Hey I am in your city - 1 books and stories free download online pdf in Gujarati

હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -1

“તું મારી વાત સમજતો કેમ નથી ? મારે માટે તું સાથે હોય તે મહત્વનું છે અજય “

“રેવા, મને ખબર છે પણ તેમાં સમજવાનું તારે જ છે.” અજય એક ટીપીકલ હસબન્ડની જેમ વાત કરતો જોઈ રેવા આગળ કઈ ન બોલી. “અને મમ્મી પપ્પા તો છે જ ને રેવા, પછી તું કેમ આવી જીદ કરે છે”

“મમ્મી પપ્પા છે એટલે જ ને, બાકી તો હું એકલી હોવ તો ઈશા ને બોલાવી લઉં કે તેને ત્યાં રેહવા જતી રહું. પણ મમ્મી પપ્પા હોય એટલે હું આવું કઈ ન કરી શકું. અને તું હોય તો હું મારી રીતે રહી પણ શકું, પણ જયારે જયારે તું નથી હોતો ત્યારે ત્યારે મને હું પોતે મારાથી અલગ થઇ ગઈ હોવ એવું લાગે. સહજતા થી રહી જ નથી શકતી.” રેવા અજયની આંખમાં જોઈ ને બોલી ક્યાંક અજય પીગળી જાય અને તેને સાથે લઇ જાય.

“જો રેવા, આ વખતે હું તને સાથે નહિ લઇ જઈ શકું. પણ તારે ઈશાને ત્યાં જવું હોય તો જઈ આવજે થોડા દિવસ” અજય બોલ્યો.

“ચાલો થોડી તો છુટ્ટી મળી મને “ હસતા હસતા રેવા પેકિંગ કરી રહી હતી. અજય દસ દિવસની ટુર પર જઈ રહ્યો હતો. અને રેવાને તેની સાથે જવાની ઈચ્છા હતી. જ્યારથી બંને ના લગ્ન થયા ત્યારથી તે લોકો ક્યાય એકલા ફરવા ગયા જ નહતા. અજયને પોતાની જવાબદારીઓ માંથી મુક્તિ જ નહતી મળતી. રેવા પ્રત્યે પણ તેની કોઈ ફરજ કે જવાબદારી છે તે સમજી જ નહતો શકતો. રેવાએ પેહલેથી જ પોતાની કોઈ જવાબદારી અજય પર નહતી નાખી. રેવાને ક્યારેય કોઈ કામ કરવા માટે અજયની જરૂરત જ નહતી પડતી. નાનપણ થી રેવા પોતાના દરેક કામ જાતે કરતી એટલે તેને નાના મોટા કોઈ કામ માટે બીજાની જરૂર ઓછી પડતી. તે પેહલેથી કોઈ પર આધારિત રેહતા નહતી શીખી. પોતાનો નાનો એવો ઘરે બેઠા થઇ શકે તેવો ધંધો હતો જેમાંથી તેના પોતાના ખર્ચ નીકળી જતા. લગ્ન પછી પણ ક્યારેય તેણે પોતાની કોઈ વસ્તુ લેવા માટે અજય પાસે હાથ નહતો લંબાવ્યો. અજય ને એટલે જ રેવા માટે કોઈ ચિંતા નહતી. અજયને મનોમન વિશ્વાસ હતો કે રેવા ગમે તે પરિસ્થિતિ માં પોતાનું સભાળી શકે તેમ છે.

રેવા ક્યારેય બોલતી નહિ અને અજય સમજતો કે તેને કઈ જરૂર નહિ હોય તે બધું કરી શકવા સમર્થ છે જ. બંને વચ્ચેની આ સમજદારી ક્યારેક રેવાને ભાર રૂપ લાગતી. તે ઈચ્છતી કે અજય પણ બીજા પતિઓની જેમ તેના દરેક શોખ પુરા કરે. સવાલ પૈસાનો ક્યારેય નહતો પણ એક જવાબદારી લઇને પોતાની પત્ની પ્રત્યેની ફરજ હોય તેવું અજયને ક્યારેય લાગતું જ નહિ.

********************************

“સાંભળ હું તને લેવા નહિ આવી શકું એક મીટીંગ આવી ગઈ છે તું ઘરે જ પહોચી જજે રેવા, ચાવી બાજુના ઘરે આપેલી જ છે.” ઈશા એ ફોનમાં કહ્યું.

“હા, ઈશા હું પહોચી જઈશ, મેં જોયેલું છે અને બાજુવાળા પણ મને ઓળખે છે. તું મારી ચિંતા ન કર”

ઈશા અને રેવા મિત્રો હતા. રેવાને તેની સાથે વધારે ફાવતું કેમ કે તેના ઘરે તે સહજતાથી રહી શકતી અને એટલે જ તે ઈશા પાસે ઘણીવાર આવી જતી. ઈશા બિન્દાસ છોકરી હતી. તે પોતાની રીતે એકલી રેહતી. રેવાને તેની કંપની ગમતી.

“અરે વાહ આજે તો તારા હાથનું જમવાનું મળશે એમ ને ?” ઈશા આવીને રેવાને વળગી પડી. બને જણા થોડીવાર લાગણીમાં ભીંજાતા રહ્યા.

