એક દિવસ અરે.. ભાર્ગવી શું કરે છે તું??? તને ખબર છે ને મને પાણી થી પલળવું નથી ગમતું. ર્શમન એ કીધુ.
ભાર્ગવીએ કીધું અરે શું આટલો ડરપોક બને છે....અરે વરસાદ ની ઝરમર માં ભીંજાઈ તો જો.
ના મારે નથી ભીંજાવું.. તું પણ ગાડી માં બેસી જા.
પણ ... ભાર્ગવી કંઈ એમ હાર માને એવી નહોતી.
એણે યેનકેન પ્રકારે ર્શમન ને ગાડી બહાર પલળવા બોલાવી જ લીધો.
રીવરફ્રન્ટ પર એનાં જેવાં થોડા યુગલો હતાં પણ વરસાદ ની મજા એ લોકો જ લઈ રહયા હતા.
શરુઆત માં ર્શમન મ્હોં બગાડી નહાયો પણ ધીરે ધીરે એને વરસાદ નાં પાણીમા મજા પડી રહી હતી. અને બંને જણા ખૂબ મસ્તી કરી.
ભાર્ગવી અને ર્શમન આમ તો એક જ સોસાયટીમાં રહેતા હતાં .પણ ક્યારેય મળ્યા નહોતા. બંને જ્યારે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી કે બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા.
ર્શમન તો પહેલી વખત ભાર્ગવી ને જોતાં જ પ્રેમ માં પડી ગયો... એટલી રૂપરૂપના અંબાર જેવી... હરણી જેવી,, ચપળતાથી ભરેલી... કોલેજ ના કેમ્પસમાં જ જોઈ હતી અને પછી તો ખબર પડી કે એ તો એની જ સોસાયટીમાં રહે છે.
પછી તો પૂછવું જ શું!!
મમ્મી સાથે બેસીને આડીઅવળી વાતો કરતા કરતા પૂછી લીધું.. પેલી છોકરી કોણ છે? એનું નામ શું છે?? એ તો મારી જ કોલેજમાં ભણે છે.
અરે એતો આપણા નરોત્તમભાઈ પટેલ ની દિકરી છે. ખૂબ હોનહાર છે. એમનું ઘર આપણી પાછળ ની લાઈન માં છે.
એમને તો દિકરીને સાસરે મોકલી દેવી હતી .. ભણવા માટે ચોખ્ખી ના હતી..
પણ દિકરીને આગળ ભણવું હતું. એમને સીતાબેન એ ખૂબ સમજાવ્યા ત્યારે માન્યા. ભાર્ગવી પણ છે એવી હોશિયાર.
ઓહ તો મહોદયા નું નામ ભાર્ગવી છે... બીજા દિવસે ર્શમન વહેલો તૈયાર થઈ ગયો અને સોસાયટીના નાકે રાહ જોવા લાગ્યો.. ભાર્ગવી એનું એકટીવા લઈને નિકળી હતી અને એની પાછળ પાછળ.
આવું એક મહીના સુધી ચાલ્યું પણ હજુ સુધી વાત કરવાનો મોકો મળતો નહોતો કેમકે ર્શમન ખૂબ શરમાળ હતો એટલી બધી હિંમત નહોતી એનામાં કે સામેથી વાત કરવા જાય. નાહકનું પેલી અપમાન કરી નાખે તો?
પણ મહીના પછી કોલેજથી પાછાં આવતાં ભાર્ગવી નું એકટીવા બંધ પડ્યું.. આજુબાજુ કોઈ નહતું.. ર્શમન ને તો આ તક ઝડપી લેવી હતી તરત ગાડી ઉભી રાખી અને કહ્યું "મેં આઈ હેલ્પ યુ".
ભાર્ગવી ને તો અત્યારે ખરેખર મદદ ની જરૂર જ હતી એટલે એણે પણ કશું કહ્યું નહીં અને તરત જ એકટીવાની ચાવી આપી દીધી અને એ દિવસે બંને જણા ખાલી નામની આપલે કરી.
