Pagrav - 12 books and stories free download online pdf in Gujarati

પગરવ - 12

પગરવ

પ્રકરણ – ૧૨

વીણાબેનને મનમાં થોડી ચિંતા થઈ. એમણે સુહાની કંઈ છુપાવી રહી હોય એવું લાગ્યું...એ રૂમમાંથી તો બહાર જતાં રહ્યાં પણ બહાર જઈને અશોકભાઈને આ વાત કરી..

અશોકભાઈ : " આ સુહાની આપણી હસતી રમતી છોકરીને શું થઈ ગયું છે ?? ભગવાન પણ આ બધું શું કરી રહ્યો છે... સમજાતું નથી મને કંઈ પણ...."

વીણાબેન : " એ કંઈ કરી ન બેસે...મને એ ચિંતા થાય છે..."

અશોકભાઈ : " એ પોતાની જાતને તો નુકસાન નહીં જ પહોંચાડે કારણ કે એનાં મનમાં એ વિશ્વાસ પાકો છે કે સમર્થ પાછો આવશે...વળી સવિતાબેનને સાચવવાની ચિંતા તો ખરી જ...આથી જ સારી સારી જોબની ઓફર આવતી હોવા તો એ જોબ કરવાની ના કહે છે. આથી એ કંઈ એવું તો નહીં જ કરે છતાં પણ હવે એનું ધ્યાન રાખવું પડશે."

વીણાબેન : " એ સૂઈ ગઈ હોય તો એનો મોબાઈલ લાવીને જોવું છે કે કોણ હતું એ ફોન કરનાર વ્યક્તિ ?? "

અશોકભાઈ : " જોઈ જો...સૂઈ ગઈ હોય તો... નહીંતર પછી થોડા મોડાં જોઈએ..."

વીણાબેન જોવાં આવ્યાં રૂમમાં ને જોયું તો સુહાની આમતેમ પડખાં ફરી રહી છે એ જોઈને વીણાબેન જતાં રહ્યાં.

**************

સુહાનીએ ધીમેથી બહાર જોયું તો બહાર બધાં સૂઈ ગયાં હોય એવું લાગતાં ધીમેથી પોતાનાં રૂમનો દરવાજો બંધ કર્યો. પછી એણે એક નાની પર્સ જેવી બેગમાં એનાં બે ત્રણ જોડી કપડાં, સમર્થની કેટલીક યાદો અને ફોટોઝ મૂક્યાં. પોતાની પાસે રહેલાં બચાવેલા પૈસામાંથી એ પેસાનું પર્સ અંદર બેગમાં મૂકી દીધું..ને પછી એણે એક કાગળમાં કંઈક લખાણ લખ્યું અને પછી એનાં ઓશીકાં નીચે મૂકી દીધું ને પછી સૂવા માટે બેડ પર આડી પડી.

એને ભવિષ્યની ચિંતા કરતાં જાણે હજું એ ભૂતકાળ એને વધારે નજીક ખેંચી રહ્યો છે...!! એ ફરી ફરી જાણે એ યાદોને વાગોળવા જ મથી રહી છે...ને પ્રેમની સોનેરી યાદોમાં ખોવાઈ ગઈ....

**************

સુહાની અને સમર્થની મુલાકાત બાદ સુહાની અને પાયલ ફરી સોમવારે સવારે વહેલાં બરોડા જવાં નીકળી ગયાં. પાયલે એને પૂછ્યું, " સમર્થ સાથે કંઈ વાત થઈ તારી ?? એણે છોકરી જોઈ કે નહીં ?? તું એ બિચારાં પર કેમ ગુસ્સો કરે છે ?? એણે પણ શનિવારે તે નહોતું જમ્યુ તો એ પણ ભૂખ્યો રહ્યો હતો બિચારો...એની સાથે વાત તો કર... એનાં જેવો છોકરો કોઈ તને પ્રેમ કરવાંવાળો મળશે પણ નહીં કદાચ... "

મનમાં ખુશ થતી સુહાની બોલી, " તો હું શું કરું ?? એ મને સામેથી સોરી કહેશે તો જ વિચારીશ...મારે એનાં વિશે કંઈ વાત કરવી નથી..."

