Chhetarani - 2 books and stories free download online pdf in Gujarati

છેતરણી - 2

*પાર્ટ 1માં આપણે જોયુ કે...કિરણના ગંદા વર્તનને જોઈ....નીતા કઈ રીતે ડરી ગઈ છે અને તેનાથી બચતી ગભરાટ અનુભવે છે....આગળ....

લગ્ન પત્યું.હવે નીતા અને તેનો પરિવાર ધરે જવા નીકળવાના જ હતા.... નીતાના મનમાં હાશ થયો.... પણ ત્યા વાત કંઈક એમ થઈ કે રાત થઈ ગઈ હતી જેથી તેઓએ હજી એક દિવસ બિન્દું ફોઈના ત્યા જ રોકાવા પડ્યું હતું....

નીતાને....આ વાતની જાણ થતા જ....તે ખુબ જ ગભરાઈ ગઈ

કારણ કે કિરણ પણ ત્યા જ હતો.....

રાતે તો નીતા ગભરાતી-ગભરાતી તેની મમ્મી સાથે જ સુઈ ગઈ....

સવાર થઈ કે બધા જ પોત-પોતાના કામોમાં વડગી ગયા... પણ ત્યા તો નાનકડી નીતા ખુબ જ ડરમાં રહેતી હતી... કે કઈ ધડી કિરણ દેખાય જશે ને તેને હેરાન કરશે...

સવાર થતા જ નીતાને નહાવા જવા કેહવામાં આવ્યું.... જોકે બાથરૂમ ઘરના છેલ્લે હતું...નીતા એ જ મુઝવણમાં હતી કે કઈ રીતે જાવ...?? .....કારણ કે ઘરના લગભગ બધા જ સભ્યો તો ઘર આંગણે હતા....નીતા હિમ્મત કરી ને જવા લાગી....કે ત્યા તો તેની હિમ્મત સાવ વ્યર્થ ગઈ કંઈક એવુ થયુ....

નીતા પગલાં માંડ્યા કે કિરણ તેની સામે આવી ઊભો રહી ગયો....કિરણે હાથ લંબાવી નીતાના હાથ પકડી લીધા....તેને ત્યા જ રોકી દિધી....

નીતા ગભરાઈ ગઈ અને કિરણથી બચવા ત્યાથી જવાના પ્રયત્નો કરવા લાગી....પણ તે પ્રયત્નો તો સાવ વ્યર્થ ગયા....તે ન જ જઈ શકી...

અચાનક થબ...થબ...થબ....કોઈના પગલાનો અવાજ આવ્યો....કિરણે ફટાકથી નીતાને છોડી દિધી....

તે નીતાના મમ્મી હતા...નીતા તેની મમ્મીને જોઈ તેમની પાછળ સંતાવા લાગી...

નીતાની માતાને....કિરણે કઈ જાણ થવા ન દિધી....

પણ દુઃખદ વાત તો એ છે કે....નીતા કોઈને પણ આ વાત કહી જ નહી...

બપોર થતા જ નીતા અને તેનો પરિવાર ઘરે જવા નીકળી ગયા...નીતા બચી ગઈ....પણ નીતા સાથે એક ગંદો એહસાસ અને ડર પણ ઘરે આવ્યો હતો....

_____******______******______*****______

નીતા તો બચી ગઈ...પણ શું બધી જ સ્ત્રીઓ બચી જતી હશે...???? કિરણ જેવા હેવાનો કેટલી સહેલાઈથી બચી જતા હોય છે....

જો નીતા ન ડરી હોત અને હિમ્મત કરી આ વાત બધાને બોલી શકી હોત...તો જરૂર તે પણ બચી ગઈ હોત અને કિરણને સજા પણ મળી ગઈ હોત....

આ તો મેં એક જ છોકરીની વાત કરી....પણ આવી તો કેટલીયે છોકરીઓ કિરણ જેવા હેવાનોના દુશ્કર્મનો શિકાર બનતી હશે અને બને જ છે.નીતાના મનમાં એ વાતનો ડર રહી જાય એ સ્વાભાવિક છે....અને એવો ડર ભૂલી શકાય તેવો હોતો જ નથી.ડરના લીધે નીતા આ વાત કોઈને જણાવી પણ ન શકી હતી.

ધણીબધી છોકરીઓ ડરના લીધે કોઈને પણ કંઈ કહી જ નથી શકતી....અમૂક જ છોકરીઓ એવી બહાદૂર હોય છે કે જે પોતાનો અવાજ ઉઠાવી શકે....

આપણે આપણી દિકરીઓ-બેહનો તથા બધી જ સ્ત્રીઓ ને બહાદૂર બનાવવી જોઈએ કે જેથી તેઓ અન્યાય ના ખિલાફ પોતાનો અવાજ ઉઠાવી શકે....સાથે સાથે હર એક છોકરાને નાનપણથી જ સ્ત્રી-સન્માન અને સ્ત્રીઓની રક્ષા તથા આવી ધટના ન કરે તેની સમજણ આપવી જ જોઈએ.

આપણી આસપાસ આવા હેવાનો ફરતા જ હોય છે.ક્યાંક પાડોશીના રૂપમાં.....ક્યાંક સગાઓના રૂપમાં અને ક્યાંક તો આપણા જ સમાજમાં છુપા હોય છે.બસ-ટ્રેન-રીક્ષા ક્યા પણ મોકો મળતા આવા હેવાનો અચકાતા પણ નથી.... આવા હેવાનો કશે પણ હોય શકે.....પણ લોકો....

પણ લોકો....તો સબૂત માંગે છે....ક્યાક તો દિકરીઓની વાત પર વિશ્વાસ પણ કરવામાં નથી આવતો.

પણ સવાલ એમ થાય કે નીતા કેમ ડરી ગઈ અને એટલી બધી ડરી ગઈ કે કોઈને પણ આ વાત જણાવી પણ ન શકી..??? ભલા કેમ....???

સમાજનું ખોખલુપન એ જ છે કે દિકરીઓ ડરી જાય છે.માતા-પિતાએ દિકરીને એટલી કમ્ફર્ટએબલ રાખવી જોઈએ કે જેથી દિકરી આવી કોઈ સમસ્યા ડર્યા વગર તેમને કહી શકે કે જેથી કંઈક અઘટીત થતા અટકી જાય.

હું એ જ આશા રાખું છું....કે મારા આ લેખ દ્વારા લોકો સમજે કે જેથી અહીં નીતા જેમ ડરી ગઈ.....તેમ બીજી કોઈપણ દિકરીઓ ડરે નહી બલ્કી તેનો ડટીને બહાદૂરી થી સામનો કરે....અને બીજી કોઈપણ દિકરી કે બેહેન આવી અધટીત ધટનાઓનો ભોગ ન બને..... દિકરીઓ હિમ્મત રાખે....કંઈ પણ દુરવ્યવહાર થતા જણાય કે તુરંત લોકોને જાણ કરે...દિકરીઓને સેલ્ફ ડિફેન્સ કરતા શીખવવુ જોઈએ....આત્મ રક્ષણ કરવુ ખુબ જ જરૂરી છે...🙏

આ લેખ જરૂર Share કરો...

"બેટી બચાઓ...એમની રક્ષા કરો...."
"બેટીઓને આત્મ રક્ષણની સમજણ આપો..."

તમારો ખુબ ખુબ આભાર....🙏

By jayshree_Satote

બીજા રસપ્રદ વિકલ્પો