અને પછી તો ભાર્ગવી અને શર્મન કોલેજમાં સાથે સામસામે આવી ગયા.... ત્યારે ભાર્ગવી સામેથી જ કહ્યું અરે તમે અહીંયા? તમે આજ કોલેજ માં છો? ર્શમન એ કીધું હાં હું કોલેજના બીજા વર્ષમાં ભણું છું. ઓહો! પછી તો ભાર્ગવી એ ઘણી બધી વાત કરી શર્મન સાથે. અને વાત વાતમાં ખબર પડી કે એ પણ એની સોસાયટીમાં જ રહે છે.
આપણે આગળ જોયું કે ભાર્ગવી અને શર્મન એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા.
ભાર્ગવી ભણવામાં હોશિયાર હતી પણ બીજી કોઈ બાબતમાં એને સૂઝ નહોતી.
આ બાજુ શર્મન રોજ કશ્મકશ વરચે અટવાયેલો રહેતો. ક્યારે ભાર્ગવી ને પ્રપોઝ કરે!!!
એક દિવસ એનામાં હિંમત આવી પણ ગઈ પણ...એ હજુ ભાર્ગવી ને લઈને કશું પણ જાણતો નહોતો. એ તો બસ એને જોઈને ઘાયલ થયો હતો.
કોલેજ છૂટવાના સમયે કોરિડોરમા ભાર્ગવી સામેથી આવતી દેખાઈ કે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી અને હિંમત ભેગી કરીને એની સાથે વાત કરવા ઊભો રહ્યો... અને ... ધબકતા હ્રદય પર હાથ મૂકી એને પૂછ્યું... તું મારી બેસ્ટ ફ્રેન્ડ બનીશ?
ખબર નહીં શું થયું... એક પળ માટે ભાર્ગવી ને શું સંભળાઈ ગયું જાણે!
એ કંઈ પણ જવાબ આપ્યા વગર બસ ત્યાંથી ફટાફટ દોડીને પાર્ક કરેલાં એકટીવા પાસે ગઈ અને સીધી ઘરે પહોંચી.
આ બાજુ શર્મન તો અવાચક બની ઊભો રહ્યો... ક્યાંય સુધી..
એક તો એને પોતાના પર આવી વાત કરવા માટે વિશ્વાસ લાવવો, એમાંય માંડ માંડ હિંમત ભેગી કરીને... હવે ખબર નહી.. એનાં મનમાં શું ચાલી રહ્યું હશે??
મેં કોઈ ભૂલ તો નથી કરીને? સોસાયટીમાં કોઈને કહેશે અને મારાં ઘરે કહેશે તો??? નાહકમા ઘરમાં ફજેતો થશે..
હવે શું કરવું?? કાલ સુધી રાહ કેવી રીતે રાહ જોવાશે?? આવી બધી કશ્મકશ વરચે શર્મન ઘરે જવા નીકળ્યો.
આ બાજુ ભાર્ગવી એ કંઈ કેટલાય વિચારો કરી લીધાં હતાં... કેમકે એની મમ્મી પપ્પા એ એને શિક્ષા આપી હતી કે કોઈ પણ છોકરો કોઈ અજૂગતી વાત કરે તો ઘરે તરત જાણ કરવી....
આપણે આગળ જોયું કે ભાર્ગવી અને શર્મન એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા.
ભાર્ગવી ભણવામાં હોશિયાર હતી પણ બીજી કોઈ બાબતમાં એને સૂઝ નહોતી.
આ બાજુ શર્મન રોજ કશ્મકશ વરચે અટવાયેલો રહેતો. ક્યારે ભાર્ગવી ને પ્રપોઝ કરે!!!
એક દિવસ એનામાં હિંમત આવી પણ ગઈ પણ...એ હજુ ભાર્ગવી ને લઈને કશું પણ જાણતો નહોતો. એ તો બસ એને જોઈને ઘાયલ થયો હતો.
કોલેજ છૂટવાના સમયે કોરિડોરમા ભાર્ગવી સામેથી આવતી દેખાઈ કે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી અને હિંમત ભેગી કરીને એની સાથે વાત કરવા ઊભો રહ્યો... અને ... ધબકતા હ્રદય પર હાથ મૂકી એને પૂછ્યું... તું મારી બેસ્ટ ફ્રેન્ડ બનીશ?
ખબર નહીં શું થયું... એક પળ માટે ભાર્ગવીને.. શું સંભળાઈ ગયું જાણે!
