Featured Books
શ્રેણી
શેયર કરો

મારો પણ સમય આવશે - 2 - મંથનના શિક્ષણ ની શરૂઆત

◾ નમસ્કાર ...વાંચક મિત્રો, પ્રકરણ ૧ મા આપે જોયુ એ મુજબ મંથન માટે શાળા એ જઈ અભ્યાસ કરવો એ ફક્ત એમના વિચારો મા હોય છે, તેમજ મંથન માટે તો વાયરો પણ અભ્યાસ અંગે વાતો કરતો હોય એમ લાગી આવે છે, છતા મંથન પરીવાર ની સામે જોતા આ વિચારો નું એ ઘડીએ દફન કરી પરીવાર સાથે પરીશ્રમ કરવા લાગે છે અને પોતાની વય મુજબ એ પરીવાર ને આર્થિક રીતે મદદ કરે છે,

◾ બિજી બાજુ પરીવાર ના દરેક સભ્યો મંથન ને પરીશ્રમ કરતો જોઈ... ખુબ દુઃખ અનુભવે છે પરંતુ ઘરની પરીસ્થિતિ ને યોગ્ય એ પણ સહારો નથી કરી શકતા. હવે મંથન ૬ વર્ષ પુર્ણ કરી સાતમાં વર્ષે મા પ્રવેશ કરે છે પરંતુ એ શાળા એ જઈ શકતો નથી.એની સાથે ના ગામનાં મિત્રો આગળના ધોરણ મા જતા જોઈ આ નાના બાળક વયે અત્યંત દુઃખ અનુભવે છે પરંતુ એ ક્ષણેે જ મંથન મનમાં એક જ વિચાર કરે છે કે "મારો પણ સમય આવશે" હું પણ એક દિવસ શાળા એ જઈ અભ્યાસ કરીશ આમ વિચાર ના સહારે આ સાત વર્ષનો બાળક દિવસ પસાર કરે છે અને સતત પરીવાર માટે પરીશ્રમ કરતો રહે છે, આમ પરીવાર પર દુઃખ નો પાર નથી રહેતો હવે મંથન ના અભ્યાસ માટે ખુબ ચિંતા અનુભવે છે પરંતુ પરીસ્થિતિ સામે પરીવાર હારેલો હતો.

◾ આમ, દિવસે દિવસે પરીશ્રમ કરતો મંથનને જોઈ ગામમાં શ્રીમંત વ્યક્તિ નો એકનો એક છોકરો જોવે છે અને એ શાળા એ જઈ ને મંથન માટે વિચાર કરતો રહે છે, એ બાળકનું નામ વિરાજ હોય છે, વિરાજ ને આમ તો કોઈ મુશ્કેલી ન હોય, છતા અમુક સમયથી આ મંથન ની વાત અને એમની પરીસ્થિતિ એમને ખુબ જ સતાવે છે વિરાજ અને મંથન આમ તો સરખી ઉમરના બાળકો હોય છે, પરંતુ એ સતત અભ્યાસ ને વળગેલો હોવાથી વિરાજ બે ધોરણ આગળ વયો જાય છે અને મંથન હજુ શાળા ની શરૂઆત જ નથી કરતો એથી મંથન ના ઉમરના બાળકો આગળના ધોરણમાં જતા રહે છે, હવે મંથન કાર્ય કરતો હોય પુરો દિવસ એટલે ગામમાં કોઈ બાળક સાથે મુલાકાત નહી કે કોઈ રમત રમવામાં સાથે ના હોય શકે એટલે મંથન ગામમાં અન્ય બાળકો ના સંપકોૅ મા ના હોય પરંતુ વિરાજ આ બધું જોઈ મંથનને એક દિવસ મળે છે બધી વાત કરે છે, ત્યારે મંથન પણ ઘરની પરીસ્થિતિ ને અંગે તેમજ એમની બધી વાતો વિરાજ ને કરે છે, વિરાજ અને મંથન ની દરરોજ આમ મુલાકાત પ્રિય મિત્ર બનાવી દે છે, હવે બંને સાથે રહે પ્રિય મિત્ર ની ધીંગામસ્તી ચાલે છે, પરંતુ વિરાજ અને મંથન એક વાતમા છેલ્લે અટકી જાય છે અને એ છે મંથન નો અભ્યાસજીવન આ માટે, ઘણાં વિચારો ના ટોપલા આ બંને મિત્રો પર પડે છે, દિવસના અંતે આ વિચારો થી બંને છુટા પડે છે અને પોતાના પોતાના ઘરે પાછા જાય છે,
સવાર મા અવિરત એ જ દિનચર્યા નું પુનરાવર્તન થાય છે, વિરાજ શાળા એ જાય છે અને મંથન પરીવાર સાથે કામ પર , આમ જ દિવસો વિતે છે, મંથન ને અભ્યાસ કરવા ની ચાહના છે પરંતુ વિરાજ સિવાય કોઈ ને વાત કરતો નથી,

