધું જાણ્યું....પણ પરમની એક વાત ખટકી હતી મને પહેલાં જ દિવસથી...આથી હું હજું પણ તારાથી નારાજ છું....એ એજ કે તે સુહાની સાથે બળજબરી કરીને એને સ્પર્શ કરીને એને મેળવવાની કોશિષ કરી હતી. ભલે એ સફળ ન થયું પણ તારો ઈરાદો તો ખરાબ હતો. હું આટલાં વર્ષોથી આ કામમાં છું...પણ મેં તારી મમ્મી સિવાય કોઈ સાથે એવો સંબંધ નહોતો રાખ્યો. એવી વસ્તુ મને પસંદ પણ નથી....પણ આજે મેં જોયું કે સમર્થનો પ્રેમ સાચો નીકળ્યો...મને સુહાનીને જોવાની વધારે ઈચ્છા થઈ એટલે વધારે થઈ કે એ છોકરી કેવી હશે કે જેનાં માટે સમર્થને આટલો વિશ્વાસ છે અને મારો દીકરો એની પાછળ પાગલ છે. કોઈ પણ ભોગે એને એ જ છોકરી જોઈએ છે. મેં બધી માહિતી મેળવીને સુહાનીને મેં પોતે ફોન કર્યો...સાથે જ મેં સમર્થની ડિટેઈલ પરમ પાસેથી લઈને ફોન કદાચ એનાં મામાએ ઉપાડ્યો. એ પરથી મને અજાણતાં વાત કરતાં ખબર પડી કે એનાં પપ્પા હવે આ દુનિયામાં નથી...."

પરમ : " આ વાત તમને કોણે કહી ?? આ સુહાનીએ ?? "

કે.ડી. : " ના બીજી જ કોઈ વ્યક્તિ દ્વારા...તારાથી ચૂક થયેલી ભૂલ દ્વારા...એ બધું જ તને થોડીવારમાં સમજાઈ જશે...."

આ સાંભળતા જ સમર્થ બોલ્યો, " શું કહો છો તમે ?? મારાં પપ્પા હવે આ દુનિયામાં હયાત નથી ?? "

સુહાની : " હા પપ્પા આ મહામારીમાં મૃત્યુ પામ્યાં છે...અને પછી એમનાં જવાનો આઘાત અને તારાં પાછાં ન ફરવાને કારણે મમ્મી દોઢ વર્ષથી આ સ્થિતિમાં આવી ગયાં છે...જે તું જોઈ શકે છે.... હકીકત તો બહું કરૂણ છે...એમને હવે તું જ કદાચ સારાં કરી શકે એમ છે‌...!! "

સમર્થ હવે રીતસરનો આઘાતમાં આવી ગયો. એનાં આંસુ ધોધમાર વહેવા લાગ્યાં...

કે.ડી. : " ને બસ સુહાની સાથે મેં પોતે વાત તો કરી દીધી. એણે હા પણ પાડી. પણ મને એમ હતું કે એ આવશે કે નહીં...પણ એ કોઈ પણ આનાકાની વિના સમર્થ તારી મમ્મીને લઈને અહીં આવી પણ ગઈ....આજે મને થયું કે આવી છોકરીઓ બહું ઓછી હોય છે અત્યારે.... સુહાની ખરેખર અલગ છે...કેટલી હિંમત અને આત્મવિશ્વાસ છે એનામાં...આજે મને એને જોઈને થયું.... કદાચ એને ઘરે પણ નહીં જણાવ્યું હોય !! "

પરમનું માથું શરમથી ઝુકી ગયું... છતાં બેશરમ થઈને એ બોલ્યો, " પપ્પા હવે એ વાત માટે હું સોરી કહું છું....પણ હવે તો તમે મારાં અને સુહાનીનાં લગ્ન કરાવી આપશો ને?? "

સુહાની : " હવે પણ તું સુધરીશ નહીં....પરમ અગ્રવાલ... મને મેળવવાનું વિચારતાં પહેલાં મારી લાશ પડેલી જોઈશ...હવે તો મારો સમર્થ મને મળી ગયો છે.... મારે બીજું કંઈ જ જોઈતું નથી...."

સમર્થ અને સુહાની એકબીજાંને આટલાં સમયે જોઈને એકબીજાં સાથે હંમેશાં માટે જીવી લેવાનો એક સંતોષનો અહેસાસ કરી રહ્યાં છે.

કે.ડી. : " હા સમર્થ મેં તારી ઈચ્છા મુજબ સુહાની અને તારી મમ્મીને તને મળવા બોલાવી દીધાં પણ હવે હું તને ત્યારે જ છોડી શકું ત્યારે જ્યારે સુહાની પરમ સાથે લગ્ન માટે હા પાડે....આખરે એ મારો દીકરો છે એની ઈચ્છા મારાં માટે સૌથી મહત્વની છે... "

કે.ડી.નાં બદલાયેલા રૂપને બધાં જોઈ જ રહ્યાં.

સમર્થ થોડીવાર બધું જોઈ જ રહ્યો પછી બોલ્યો, " સુહાની હું નહીં છૂટું તો ચાલશે પણ આવાં વ્યક્તિ સાથે કદાપિ લગ્ન કરીશ નહીં...."

સુહાનીને જાણે કંઈ સમજાયું નહીં... થોડીવાર પછી એ બોલી, " પણ હું આ દુનિયામાં જ નહીં હોઉં તો તમે સમર્થને અહીં રાખીને શું કરશો ??

કે.ડી : " હજું એક એવી વ્યક્તિ આવી રહી છે...આજે એ કહેશે એ મુજબ થશે...."

બધાં સાથે બોલ્યાં..." હવે કોણ આવે છે ?? "

થોડીવાર બધાં આમ તેમ જોવા લાગ્યાં ત્યાં જ છે દરવાજાથી સુહાનીને લોકો અંદર આવ્યાં હતાં એ જ દરવાજાથી એક સુંદર યુવાન સ્ત્રી એક પુરુષ સાથે પ્રવેશી...!! ને એ સાથે જ એની પાછળ જે છોકરી દેખાઈ એ જોઈને પરમ રીતસરની ભાગવાની કોશિષ કરવાં લાગ્યો ત્યાં જ ખુદ કે.ડી.એ એને પકડી દીધો....!!

સુહાની આગળ આવેલી પંક્તિને તો ઓળખી શકી પણ એનાં પછી આવેલી એ છોકરીને ઓળખી ન શકી....!! સમર્થ તો આ બધું શું થઈ રહ્યું છે એ નિર્દોષ ભાવે જોઈ જ રહ્યો !!

કોણ હશે પંક્તિની સાથે આવેલી છોકરી ?? પંક્તિ શું કરવાં આવી હશે ?? શું હશે કે.ડી.નો અંતિમ નિર્ણય ?? સુહાની અને સમર્થ ફરીથી હંમેશાં માટે એક થઈ શકશે ખરાં ?? બહું જલ્દીથી સુંદર અંત માણવા માટે વાંચવાનું ન ભૂલતાં.... પ્રેમનો પગરવ ભીનેરો - ૪૭

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......