ચમત્કાર - પાર્ટ ૨ Priti Kishorkumar Dubey દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

ચમત્કાર - પાર્ટ ૨

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. એક ધનાઢય કુટુંબમાં નવી અને સુંદર સુશિક્ષિત વહુનું આગમન થયું.
આ નવી વહુ ખૂબ શિક્ષિત અને ખૂબ સુંદર હતી.
પરંતુ આ નવી વહુ ને ખબર જ નહોતી કે હવેના જીવનમાં તેના માટે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાવાની છે. તમામ દુર્ઘટનાઓ થી અજાણ અને નિર્દોષ નવ વધુ સુંદર સપનાઓ સાથે જીવન શરૂઆત કરે છે. અને હવે શરૂ થાય છે તેના દુઃખોની હારમાળા. સુંદર સુશીલ અને સંસ્કારી એવી નવી બહુએ પોતાના નિર્દોષ અને સાચી લાગણીઓ સાથે પોતાનો નવો ઘર સંસાર શરૂ કર્યો. શરૂઆતમાં થોડો સમય શાંતિથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ નાની મોટી માથાકૂટ ચાલ્યા કરતી. પરંતુ આ દુર્ઘટનાઓ ન રોકાતા થોડા વધારે ગંભીર પ્રસંગોમાં પરિણમી. સાસુને પેરાલિસિસ થઇ ગયો, અને નવી વહુ ગર્ભવતી બની હતી. વહુ તમામ રીતે સાસુ અને સસરાને ખુશ રાખવા પ્રયત્ન કરતી, પરંતુ સાસુ અને સસરા ની અપેક્ષાઓ અનંત હતી. સાસુ માં ઘરમાં નોકર-ચાકર હોવા છતાં ગર્ભવતી વહુ દ્વારા જ સેવા ની અપેક્ષા રાખતા હતા. જેમાં લકવાગ્રસ્ત સાસુમાને નવડાવવા માટે પણ ગર્ભવતી વહુએ જ સેવા કરવાની રહેતી. વહુને ભારે પગે હોવાના કારણે સાસુમા ને ઉચકીને નવડાવવામાં ઘણું કષ્ટ પડતું હતું પરંતુ ક્યારે પણ સાસુ ની સેવાથી વહુએ અણગમો ન રાખ્યો. પરંતુ બહુની સમસ્યાઓનો અંત ન આવ્યો. જ્યારે અસહ્ય દુઃખ અને પીડા થી તેમજ સેવા કર્યા પછી પણ સાંભળવા પડતા કડવા વેણ થી દુઃખી થતી ગર્ભવતી વહુ આંસું સારતી.
અને પોતાનું દુઃખ હળવું કરવા પ્રયત્ન કરતી, આ વાત પણ સાસુ-સસરાને ખૂબ ખુચતી. અને હવે નવું ફરમાન આવ્યો કે આવી રીતે આંસુ સારીને અમને બદનામ ન કરવા તેમજ ખોટા આંસુઓ દ્વારા અમને દુઃખી કરવા પ્રયત્નો ન કરવા, અને આંસુઓને રોકી રાખવા.
આમ પરિવાર ની ઈજ્જત તેમજ ડર અને અસહ્ય દુખ તેમજ પીડા પછી પણ પોતાના આંસુઓ બહાર ન નીકળવા દેવા જેવા કઠોર તેમજ રડવા જેવા કુદરતી આવેગોને વારંવાર રોકવાના કારણે વહુ ની આંખો માં આસુ આવતા બંધ થઈ ગયા. અને આ માનસિક આઘાત વહુ ના શરીર પર આડ અસર ઊભી કરી. જેના કારણે ખુબ જ નાની ઉંમરે કોઈપણ બીમારી વગર વહુના શરીરે હલનચલન બંધ કરી દીધું, વહુ પોતાની કોઈપણ કાર્ય જાતે કરી શકતી નહોતી, અને વ્યવસ્થિત ચાલી પણ નહોતી શકતી.

પરંતુ હજુ પણ બહુ ની આવી સ્થિતિની કોઈ અસર સસરાજી ઉપર ન પડી. પરંતુ વહુના બીમારીના કારણે આખા ઘરની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ. દેશી તેમજ વિદેશી તમામ ઈલાજો અને રિપોર્ટ કઢાવ્યા પછી પણ વહુ ની બીમારી નુ નામ ન મળી શક્યો, અને ના તો ઈલાજ મળી શક્યો. પરંતુ ભણેલી-ગણેલી વહુ ખુબ પોઝિટિવ વિચારો ધરાવતી હતી અને મનોમન તેણે ઈશ્વરને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને ભારતીય સંસ્કૃતિ ના ધ્યાન અને મેડિટેશન નો સહારો લીધો અને પોતાના આત્મબળ ને કામે લગાડ્યું.
અને પૂરી શ્રદ્ધાથી પોતાના મન વચન અને કર્મ ઈશ્વરને સમર્પિત કરી નિર્દોષ ભાવ સાથે મેડીટેશન કરી પોતાના મન અને શરીરને auto suggestion આપી માત્ર ત્રણ જ દિવસમાં ફરીથી કાર્યાન્વિત કરી નાખ્યો. અને ચોથા દિવસથી કોઈના પણ સહારા વગર પોતાના તમામ કાર્યો જાતે કરવાનું શરૂ કરી દીધું.
અને આ વહુ એ પોતાનું જીવન ફરી પોતાની રીતે જીવવાનું ચાલુ કર્યું તેમજ ભારતીય સંસ્કૃતિ ના શ્રેષ્ઠતમ એવા ધ્યાન અને મેડિટેશન નો ઉપયોગ કરી આ સન્નારી આજે ખૂબ સારા કાર્યોમાં કાર્યાન્વિત છે.

ભારતીય સંસ્કૃતિમાં વર્ણવેલા હકારાત્મક વલણ તેમજ મેડીટેશન નો પાવર સાચે જ ચમત્કારિક છે, માટે ક્યારે પણ નિરાશ ન થવું અને પોતાના આત્મબળ અને હકારાત્મક વલણને પકડીને આગળ વધવું.
ભારતીય સંસ્કૃતિ તેમજ મેડીટેશન ના પ્રણેતા ને ખુબ ખુબ ધન્યવાદ્....