◾ હવે,વિરાજ ને એક દિવસ ખુબ દુઃખ થતા મંથન ની વાતો પોતાના કાકા ને કહે છે, વિરાજ ઘરમાં બધા સભ્યો મા લાડકો હોય છે ઘર પણ ઘણું સુખી હોય છે,પરંતુ વિરાજ એમના પિતા સામે તરત વાત ના કરી શકે અને વિરાજ ના પિતા ઘરમાં મોટા હોય છે,એટલે વિરાજ એ પોતાના પ્રિય મિત્ર ની વાત અને એમની પરીસ્થિતિ એમના કાકા ને આ કહે છે, ત્યારે કાકા એ મહત્વ ઉતર આ વાત પર ના કર્યો ને વિરાજ ને રમવા મોકલી દિધો, વિરાજ ના કાકા ને આ મંથન ની વાત અને પરીસ્થિતિ નું દુખ થાય છે પરંતુ એ વિરાજ સામે કાઈ જ કેળવતા નથી, હવે એમના બિજા દિવસે વિરાજ ના કાકા આ વાત એમના મોટા ભાઈ એટલે કે વિરાજ ના પિતા ને કરે છે, વિરાજ ના પિતા એ વાત સાંભળતા ની સાથે જ... એમના નાના ભાઈ ને કહે છે કે મંથન ની મદદ જેટલી થઈ શકે એ આપણે કરશું તેમજ મંથન પણ આપણા વિરાજ ની જેમ શાળા એ જઈ અભ્યાસ કરશે, મંથન એક જ નહીં ગામમાં જેટલા બાળકો મંથન ની જેમ જે ઘરની પરીસ્થિતિ ના લિધે પોતાની જીવન અટકાવી રખાય છે અને અભ્યાસ જીવન પણ પુર્ણ નથી થતું એ તમામ બાળકો શાળા એ જશે અને આપણાં થી થતી સંપૂર્ણ મદદ થશે, આ વાત વિરાજ ને મળે છે એટલે વિરાજ ને ખુશીનો પાર નથી રહેતો અને ને ગામનાં છેડે એક લિમડાના છાયડે દરરોજ રમે ત્યાં મંથન ને બોલાવી.. બધી વાત કરે છે, મંથન ને પણ શાળા એ જઈ શકશે એ ખુશી નો પાર ના રહે મંથન ખુબ જ ખુશ થાય છે અને વિરાજ ને લઇ પોતાના નાના અમથા ઘરમાં મંથન લઈ જાય છે...

◾ મંથન અને વિરાજ એ ધરે પહોચે ત્યાં વિરાજ ના પિતા અને કાકા પહોંચી ને બધીજ વાત કરે છે, અને વિરાજ ની સાથે જ્યાં સુધી મંથન અભ્યાસ કરશે તેમનો પુરો ખર્ચ વિરાજ ના પિતા કરશે આ વાત થી મંથન નો પરીવાર ખુબ થાય છે પરંતુ એક ઊંડા વિચાર થી મંથન ના દાદા આ.. મદદથી ખુબ જ ખુશ છે પરંતુ આમ વિરાજ ના પિતા ને વાત પણ કરે છે, કે મંથનના ભવિષ્યમાં જે હશે એ એમને સારું મળશે અને મંથન મોટો થઈ આ રકમ ચુકવશે, આભાર તમારો કે એ રકમ તમે સ્વીકાર કરજો, પહેલી પળે તો વિરાજ ના પિતા ના પોડે છે પરંતુ મંથન ના દાદા ની મોટી ઉમર અને વડીલ ને રડતાં જોઈ વિરાજ ના પિતા આશ્વાસન આપતા હા પાડી દે છે,

