umbaro books and stories free download online pdf in Gujarati

ઉંબરો



હું મારા ઘરના શયનખંડમાં બેઠો હતો. હજું કંઈક લખવાની માંડ શરૂઆત કરું એ પહેલા અચાનક જોરથી પવન ફૂંકવા લાગ્યો અને મારી પાસે રહેલા કાગળ આમ-તેમ વિખેરાઈ ગયા. મેં બારી બંધ કરી અને આ વિખરાયેલા કાગળ એકઠા કરવા લાગ્યો. બધા જ કાગળ ભેગા કરી લીધા અને એક કાગળ ઘરનાં ઉંબરે પડ્યો હતો. એ લઈને પાછો વળતો જ હતો ને ઉંબરે ઠેસ લાગતા જ હું ત્યાં ઢોળાઈ ગયો. હજું તો ઊભો થઉં છું ત્યાંથી ને અચાનક અવાજ આવ્યો, “અરે… અરે… શેની ઉતાવળ છે આટલી બધી? થોડી શાંતિ રાખો “.હું મારી નજર આસપાસ ફેલાવી એ જાણવાનો પ્રયત્ન કરતો હતો કે આ અવાજ આવ્યો ક્યાંથી…! જોયું તો આ ગૃહસ્થ ઉંબરો બોલી રહ્યો હતો.

પણ હા…કહેવાય છે કે જીવનમાં જ્યાં ઠોકર લાગે ત્યાંથી જ કંઈ નવું શીખવા કે જાણવા મળે છે. બસ એવી જ રીતે મને મળી ગયો લખવા માટે મુદ્દો. “ઉંબરો”. ઉંબરે ઠોકર લાગી અને એણે જ શીખવાડી દીધું.

પ્રાચીનકાળથી આજદિન સુધી આપણો દેશ વિવિધતા,એકતા,અખંડિતતા,પૂજનીયતાની પરંપરાગતને અપનાવી રહ્યો છે. તેથી જ દુનિયાના દેશો આપણા આ ભારતવર્ષને અલૌકિક દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. ભારતવર્ષના લોકો પ્રાચીનકાળથી આ ઉંબરા પૂજનની પરંપરાગતને આજદિન સુધી નિભાવી રહ્યા છે. પ્રાચીનકાળમાં ભાગ્યે જ કોઈ ઘરનો ઉંબરો અપૂજાતો હશે.

“ઉંબરો એટલે શું? “

‘ઉંબરો એટલે દરિયાના ખારાં પાણી અને સરોવરનાં મીઠાં પાણી વચ્ચે ચણતર કરીને ચણેલી દિવાલ’.

એક ઘોર અંધકારમય રાત્રીના અંત બાદ સૂર્યના કિરણરૂપી તેજથી ઊગેલા દિવસે આ મીઠાં પાણીના સરોવરમાંથી ઉંબરો ઓળંગી દરિયાના ખારાં પાણીમાં ડૂબકી લગાવી તરવાનું શીખવા માટેના જુદા-જૂદા પ્રયત્નોથી આગળ વધવાની શરૂઆત. સમજણ ના પડીને… સમજાવું હા…

અર્થાત્…

દરરોજ સવારે આ મીઠાં પાણીના સરોવર એટલે આપણું ઘર. ત્યાંથી આ ઉંબરો ઓળંગી આ ખારાં પાણીનાં દરિયા એટલે કે આ મિશ્રિત વિચારસરણી ધરાવતી આ દુનિયામાં માનવ-જીવનની ભાગદોડની હરીફાઈમાં ઝંપલાવવું.

અહીં માત્ર ગૃહસ્થ ઉંબરાની વાત નથી. માનવ-જીવનનો પણ ઉંબરો છે.

“માનવ-જીવનનો ઉંબરો કયો? “

'માનવ-જીવનનો ઉંબરો એટલે આપણું અંતરમન’.

આપણે આપણા શરીરમાં રહેલા આ ઉંબરારૂપી મનને પવિત્રતા આપવા માટે વિચારોને સત્યતાની ઉષ્માથી ઉકાળી, બુદ્ધિમત્તાના ગળણાથી ગાળવા જોઈએ. જો આમ કરીશું તો ક્યારેય પણ અનૈતિકતાનો એક કણ પણ આપણા આંતરમનને ડંખશે નહીં. આ એક માનવજીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે.

ભલે તે નિર્જીવ રહ્યો પણ એની સ્વાનુભૂતી ગણી બધી છે. તે જોઈ પણ રહ્યો છે અને અનુભવી પણ રહ્યો છે.

‘ઘરની આબરૂનો રક્ષણહાર બન્યો આ ઉંબરો’.

‘બધાનાં ચારિત્રના રક્ષકની ભૂમિકા ભજવતો આ ઉંબરો’.

‘મર્યાદા પાલનનો પ્રેરક બન્યો આ ઉંબરો’.

‘ઘરનો મોભી બની બેઠો આ ઉંબરો’.

‘રોજે-રોજ પૂજાતો આ ઉંબરો’.

‘સોહાવતો શુભ-લાભના સંકેતો એ આ ઉંબરો’.

‘હસતો દંપતિના કજિયા જોઈ એ આ ઉંબરો’.

‘મૂઢ બન્યો દિકરીની સ્વચ્છંદતા પર આ ઉંબરો’.

‘રોકી લીધી વહેતી લાગણીઓને આ ઉંબરાએ’.

‘રડી પડ્યો આ ઘરની મર્યાદા લૂટાતી જોઈ આ ઉંબરો’.

‘વિરહના આસું સારતો દિકરીની વિદાય ટાળે એ આ ઉંબરો’.

‘એના માથે અવસર-પ્રસંગે કંકુના સાથિયા દોરાય એ આ ઉંબરો’.

અને અંતમાં થશે એનું રંગરોકાણ અને થાશે એની કાયાપલટ અને બનશે કોઈ ઘરડા ઘરનું બારણું, કોઈ હોટલનો પલંગ નહીં તો ફરી પાછો કોઈ ઘરના ઉંબરાની જવાબદારી નિભાવશે અને છેવટે બળતણમાં ઉપયોગી થઈ મોક્ષ પામશે.

અસ્તુ…

લિ. પટેલ પ્રિન્સ.

મળીએ કોઈ અવનવા મુદ્દા અને અવનવી વાતો સાથે... પણ હા આપણી શરત તો એજ છે... મુદ્દો તમારો અને વાત મારી...

તમારા મુદ્દાને મારા સુધી પહોંચાડવા માટે સંપર્ક કરો.

Instagram ID :@_prince126

Whatapp No :7043014445(Patel Prince)




બીજા રસપ્રદ વિકલ્પો