પગરવ - 43 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પગરવ - 43

પગરવ

પ્રકરણ - ૪૩

ગાડી આખરે બંગલાના મેઈન ગેટ પાસે પહોંચી ગઈ. સુહાની સવિતાબેનને લઈને ગાડીમાંથી બહાર આવી...!! એ લોકો ત્યાંથી ગાડી સાથે નીકળી ગયાં. એણે જોયું કે દરેક વ્યક્તિ એક એક જ કામ કરે છે‌‌...એને કદાચ આગળ પ્રવેશ મળતો જ નથી. એણે આજુબાજુ નજર કરી તો બધી બ્લેકગાડીઓની વચ્ચે હવે એને ચાર ગાડી જ વાઈટ કલરની દેખાઈ. કદાચ એ જ ગાડીઓ બહાર જઈ રહી છે કામ માટે....!!

ત્યાં આજુબાજુ જોઈ રહેલી સુહાનીને એક નખશીખ બંધાઈને આવેલી સ્ત્રીએ કહ્યું, " મેમ ચલો આપ અંદર...સાહેબને બુલાયા હૈ...."

સુહાની દિલથી એક જીતની પ્રાર્થના કરતી એ સવિતાબેનનો હાથ પકડીને અંદર પ્રવેશી...!!

અંદર જેવી પ્રવેશી કે એ બંગલાનાં વિશાળ હોલ જેવાં આલીશાન શણગારેલી જગ્યાને જોઈ જ રહી છે.... એને એ ખબર ના પડી કે આવું તો ગુંડા લોકો કે પછી બહું આમીર લોકોનાં ત્યાં જ હોઈ શકે !! જો અમીરનું ઘર હોય તો આવું બધાં ઢંકાયેલા ચહેરે ન ફરે.‌..અને જો કોઈ ડૉનનો અડ્ડો હોય તો પછી અહીં કોઈ સિક્યુરિટી કે બંદુકધારી કોઈ જ વ્યક્તિ કેમ નથી દેખાતી...!!

એણે સામે નજર કરી લગભગ બધાં આવી જ રીતે નખશિખ ઢંકાયેલા ચહેરે ફરી રહ્યાં છે.... ત્યાં એક મોટી વિશાળ આરામદાયક ચેઈર કમ સોફા પર બેસેલી અડધી ટાલ, ને આંખો પર પહેરેલાં કાળાં ગોગલ્સ, બ્લેક કલરની સફારી પહેરેલી, પગમાં એવાં જ કાળા બૂટને સૌથી વધુ ગભરાવી દે એવી હાથમાં રહેલી બંદૂક સાથે આરામદાયક સ્થિતિમાં બેઠેલા લગભગ પચાસેક વર્ષના વ્યક્તિને જોયાં.

આખાં હોલ એ એક જ વ્યક્તિ છે કે જેનો ચહેરો ઢંકાયેલો નથી...એ વ્યક્તિને જોઈને સુહાનીને ઉંડે ઉંડે લાગવા માંડ્યું કે આનો ચહેરો કોઈને મળતો આવે છે...સૌથી પહેલાં પરમ જેવો તો નથી જ....એટલે એને એક શાંતિ થઈ.

સુહાની આજુબાજુ બધું જ જોઈ રહી છે ત્યાં જ એક પડછંદ અવાજ આવ્યો, " લે આઓ ઉન લોગો કો યહાં પે.."

સુહાની થોડી ગભરાઈ તો ખરી જ પણ એને પોતાનાં મોં પર ભય જરાં પણ વર્તાવા ન દીધો...એની નજર એનાં માટે ફરી રહી છે કે ક્યાંક સમર્થ દેખાય....પણ આટલાં ઢંકાયેલા ચહેરાની પાછળ કોણ હોય કેવી રીતે જાણી શકાય !!

સુહાની અને સવિતાબેનને નજીક પહોંચતાં જ એમને બે મોટી ખુરશીઓ પર બેસાડ્યાં. એ વ્યક્તિએ બંને માટે પાણી મંગાવ્યું. પાણી આવતાં જ સવિતાબેન તો નાનાં બાળકની જેમ ફટાફટ પાણી પી ગયાં. તરસ લાગી હોવાથી છતાં એણે પાણીની ના કહી. એને એમ કે કદાચ એમાં કંઈ એવું હોય કે સુહાની બેભાન થઈ જાય...હાલ કંઈ જ ભરોસો ન કરી શકાય...!!

એ વ્યક્તિ બોલ્યો, " એક વાત કહું ?? હું બહું મોટો ડૉન ચોક્કસ છું...કે.ડી...ભાઈ મારું નામ છે... મારાં નામ માત્રથી આખું અન્ડરવર્લ્ડ ધ્રુજે છે. પણ ખોટું નથી બોલતો ક્યારેય...જે પણ કરું છું એ સામે જ કરું છું...પાણી પી લે આટલી લાંબી મુસાફરી કરીને આવ્યાં છો..."