એ કંઈ પણ જવાબ આપ્યા વગર બસ ત્યાંથી ફટાફટ દોડીને પાર્ક કરેલાં એકટીવા પાસે ગઈ અને સીધી ઘરે પહોંચી.
આ બાજુ શર્મન તો અવાચક બની ઊભો રહ્યો... ક્યાંય સુધી..
એક તો એને પોતાના પર આવી વાત કરવા માટે વિશ્વાસ લાવવો, એમાંય માંડ માંડ હિંમત ભેગી કરીને... હવે ખબર નહી.. એનાં મનમાં શું ચાલી રહ્યું હશે??
મેં કોઈ ભૂલ તો નથી કરીને? સોસાયટીમાં કોઈને કહેશે અને મારાં ઘરે કહેશે તો??? નાહકમા ઘરમાં ફજેતો થશે..
હવે શું કરવું?? કાલ સુધી કેવી રીતે રાહ જોવાશે?? આવી બધી કશ્મકશ વરચે શર્મન ઘરે જવા નીકળ્યો.
આ બાજુ ભાર્ગવી એ કંઈ કેટલાય વિચારો કરી લીધાં હતાં... કેમકે એની મમ્મી પપ્પા એ એને શિક્ષા આપી હતી કે કોઈ પણ છોકરો કોઈ અજૂગતી વાત કરે તો ઘરે તરત જાણ કરવી....
ભાર્ગવી જેવી ઘરે પહોંચી એવી તરત એની મમ્મી સાથે વાત કરી કે મને આજે આપણી સોસાયટીમાં રહેતો છોકરો જેનું નામ શર્મન છે એણે મને કોલેજમાં પરિસરમાં ઉભી રાખી અને આવું કહ્યું.
એની મમ્મી ટેન્શનમાં આવી ગઈ અને કહ્યું કે કોણ છે ?બતાવજે મને અને કાલે આપણે એને મળવા જઈશું તું કોલેજમાં કઈ દેજે કે છૂટયા પછી આપણે આ જગ્યાએ મળીશું અને હું ત્યાં આવી જઈશ.
બીજા દિવસે કોલેજમાં આવી તો ભાર્ગવી એ શર્મનને કીધું કે આજે છુટયા પછી આપણે આ જગ્યાએ મળીએ ,,, શર્મનને થયું કે કદાચ એને કાલ ની કોઈ વાત કરવાની હશે ?એટલે એણે હા પાડી અને છૂટયા પછી રેસ્ટોરન્ટમાં મળવાની વાત થઈ. એ પણ જે ભાર્ગવી નક્કી કરી હતી એ જગ્યા હતી અને ત્યાં એની મમ્મી સમયસર આવી પહોંચી હતી .બંને જણા ત્યાં ઉભા હતા અને ત્યાં જ એની મમ્મી આવી. આવી ને કશું જ જાણ્યા વગર શર્મનને બહુ બધી વાતે ખખડાવ્યો તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને આવું પૂછવાની. મારી દીકરી થી દૂર રહેજે.. વગેરે વગેરે વગેરે.
બિચારો શર્મન એક પણ અક્ષર બોલ્યા વગર સોરી કહી ને પાછો આવી આવી ગયો ઘરે. અને આબાજુ ભાર્ગવીની મમ્મીએ પંદર દિવસ માટે ભાર્ગવી ની કોલેજ બંધ કરાવી દીધી અને માત્ર પરીક્ષા આપવા જવાનું નક્કી કર્યું.. એની મમ્મીએ વિચાર્યું કે છોકરા ના ઘરે કહેવા જેવું છે.. પણ પછી થયું કે નાહકની સોસાયટીમાં ચર્ચા થશે અને જો હવે ફરી એ કંઈકરે તો ફરી ચોક્કસ આપડે એમના ઘરે કહેવા જઈશું પણ ફરી એવી કોઈ ઘટના ઘટી નહીં.