પાયલ : " સારું...તો હવે તમારે બંનેને જે કરવું હોય એ કરજો...કોઈ સમજવાં જ તૈયાર નથી..હવે હું તમારાં બંનેમાંથી કોઈ સાથે વાત નહીં કરું...મને આ તમારાં ઝઘડામાં મજા નથી આવતી. હવે તમે બંને એકબીજાં સાથે સોલ્યુશન લાવશો તો હું તમારી સાથે વાત કરીશ નહીં તો કંઈ નહીં..." કહીને બરોડા પહોંચતાં બંને બસમાંથી નીચે ઉતરી ગયાં.

બેય જણાં બોલ્યાં વિના કોલેજ આવી ગયાં. એ પહેલાં તો સમર્થ આવીને ઉભો હતો એનાં કોઈ ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે પણ એની નજર તો કોલેજનાં મેઈન ગેટ પાસે જ મંડાયેલી છે.

સમર્થ ફટાફટ સુહાની એ લોકો પાસે આવ્યો પણ સુહાની સમર્થ સાથે વાત કર્યાં વિના જતી રહી. ફરી લન્ચબ્રેક પડ્યો કે તરત જ સમર્થે કરેલો ઓર્ડર આવી ગયો. તે લઈને એ કેન્ટીનમાં પહોંચી ગયો.

પાયલ તો એક સાઈડમાં જઈને એકલી બેસીને પોતાનું લન્ચબોક્સ ખોલવાની તૈયારીમાં છે ત્યાં જ સુહાની અને સમર્થ સાથે આવીને એની પાસે બેસી ગયાં...ને સમર્થે કહ્યું, " કેમ એકલાં એકલાં ?? અમારી તો રાહ પણ ના જોઈ...પછી એણે હાથમાં રહેલું બોક્સ ખોલ્યું તો અંદર કેક છે...

આજે પાયલનો બર્થ ડે હોવાથી આ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે..

પાયલ : " પણ તમે બંને તો એકબીજા સાથે વાત પણ કરતાં નથી તો મારાં માટે કેક શું કામ લાવ્યાં ?? આવાં પાગલો સાથે મારે કોઈ વાત નથી કરવી...લડો તમે ત્યારે બેય જણાં... "

સમર્થ : " કોણે કહ્યું કે અમે નથી વાત કરતા...બસ તને થોડી હેરાન કરવાની મજા આવી..."

પાયલ : " એટલે ?? "

સુહાનીએ પોતાનાં મોબાઈલમાં ગઈ કાલનાં સમર્થ અને સુહાનીનાં અને એમનાં પરિવાર સાથેનાં ફોટોઝ બતાવ્યાં.

પાયલ : " તો સમર્થ તું એ છોકરીને જોવાં ન ગયો જેની સાથે તારી સગાઈ થઈ છે ?? "

સમર્થ : " મારી મંગેતર બીજું કોઈ નહીં પણ સુહાની જ છે...એ અમને પણ કાલે જ ખબર પડી..."

સુહાની : " સારું થયું મેં જોવાની હા પાડી... નહીંતર ખબર નહીં બધું બફાઈ જાત..." કહીને સુહાનીએ ગઈકાલની બધી જ વાત કરી.

પાયલ બહું જ ખુશ થઈ ગઈ. એણે બંનેને ખુશ થઈને કોન્ગ્રેચ્યુલેશન કર્યું. એણે કહ્યું, " હવે તો હું આ કેક મારાં બર્થ માટે નહીં પણ તમારાં સુંદર ભવિષ્યની ખુશી માટે કટ કરીશ...પણ હું એકલી નહીં આપણે ત્રણેય..."

