પગરવ - 19 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 19

પગરવ

પ્રકરણ – ૧૯

સુહાની જેવી કેબિનમાંથી બહાર નીકળી કે ચાપલુશી કરનાર વિશાલે તરત જ એની સામે નજર નાખીને ધીમેથી બબડ્યો, " હવે તો સાહેબ સાથે વાત કરવા જવામાં કેબિન પણ ખાલી નહીં મળે...ખબર નહીં જુવાન છોકરીઓને આવાં આપણાં જેવાં સ્માર્ટ છોકરાઓને છોડીને આવાં બુઢ્ઢાઓ સાથે વાતો કરવામાં શું મજા આવતી હશે આ છોકરીઓને ?? "

બાજુમાં બેઠેલો વરૂણ હસીને બોલ્યો, " પ્રમોશન જલ્દી મળે ને એટલે...."

સુહાનીનાં ચકોર કાને આ વાત સાંભળી પણ એને સામે કંઈ પણ જવાબ ન આપ્યો‌ને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. આટલીબધી વાર થતાં અને સુહાનીનો ચહેરો જોઈને ધારા એની પાસે આવીને બોલી, " શું થયું ?? દાદુએ કંઈ કહ્યું ?? "

સુહાની : " ના..."

ધારા : " એ તો કંઈ ન કહે...તો કેમ આમ ગુસ્સામાં હોય એવું લાગે છે..."

સુહાની : " યાર લોકોનાં મગજમાં કેટલી ગંદકી હોય છે મને એ વિચારીને ગુસ્સો આવે છે... કોઈ પણ વાત કરતાં પહેલાં વિચારતા પણ નહીં હોય કે હું શું કહી રહ્યો છું... મારાં પિતાની ઉંમરનાં છે ને એમની સાથે આવી વાતો ઉડાવતા શરમ નહીં આવતી હોય... હું હવે એમની દાદુ સાથે વાત કરવા નહીં જાઉં એમની કેબિનમાં. કંઈ પણ કામ હોય તો કહી દેજે કે ફોનમાં કહી દે..!!

ધારા : " મને લાગે છે કે તું કદાચ વિશાલની વાત કરે છે‌...બરાબર ને ?? "

સુહાની : " હમમમ..."

ધારા : " એ પોતે જ એવો છે એટલે એને બધું એવું દેખાય છે. કપડાંની જેમ છાશવારે છોકરીઓ બદલે છે એની વાત શું સાંભળવાની... આપણાં મનમાં ક્યાં કંઈ મેલ છે..અને છતાં પણ તને એવું લાગતું હોય તો આપણે હવે નહીં જઈએ બસ..."

સુહાની : " હમમમ...હવે તું રાહુલ પાસે જઈને મેં કહ્યું હતું એ ફોરેન ડીલર્સ અને એમ્પોલોયની ડિટેલ માટે પૂછી જો‌...તારી રીતે.‌‌.. તું એમ કહેજે કે એ કામ સરે તને સોંપ્યું છે..."

ધારા : " ઓકે...ડિયર..."

પછી સુહાની પોતાનાં બધાં પેન્ડિગ કામ અને રૂટિન કામ ફટાફટ પતાવવા માંડી. આજે એને કામ પતાવવાની બહું ઉતાવળ છે કારણ કે એને એ સિવાય ઘણી બધી કંપનીની ડિટેઈલ જોઈએ છે...!!

**************

લગભગ ઓફિસનું બધું કામ પૂરું થતાં બપોર થઈ ગઈ. સુહાની આજે ટિફીન ન લાવી હોવાથી ધારા સાથે અને થોડું કેન્ટિનમાંથી મંગાવીને જમી લીધું. પછી સુહાનીએ આજે બહું કેન્ટિનમાં ટાઈમપાસ કર્યાં વિના પોતાની જગ્યાએ આવી ગઈ. એણે પોતાનાં મિશન માટે એક પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એણે ઓફિસનો મેઈન મેનેજમેન્ટની ડિટેઈલ નીકાળી. દાદુ પાસે એણે એમનાં પર્સનલમાં મેઈલ કરીને મેળવ્યું.

"સુહાની હજું તો બધાંની કુંડળી જોવી પડશે ને ?? કોની કુંડળીમાં ક્યાં રાહુ અને કેતુ બેઠેલા છે..." સુહાની મનમાં બબડી.

આખરે એને એક ડિટેઈલવાળું એક જોરદાર ઈન્ફર્મેટિવ પેજ મળ્યું...વળી એમાં બધાંનાં ફોટાઓ સાથે. સુહાનીએ બધું જ ફટાફટ કોઈને ખબર ન પડે એમ પોતાની પેનડ્રાઈવમાં લઈ લીધું....!!

ધારાએ કહ્યું કે રાહુલને મેં વાત કરી છે. એની પાસે તો નથી પણ એ કંઈ પણ જુગાડ કરીને મિસ્ટર વર્મા પાસેથી ઇન્ફોર્મેશન લઈ આપશે‌...!!

