પગરવ
પ્રકરણ – ૧૬
સુહાનીનાં પરિવાર અને નજીકનાં સ્વજનોની સાથે મેડિકલ હેલ્પ ટીમ દ્વારા સવિતાબેનને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. એમનામાં કોઈ એવાં ચાલી રહેલી તફલીકો જેવાં કોઈ લક્ષણો નથી દેખાતાં આથી એમને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં. બસ એમને ધમધોખતો તાવ ને આખાં શરીર પર ઢીમચા થઈ ગયાં ... કેટલાંય ઇન્જેક્શન અપાયાં. સતત ચાલું રહેતાં પાણીનાં પોતાં છતાંય તાવ ઉતરવાનું નામ જ નથી લેતો. ન ઇચ્છવા છતાં કેટલાંય સ્ટીરોઈડ ઇન્જેક્શન આપવા છતાં એ ઢીમચા કેમ કરીને ઓછાં નથી થઈ રહ્યાં.
ડૉક્ટરોની ટીમને પણ કંઈ સમજાતું નથી. બસ એમનાં મુખે એક જ સ્મરણ છે સમર્થ અને સૌનક...બસ આખો દિવસ સુહાની સાથે એમનાં બહેન સાથે એ જ વાતો કર્યાં કરે...!! છેલ્લે એકવાર એમને પણ આ રોગનો ચેપ નથી લાગ્યો એ ચેક કરવા માટે ટેસ્ટ કરાયો તો એમનો ટેસ્ટ પણ પોઝિટિવ નીકળ્યો. પછી ખબર પડી કે ધીમેધીમે હવે આવાં લક્ષણો પણ લોકોમાં આવવાં લાગ્યાં છે... માનસિક અસર પણ થવાં લાગી છે...પણ જે લોકો કંઈ પણ ચિંતામુક્ત ખુશમિજાજી હોય એ લોકોને રિકવરી પણ આવવાં લાગી. સુહાની આ માટે સવિતાબેનને માનસિક તણાવમાંથી બહાર લાવવા પોતાનું દુઃખ ભૂલીને એમનાં માટે બધું જ કરી રહીં છે.
સવિતાબેન માટે એ ખોટો સમર્થનો અવાજ કરીને એક છોકરાની જેમ ફોન પર વાત પણ કરી લે છે પણ એમને તો બસ સમર્થને જોવો છે...એમનો ટેસ્ટ પોઝિટિવ આવતાં સુહાનીનો અને એમની બહેનનો પણ ટેસ્ટ કરાયો એમનાં રિપોર્ટ નોર્મલ આવતાં એમને ત્યાંથી દુર મોકલવામાં આવ્યાં....
આખરે લગભગ એક મહિના પછી એમની તબિયત સુધરી ગઈ પણ એમની માનસિક સ્થિતિ ત્યાં જ અટકી ગઈ...બસ ત્યાં જ એમની જિંદગી અટકી ગઈ...!! એમનાં ભાઈ બહેનોએ એમને એમનાં ઘરે રહેવા કહ્યું પણ એ તો ના જ પાડીને જીદૃ કરી રહ્યા છે. કોઈનું માનવાં તૈયાર નથી. એ એક જ વાત વારંવાર કહી રહ્યાં છે કે સમર્થ આવશે અને ઘર બંધ જોઈને એ પાછો જતો રહેશે તો...ધીમે ધીમે એમણે સૌનકભાઈનાં મૃત્યુની વાત સ્વીકારી તો ખરાં પણ એક નાના બાળકની જેમ... થોડીવારમાં હા કહે ને થોડીવારમાં એમને મલવા માટે ધમપછાડા કરી દે...!!
આવી સ્થિતિમાં એમને એકલાં મૂકવાં પણ કંઈ રીતે ?? ગામમાં પણ ઘણાં લોકો આમાં મૃત્યુ પણ પામ્યાં તો ઘણાંએ એની સામે જંગ જીતી પણ લીધી...એમને આવી માનસિક સ્થિતિમાં અહીં એકલાં રાખવાં પણ કેમ ?? અને કોઈ એમની સાથે રોજ થોડું રહે...!!