સુહાની : " આભાર...પણ એની જરૂર નથી..હવે મને એ કહો કે સમર્થ ક્યાં છે ?? "

કે.ડી : " અરે બેટા આટલી રાહ જોઈ છે...થોડી વધારે...તારે એ પહેલાં એક વ્યક્તિને મળવું પડશે‌‌..."

સુહાની : " તમે મને ઉલ્લું તો નથી બનાવતાં ને ?? સમર્થની તમને કંઈ ખબર જ ન હોય એવું તો નથી ને ?? "

કે.ડી. એ ખિસ્સામાંથી એક ફોટો કાઢીને સુહાની અને સવિતાબેનની સામે કર્યો. એ સાથે સુહાની કંઈ પણ કહે એ પહેલાં જ સવિતાબેન અબૂધ બનીને ઊભા થઈને કુદવા લાગ્યાં, " સમર્થ આવી ગયો !! સમર્થ આવી ગયો !! હવે મને મળશે‌‌...."

સુહાની ભાવુક થઈને બોલી ," જોયું ને આ માની કેવી સ્થિતિ છે પોતાનાં સંતાન વિના.... ફક્ત તમારાં કારણે....એક વખતની જાજરમાન કહેવાતી સ્ત્રી આજે એ પોતાની જાતનું પણ ભાન નથી....એની જિંદગી સુનકાર બની ગઈ છે‌‌.... ફક્ત શરીરને ઈંધણ મળતાં એ ચાલી રહ્યું છે પણ એ લાગણીઓ, સંવેદનાઓ, બધું એક દીકરાનાં આવાં સમાચારથી શુષ્ક કે સંવેદનાહીન બની ગયું છે.... મહેરબાની કરીને જે હોય એ જ સાચું કહેજો....હવે આ માની લાગણીઓને વધારે ઠેસ ન પહોંચાડજો...."

કે.ડી. : " આટલી ભણેલીગણેલી સમજું છોકરીઓ આ જમાનામાં પણ આટલી સંવેદનશીલ હોતી હશે...જે ઘરે જઈશ બહું સુખી બનાવીશ...બસ બે જ મિનિટ...!! "

ત્યાં જ બે જ મિનિટમાં બહારથી મેઈન ગેટ પરથી એક વ્યક્તિ આવી. કે તરત કે.ડી. ઉભો થઈને બોલ્યો, " વેલકમ માય સન..."

એ સાથે જ સુહાનીએ પાછળ જોયું કે એની આંખો પહોળી થઈ ગઈ. એ બીજું કોઈ નહીં પણ પરમ અગ્રવાલ છે..!!

સુહાનીનો શક સાચો નીકળ્યો. હવે એ ખરેખર ગભરાઈ કે એકલાં પરમને એ જીતીને ત્યાંથી નીકળી ગઈ હતી પણ આજે આટલાં બધાં લોકો એ પણ એક પ્રકારનાં ગુંડા જ કહી શકાય...જેને પોતાનાં પરિવાર, સંતાનોની કોઈ પડી ન હોય એને બીજાં લોકોની શું પરવા હોય ??

સુહાની સાથે સવિતાબેન છે પણ એ તો અત્યારે નથી એ બરાબર જ કહી શકાય...!!

એ સાથે જ પરમ ત્યાં આવીને કે.ડી. પાસે બેસી ગયો. એ સુહાનીની સામે જ બોલ્યો," તે આટલાં સમય પછી મને કહ્યું આ બધું બેટા ?? મેં કહ્યું હતું ને કે હું એને તારી સામે લાવી દઈશ...છે કે નહીં ?? "

પરમ એક અટ્ટહાસ્ય સાથે બોલ્યો, " ધેટ્સ માય ડેડ !! "

કે.ડી. : "આજ સુધી તે માગ્યું હોય ને મેં તને ન આપ્યું હોય એવું બન્યું છે ક્યારેય ?? "

પરમ : " હમમમ નહીં... ફક્ત એકવાર..."

કે.ડી. : " એ તો તને ખબર જ છે કારણ...બાકી તો..."

સુહાનીને હવે યાદ આવ્યું આ વાત પરથી કે એ દિવસે પંક્તિનો ફોટો જે.કે.પંડ્યાના ત્યાં જોયો હતો એ મુજબ પંક્તિ એકદમ એનાં પિતા જેવી લાગી રહી છે.

પણ હવે સુહાનીનાં ધબકારા વધી ગયાં. એ બોલી," એટલે પરમ અગ્રવાલ આ તારી ચાલ છે ને ?? અંકલ મને કહો સમર્થ ક્યાં છે ?? કે પછી તમારી પાસે હવે એ ફોટો જ છે...."

કે.ડી. : " ધીરજ રાખ..."