સુહાની : " એ ફરી ક્યારેક... બધાંને ખબર પડશે તો ?? "

સમર્થ : " આપણી વચ્ચે હવે મંજુરીની મહોર લાગી ગઈ છે સંબંધોને લીલી ઝંડી મળી ગઈ છે તો શું કામ ગભરાય છે..."

સુહાની : " હમમમ... સારું..."

પાયલ : " હજું પાર્ટી તો બાકી જ છે હોને એને તો હું સ્પેશિયલ લઈશ... તમારાં બેય પાસેથી..."

સુહાની : " થોડો સમય આપ..." પછી જોરદાર પાર્ટી કરીશું..."

પછી ત્રણેય સાથે મળીને કેક કટ કરી દીધી અને નવાં સંબંધોની નવાં અંદાજથી પ્રેમભરી શરૂઆત કરી....!!

બે દિવસ પછી સુહાનીની મમ્મીએ સુહાની અને સમર્થની વાત કરી. આથી તો હવે સુહાનીને મામાને ઘરે પણ સમર્થ માટે મંજુરીની મહોર મળી ગઈ...

તેનાં મામાએ સામેથી સુહાનીને કહ્યું કે સમર્થને ઘરે મલાવવા લઈ આવે. સુહાની તો આ ઈચ્છતી જ હતી. આથી એક રવિવાર આવતાં એનાં મામાએ સામેથી ફોન કરીને લન્ચ માટે આવવાં કહ્યું. એ લોકોને પણ સમર્થ સાથે નાનપણમાં ભલે સગાઈ થઈ છે પણ એમની પસંદ બહું સારી નીકળી એ જોઈને ખુશ થયાં.

બધાંને સમર્થ અને એનો મળતાવડો સ્વભાવ ગમી ગયો... એનાં મામી તો રોજ સુહાનીને વધારે ટિફીન ભરી આપે પણ સમર્થ ના પાડતો કે રોજ રોજ આવું સારું ન લાગે...!!

સુહાનીનાં નાની ભલે ઉંમરવાળા હોવાં છતાં બહું આધુનિક વિચારસરણી ધરાવે છે... આથી સમર્થ પણ અવારનવાર ઘરે આવી જાય છે. એ લોકોનાં સમાજનાં રીતિરિવાજો મુજબ સગાઈ કરેલી હોવાં છતાં આવી રીતે બહું મળવાની છૂટ નથી છતાં બરોડામાં રહેતાં હોવાથી અને એ લોકોને પણ સુહાની અને સમર્થ પર પૂરો ભરોસો હોવાથી એ પણ આનાકાની નથી કરતાં.

સમય વીતતો ગયો...સુહાની અને સમર્થનની કોલેજ પણ પૂરી થવાં આવી. બંનેનું છેલ્લું વર્ષ છે કોલેજનું . બંનેએ સાથે મળીને ઘરે વાત કરી કે ભણવાનું પૂરું થશે એનાં પછી એક વર્ષ બંને જોબ કરશે કારણ કે કોલેજનાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં બંનેનું સારી કંપનીમાં સારાં પેકેજ સાથે સિલેક્શન થઈ ગયું છે. પછી લગ્ન કરશે‌.

બંનેનાં સારાં ભવિષ્ય માટે થઈને બંને પરિવારો પણ તૈયાર થઈ ગયાં. ને કોલેજની છેલ્લી એકઝામ પૂરી થતાં બંનેએ એક પ્લાન નક્કી કર્યો. પાયલની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે‌. આથી ચારેય સાથે મળીને છેલ્લાં દિવસે એક રિસોર્ટ પર જવાનું નક્કી કર્યું. સમર્થ ઘરેથી પરમિશન સાથે ફોર વ્હીલર લઈ આવ્યો છે.

ચારેય જણાં ત્યાં પહોંચી ગયાં...આજે પહેલીવાર બંને જણાં આવી રીતે બહાર મળ્યાં છે જ્યાં એ બે જણાંને એકાંત મળી શકે..‌બાકી તો સુહાની મામાના ઘરે રહેતી હોવાથી એવું બહું શક્ય ન બનતું....