એ દરમિયાન અમેરિકાએ પોતાના સમાચારો અને ખબરો દુનિયાને આપવાનું શરું કર્યું. એણે નફ્ફટાઈથી જાહેર કર્યું કે " અમારી સાથે આવું કરનાર ઈન્ડિયન અને રશિયન લોકોને અમે અમેરિકાની બહાર નહીં નીકળવા દઈએ...પરિવારજનો એમનું અંતિમ દર્શન પણ નહીં કરી શકે...કોઈને પ્રત્યક્ષ રીતે મારવામાં નહીં આવે પરંતુ એવી સ્થિતિ કરવામાં આવશે કે એ પોતે મારવાં માટે અમને આજીજી કરશે...આજે અમેરિકા મહાસત્તા છે એ પોતે બતાવીને રહેશે...અને ખાસ બ્રેકિંગ ન્યુઝમાં ન્યુઝ આવી રહ્યાં છે કે વોશિંગ્ટન, ન્યુયોર્ક અને લંડનમાં રહેલાં ઈન્ડિયનો અને રશિયનો તો લગભગ પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે...હવે એમાંથી કોઈનું બચીને નીકળવું બહું મુશ્કેલ છે...સાથે જ ન્યુઝમાં વિડીયોઝ પણ એવાં ઘણાં ભારતીયોનાં ફસાયેલી આને રોકકળ કરતી દયનીય હાલતમાં બતાવી રહ્યા છે. આજ સુધી અસંખ્ય ભારતીયોનું સપનું ભણીગણીને અમેરીકામાં સેટલ થવાનું હોય એમાં પણ બધાં દેશોમાં પરિવાર સાથે કાયમ માટે સેટલ થવા અમેરિકા વર્ષોથી ભારતીયોનું સૌથી પ્રિય રહ્યું હોવાથી અમેરિકામાં રહેનારાં ભારતીયોની સંખ્યા બહું મોટાં પ્રમાણમાં હતી.
લોકોએ ભારતની કેન્દ્ર સરકારને વિનંતી કરી કે એ અમેરિકન ગવર્નમેન્ટ સાથે કોઈ પણ પ્રકારે શાંતિ બેઠક કરી વિશ્વશાંતિ માટે વાટાઘાટ કરે અને આપણાં નિર્દોષ ભારતીયોની જાન બચાવે..એમની સાથે કોઈ પણ પ્રકારે સંપર્ક કરી શકાય એવી કોઈ વ્યવસ્થા કરી આપે...!!
કેન્દ્ર સરકારે પણ ઘણા પ્રયાસો કર્યાં પણ ચીને વળી અવળી બાજી રમીને બાહ્ય રીતે અમેરિકાને સપોર્ટ આપીને ફરી ભારત અને રશિયા વિરૂદ્ધ ઉશ્કેરણી કરી....ચીને સાયલન્ટ કિલર બનીને આખી દુનિયાની શાંતિને તહેસનહેસ કરી નાખી. આખી દુનિયાને એક ષડયંત્રમાં ફસાવનાર ચીન મુક્ત રીતે ફરીને એની મજા માણી રહ્યું છે... અવશ્ય વૈશ્વિક મહામારીએ એનાં અસંખ્ય ચીનીઓને ઝપેટમાં લીધાં છે છતાં એની વિશાળ વસ્તીમાં જાણે એને એવો કોઈ ફરક નથી પડી રહ્યો જ્યારે ભારતની સરકાર લોકો સાથે મળીને એને રોકવા અથાક મથામણ કરી રહી છે... પોતાનાં લોકો માટે એણે આર્થિક સ્થિતિને પણ દાવ પર લગાડવાની તૈયારી કરી દીધી છે.
અમેરિકાએ ભારતની કોઈ પણ વાટાઘાટો કે શાંતિ પ્રસ્તાવ માન્ય ન રાખ્યો... વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે પૂરી દુનિયામાં... ઘણાંય નિર્દોષ દેશો અને લોકો આમાં ભોગ બની ગયાં છે....છેલ્લે અસંખ્ય ભારતીય સ્વજનોએ સ્વીકારવું પડ્યું કે હવે એ લોકો પોતાનાં સ્વજનોને ફરી ક્યારેય નહીં મળી શકે !!
