અસ્તિત્વનો અવાજ - 3 Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વનો અવાજ - 3

અસ્તિત્વનો અવાજ .... વાર્તા... ભાગ :-૩

મોનાના આ શબ્દો અરુણાબેન નાં કાળજામાં ધગધગતા ખીલાના જાણે ડામ આપી ગયાં હતાં...
એ સમજતા હતાં કે આ મારાં નામ ઉપર ઘર છે અને મારાં બેંક બેલેન્સ નું વ્યાજ પણ આવે છે અને મહેશ ભાઈનું પેન્શન આવે છે એટલે જ તમે મને ભેગી રાખી છે નહીતર તો ક્યારનીય બહાર તગેડી મુકી હોત....
અને અનાથાશ્રમમાં મુકી આવ્યા હોત...
પોતાનાં રૂમમાં ટીંગાડેલા પતિ નાં ફોટા આગળ અરુણાબેન આંસુ પાડી લેતા....
અને એમાય પંદર દિવસ પહેલા એમણે વાત કરી કે લૂણાવાડા જિજ્ઞેશ દાદાની કથા સાંભળવા જવું છે તરત જ મોનાની અને વિશાલની આંખમાં ચમક આવી ગઈ હતી...
બે થેલા તો એમણે તૈયાર કરી દીધાં હતાં...
તો પણ બન્ને એ કહ્યું કે જરૂર હોય તો પેકીગ કરાવામાં મદદ કરીએ તમને...
અને આજે આવ્યા ત્યારે મોનાના મોઢા પર એક નફરતની લાગણી હતી....
સાંજે વિશાલ આવ્યો એ પોતાના ઓરડામાં હિંચકા પર બેઠા
હતાં, વિશાલ અછડતી નજર નાંખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો....
કેમ છો પુછવાની પણ તસ્દી નાં લીધી...
આ આખું મકાન એમણે અને એમનાં પતીએ જીવ દઈને બનાવ્યું હતું....
અને આ મકાનમાં કેટલી ખાટી મીઠી યાદો વસેલી હતી...
છેલ્લા કેટલાક સમયથી મોના અને વિશાલ બોપલ એરિયામાં સેટલ થવાનો વિચાર કરતાં હતાં...
દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગ્યે મોના તેના રૂમ પર આવતી અને વિશાલ સાથે મોકલીને મહેશભાઈ નાં પેન્શનના રૂપિયા એ લોકો લઇ લેતા... પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો મોનાનો કકળાટ પેલી તારીખ ના આવે ત્યાં સુધી શરુ રહેતો...
અને જાણે પોતે એક વધારાની વસ્તુ કે નકામી ચીજવસ્તુ હોય એમ એને હડધૂત કરવામાં આવતી...
પણ એક મા નો જીવ બધું અવગણીને પણ પરિવારમાં રહેવા પોતાનો અવાજ ના ઉઠાવ્યો...
એક સવારે મોના બેંક જવા નિકળતી હતી અને એક દલાલ આવ્યો...
મોના એનાં રૂમમાં તૈયાર થતી હતી...
એટલે અરુણાબેને એ દલાલ ને પૂછ્યું કે કેમ આવવું થયું ભાઈ???
દલાલ કહે મોના બેને બોલાવ્યા છે આ મકાન વેચવાનું છે એ માટે...
આ સાંભળીને અરુણાબેન ને ગુસ્સો આવ્યો
એ કોણ છે જે મને પુછ્યાં વગર મકાન વેચવા તૈયાર થઈ છે..
એ દલાલને બેસાડીને બેચેની થી મોના ની રાહ જોવા લાગ્યા...
આજે તો મોના સાથે વાત કરવી જ પડશે...
મોનાની આટલી હિમ્મત કે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થઈ હતી..
અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે...
એટલે વેચીને રોકડી કરી લેવાની અને પછી બોપલમાં બે રૂમ રસોડું નાં ફ્લેટમાં મારે ગેલેરી માં પડ્યા રહેવાનું...
અને બાકીના રૂપિયા પોતાને નામ કરી લેવાનાં...
આવું બધું એમણે ક્યારનું સાંભળ્યું હતું...
એ લોકો ની ધીમે ધીમે થતી ગૂસપૂસ...
અને એક દિવસ હેતવી કરણ પણ બોલ્યા હતા કે નવાં ઘરે રહેવા જવાનું છે એમાં એક રૂમ અમારો અને એક રૂમ મમ્મી પપ્પા નો...
આ સાંભળીને એમણે બાળકો ને સવાલ કર્યો હતો કે તો મારો રૂમ ક્યાં???
તો બાળકો એ કહ્યું કે એમની મમ્મી કહેતી હતી કે મમ્મી તો ગેલેરી માં રહેશે નહીં તો રસોડામાં અને જો નહીં માને તો એને ઘરડાઘરમાં મૂકી આવીશું... આ સાંભળીને
આજે હવે અસ્તિત્વ નો અવાજ ઉઠાવવા એમણે નિર્ણય કર્યો અને મોના ની રાહ જોઈ રહ્યા...
મોનાએ દલાલ જોડે વાત કરી અને ઘર બતાવ્યું...
દલાલ ગયો એટલે અરૂણાબેને આદેશ પૂર્વક મોના ને કહ્યું ઉભી રહે મોના મારે તારી સાથે કેટલાય વખતથી વાત કરવી છે એ સાભળી લે...
અરુણાબેન શું વાત કરશે મોના સાથે!??
મોના શુ જવાબ આપશે !??
શું મોના એમની વાત સાંભળશે !???
એ માટે..
આગળ વધુ વાંચો આવતા અંક માં...
આપના પ્રતિભાવ આવકાર્ય છે...
ભાવના ભટ્ટ અમદાવાદ......