પ્રેમ અનુરાધા - 1 Sunil100_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અનુરાધા - 1

અનુરાધા એક સીધી સાદી સાધારણ છોકરી, પિતા નિવૃત્ત ક્લાર્ક હતા,પિતા ની નોકરી ના અર્થે સુરત માં સ્થાયી થયા હતા,અનુરાધા નો સુંદર ચેહરો બધા ને ગમે એવું સ્મિત. અનુરાધા નાની હતી ત્યારથી જ માતા પિતા અલગ થાય ગયેલા,લાંબા સમય ના સમાધાન પછી અનુરાધા ને એમના પિતા ને સોંપવામાં આવી, અનુરાધા ને એમના પિતા એ માતાની ખોટ પડવા દીધી ના હતી, અનુરાધા ને ભણાવી ગણાવીને આજે મોટી કરી , અનુરાધા કોમર્સ માં અનુસ્નાતક થઈ, હવે પિતા ની જેમ એક ઓફિસ માં ક્લાર્ક તરીકે કામ કરે છે, ઓફિસ અને ઘરનું અંતર વધારે હતું નહિ માટે રોજ ચાલતા જવાનું પસંદ કરતી, આજુ બાજુના વાતાવરણ પર ધ્યાન ન હોય , નજર સામે હોય અને ધીમી ચાલે ચાલી જતી.
અનુરાધા ના હાવભાવ વર્તન પરથી એવું લાગતું કે એને કોઈક ખોટ વર્તાઈ રહી છે. પિતા પણ અનુરાધા ના આવા વર્તન થી દુઃખી હતાં. પિતા ની પુસ્તકો વાંચવા ની સલાહ થી હવે પુસ્તકો વાચવાનું ચાલુ કર્યું હતું. ઓફિસ નું કામ ઘરકામ, પુસ્તકો અને પપ્પા ની સેવા બસ એટલી એની દિનચર્યા થઈ ગઈ હતી. વારે તહેવારે સગા સબંધી ઓ ને ત્યાં પણ જતાં ખરા.અનુરાધા ની હાલત જોઈ એમના પપ્પા ને કઈ સમજાતું ન હતું , લગ્ન કરાવવા વિશે પણ વાત કરી , પણ અનુરાધા એ બાબત વિશે ના પાડી દીધી,
એક દિવસે અનુરાધા ના પિતા અને એમના મિત્ર ની વાત થઈ અને મિત્ર ની છોકરી રેહાના ને એમની સાથે રહી સુરત માં બીકોમ ના અભ્યાસ માટે બોલવાનું નક્કી થયું.
પ્રસંગો પાત મળતા રેહતા હોવાથી અનુરાધા અને રેહાના એક બીજા ને જાણતા હતા.
રેહાના ની મંજુરી પણ લેવાઈ ગઈ હતી, બસ અનુરાધા ને જાણ કરવી બાકી હતી.
રેહાના ની આવવાની વાત અનુરાધા ને કરી "જેવી તમારી મરજી પપ્પા" બસ આ શબ્દો અનુરાધા ના હતાં, પપ્પા એ ફરી પૂછ્યું " રેહાના ને અહી બોલાવવું ખરે ખર યોગ્ય છે બેટા?"
" રેહાના સારી છોકરી છે પપ્પા એને અહી રેહવા માં કોઈ વાંધો ન હોય તો હું પણ રાજી જ છું" "એ કયરે આવે છે પપ્પા?" " બે દિવસ પછી આવવાની છે!!"
" પપ્પા એને વધારે કઈ સામાન લઈ આવવા ના પાડજો ,અહી બધું છે જ"
" હા બેટા જરૂર થી વાત કરીશ"
અનુરાધા એ પોતાનુ જીવન સિમિત કરી દીધું હતું, પિતા પણ કંઇક સમજી શકતા ન હતાં, અનુરાધા ની પરવરિશ માં કઈ ઓછિતું ના થાય માટે બીજા લગ્ન પણ ન કર્યા હતા. અનુરાધા ની મુઝવણ ભલે ના સમજી શક્યા હતા પણ ,એ જરૂર સમજાય ગયું હતું કે સંતાન ને ઉછેરવા માતા પિતા એ સાથે હોવું જરૂરી છે.
રેહાના સ્વભાવે બોલકણી હતી,દેખાવે મોડર્ન લાગતી ,કોઈ પણ જોડે વાત માં ભળી જતી, પણ બોલવામાં હંમેશા કાળજી રાખતી. બે દિવસ વીત્યા છે, અનુરાધા ને પપ્પા એ કીધું"બેટા આજે સાંજે રેહાના આવે છે, ઓફિસ થી સીધી બસ સ્ટેશને લેવા જઈ આવજે ને,તું જસે તો એને સારું લાગશે". પપ્પા ના કેહવા પ્રમાણે અનુરાધા સાંજે સ્ટેશને પહોંચી ગઈ, ૫:૩૦ નો સમય હતો ,રેહાના જે બસ માં આવવાની હતી તે બસ ની રાહ જોતી અનુરાધા ઊભી છે, અનુરાધા નું મન કંઇક વિચાર વિમર્શ માં ગુથયેલું હતું,જાણે અચાનક કંઇક ચિંતા માં પડી ગઈ હોય, તે જ સમયે અચાનક સામેથી અવાજ આવે છે,
" અનુરાધા માફ કરજે , આવવામાં મોડું થયું છે!!,
સામે કઈ પણ પ્રતિઉત્તર આપ્યા વિના અનુરાધા રેહાના ને ભેટી પડી, આંખ માં આંસુ હતા,
આવા અજુગતા વર્તન થી રેહાના ને પણ કઈ સમજાયું નહિ................................... (ક્રમશ:)