◾ હવે મંથન અને એમનો પરીવાર ખુશ હોય છે આ, એમના માટે મદદ નથી પરીવાર માટે પરંતુ મંથન ના એક સુવર્ણ ભવિષ્ય ની અણસાર છે, મંથન માટે સારા સમયનું પહેલું પગથિયું છે, આ બધાં જ વિચારો પરીવારજનો વિચારી એમને આનંદ નો પાર નથી રહેતો, બધાં થી જ વધારે મંથન ખુશ હોય એમ લાગી આવે છે, અને આવતીકાલ થી શાળા એ જઈ શકશે એ વિચાર થી મંથન... અત્યંત આનંદ અનુભવે છે, હવે વિરાજ અને મંથન. આમને સાત વર્ષ ના જ પરંતુ મંથન નો અભ્યાસક્રમ પાછળ હોવાથી વિરાજ કરતા બે વર્ષ પાછળ અભ્યાસ કરવાનું શરુઆત કરે છે, મંથન બિજા દિવસે શાળા એ જાય છે મસ્ત તૈયાર થઈ, વર્ગખંડમાં અભ્યાસ કરે છે, નવા મિત્રો ને મળે છે,શાળા મા નવું જોવે, જે ફક્ત સપનાંઓ મા અને વિચારો મા જ રહ્યું હતું એ આજે, સાર્થક જોઈ મંથન મનમાં હાશકારો અનુભવે છે, અને પરીવાર પણ અત્યંત ખુશ હતો, કારણકે જે પરીવાર અને મંથન ને ધ્યેય હતુ એ આજે.... સંપૂર્ણ થતા ખુશ થાય છે અને મંથન નુ પ્રિય ભોજન શિરો એમના માતા બનાવે છે,મંથનના દાદા અને દાદી પણ ખૂબ આનંદ મા હોય છે, હવે દરરોજ ગામનાં બધાં જ બાળકો સાથે અભ્યાસ કરવા શાળાએ જાય છે,વર્ષ મન લગાડી અભ્યાસ કરે છે અને પ્રથમ વર્ષ મા મંથન પ્રથમ સ્થાને ઉતિર્ણ થાય છે, આ જોઈને મંથન નો પરીવાર અને વિરાજ નો પરીવાર બંને ખુબ ખુશ થાય છે,

◾ મંથન સાત વર્ષ પુર્ણ કરી, આઠમા વર્ષ મા પ્રવેશે, આમ જ ઉતિર્ણ થતો જાય છે બધા જ ધોરણ મા અને શાળા અને શિક્ષકો નો સન્માનિત બાળક બને છે, સાથે પ્રિય મિત્ર વિરાજ પણ બે વર્ષ આગળના ધોરણ મા હોય છે અને એ પણ મંથન જેટલો ખુબ હોશિયાર બાળક હોય છે, સમય વિતવાની સાથે સાથે મંથન અને વિરાજ વધુ પ્રિય મિત્રો બનતા જાય છે, ધિમે ધિમે બંને મિત્રો વયે મોટા થતા જાય છે , આ બાજુ મંથન આનંદનીય ઉતિર્ણ થતા જોઈ મંથન નો પરીવાર ખુબ જ ખુશ હોય છે અને વિરાજ ના પરીવાર નો દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિલથી આભાર વ્યક્ત કરે છે, મંથન મનોમન આ બધું જોઈ એક વિચાર કરે છે કે મહેનત જ સાચી છે, તો જ જીવન મા સફળતા મળશે અને મારો પણ સમય આવશે, આમ વિચાર ની સાથે મંથન આગળના જીવન મા મહેનતથી કાર્ય કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે,

હવે શું? મંથન આગળ ના અભ્યાસ માટે વિરાજ ના પિતા મદદ કરશે? જો એ મદદ કરે તો મંથનને શહેર તરફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જવા દેવામાં મંથન નો પરીવાર માનશે?
વિરાજ અને મંથન ની પ્રિય દોસ્તી યુવાની મા આમ અતુટ રહેશે? આ સવાલો ના ઉતરો માટે આગળ નો અધ્યાય મા વાંચન કરીએ

આભાર વાચક મિત્રો નો....... આગળ ની વાત નવા અધ્યાયમાં.....