ઘણાં દિવસો આ બધું ચાલ્યું પછી આખરે બધું ધીમું પડવાની શરુઆત થઈ લગભગ ચારેક મહિના પછી ફરી બધું ધીમેધીમે ધંધા રોજગાર શરું થયાં... નવાં લોકો આમાં સપડાવાનું નહિવત્ બની ગયું...લાઈન ઓફ ટ્રીટમેન્ટ એક પ્રોપર બની....!!
સવિતાબેનને એમનાં ભાઈને લોકો એમનાં ઘરે લઈ ગયાં છે પણ એમની હંમેશા એક જ જીદ ચાલું છે કે એમને ડભોઈ પોતાનાં ઘરે જવું છે...બહું કોઈને એમની સ્થિતિ જોઈને દયા આવી જતી. કોઈનાં પણ મોઢે કલ્પી નથી શકાતું કે સવિતા જેવી બાહોશ, હોશિયાર આધુનિક સ્ત્રીની આવી દયનીય સ્થિતિ પણ થઈ શકે.
સવિતાબેન એક એવી વ્યક્તિ છે કે એણે જન્મથી હજું સુધી ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ જોયું જ નથી. પિતાનો સારો ખાનદાની સુખી સંપન્ન પરિવાર, પાણી માગે તો દૂધ હાજર થાય.. ભણીગણીને સાસરે આવી ત્યાં સૌનક જેવો સમજણો, પ્રેમાળ, એને સાચવાનાર પતિને સાસરીવાળા પણ એટલાં જ પ્રેમાળ ને સમજું...કોઈ વાતની નહોતી કમી..ન પૈસાની કે ન પ્રેમની...ખોબલે ખોબલે બધું મળ્યાં જ કરતું...વળી દેહ પણ એવો સુંદર કે કોઈને પણ ગમી જાય...ને લગ્નનાં દોઢ વર્ષમાં સરકારી સારી એવી નોકરીને પછી એક વર્ષમાં જ પહેલે ખોળે રૂડાં ગુણવાન સમર્થનો જન્મ..!!
સવિતાની એક જ બાળકને સુંદર રીતે ઘડતર કરવાની સવિતાની ઈચ્છાને પણ સૌ પરિવારજનોએ વધાવી લીધી..ને ધીમે ધીમે નટખટ સમર્થ પણ આ જાહોજલાલીમાં માતાપિતાની પ્રેમાળ છાયામાં મોટો થતો ગયો. પોતાનાં ત્રણ ત્રણ તો ઘર છે... ગામનું ઘર પણ જૂનું હતું એ પણ વિશાળ સુંદર બંગલો બનાવી દીધું સમર્થનાં લગ્ન કરવાં માટે.... નાતમાં સૌ કોઈ કહેતાં કે સવિતા જેવું નસીબદાર તો કોઈ જ હોય... ગયાં ભવમાં આખાં ચોખા પૂજ્યા લાગે છે...કે આવું સુંદર જીવન મળ્યું છે. ને અચાનક શું થયું ?? જાણે કોઈની નજર લાગી ગઈ....એક સાથે બધું જ છીનવાઈ ગયું...પોતાનો સુંદર પ્રેમ કરનાર પતિ...જીવથી વ્હાલો એકનો એક પુત્ર....અરે !! ઘરની લક્ષ્મી બનીને આવનાર સુહાની જેવી સર્વગુણસંપન્ન વહુ પણ હવે કોનો હાથ પકડીને એનાં પ્રેમભર્યા આંગણમાં પ્રભુતામાં પગલાં પાડીને આવે...!!
સવિતા એનાં ભાઈનાં ઘરે જતી રહી પછી સુહાની માટે જાણે સમર્થનું ઘરનું આંગણું હંમેશાં માટે બંધ થઈ ગયું. બધાં એને સમજાવવા લાગ્યાં કે તું આટલું બધું સાંભળે છે ન્યુઝમાં, હવે કોઈ ભારતીય અમેરિકાનાં આ પ્રકોપમાંથી નથી બચ્યું શકું...સમર્થ પણ આમાં જ કદાચ...!!
સુહાની એ શબ્દોને વાક્યો બનીને પૂરાં જ ન થવાં જ નથી દેતી. હવે સમર્થ વિશે કંઈ પણ તપાસ કરવી એ એનું મિશન બની ગયું છે... થોડાં દિવસમાં જોબ શરું થતાં કંપનીમાંથી હાજર થવા માટે ફોન આવવાં માંડ્યાં. થોડાં દિવસ તો સુહાની તૈયાર ન થઈ...પછી એક દિવસ અચાનક એને મનોમન નિર્ણય કર્યો... હિંમત એકઠી કરીને એણે ઘરે સામેથી કહ્યું કે એ પુના જોબ માટે ફરી જશે...
સુહાનીને આમાંથી બહાર કાઢવા માટે એનો આ સામેથી નક્કી કરેલો નિર્ણય સાંભળીને બધાંને થોડીક શાંતિ થઈ કે એ કદાચ ફરી જોબ શરું કરશે તો રૂટિન લાઈફમાં આવી શકશે અને પોતાની નવી જિંદગી શરું કરવાનું બળ મેળવી શકશે...આથી કોઈએ પણ એનાં આ નિર્ણયને ના ન કહી આપે પ્રેમથી જવાં માટે સંમતિ આપી.
આ વખતે જનાર સુહાની એક નવું જોમ લઈને પૂના જઈ રહી છે...સમર્થ વિના એકલાં અટૂલા શહેરમાં એક નવી લડત લડવા માટે નીકળી રહી છે. જે ઘરમાં એ સમર્થ સાથે નવદંપતી તરીકે પગલાં માંડવાની હતી..એની નવી પ્રેમની દુનિયા રચવાની હતી ત્યાં જ એ પોતે એકલી રહીને એનાં એક નવાં મિશનને પૂર્ણ કરશે એવી શ્રદ્ધા સાથે જવાની તૈયારી કરવાં લાગી...
વીણાબેન અને અશોકભાઈ પહેલીવાર સમર્થ સાથે જતી સુહાની જેનામાં એક નાદાની, સમર્થ પ્રત્યે છલકતો અનહદ પ્રેમ અને એનાં પરનો અતૂટ વિશ્વાસ હતો એ કોઈ પણ વસ્તુમાં વણવિચારે પણ કહી શકતી હતી કે , "કંઈ નહીં મમ્મી એ તો હું પછી ત્યાંથી લઈ લઈશ...સમર્થ છે ને પછી શું ચિંતા ?? એ મારી સાથે છે ને તમે મારી રતિભાર પણ ચિંતા છોડી દો એ મને કંઈ જ નહીં થવાં દે..."
અને આજે જનાર સુહાની એક સ્મિતવિહોણી, જાણે મેચ્યોર બની ગયેલી ઘડાયેલી યુવતી એક એક વસ્તુને સંભાળીને પોતાનાં સામાનમાં પેક કરી રહી છે....!! આ દ્રશ્યને જોઈને વીણાબેન અને અશોકભાઈ ઘરનાં એક ખૂણે છુપાઈને પોતાનાં ચોધાર આંસુ આવતાં રોકી ન શક્યાં....!!
બસ બે જ દિવસમાં સુહાની પોતાનાં વ્હાલાં કાનાજીનો ફોટો બેગમાં મૂકીને માતાપિતાનાં આશીર્વાદ લઈને ફરીથી એકવાર પોતાનાં પ્રેમ વિનાની એ ધરતી પર કદાચ એ જ ખોવાયેલાં પ્રેમને શોધવાં પૂનાની એ આધુનિક ધરતી પર ફરીથી પહોંચી ગઈ !!
શું સુહાની પોતાની નવી સફર પુનામાં શરું કરી શકશે ?? એનું સમર્થને શોધવાનું લક્ષ્ય સફળ થશે ?? મિસ્ટર અગ્રવાલનાં ઈરાદાઓને એ પકડી શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૭
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....