“ આ વખતે તો મારે બસ ફરવું જ છે” રેવા બોલી

“ કેમ નહિ, પણ ડાર્લિંગ મારે જોબ માંથી બહુ છુટ્ટી નહિ લઇ શકાય એટલે એકલી ફરજે. “

“એનો વાંધો નહિ પણ ખોવાઈ જવાની બીક લાગે યાર” રેવા બોલી

“ હવે તું કઈ નાની કીકલી થોડી છે, કમ ઓન યાર ગુગલ મેપ જેવું કઈક છે જે યુઝ કરતા આવડે એટલે ક્યાય પણ જઈએ પાછા ઘરે આવવાનો રસ્તો મળી જ જાય અને પૂછતા પૂછતા પંડિત થવાય “

બંને જણા જમતા જમતા વાતો કરી રહ્યા હતા. રેવાને ક્યારેય ઈશાની કોઈ વાત નું ખરાબ ન લાગતું. અને જો ક્યારેય એવું લાગે તો તે ઈશાને કહી શકતી કે તેને ખરાબ લાગ્યું છે. એક ઈશા જ હતી જે તેની દરેક વાતો ધ્યાન થી સંભાળતી અને તેની નાની નાની વાતો નોટીસ કરતી

બીજા દિવસે ઈશા અને રેવા બંને સાથે જ નીકળ્યા. ઈશા મુંબઈમાં રેહતી ,ઈશાએ તેને થોડું રસ્તા વિષે સમજાવ્યું. આમ તો રેવા ઘણી વખત અહિયાં આવી ચુકેલી એટલે તેને થોડી ઘણી સમજ હતી. મુંબઈમાં તેને દરિયો ગમતો સૌથી પેહલા તેણે દરિયા પર જવાનું જ નક્કી કર્યું.

જયારે કોઈ તમને જોવા વાળું ન હોય ત્યારે તમે બીજાની ચિંતા નથી કરતા હોતા. તમે તમારી જ મોજ માં મસ્ત હોવ છો. રેવા સમુંદરની સામે ઉભી રહી અને અજયને યાદ કરતી રહી. તેને અજય સાથે વાત કરવાની ઈચ્છા થઇ તેણે તરત પોતાનો ફોન કાઢ્યો અને અજયને ફોન લગાડ્યો.

“રેવા. હું એક મિટિંગમાં છુ પછી ફોન કરું “

“અરે પણ અજય સાંભળ ને” રેવા બોલી પણ તે પેહલા ફોન કટ થઇ ગયો હતો. રેવાએ એક મોટો નિ:સાસો નાખ્યો અને ફોનને જોતી રહી.

તે થોડીવાર ત્યાં બેઠી અને સમુન્દરને જોતી રહી. તે ક્યારેક વિચારતી કે અજય કેટલો લાગણીહીન વર્તન કરે છે ક્યારેક, શું દરેક વખતે મારે સમજવાનું? શું મારે તેની સાથે વાત કરવી હોય ત્યારે તે મને ના સમજી શકે? ઘણીવાર રાત્રે પણ તેને અજયનો સ્પર્શ લાગણીહીન લાગતો. સ્ત્રીઓમાં દરેક સ્પર્શ ને સમજવાની શક્તિ હોય છે.

તેને મનમાં ગુસ્સો આવ્યો તેણે એક પથ્થર લીધો અને જોરથી સમુંદર તરફ નાખ્યો.

“ગુસ્સો પથ્થર પર કાઢો છો કે સમુંદર પર ?“ પાછળથી કોઈ બોલ્યું. રેવાએ પાછળ ફરીને જોયું દેખાવમાં ઠીક ઠાક એક પુરુષ ઉભો હતો. રેવા કઈ બોલી નહિ તેને લાગ્યું ખબર નહિ કોણ હશે એમ અજાણ્યા સાથે વાત કરવી રેવાને ગમતી નહિ. તે ફરી સમુંદરને જોતી રહી. પેલો પુરુષ પણ ત્યાં જ હતો અને તે પણ સમુંદર તરફ જોતો હતો. તેણે ફરી રેવાને કઈ પૂછ્યું નહિ અને કઈ બોલ્યો પણ નહિ જાણે તે સમજી ગયો હોય.

થોડીવાર પછી રેવા ત્યાંથી ઉભી થઇ. “અરે બાપરે સમયનું તો ભાન જ નથી મને” રેવા મનોમન બોલી

તેણે જોયું પેલો પુરુષ હજી ત્યાં જ બેઠો હતો. રેવાએ તેની સામે જોઇને સ્મિત આપ્યું પેલા પુરુષે પણ સ્મિત આપ્યું. રેવા થોડી તેની નજીક ગઈ અને બોલી “ગુસ્સો આવી રીતે બહાર નીકળી જતો હોત તો તેનાથી ઉત્તમ બીજું શું હોય ! બાય ધ વે આઈ એમ રેવા” કહીને તેણે પુરુષની આંખોમાં જોયું. તેની આંખોમાં એક ખેચાણ હતું.

“આઈ એમ આદિત્ય. તમને મળીને આનંદ થયો રેવા” તે બોલ્યો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED