ડીટેકટિવ મતાહરી - 2 Hukamsinh Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ડીટેકટિવ મતાહરી - 2

2.
નિશાંત અને માતાહરી બંને ગાર્ડનમાં એક બેંચ પર બેઠા હતા. બંનેએ નોર્મલ કપડા પહેર્યા હતા.
‘મને બોલાવવાનું કારણ ? તમે સીધા જ કમિશનર સર સાથે વાત કરી શકતા હતા ને ?’ નિશાંતે પૂછ્યું.
‘તમને કેટલા માણસો ઓળખતા હશે ?’ માતાહરીએ પ્રતિપ્રશ્ન કર્યો.
નિશાંતથી હસી જવાયું. ‘તમે કહેવા શું માંગો છો ?’
‘આમાં હસવા જેવી કોઈ વાત નથી. કહો ?’
‘મારા સ્ટાફના મિત્રો અને મારા સગાસંબંધીઓ... કદાચ થોડાક બીજા કોઈ વ્યક્તિઓ ઓળખતા હોય.’ નિશાંતે હાસ્યના ભાવ સાથે કહ્યું.
‘અને તમારી ઉંમર કેટલી હશે ?’
‘વોટ ? આઈ મીન તમે શા માટે પૂછો છો હું સમજી નથી શકતો. તમે મને તો ખૂની નથી સમજી રહ્યા ને ?’
‘ઓકે. સમજાવું. તમને તો થોડા ઓળખતા હશે પણ મને તો કોઈ જ નથી ઓળખતું. કદાચ કમિશનર સાહેબને તો ઘણા ઓળખતા હોય. જો તેઓ મારી સાથે ગાર્ડનમાં ફરે તો ? અને એમની ઉંમર પણ વધુ છે. એટલે અમે કપલ જેવા ન લાગીએ. એટલે આ કેશ વિશે જે કંઈ જાણકારી હશે તે હું તમને કહીશ. તમારે એ જાણકારી સરને આપવાની રહેશે.’
‘એટલે આપણે જયારે જયારે મળશું ત્યારે આમ કપલની જેમ મળશું ? કોઈને શંકા ન જાય માટે ?’
‘સમજદાર હા ?’ માતાહરીથી હસી જવાયું.
‘આ વાત તમે સીધી રીતે પણ કહી શક્યા હોત.’
‘સીધી રીતે કહી હોત તો તમે કેટલું સમજો છો એ કેમ ખબર પડત ?’
‘એટલે તમે હું કેટલો સમજુ છું એ તપાસી રહ્યા હતા ?’
માતાહરીએ ખભા ઉલાળ્યા... નિશાંતથી હસી જવાયું.
‘તમને ડિટેકટીવ માતાહરી કહે છે તે ખોટું નથી કહેતા.’ નિશાંતે આગળ ચલાવ્યું. ‘હવે વાત કરીએ કેસની. ચાર ખૂન થયા છે. મિસ અંકિતા જે મોડેલ હતી. બીજું રવિ સોલી જે ન્યુઝ એન્કર હતો. અને એને તો પત્રકારત્વ ક્ષેત્રે અપાતો વિદેશનો સૌથી મોટો પુરસ્કાર પણ એનાયત થયો હતો. ત્રીજી વ્યક્તિ છે બિંદુ મોડ જે પ્રતિષ્ઠિત સમાજસેવિકા હતી. જયારે ચોથી વ્યક્તિ છે વિનય તાંપ. જે ઉગતો રાજકારણી છે.’ નિશાંતે કહ્યું.
‘વિનય તાંપ તો એજ ને જેના આંદોલનના કારણે એના રાજ્યમાં મુખ્યમંત્રી બદલવો પડ્યો હતો ?’
‘હા. એ જ.’
‘મતલબ ત્રણ વ્યક્તિઓ તો મોટા માથા છે. એમના તો દુશ્મન હોઈ શકે પણ... અંકિતા...’ માતાહરીએ વિચારતા કહ્યું. ‘તમે ફાઈલમાં મેન્શન કરેલું નથી એટલે ઘટના સ્થળેથી મિસ અંકિતાનો મોબાઈલ ફોન મળ્યો નથી ?’
‘કદાચ નહીં...’નિશાંતે થોડા ક્ષોભના ભાવ સાથે કહ્યું.
‘મતલબ અંકિતાના મોબાઈલમાં કંઈક હોય એવું બની શકે ! બીજું કંઈ એવું જે તમને અંકિતા વિશે જાણવા મળ્યું હોય ? એના રૂમમાંથી કંઈ એવું મળ્યું હોય ?’
‘તે બહુ ઓછા લોકો સાથે બોલતી હતી. આસપાસમાં રહેતા લોકો પણ એના વિશે કંઈ જ નથી જાણતા.’ નિશાંતે યાદ કરતા કહ્યું.
‘એના કોઈ નોકર કે કોઈ મેડ કે કોઈ સાથે કંઈ વાત થઇ હોય ને કંઈ જાણવા મળ્યું હોય ?’
‘ના. કારણ કે એણે નોકર રાખ્યો જ નહોતો.’
‘અને એની કોઈ દોસ્ત કે કોઈ...’
‘ના. એનો કોઈ દોસ્ત જ નથી.’
કોઈ વ્યક્તિ માણસોથી આમ કપાઈને શા માટે રહે ? અન્ય કોઈ જ માહિતી નહીં. સરનેમની પણ નહીં. કોઈ વ્યક્તિ વિશે કોઈ માહિતી ન મળે એ તો બની જ કેમ શકે ?
‘કયા વિચારોમાં ખોવાઈ ગયા ?’ માતાહરીને વિચારતા જોઈ નિશાંતે પૂછ્યું.
‘કંઈ ખાસ નહીં.’ માતાહરીએ વિચારતા જ કહ્યું.
‘મને એ સમજાતું નથી કે ફાઈલમાં કેસને લગતી વિગતો લખેલી છે તો તમે મને-’
‘કારણ કે ફાઈલમાં જે કંઈ હોય છે તે નોર્મલ બાબતો હોય છે. તેનાથી કેસ સોલ્વ કરી શકાય નહીં.’ માતાહરીએ વચ્ચે જ કહ્યું. ‘મેં પૂછી એમાંની એક પણ બાબત ફાઈલમાં હતી ?’
નિશાંતથી નીચે જોવાઈ ગયું. થોડીવાર પછી તેણે કહ્યું. ‘તમે માત્ર અંકિતાના કેસ પર વધારે ફોકસ કરો છો એવું નથી લાગતું ?’
‘હા.’ માતાહરીએ ઊભા થતા કહ્યું. ‘કારણ કે ચારે ખૂન એક જ દિવસે થયા છે એટલે એમના વચ્ચે કોઈ તો કનેક્શન છે. કદાચ અંકિતાના ખૂનની કોઈ કડી હાથ લાગી જાય તો શાયદ બીજા કેસો પણ... સી યુ સૂન...’
નિશાંત માતાહરીને જતા જોઈ રહ્યો...
(ક્રમશઃ)