પગરવ
પ્રકરણ – ૩૫
સુહાની બેડ પર સૂવા તો ગઈ પણ એને ઉંઘ ન આવી. એને થાય છે કે એ પોતાને લીધે બીજાને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે. એણે વિચાર્યું કે હવે મારે કળથી કામ લેવું પડશે... હું કાલે ડાયરેક્ટ અવિનાશ સાથે જ વાત કરીશ...બધી માહિતી મેળવવા. જો એ ના કહેશે કે કંઈ પણ કહેશે ખબર પડશે..અને એ મદદ કરશે તો પરમ પરનો નિશાનો સાચો પડશે...!! એ ખરેખર ચિંતામાં મૂકાઈ ગઈ કે એ હવે સમર્થને પાછો મેળવી શકશે કે નહીં...વળી જે.કે.પંડ્યા એને શું કહેવા ઈચ્છતાં હતાં એ પણ જાણી શકી નહીં.
એને થયું કે એ અહીં કેટલી યોજના બનાવીને એ ઘરનાં બીજાં રસ્તાથી અહીં આવી તો પણ એને ખબર પડી ગઈ મતલબ એ બહું જ ક્ષાતિર છે અને મારાં નાનામાં નાના સ્ટેપ પર એની નજર ફરી રહી છે.
આમને આમ થોડી માંડ ઉંઘ આવીને સવાર પડી ગઈ. સુહાની છે વાગે ઉઠીને રૂમમાંથી બહાર આવી તો મિસ્ટર એન્ડ મિસીસ પંડ્યા બંને નાહી ધોઈને પૂજાપાઠ કરી રહ્યાં છે...એની પાસે તો કોઈ બીજાં કપડાં પણ નથી...આથી એણે એમ જ દર્શન કરીને એમની પૂજા પતે ત્યાં સુધી સોફા પર બેસી રહી.
પછી બે ય જણાં આરતી લઈને સુહાની પાસે આવ્યાં અને તરત જ કિચનમાંથી મિસીસ પંડ્યા ગરમગરમ ચા અને નાસ્તો લઈ આવ્યાં.
જે.કે.પંડ્યા : " લે બેટા ચાલ આપણે નાસ્તો કરી દઈએ બધાં.."
સુહાની : " પણ નાહ્યાં વિના મને તો નાસ્તો નહીં ફાવે અને કપડાં પણ નથી મારી પાસે બીજાં...તમે નાસ્તો કરી લો. "
મિસીસ પંડ્યા : " એક જ મિનીટ... હું આવી કહીને એ રૂમમાં ગયાં. પછી ત્રણ ચાર કુર્તિઓ લઈને આવ્યાં અને કહ્યું , " આ પંક્તિની છે એ પણ તારાં જે જ છે શરીરમાં પણ... કદાચ તને થઈ જશે...જે ગમે તે લઈ લે."
સુહાનીએ થોડું વિચાર્યા પછી એમાંથી એક રાણી કલરની કુર્તીને મેચિંગ લેગિન્સ લીધી...આને પછી એ નહાવા ગઈ. થોડીવારમાં એ તૈયાર થઈને બહાર આવી ગઈ. પછી બધાંએ સાથે મળીને નાસ્તો કર્યો. પછી જે.કે. પંડ્યા બોલ્યાં, " આપણે જોડે જ કંપનીએ જતાં રહીએ હવે..."
સુહાની : " અંકલ તમને સારું લાગતું હોય તો જ આજે ઓફીસ આવો નહીં તો એક દિવસ રજા લઈ લો.."
જે.કે.પંડ્યા : " ના બેટા હવે સારું છે...આમ પણ ઘરે શું કરીશ...."
સુહાની : " હા પણ અંકલ આપણે સાથે નહીં જઈએ...આને બીજું કે હવે આપણે કદાચ આવી રીતે નહીં મળીએ... હું ફરીથી તમારાં જીવને જોખમમાં નથી મૂકવાં ઈચ્છતી... નસીબજોગે આજે તમને એવું કંઈ વધારે થયું નહીં... નહીં તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકત...એણે આશિષભાઈની તત્કાલમાં બેંગલોર ટ્રાન્સફર કરાવી...ધારાનાં ઘર સુધી પહોંચી ગયો...પણ એ કોઈની જીવ સાથે પણ રમત કરી શકે એવી મને કલ્પના પણ નહોતી. આ પરથી હું સમજી શકું છું કે એ વ્યક્તિ કેટલો ખતરનાક હોઇ શકે !! તમે લોકોએ મારાં માટે આટલું બધું કર્યું... એનાં માટે થેન્કયુ સો મચ... હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું..." કહીને થોડીવારમાં સુહાની ઓફિસ જવાં નીકળી ગઈ.
મિસીસ પંડ્યા : " બેટા સમર્થ મળી જાય તો ચોક્કસ એની સાથે એકવાર એની સાથે મારાં ઘરે આવજે...મારે પણ મારાં સમીરનાં રૂપે એકવાર એને જોવો છે... તારું ધ્યાન રાખજે..." ને પછી ઓટોમાં સુહાની કંપની પર જવાં નીકળી ગઈ.