સમર્થ : " કેટલાં રૂમ બુક કરાવીશું ?? "

સુહાની : " એમાં પુછવાનું હોય બે જ ને ?? "

સમર્થ : " મને વિશ્વાસ નથી આવતો કે તું આવું કહે છે..મને તો એમ જ કે તું ના પાડીશ..‌"

પાયલ ( હસીને ) : " એક રૂમમાં હું અને સુહાની અને બીજાં રૂમમાં તું અને મોક્ષ..."

મોક્ષ પણ બહું મજાકિયો છે એને પણ સુહાની અને સમર્થ સાથે સારી એવી દોસ્તી થઈ છે એ બોલ્યો, " સમર્થ વાંધો નહીં...આપણે રૂમમાં જઈને આજે પાર્ટી કરીએ... બીજું શું... નહીં ?? "

સુહાની : " તમે લોકો ક્યાં ડ્રીન્ક કરો છો કોઈ દિવસ ?? "

સમર્થ : " પણ તમે આવી જગ્યાએ આવીને આવો સરસ પ્લાન કરો છો અમે પણ આવું કંઈ વિચારીએ.."

સુહાની : " નહીં... જરાં પણ નહીં... હું તો તારી સાથે જ રહીશ, સમજ્યો ??"

પાયલ : " હા મોક્ષ હું પણ તને આવું બધું નહીં કરવાં દઉં..."

સમર્થ અને મોક્ષ બેય હસવા લાગ્યાં ને સમર્થ બોલ્યો, " આ ગયા ઉંટ પહાડ કે નીચે‌..."

સુહાની : " એટલે ??"

સમર્થ : " આપણે અહીં એકબીજાને સમય આપવાં આવ્યાં છીએ જે આપણને ત્યાં નથી મળતો આવે તમે બેય નાટક કરો છો...તો અમારે પણ એવું કંઈ કરવું જ પડે ને...રૂમ તો ઓલરેડી બુક જ છે.." કહીને એણે રીસીપ્ટ બતાવી.

પાયલ : " હા હવે સારું ચાલો... થોડું ફરી લઈએ સામાનને મૂકીને પછી લન્ચ પછી શાંતિથી બેસીએ...આમ પણ બપોરે બહાર ફરવાની મજા નહીં આવે‌..."

બધાંએ "હા" કહેતાં ચારેય નીકળી પડ્યાં. ત્યાં રહેલાં સ્વિમિંગ પૂલમાં ચારેય જણાં પોતાની એકાંતની પળોને સુંદર આહ્લાદક વાતાવરણમાં, પોતાની અંગત પળોને જીવનની ડાયરીમાં કેદ કરી રહ્યાં છે...!!

હરીફરીને ચારેય જણાં લન્ચ કરીને પોતાનાં બુક કરાવેલાં રૂમમાં આવી પહોંચ્યા.

સુહાની રૂમ જોતાં જ બોલી, " સમર્થ આ તો હું કહેતી હતી મને ગમે એવો જ સ્યુટરૂમ બોટસ્ટાઈલ બેડવાળો છે...યાર બહું મસ્ત છે ખરેખર !! " કહીને એ સમર્થને ભેટી પડી...

થોડો સમય બેય જણાં એકબીજાને હગ કરીને જાણે બેટી જ રહ્યાં. સમર્થે પછી સુહાનીને સીધી ઉંચકી લીધીને બેડ પર બેસાડી દીધી...!! ત્યાં જ બહારથી કોઈએ દરવાજો ખખડાવ્યો....

કોણ હશે રૂમની બહાર ?? સમર્થની શું યોજના હશે આજે સુહાની સાથે ?? આટલી સુંદર પસાર થઈ રહેલાં બંનેનાં જીવનમાં શેનો ઝંઝાવાત આવશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૧૩

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED