Learn to Live - 2 Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

Learn to Live - 2

એક સરસ વાર્તા ધ્યાને આવી. એક વ્યક્તિને ઓફિસનું કંઈક જરૂરી કામ કરવું હતું. એ કામની શરૂઆત કરે છે કે તરત જ એનો દીકરો આવી ને એને ઊંધા સીધા પ્રશ્નો કરવા લાગે છે. શરૂઆતમાં તો પિતા જવાબ આપે છે પરંતુ ઓફિસ નું કામ અગત્યનું હોવાથી દીકરા ને વારે વારે જવાબ આપવું એમને મુશ્કેલ થતું હતું. તેથી તેઓ એ વિચાર્યું કે છોકરા ને કંઈક એવું કામ બતાવું કે જેથી એ એના કામ માં ચાર - પાંચ કલાક વ્યસ્ત રહે અને મારુ ઓફિસ નું કામ સરળતા થી પૂરું થાય. એટલામાં એની નજર રૂમ માં રાખેલ એક દુનિયાનાં નકશો ઉપર પડે છે. એને દુનિયાનો નકશો હતો એ હાથ માં લીધું અને એના નાના ટુકડા કરી નાખ્યા. હવે પેલો બાળક પાછો આવે છે અને પાછો પ્રશ્ન કરે છે એટલે એના પાપા કહે છે કે તારા બધા પ્રશ્નો નાં જવાબ હું આપીશ. પહેલા તું આ દુનિયા નો નકશો છે એ જોઈન્ટ કરી ને મને બતાવ. પેલા ટેબલ ઉપર એના જેવો જ બીજો નકશો છે એને જોઈને તું દુનિયા નાં નકશા ને જોડી દે. છોકરો નકશો લઈ ને જાય છે. એના પાપા વિચારે છે કે હવે એનો છોકરો 4-5 કલાક માટે બીઝી થઇ જશે અને પોતે ઓફિસ નું કામ આરામ થી કરી શકશે.
પરંતુ છોકરો દશ મિનિટ માં જ પાછો આવે છે અને કહે છે કે મેં નકશો જોઈન્ટ કરી દીધું. પિતાને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે પૉસિબલ છે ? એટલે એ નકશો હાથમાં લઇ ટેબલના નકશા સાથે સરખાવે છે. નકશો બિલકુલ બરાબર જોઈન્ટ થયેલો હોય છે. એ પોતાના બાળક ને પૂછે છે કે આ કેવી રીતે કર્યું ? દુનિયાના નકશા ને કેવી રીતે જોઈન્ટ કર્યું ? છોકરો શન્તિ થી જવાબ આપે છે કે આ નકશા ની બીજી બાજુ કાર્ટૂન દોરેલા હતા મેં એ કાર્ટૂન જોઈન્ટ કર્યા એટલે દુનિયા નો નકશો આપોઆપ જોઈન્ટ થઈ ગયું...