કોલેજનાં ત્રણ વર્ષ બંને જણા સામે સામે થાય તો પણ જોવાની. બીજાની સામે.... શર્મન પણ પોતાના ઉપર કાબુ રાખી અને પોતાના ભણવામાં વયસ્ત થઈ ગયો. અને એ એક પણ વાર ભાર્ગવી સાથે વાત કરવા પણ ના ગયો. હવે જ્યારે કોલેજના છેલ્લા દિવસો બાકી હતા ત્યારે ભાર્ગવી ને થયું કે મેં ખોટું કર્યું છે મારે આવું નહોતું કરવા જેવું.
ભાર્ગવી ને હવે ધીરે ધીરે શર્મન ગમવા લાગ્યો હતો ..અથવા તો છોકરીઓમાં એવું કંઈ લાગણી તત્વ નજરમાં હોય છે કે જ્યારે એને કોઈ એવોઈડ કરે ત્યારે વધારે આકર્ષિત થાય છે એ વ્યક્તિ પ્રત્યે . એવું જ કોઈ કારણ ભાર્ગવી સાથે બની ગયું અને એ ખરેખર મ
શર્મનના પ્રેમમાં પડી ગઈ આ બાજુ શર્મન તો એને પ્રેમ કરતો જ હતો અને એને નક્કી કરી રાખ્યું હતું મનોમન કે હું એના સિવાય બીજા કોઈ સાથે મેરેજ કરીશ નહીં.
આમને આમ કોલેજ પણ પૂરી થઈ જાય છે કોઈ હિંમત કરતું નથી હવે ભાર્ગવી હોશિયાર હતી તો એમ. કોમ ના વર્ગમાં દાખલ થાય છે. અને શરમન એના પપ્પાના બિઝનેસમાં જોડાઇ ગયો હોય છે. પહેલેથી એ લોકો પૈસે ટકે સુખી હતા. અને બીજી કોઇ ખરાબ વ્યસન એનામાં
હતાં નહીં.. આ બધું જ ધ્યાન ભાર્ગવી પણ રાખતી હતી કે એને કોઈ બીજી છોકરી સાથે કઈ છે કે વગેરે વગેરે.
હવે ભાર્ગવી જ શર્મનને મળવા માટે ઉતાવળી થઇ ગઈ . એને એની બહેનપણી ને વાત કરી કે આવું આવી રીતના થયું હતું અને હવે મને એ ગમવા લાગ્યો છે.. ત્યારે બેનપણીઓ સપોર્ટમાં આવી અને કહ્યું કે તું એડ્રેસ આપ અમે લોકો ત્યાં જઈશું એની ઓફિસે અને અમે વાત કરશું.. હવે ભાર્ગવી એના મમ્મી વિરુદ્ધ કામ કર્યું અને બહેનપણીને કહ્યું કે મને બહુ ખબર નથી પણ હું સોસાયટીમાંથી કોઈને પૂછીને તપાસ કરી.
આ બાજુ બહેનપણીઓ એમનું કામ પાર પાડ્યું અને શર્મન ને અને કહ્યું કે ભાર્ગવીને તારું કામ છે તો પહેલા તો શર્મને ના પાડી કે ના હવે શું કામ છે? મારે કઈ મળવું નથી એને .પણ જ્યારે બહેનપણી ને સમજાવ્યું કે ના એ હવે એના મમ્મી ને લઇ નથી આવવાની એક બીજી જ વાત છે.. ત્યારે શર્મનને નક્કી કર્યું કે સારું મળવા આવીશ અને....... એ .......દિવસ.... પણ આવી ગયો બેનપણી ની હાજરીમાં જ શર્મન ને ભાર્ગવીનુ મિલન થયું અને બંનેના હૈયાની વાત એકબીજાને જણાવી.
અને તે ઘડી પણ આવી ગઈ કે બે વર્ષ બંને જણા ખૂબ સમજી વિચારીને આગળ વધ્યા અને ઘરમાં પણ પોતાને એકબીજાને ગમે છે હિંમતથી વાત કરી અને આજે તેમની સગાઇ થઇ હતી અને ટૂંક સમયમાં જ બંને લગ્નગ્રંથીથી જોડાવાના છે.
આજે વરસાદી માહોલ હતો અને બંને જણા ભીંજાઈ રહ્યા હતા રિવરફ્રન્ટ ઉપર અને આજે એમને જે વર્ષો ગુમાવ્યા એનો અફસોસ કરી રહ્યા હતા.
રુપ ✍️