**************
સુહાની કંપનીમાં આવીને પોતાનાં કેબિનમાં ગઈ. થોડીવાર બેઠી. એણે ફટાફટ ' ડાર્ક સિક્રેટ ફોર મી " ડેટા ઇન્ફોર્મેશન ખોલવા પ્રયત્ન કર્યો..સહેજ પ્રોસેસ સ્ટાર્ટ થઈને પછી એરર...ને પછી પાસવર્ડ આવ્યો..પાસવર્ડ એણે ઘણાં નાખી જોયાં પણ કોઈ મેચ તો ન થયો...પણ એલર્ટ એવું આવવાં લાગ્યું. એ સાથે જ કોઈએ દરવાજો ખોલતા ફટાફટ પીસીમાં એ સાઈટ બંધ કરી. ને જોયું તો સામે અવિનાશ !!
એને જોતાં જ અનાયાસે સુહાનીનાં મોઢામાંથી નીકળી ગયું, " સત્યનાશ !! "
અવિનાશ : " શું બોલ્યાં મેડમ ?? "
સુહાનીએ વાત બદલતાં કહ્યું, " કંઈ નહીં બેસોને...તમને જ યાદ કરતી હતી..."
અવિનાશ ખુશ થઈને બોલ્યો, " ઓહો...તમે મને યાદ કર્યો ?? શું વાત છે મારાં નસીબ ઊઘડી ગયાં..."
સુહાની ( હસીને ) : " હમમમ... થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી... મારું કામ કમ્પલિટ કરવાં માટે..."
અવિનાશ : " હા બોલો ને, તમારાં માટે તો જાન હાજર છે..."
સુહાની : " સુહાની , એટલું બધું મારે નથી જોઈતું...ફોરેન એમ્પોયર એન્ડ પ્રોજેક્ટની ડિટેઈલ જોઈએ છે છેલ્લા પાંચ વર્ષની કોની પાસે મળશે ?? "
અવિનાશ : " ઓહો, આટલી નાની વાત ?? મારી પાસે છે ને બધું જ... મારાં પીસીમાં બધું છે હું તમને સેન્ડ કરી દઉં...અથવા તમારાં ફોલ્ડરમાં મૂકી દઉં..."
સુહાની : " મારાં પીસીમાં ખુલી શકશે ?? મારે થોડું અરજન્ટમાં કામ પતાવવાનું છે તો... "
અવિનાશ : " નહીં...એ ફક્ત મારાં અને પરમસરનાં પીસીમાં જ ખૂલશે...પણ પ્લીઝ તમે આ વાત કોઈને કહેતાં નહીં...એમણે મને સ્ટ્રીકલી ના કહી છે... કોઈ મેનેજમેન્ટને પણ એમનાં પૂછ્યાં સિવાય આપવાની...એમણે કહ્યું જેને જરૂર હોય એને મારી પાસે મોકલજે..મને પણ કદાચ એટલે આપી છે કદાચ કે કટોકટીની સ્થિતિમાં કામમાં આવી શકે...તમને ખબર નહીં હું કોઈ વાતમાં ના નથી કહી શકતો..."
સુહાની : " થેન્કયુ..."
સુહાની વિચારી રહી છે કે ફટાફટ અવિનાશ જાય અને ડિટેઈલ એને મોકલે....પણ એતો સુહાનીને ફ્લર્ટ કરવા બેસી ગયો. હવે સુહાની એને જ જવાં માટે પણ કંઈ રીતે કહી શકે તેમ એકદમ જ સુહાનીને આંચકો લાગે એમ અવિનાશ બોલ્યો, " મેમ એકવાત કહું ?? આઈ રિઅલી લવ યુ...મને એમ થાય છે તમને જોયાં જ કરું... તમારાં આ સુંદર ચહેરામાં હું ખોવાઈ જાવ છું..."
સુહાની કંઈ બોલી નહીં...પછી એનાં સવાલનો કંઈ પણ જવાબ આપ્યાં વિના એ બોલી, " તમે કોન્ફરન્સ રુમમાંથી નીકળતી વખતે કંઈ બોલતાં હતાં કે મારી બધી મહેનત નકામી જશે...મને કંઈ સમજાયું નહીં..."
અવિનાશ : " મેડમ... સાચું કહું હું તો જે હોય એ કહી દેવાવાળો વ્યક્તિ છું... કદાચ સામેવાળી વ્યક્તિને કેવું લાગે ખબર નહીં... જ્યારે પરમ સરે તમને આ પોસ્ટ માટે ઓફર કરી ત્યારે અમારી મીટીંગ થઈ હતી...એ કંઈ અસમંજસમાં હતાં પણ મેં તો તમારાં માટે હા જ કહી દીધી હતી.... હું તો તમે પહેલાં દિવસે તમે આવ્યાં ત્યારથી તમને જોઉં છું...કદાચ તમને નહીં ધ્યાન હોય પણ હું ગાડીમાં આવતો હોઉં ત્યારે આપણો ઘણીવાર આમનો સામનો થતો...બસ તમે મને ગમતાં હતાં..તમને એવું પણ કદાચ લાગતું હશે કે હું એક બાળકની જેમ પ્રપોઝની વાત કરી રહ્યો છું ....પણ હું આવો જ છું....પરમસર તો તમને ઓળખતાં પણ નહોતાં પણ આ તો તમને એન્યુઅલ ફંકશનમાં તમને એવોર્ડ મળ્યો ત્યારે મેં સામેથી એમને કહેલું કે આ છોકરી મને બહું પસંદ છે. ત્યારે પરમસર પોતે બોલેલા કે તારી પસંદ તો બહુ જોરદાર છે હો...."
