કૈલાસ એક શિખર, એક સ્ત્રી. - 1 Saurabh Sangani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કૈલાસ એક શિખર, એક સ્ત્રી. - 1

કૈલાસ નામ સાંભળતા કે વાંચતા એક પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્ર મનમાં ઉભું થઇ જાય.

એકવીશ મી સદી ની શરૂઆત સુધી વડીલો બાળકોના નામ પણ સ્મરણ કરતા ભવ તરી જાય એવા રાખતા કેમકે કળિયુગ વિશેકહેવાણું છે નામ સ્મરણ થીજ ઉદ્ધાર થઇ જાય છે,


કૈલાસ નામ સ્ત્રી જાતિ નું નામ છે, અને મહાદેવ ના નિવાસ નું પણ એજ નામ છે, એટલે બંનેમાં સમાનતા હોય તોજ નામ રાખવાનીવડીલોમાં સુજ-બુજ ભગવાને કંડારી હોય, જેના વિષે લખું છું કૈલાસ પણ આબેહૂબ શિખર સમાન વ્યક્તિત્વ ધરાવે છે, કૈલાસપર્વત ની જેમજ આબેહૂબ ગોરો વાન, પ્રકૃતિ ની જેમ સુંદરતા, સૂર્ય ના પહેલા કિરણો કૈલાસ ના શિખર પર પડતા જે સોના ની નમણાશઆવે એવીજ મુખ પર નમણી રેખાઓ,


પર્વતની અંદર કેટલી આગ છે, કેટલી તેની વેદના છે તે એનેજ ખબર હોય અને તેની મહાનતા કે સ્વાર્થીપણું છોડતા તે અંદરજ દબાવીનેએનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલાવીને મળતા પૃથ્વી પરના જીવોને આનંદ ને ઉલ્લાસ આપે છે, તેવીજ રીતે કૈલાસ પણ તેના સપના તેનીઈચ્છા, આવડત પોતાનામાંજ દબાવીને તેના પરિવાર કે સમાજ ને ગમતા સારા-નરસા કામ કરી એનું જીવન સમર્પણ કરીને કૈલાસ શિખરજેવું ઉમદુ વ્યક્તિત્વ ઉભું કર્યું,


મહેનતુ અને એની પોતાની આવડત છતાં સમાજ ના રૂઢિચુસ્ત કાયદાઓ ને રીતિ-રિવાજો સામે જજૂમવાની હિમ્મત કરવામાં લાગણી આડેમૂકી દેતી, જાણતી છતાં અજાણ થઈને એના સપનાઓ માં વિઘ્ન આવવા દેતી, ગાંડી ગીર ની અંદર પ્રકૃતિ ના ખોળા માં રહીને એકાંત નાસહારે પોતાનો સહારો ખુદ બનવાની કોસીસ માં વળગી રેતી,


મન ઘણું મુંજાય છે,

ધરા ની રીત-ભાત માં .


વિહરવું છે એકલા ડગલે,

માણસાઈ નો પંથ નડે છે.


ભરોસો તું એકજ નારાયણ,

મારા પગલાંને તું પંપાળજે.


બનાવી તેજ પ્રકૃતિ ને મારી,

એમાં ખુશ્બુ ને તુજ મહેકાવજે.


મન ની મક્કમતામાં વિચારોના અમલમાં શબ્દો ની ઉણપ ને લીધે તે કોઈ સામે તેની વાતનો અમલ કરાવી ના શકતી અને એવી વ્યક્તિહોય જે અંદર ના ભાવ સમજીજ નથી શકવાની એનેતો શબ્દો પણ સમજાવવા ઓછાજ પડે, ગીર ના જંગલો, ત્યાંના કાચા મકાનો, રોટલોમોટો, મહેમાન ગતિ મોટી એટલેજ કાઠિયાવાડ વિશે લખાણુ છે

'કોક દી કાઠિયાવાડ માં ભૂલો પડ ભગવાન,

તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલવું શામળા'


પણ સમય જતા પરિવર્તન બધી બાબતોમાં આવે છે અને ગીર પણ એનાથી થોડી આઘી રે, સમાજ એના બધી બાબતોમાં પરિવર્તનસ્વીકારે, એની સુખ સવલત માટે બીજાની જિંદગી ની પ્રકૃતિ ખીલવવામાં સમાજ હંમેશા આંખ આડા કાન કરીને તેના જુના કુરિવાજો નુંઅમલ કરાવવામાં પરિવાર કે વ્યક્તિ ને ધકેલતો હોય છેજ, એટલેજ ગીર માં ઘણા એવા પરિવારોમાં કે સમાજ માં પાકા ખાલી મકાન બન્યા છે, વિચારો ને રહેણી-કેની હજી કચીજ રાખી છે,


કૈલાસ નું જીવન એની રહેણી-કેની, સમાજ ના રીતિરીવાજો ને ધ્યાન માં રાખીને એક સન્યાસી જેવું જીવન વિતાવવાનું મનમાં એક પ્રણપકડેલું એની ઉમર પ્રમાણે એની વિચારશક્તિ મોટી પણ કેવાય અને મજાક ભરી પણ કેવાય, કેમકે કળી માંથી ફૂલ બનવાની ઉમર માંસૌંદર્યતા અને કૌમાર્ય બંનેમાં મહત્વ નો ફેરફાર થતો હોય છે છતાં પણ આવા વિચારો કે એવું અનુસરવું એમાં સમાજ મહત્વ નો ભાગભજવતું હોય છે,


" જખમ હૈયાનો ક્યાં કોઈને દેખાય છે,

કીડી નો ચટકો પણ ઘાતક દેખાય છે.


વખત વિતાવ્યો હૈયાની હૈયા માં રાખીને,

અહીતો મનનીજ માણસાઈ જોવાઈ જાય છે."


કુદરત જાણીનેજ સ્ત્રી માં સહનશક્તિ અને બળ વધારે એટલેજ આપે છે, કૈલાસ ઘરકામ, ખેતીકામ કરવામાં પુરુષો ની સમોવડી હતી બસસ્વાતંત્રતા માં ને સહનશક્તિ માં સ્ત્રી રૂપ આડે આવી જતું, શહેરો માં મોટી થઈને પણ ગામડાની ગોડ માં એની જીવન શૈલી સાથેનાલગાવ એની પ્રકૃતિ ના દોહન ની ઈચ્છા માં ક્ષણ ભર પણ ખોટ આવવા નોતી દીધી...


ક્રમશઃ...