સુહાની : " હમમ...લેટ્સ સી..‌વોટ હેપન...પણ આ વાત કોઈને ખબર તો નહીં પડે ને ?? "

ધારા : " નહીં.‌‌..હું એને ઓળખું છું બહું વર્ષોથી એ મને સગી બહેન કરતાં પણ વધારે રાખે છે...એ મારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે...તારે જરૂર હોય તો તારાં કામમાં અમે બધાં જ મદદ કરી શકીએ છીએ...પણ મને ખબર છે કે આ એવું મિશન છે કે એમાં જેટલી વધું ઇન્ફોર્મેશન અને જેટલાં ઓછાં લોકો સામેલ થાય એ જ સારું....કોણ ક્યારે શું કરી શકે ?? ..."

સુહાની : " હા એ પણ છે અને આ જંગ મારી છે મારે જ લડવી પડશે... ચોક્કસ બધાંની જરૂર પડશે પણ બધાંને એમાં સામેલ કરીને હું કોઈને હેરાન કરવા નથી ઈચ્છતી..."

સાંજે સાડા પાંચ થતાં બધાં નીકળવા લાગ્યાં. સુહાની પણ બધાંની સાથે જ નીકળી.

ધારા એક્ટિવા લઈને આવે છે એ બોલી, " સુહાની હું તને મૂકીને જાઉં ?? "

સુહાની : " ના ના... હું ટેક્ષીમાં જતી રહીશ.‌‌..મારે ક્યાં બહું દૂર જવાનું છે...આમ પણ તું તો સાસરીમાં જોઈન્ટ ફેમિલીમાં રહે છે...એટલે બધું સાચવવાનું હોય તું ત્યારે ઘરે જા...ડૉન્ટ વરી‌..હવે આ સુહાની દુનિયા સામે લડતાં શીખી ગઈ છે..." કહીને સુહાનીએ સ્મિત કર્યું.

ધારા : " બસ મને આવી સુહાની પાછી જોઈએ છે ફરી... હસતી ને સૌને હસાવતી..."

સુહાનીએ કંઈ જવાબ ન આપ્યો માત્ર બોલી, " એ હવે કાનાજીનાં હાથમાં છે બધું જ..."

ને પછી બંને નીકળી ગયાં. સુહાનીએ ઓલા બુક કરાવીને પાંચ જ મિનિટમાં ટેક્સી આવી જતાં એ બેસી ગઈ.

ટેક્સી એની રીતે ચાલવા માંડી. સુહાનીએ મોબાઈલમાં પહેલાં એનો અને સમર્થનો ફોટો પછી એ બધાં મેસેજીસ મેઈલ ને બધું ચેક કરી રહી છે. અચાનક બ્રેક વાગતાં એની નજર ટેક્ષીનાં સાઇડનાં કાચ પર ગઈ. એ પાછળ આવતી મર્સિડીઝમાં કોઈ જાણીતો ચહેરો દેખાયો. પણ સ્પષ્ટ નથી દેખાઈ રહ્યો. એણે આમતેમ કરીને જોયું પણ ખબર ન પડી. ફરી સિગ્નલ આવતાં ગાડી ઉભી રહી...એણે આજુબાજુ નજર નાખી પણ એ ગાડી ન દેખાઈ.

એ જંક્શન એવું છે કે ત્યાં લગભગ તમે કદી ઉભાં રહ્યાં વિના નીકળી જ ન શકો. ત્યાં હંમેશાં એટલો ટ્રાફિક હોય છે. ફરી થોડીવારમાં સિગ્નલ ખુલતાં જ બધાં સાધનો જવાં લાગ્યાં. એણે જોયું કે થોડીવારમાં ફરી એ ગાડી તો દેખાઈ પણ એ ગાડી સુહાનીની ટેક્સીને ફોલો કરતી હોય એવું લાગ્યું.

એને પહેલા તો થયું કે કોઈ રસ્તો બદલી દે પણ આ નવાં રસ્તાની બહું જાણ ન હોવાથી એ કંઈ બોલી નહીં. પણ પછી એવું પણ વિચાર્યું કે કદાચ એમને પણ એ બાજું આવવાનું હોય આટલું મોટું શહેર છે એવું કેવી રીતે વિચારી શકાય. કદાચ મારાં દિમાગમાં બધું ચાલી રહ્યું છે એનાં કારણે એવું મને લાગી રહ્યું છે...એમ વિચારીને ફરી એ મોબાઈલમાં કંઈ જોવાં લાગી.

થોડીવારમાં ટેક્સી સોસાયટી પાસે ઉભી રહી. સુહાની બહાર નીકળીને પેમેન્ટ કરી રહી છે ત્યાં જ એને સોસાયટીના ગેટની થોડે દૂર એવી જ ગાડી દેખાઈ. હવે એ જ છે કે એવી એ તો નંબર જોયાં વિના કેમ ખબર પડે‌....પણ એ ગાડી પાર્ક કરેલી છે. આજુબાજુ કોઈ દેખાયું નહીં.