પછી પરમને કહેતાં બોલ્યો, " તારી પસંદ તો મને ગમી બાકી બહું જોરદાર છે....આટલી સાદગીમાં પણ આટલી સુંદરતા દેખાઈ રહી છે જેટલી કદાચ મેકઅપનાં થપેડા કરેલી હિરોઈનો પણ સુંદર નથી લાગતી. પણ કદાચ આ સંસ્કાર, સંસ્કૃતિ એ તને આપણાં આ પરિવારનાં ચોકઠામાં બંધબેસસે ખરાં ?? "

પરમ સહેજ ગુસ્સે થતાં બોલ્યો, " એટલે તમે શું કહેવા ઈચ્છો છો ?? તમે મારી ઈચ્છા પૂરી નથી કરવાનાં એમ ને ?? "

કે.ડી. : " માય સન...દર વખતે આવી રીતે ઈમોશનલ કરીને બધી વાત મનાવી લે છે તું...."

પરમ એક ગુઢ સ્મિત કરીને હસતાં બોલ્યો, " તમારી પાસેથી જ શીખ્યો છું જે જોઈએ એ કોઈ પણ ભોગે હાંસિલ કરીને જ રહો.

સુહાનીને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું કે આ શું બની રહ્યું છે....સવિતાબેનને તો આ બધાંની કોઈ પડી જ ન હોય એમ આજુબાજુ જઈ રહેલી લોકોની અવરજવરને જોઈ રહ્યાં છે.

હવે આ બાપ દીકરો શું રમત રમી રહ્યાં છો એ જ કંઈ ખબર નથી પડતી એને. એ જોઈ જ રહી છે આ બધું નાટક....!!

ત્યાં જ કે.ડી.બોલ્યો, " બેટા આજે મારી પરીક્ષા છે...આજ સુધી મેં તને ક્યારેય નારાજ નથી કર્યોં પણ આજે મારો ફેંસલો એવો હશે કે જેનાથી મેં જીવનમાં કરેલા બધાં જ ખરાબ કામોને માઈલો દૂર કરી દેશે...."

પરમ : " પણ કાલે તો તમે મને વચન આપ્યું હતું તો આજે કેમ બધું બદલાઈ ગયું ??"

કે.ડી. : " મારે બીજાં એક જણાંની ઈચ્છા પણ આજે સાંભળવાની છે...."

પરમ : " કોણ છે એ વ્યક્તિ ?? "

કે.ડી. : " એ બસ પહોંચવામાં જ હશે....આજ સુધી પ્રેમ શબ્દ કહું તો ફક્ત તારાં માટે જ સમજ્યો છે... મારાં જીવનમાં એ સિવાય કોઈ નથી. આજ સુધી મારે કરવાં હોત તો બીજાં લગ્ન પણ કરી શક્યો હોત, પણ મેં આજ સુધી બીજાં લગ્ન કે કોઈ આડાં સંબંધો રાખ્યાં નથી...પણ આજે મને એક બીજો સંબંધ સમજાયો છે પણ બહું મોડું થઈ ગયું છે.... છતાં પણ "દેર આયે દુરસ્ત આયે" કહીને એને વધાવવા ઈચ્છું છું...."

પરમ મને તમારી આ ફિલોસોફી વાળી વાતચીત નથી સમજાતી. જે હોય એ સ્પષ્ટ કહો...

કે.ડી. : " સમય અને નસીબ પહેલાં કંઈ પણ નથી મળતું..." એ વાતમાં રતિભાર પણ વિશ્વાસ ન કરનાર આજે હું કહું છું એ ખરેખર સત્ય છે....હવે આ દીકરીને હું વધારે નહીં રાહ જોવડાવુ...."

એટલામાં જ કે.ડી. ઉભો થયો ને પરમને કહ્યું," ચાલ મારી સાથે‌..."

સુહાની તો વિચારવા લાગી કે , "આ લોકો તો ક્યાંક જાય છે પણ સમર્થ ક્યાં ??"

ત્યાં જ કે.ડી.એ કહ્યું, " ચાલો તમે બે જણાં પણ....મારી સાથે...."

સુહાની : " સમર્થ પાસે ને ?? " એની આંખો છલકાઈ ગઈ.

કે.ડી. : " હા મેં તને એને મળવાનું વચન આપ્યું છે તો હું એ પુર્ણ કરીને રહીશ...."

સુહાની : " મળવાનું એટલે ?? સમર્થ અમારી સાથે નહીં આવે ?? " પછી એને થયું એકવાર જોઈ તો લેવાં દે સત્ય શું છે પછી આગળ વાત...વિચારતી એ ચૂપ થઈ ગઈને સવિતાબેનની સાથે ભગવાનને મનોમન પ્રાર્થના કરતી કે.ડી. અને પરમને અનુસરતી ચાલવા લાગી...!!

શું સાચે જ પરમ કે.ડી. પાસે હશે ?? એ સુહાનીને ક્યાં લઈ જઈ રહ્યો છે ?? શું કે.ડી. પરમની ઈચ્છા પૂર્ણ કરશે કે પછી બીજાં કોઈની ?? શું થશે આગળ ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૪૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....