સુહાનીને મનમાં કંઈક બધું ચિત્ર સ્પષ્ટ થવાં લાગ્યું...એ બોલી, " હમમમ...પણ મેં તો હમણાં કોઈની સાથે મેરેજ કે લવ કરવાનું વિચાર્યું જ નથી..."
અવિનાશ : " કંઈ નહીં...વિચારો તો કહેજો... હું તમારી રાહ જોઈશ..."
સુહાનીને અવિનાશની નિખાલસતા સ્પર્શી ગઈ...એને પાકું થઈ ગયું કે આ બધું કરનાર અવિનાશ તો નથી...હવે તો માત્ર ને માત્ર પરમ જ હોઈ શકે !!
સુહાની : " સ્યોર.... પણ પ્લીઝ મને પેલી ડિટેઈલ મોકલો ને..."
અવિનાશ તરત ઉભો થઈ ગયોને બોલ્યો, " ચાલો આજે હું હળવો થઈ ગયો...બસ હાલ પાંચ મિનિટમાં જ મોકલું..."
અવિનાશે રૂમમાં જઈને એ ડિટેઈલ ફોરવર્ડ કરીને એ કંઈ કામ માટે કેબિનની બહાર નીકળ્યો... ત્યાં જ કેબિનની બહાર નીકળ્યો પરમ દેખાયો. એ અવિનાશને જોતાં જ બોલ્યો, " આજકાલ સાહેબ પોતાની કેબિનમાં ઓછાં હોય છે...બાકી પહેલાં તો સિંહા સાહેબ પાસે તો બહું કામ નહોતું પડતું નહીં ?? "
અવિનાશ થોડો ખચકાયો , " ના... એવું નથી સર એ તો થોડું કામ હતું એટલે..."
પરમ પછી હસવા લાગ્યો ને બોલ્યો, " ઈટ્સ ઓકે... હું તો મજાક કરું છું....કન્ટિન્યુ..." કહીને એ ત્યાંથી નીકળી ગયો.
****************
સુહાનીએ ફટાફટ સાઈટ ખોલી. એમાં બધું જ જોયું.એણે સૌથી પહેલાં ડેટા એની પેનડ્રાઈવમાં લઈને કમ્પ્યુટરમાંથી બધું ડિલીટ કર્યું. એનાં મેઈલમાંથી પણ કેન્સલ કર્યું. સમર્થની બધી ડિટેઈલ મળી એમાં પણ રિટર્ન માટેનું બધું જ પેન્ડિગ...બતાવી રહ્યું છે...ને એ મુજબ એનું કંઈ જ આગળ બતાવતું નથી... આમાં એને મંથનનું નામ ચેક કર્યું તો એણે પહેલાં જોઈ હતી એ જ ડેટ પર એ આ બધું થયાં બાદ પાછો ફરેલો એવું બતાવે છે. એણે ફટાફટ મંથનનો નંબર લીધો...આજે સાંજે એની સાથે વાત કરશે એવું વિચાર્યું. એણે મંથનની ડિટેઈલ ચેક કરી કે એ પહેલાં કયા ડિપાર્ટમેન્ટમાં હતો...એને સીધું ત્યાંની બધી એમ્પોલોયની ડિટેઈલ જોઈ...પણ હવે એ ડિપાર્ટમેન્ટમાં કોઈ મંથન મલ્હોત્રા નામનું વ્યક્તિ જ નથી એ જોઈને એને ફરી આંચકો લાગ્યો. કે આખરે છે શું?? આ કંપનીમાં આ બધું શું બની રહ્યું છે...આમ દરેક વસ્તુમાં નાનામાં નાની વસ્તુનો હિસાબ ગણાય છે આટલાં મોટાં માણસોનાં જીવનો કોઈ હિસાબ કે ગણતરી જ નથી..."
એનું મગજ ભારે થઈ ગયું. થોડીવારમાં એણે બધું બંધ કર્યું. પછી એને કંઈ કામ યાદ આવતાં એ કેબિનની બહાર નીકળી... ત્યાં જ હાથમાં ફાઈલો સાથે અંદર જોતી જોતી સુહાનીને અજાણતાં જ પરમ અથડાઈ ગયો...એ સાથે જ બધી ફાઈલો એનાં હાથમાંથી પડી ગઈ !!
શું કરશે હવે સુહાની ?? પરમ સાથે અથડાતાં શું હશે બેય જણાનું રિએક્શન ?? મંથનની શું હકીકત હશે ?? સુહાની એને કેવી રીતે શોધશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૩૬
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......