શ્યામ તારા સ્મરણો.... - 1 Aarti bharvad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્યામ તારા સ્મરણો.... - 1

શ્યામ તારી યાદ માં .......

ભાગ-૧

સંધ્યા તારી ક્યારનો રાહ જોઉં છું હું!ક્યાં હતી તું ?શ્યામેં કહ્યું,

અરે શ્યામ, બસ રસ્તામાં એક બહેનપણી મળી ગઈ હતી તેની સાથે વાતો કરવા ઉભી રહી ગઈ હતી. એટલે મારે આવવામાં થોડું મોડું થઇ ગયું, શ્યામ એના થી નારાજ થઇ ને મોઢું મચકોડતા બોલ્યો “તને ખબર છે ને કે મેં તારી સાથે વાત કરવા માટે તને અહિયાં બોલાવી હતી,અને તે મને કેટલી રાહ જોવડાવી” સારું હવે કોઈ ની જોડે વાત કરવા ઉભી નહિ રહું બસ,સીધી તારા ઘરે જ આવીશ.

શ્યામ અને સંધ્યા વચ્ચે બહુજ પાક્કી મિત્રતા હતી.શ્યામ અને સંધ્યાનો લગભગ એક વર્ષ પહેલા જ એક બીજાને મળ્યા હતા.બંને ની મિત્રતા એવી હતી કે કોઈની નજર લાગી જાય.બંનેને એકબીજા વગર ચાલે નહિ સંધ્યા શ્યામના ઘર થી થોડે દૂર બીજી સોસાયટી માં રહેતી હતી,સવાર પડે ને સંધ્યા પોતાના ઘરનું કામ પતાવી ને નવરાસ નો બીજો સમય તો એ શ્યામના ઘરે જ વિતાવતી હતી.અને બંને પોતાની વાતો માં જ મગ્ન રહેતા હતા.શ્યામ સંધ્યાને કહે છે “સંધ્યા તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે હું મારા મન ની દરેક વાતો શેર કરું છું” સંધ્યાએ હસીને જવાબ આપ્યો, હા શ્યામ તું પણ મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે હું તને મારી અને મારા ઘરની દરેક વાત કરું છું,તારી સાથે વાત કરીને મારું મન હળવું થઇ જાય છે.

શ્યામ એ એક ટી-સ્ટોલ પર કામ કરતો હતો,અને એ પણ રેલ્વે-સ્ટેશન પર,દિવસ અને રાત એક કરીને શ્યામ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરતો હતો.કેટલીક વાર તો એને જમવાનો સમય પણ ના મળે અને એ ઘરે પણ ના આવે,વેકેશન ના સમયમાં તો ખાસ કરીને ટ્રેનો વધારે આવતી હોય અને યાત્રિકોની ભારે ભીડ થતી હોવાથી તેને ઘરે આવવાનો પણ સમય ન મળતો ત્યારે કેટલીક વાર એ ઘરે થી ટીફીન મંગાવીને પણ જમી લેતો,ઘરમાં બધાને ચિંતા ના થાય એના માટે એ ઘરે ફોન પર જ વાત કરી લેતો અને એની મમ્મી ને મનમાં હાશ થતું,ઘરના લોકો ની વાત તો સમજ્યા પણ સંધ્યાનું શું?

સંધ્યા તો શ્યામ કયારે આવશે એની ચિંતામાં રહેતી હતી.રાહ જોતી કે ક્યારે એ આવશે અને એની સાથે વાત કરશે,આમ તો શ્યામ ને સમય મળે ત્યારે એ સંધ્યાને પણ ફોન કરી લેતો હતો,પણ સંધ્યા તો તેની સાથે રૂબરૂ વાત કરવાની રાહ જોતી હતી.કેટલીક વાર તો શ્યામ રાત્રે પણ સંધ્યાને ફોન કરતો જયારે કોઈ ટ્રેન ના આવાની હોય ત્યારે એ સંધ્યા જોડે વાત કરતો,શ્યામ ઘરે ના આવે તો સંધ્યા પોતાના દિવસ દરમિયાન ની બધી જ વાતો શ્યામને રાત્રે ફોન પર કહી સંભળાવતી અને શ્યામ પણ એની વાતો ને શાંતિથી સાંભળી રહેતો.

બન્ને ની મિત્રતા એવી હતી કે બંને સાથે એક જ થાળીમાં જમતા,અને એકજ ગ્લાસમાં પાણી પીતાં શ્યામને પણ સંધ્યાની જાણે કે આદત થઇ ગઈ હતી સંધ્યા ના આવે ત્યાં સુંધી શ્યામ ઊંઘતો પણ ન હતો, રાત્રીના સમયે ટી-સ્ટોલ પર કામ કરેલું હોવાથી આંખો તો ઉજાગરાથી એકદમ લાલચટ થઇ ગઈ હોવા છતાય એ સંધ્યાના આવવાની રાહ જોતો અને જયારે સંધ્યા આવે ત્યારે એની સાથે વાતો કરી ને,જમી ને પછી એ બપોરે સુઈ જતો.સુતા પહેલા એ સંધ્યાને કહીને સુતો કે મારે ૫:૦૦ વાગ્યે જવાનું છે તો તું મને ઉઠાડીને પછી ઘરે જજે, સંધ્યા પણ એના કહ્યા મુજબ જ ૫:૦૦ ના ટકોરે શ્યામ ને ઉઠાડતી અને એની માટે સરસ મજાની મીઠી ચા બનાવીને લઇ આવતી.શ્યામને એના હાથની બનાવેલી ચા ખુબ ગમતી અને એ ચા પીધા પછી શ્યામ નાહી-ધોઈને ટી-સ્ટોલ પર જવા નીકળતો અને સંધ્યા પોતાના ઘરે જવા નીકળતી.