એને થયું કે કોઈ બહારનું હોય તો જ ગાડી બહાર પાર

પાર્ક કરે ને બાકી તો સોસાયટીમાં આટલીમોટી પાર્કિંગની વ્યવસ્થા છે. એણે ફક્ત ગાડીનો નંબર જોયો પછી એ બધું વિચારવાનું બંધ કરીને સોસાયટીમાં અંદર પ્રવેશી.

જેવી એ પ્રવેશી અને એ જેમાં આવી એ ગાડી ત્યાંથી નીકળી ગઈ. સુહાનીએ રેન્ટ પર ઘર રાખ્યું છે એ આ સોસાયટી અપર મિડલ ક્લાસ કહી શકાય. એમાં એને એનાં ઘર સુધી પહોંચતાં રસ્તામાં નજર પડી કે બહાર જેવી મર્સિડીઝ હતી એવી જ સેમ બે મર્સિડીઝ એક બંગલા આગળ ઉભી છે. એનું ધ્યાન અચાનક ગયું તો ગાડીનાં નંબરની એક જ સિરીઝ...424242

બીજી બે ગાડીમાં 424243, 424244 નંબર છે. સુહાની એ જોઈ જ રહી. કે આ સોસાયટીમાં એટલાં અમીર વ્યક્તિ પણ હશે જે એક નહીં પણ ત્રણ ત્રણ મર્સિડીઝ રાખી શકે !! આવાં નંબર તો કોઈ એક જ માલિકની ગાડીનાં હોઈ શકે...!!

ફરી એની નજર એ બંગલા પર ગઈ તો આજુબાજુ રહેલાં બધાં બંગલાની સરખામણીમાં એ બહું જ સરસ છે. સાંજે આવી ત્યારે એને થોડું અંધારું પણ થવાં આવ્યું હતું અને થાકને કારણે એવું કંઈ ધ્યાન નહોતું ગયું.

એની મેઈન ડૉર પર અચાનક નજર ગઈ તો પાછળથી એક વ્યક્તિને અંદર જતી દેખાઈ એ કદાચ એને ટેક્ષીમાંથી દેખાઈ રહેલી વ્યક્તિ જેવી જ લાગી.

આ જોઈને એને એક શાંતિ થઈ કે હું પણ બહું ઉંધુ ઉંધુ વિચારતી હતી એ વ્યક્તિ અહીં રહેતી હોય તો એ પણ મારી ગાડીની પાછળ પાછળ જ આવતી હોય ને...પછી મનોમન પોતે જ પ્રશ્નો કરીને પોતે જ સમાધાન કરતી પોતાનાં ઘર સુધી પહોંચી ગઈ.

સુહાનીએ વિચાર્યું હવે તો રસોઈ બનાવવી પડશે... લગભગ બધું લાવેલું છે...પણ અમૂક વસ્તુઓ માટે ઓનલાઈન માર્ટમાં ઓર્ડર કરી દઉં... અને અત્યારે જમવાનું પણ બહારથી મંગાવી દઉં એટલે આરામ પણ થઈ જાય...કાલથી રસોઈ અને મારું ઈમ્પોર્ટન્ટ કામ પણ અત્યારે થોડું પતી જાય.

એણે કપડાં ચેન્જ કરીને પછી બધું ફટાફટ કામ કરી દીધું અને એ લેપટોપ લઈને બેસી ગઈ...એણે પેનડ્રાઈવમાંથી બધો ડેટા ટ્રાન્સફર કર્યો. ને પ્લાન તૈયાર કરવાં બેસી ગઈ...!!

એક પછી એક ફાઈલ ખુલતી ગઈ. કંપનીનાં માલિક વિનોદ અગ્રવાલ, સીઈઓ પરમ અગ્રવાલ, મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ બક્ષી ( New appointed ), આસિસ્ટન્ટ ડિરેક્ટર જે.કે.પંડ્યા.... છેલ્લું નામ અને એનો ફોટો આવ્યો કે તરત સુહાની એને જોઈ જ રહીને બોલી...તો આ છે જે.કે.પંડ્યા...હવે મને યાદ આવ્યું....કહીને એણે એની સામે રેડપેનથી મોટું રાઉન્ડ કરી દીધું ને મનોમન હસવા લાગી....!!

સુહાનીને શું મળ્યું હશે ?? જે કે પંડ્યા સારી વ્યક્તિ હશે કે કોઈ વિલન વ્યક્તિ ?? શું એનાં દ્વારા એ અગ્રવાલ સુધી પહોંચી શકશે ?? મર્સિડીઝવાળી વ્યક્તિ એ કોઈ સોસાયટીમાં રહેનાર સામાન્ય વ્યક્તિ હશે કે પછી સુહાનીની ચકોર નજરે પારખેલો શકે સાચો નીકળશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૦.

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે........