આધે અધૂરે - 1 Desai Dilip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધે અધૂરે - 1

આરોહી કંઈક ચિંતા માં હતી અને તેના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હત

(માયાવી જંગલ ના સાથે જ હું આ પ્રેમ આધારિત કહાની રજૂ કરું છું તો તમે બંને નવલકથાઓ જરૂર થી વાંચજો)

"આખો દિવસ શુ ખોવાયેલી રહે છે તું આરોહી" આરોહી ના રૂમ માં પ્રવેશ કરતા આરોહી ની મમ્મી દામિની એ કહ્યું

"કઇ નહીં મા.. તું કેમ આવી અહીં એ તો કે" આરોહી એ કહ્યું

"હું તો તને નાસ્તો કરવા બોલાવવા આવી છું ચાલ તારા પપ્પા તારી રાહ જોવે છે"

આરોહી તેની મમ્મી સાથે નાસ્તો કરવા જવા લાગે છે ત્યારે જ તેના ફોન ની રીંગટોન વાગે છે આરોહી દામિની સામે જોવે છે જાણે તેની મંજૂરી માંગતી હોય Call Attend કરવા માટે.

"ઉપાડી લે Call' દામિની એ કહ્યું

"Hello,આરોહી તારા માટે મારી પાસે એક બઉ જ સારી ખુશખબરી છે" મોબાઈલ ના બીજે છેડેથી આરોહી ની ફ્રેન્ડ માયા બોલી

"માયા,માયા જરા શ્વાસ લઈ લે તું શું બોલે છે ! ખુશખબર તો સારી જ હોય ને એમ વધારે શુ અને ઓછું શુ" આરોહી માયાની મજાક ઉડાવતા બોલી

" હાહા.. Very Funny," માયા કટાક્ષ માં બોલી

"હવે બોલવાનું કષ્ટ કરીશ કે હું ખુશખબરી છે"

"હા જરૂર! તો ખુશખબરી એ છે કે તારા માટે એક નવી જોબ મેં શોધી કાઢી છે"

"સાચું! તને ખબર નથી તું એ મારી કેટલી મદદ કરી છે" આરોહી ખુશ થઈને બોલી

"સારું સારું બેન હવે વધારે Thank You ના બોલ અને 1 કલાક પછી તું મને કોફી શોપ પર મળજે ત્યાં હું તને બાકી details બતાવી દઈશ"

આરોહી - Ok Byy

"કોનો Call હતો આરોહો જે તું આટલી ખુશ થઈ ગઈ" દામિની એ આરોહી ને પૂછ્યું

આરોહી બધી વાત દામિની ને જણાવે છે, આખી વાત જાણીને દામિની પણ ખૂબ જ ખુશ થાય છે

(આરોહી એક અપ્સરા જેટલી જ સુંદર છોકરી જેના માટે એના મમ્મી અને પપ્પા જ આખી દુનિયા છે તેમના માટે જ તે કંઈક ને કંઈક કરતી જ રહે છે જેથી તેના માતાપિતા ખુશ રહે પણ તેની પોતાની જિંદગી માં તે એક એવી લડત લડી રહે છે જેના વિશે દામિની માયા કે આરોહી ના પિતા કશું જાણતા નથી)

1 કલાક પછી આરોહી અને માયા કોફી શોપ માં મળે છે

"જો આરોહી આ છે પારેખ Industries જેમાં તને એક Manager ની પોસ્ટ માટે સિલેક્ટ કરી લેવામાં આવી છે" પોતાના મોબાઈલ માં ફોટો દેખાડતા માયા આરોહી ને કહે છે

"પણ મેં તો ના કોઈ intereview આપ્યું છે કે ના કોઈના સાથે મિટિંગ તો મારુ સિલેકશન થયું કેવી રીતે" આરોહો આશ્ચર્યજનક થઈ બોલી

"અરે તે કૉલેજમા એક સ્પીચ આપી હતી ને એ જ વીડિયો મેં આ લોકોને મોકલી હતી અને એમને તારી બોલવાની કલા ખૂબ જ પસંદ આવી અને તને કાલે થી જ આ કમ્પની જોઈન કરવા કહ્યું છે"

"આટલું બધું થઈ ગયું અને તું હોવી મને જણાવે છે" આરોહી એ માયા ને કહ્યું

"પહેલા તને બધું જ જણાવ્યું હોત તો તને સરપ્રાઇઝ કેવી રીતે આપત હું"

"સરપ્રાઇઝ સરપ્રાઇઝ આખો દિવસ!! By the Way આ કંપની નો માલિક કોણ છે"

" ઉત્કર્ષ પારેખ " માયા

ઉત્કર્ષ પારેખ નું નામ સાંભળીને જ આરોહી એકાએક ચોંકી ગઈ

" શુ! ના પાડી દે એમને હું આ જોબ નહીં કરું મારે નથી કરવી આ જોબ" આરોહી ખુરશીમાં થી ઉભી થઈને બોલી

"પણ કેમ આરોહી"

" જેમ કે તને તો કઈ ખબર જ નથી, માયા તું તો બધું જાણતી હોવા છતાં આ ભૂલ કેવી રીતે કરી શકે છે"

"ઓહ Come on આરોહી હું જાણું છું કે 3 વર્ષ પહેલા તું અને આ ઉત્કર્ષ બંને રિલેશનશિપમાં હતા પણ એ વાત ને હવે 3 વર્ષ થઈ ગયા છે હવે તારી અને એની લાઈફ સાવ અલગ છે અને તને કેમ ફરક પડે છે આ વાત થી"

"ફરક નથી પડતો માયા પણ હું એને ભૂલી ને આગળ વધવા માંગું છું, જો હું આ જોબ પર લાગી જઉ તો મારે એની સાથે રોજ મળવાનું થશે અને હું એ થવા દેવા નથી માંગતી "

"આ જોબ જ તારા માટે એકમાત્ર રસ્તો છે ઉત્કર્ષ ને ભૂલવાનો કેમ કે આ કંપની માં કાલ થી તું ઉત્કર્ષ પારેખ ને નહીં પણ આ કંપની ના માલિક ને મળીશ" માયા એ આરોહી ને સમજાવી ને કહ્યું

પણ...

" પણ વણ કઈ નહીં અને હું તો છું જ ને તારી સાથે ચિંતા ના કરે એક દમ રિલેક્સ થઈ જા" માયા એ આરોહી ને આશ્વાસન આપ્યું

"ઠીક છે તું કહે છે તો માની જાઉં છું હું' આરોહી એ કીધું

( આરોહી અને ઉત્કર્ષ 3 વર્ષ પહેલાં સુધી એક બીજા ને ખૂબ જ પ્યાર કરતા હતા અને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પણ કંઈક એવું બને છે જેથી બંને એક બીજા થઈ દૂર થઈ જાય છે આજ 3 વર્ષ પછી કિસ્મત ફરીથી બંને ને એક સાથે લાવી રહી છે)

એક આલીશાન કાર માંથી 24 વર્ષ નો યુવાન બહાર આવે છે જેને મોંઘી Watch પહેરી છે અને કપડાં પણ કોઈ હીરો થઈ કમ નથી

"Good Afternoon બેટા " ઉત્કર્ષ ના પિતા રાજવીર પારેખ બોલ્યા

"Good Afternoon Dad" ઉત્કર્ષ

"શુ વાત છે બેટા આજ આમ અચાનક બપોરે" ઉત્કર્ષ ની માતા રેશ્મા બોલી

"બસ મા આજે ઑફિસ માં કામ ઓછું હતું તો આવી ગયો જલ્દી" ઉત્કર્ષ બોલ્યો

"અને ભાઈ તમને કાલે કોઈ નવી Manager જોઈન કરવાની છે એની માહિતી મળી?" ઉત્કર્ષ નો નાનો ભાઈ સક્ષમ બોલ્યો

"ના સક્ષમ મને તો માત્ર એટલી જ ખબર છે કે નવી મેનેજર આવે છે પણ એ કોણ છે એના વિશે I Have No Idea

સક્ષમ " વાંધો નઈ આ લો આ એ છોકરી નો બાયોડેટા અને એક વિડિઓ પણ છે સાથે"

ઉત્કર્ષ "Okk હું મારા રૂમ માં જાવ છું ત્યાં જ જઈને જોઈ લઈશ"

ઉત્કર્ષ બાયોડેટા અને વિડિઓ જોવે છે એન તે પણ આરોહી ને જોઈને આશ્ચર્ય અનુભવે છે

"આરોહી જોશી ! આના વિશે મારા કરતાં સારી રીતે કોણ જાણી શકે છે" હાસ્ય કરીને ઉત્કર્ષ બોલ્યો અને આ વાત માં વધારો કરતા તે બોલ્યો "આવ આરોહી આવ હવે હું તને બતાવીશ કે હું તારા વગર કેટલો ખુશ છું "

આટલું બોલી ઉત્કર્ષ થોડી હાસ્ય કરે છે અને ફરીથી આરોહી નો વિડિઓ જોવા લાગે છે

આગળ ના ભાગ માં જોવો કે

શુ કારણ હતું આરોહી અને ઉત્કર્ષ ના જુદા થવાનું?

કેવી રહેશે આ બને ની 3 વર્ષ પછી ની મુલાકાત?

અને કઈ મુશ્કેલી માંથી ગુઝરી રહી છે આરોહી જેના વિશે કોઈને ભણક પણ નથી?

જાણવા માટે જોતા રહો આધે અધૂરે