કહેવાનું માત્ર એટલુંજ છે કે જયારે આપણી સામે કોઈ સમસ્યા આવી જાય છે તો આપણે એની એક જ બાજુ જોઈને નાસીપાસ થઈએ છીએ. એ સમસ્યા આપણને એટલી મોટી લાગે છે કે આપણને કઈ સમજ ન પડે. કેટલાક લોકો તો નાની નાની વાતો ને એટલી મોટી સમજે છે કે હવે બધું પૂરું થયું અને એ ડિપ્રેશન માં જતા રહે છે. કેટલીક વાર તો લોકો આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લે છે. કેટલીક વાર નાની સમસ્યા હોય પરંતુ આપણને દુનિયાના નકશાની જેમ મોટી લાગે છે. કોઈ સ્ટુડન્ટ હોય એ બાળપણ થી હોશિયાર હોય પરંતુ દશમાં માં 90 % ની જગ્યા એ 80% આવી જાય તો એને એવું લાગે કે જાણે બધું ખતમ. હવે સાયન્સમાં એડમિશન નહિ મળે, સાયન્સ માં એડમિશન ન મળે તો ડોક્ટર ન થવાય. અને એ આ બાબત ને એટલી ગંભીર માનીને ડિપ્રેશન માં જતો રહે. જાણે કે ડોક્ટર ન બનીએ તો જીવવું જ બેકાર છે. ઉપરથી ઘર નાં લોકો પણ એને હિંમત આપવાની જગ્યા એ ઉદાસ થઇ ને બેસી જાય એટલે એની હિંમત જતી રહે. અને એ આત્મહત્યા કરી લે છે પરંતુ એ છોકરો જે 80% લાવ્યો એને પેલા નકશાની બીજી બાજુ જોઈ જ નહિ. એને એ ન વિચાર્યું કે દરેક વ્યક્તિ ડોક્ટર નથી બનતી. દુનિયા માં એવા પણ લોકો છે જે ડોક્ટર ન હોવા છતાં સરસ લાઈફ જીવે છે. આપણી આસ પાસ એવા લોકો છે જે આર્ટ્સ કોમર્સ કે અન્ય ફિલ્ડ માં ભણી ને પણ સરસ નામ કમાવે છે અને રૂપિયા પણ એક ડૉક્ટર કરતા વધારે કમાવે છે. અને એવા પણ લોકો છે જે સ્કૂલ લાઈફ માં એવરેજ સ્ટુડન્ટ હોવા છતાં આઈ એ એસ, આઈ .પી. એસ બની જાય છે અથવા બીજા કોઈ ફિલ્ડ માં ફેમશ થાય છે.
એવી જ રીતે કોઈ કરોડપતિ વેપારી હોય મેટ્રો સીટી નાં સૌથી મોંઘા એરિયા માં સૌથી મોટો શૉ રૂમ હોય. બધું બરાબર ચાલતું હોય અને કંઈક એવું થાય કે ઘંઘા માં ખોટ આવતા નુકશાન થાય અને એના લીધે એ ડિપ્રેશનમાં આવી જાય અને આત્મહત્યા કરી લે. પરંતુ આત્મહત્યા કરતા પહેલા એ જે સમસ્યા આવી એની બીજી બાજુ નથી જોતો કે બિઝનેશ માં થયેલ નુકશાન ને લીધે એ કરોડપતિ ની લિસ્ટ માંથી હટી ગયો છે પરંતુ હજુ પણ એની પાસે એટલી ઈન્ક્મ તો છે જ કે તે હજૂપણ લખપતિ કહેવાય.લખપતિ કહેડાવવું નાની વાત ન કહેવાય. તમારા મારા કે આપણા જેવા અનેક લોકો લખપતિ બનવા દિવસ રાત જોયા વગર મહેનત કરીએ છીએ. આવેલ નુકશાન ને લીધે જીવન ગુમાવવા જેવું કામ તો ન જ કરાય. સમય છે જયારે સારો સમય હંમેશા નથી રાહતો તો ખરાબ સમય પણ વહી જશે. પરંતુ જો જીવન જ ન રહ્યું તો ?
જો પેલો 86% વાળો સ્ટુડન્ટ અને કરોડપતિ માંથી લખપતિ થયેલ વેપારીએ આત્મહત્યા કરવા જેવો કામ કરવાની જગ્યા એ સમસ્યાને બીજી રીતે ઉકેલવા પ્રયન્ત કર્યું હોત તો સમસ્યા નો ઉકેલ મળી જતો અને જીવન પણ બચી જતો.
કોઈપણ સમસ્યા પેલા દુનિયાના નાં નકશાની જેમ હોય છે જેની એક બાજુ તો આખા વિશ્વ નાં દેશો હોય છે જેઓને જોઈન્ટ કરવા કદાચ મુશ્કેલ હોય પરંતુ બીજી બાજુ કાર્ટૂન હોય જેને નાના બાળક પણ જોઈન્ટ કરી શકે. સમસ્યા થી ડર્યા વગર શાંતિ પૂવઁક ઉકેલ લાવવું જોઈએ. કોઈપણ સમસ્યા એટલી મોટી નથી હોતી કે એના માટે જીવન ટૂંકાવું પડે.