પગરવ - 8 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 8

પગરવ

પ્રકરણ – ૮

સમર્થ : " લેડીઝ ફર્સ્ટ ...ચાલ આમ પણ સવાલ તે જ પૂછવાનું તે જ મને પહેલાં કહ્યું હતું..."

સુહાની : " સારું...મને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ..મારી એક છોકરાં સાથે નાનપણમાં સગાઈ થઈ ગઈ છે. મને ખબર નથી કે એ કોણ છે શું કરે છે અત્યારે ક્યાં રહે છે...અરે નામ પણ ખબર નથી.."

સમર્થ : " તો નિરવ તારે શું થાય ?? મને તો એમ કે તું એને..."

સુહાની : " એ તો મારો કઝીન ભાઈ છે મોટા પપ્પાનો દીકરો... તું પણ ગમે ત્યાં જોડી દે છે... મારું પર્સ જોઈ લીધું હતું ને ?? કોઈ છોકરીનું પર્સ જોવાય એમ ?? "

સમર્થને આ સાંભળીને મનોમન શાંતિ થઈ. એ બોલ્યો, " સોરી, એ પર્સ તારું છે એ કન્ફર્મ કરવાં માટે જોવું પડ્યું હતું. અને નીરવ તો સ્કુલમાં મારી સાથે જ હતો...એટલે મને થયું કે કદાચ...પણ હવે તારી સગાઈ થઈ છે એ છોકરાને મળવું છે તારે ?? "

સુહાની : " ના..પણ મને બીજો કોઈ છોકરો ગમવા લાગ્યો છે... હું મારી જાતને રોકી શકતી નથી.. હવે હું શું કરું ?? એ છોકરાં સાથે સગાઈ તોડી દઉં ?? કે મનગમતાં છોકરાને હંમેશા માટે ભૂલી જાઉં..."

સમર્થ : " કોણ છે એ ?? વ્યવસ્થિત હોય તો સગાઈ તોડી દેવાય‌...પણ તમે બંને એકબીજાને પસંદ કરો છો ?? "

સુહાની : " એ તો નથી ખબર પણ...મને એવું લાગે છે કે એને પણ હું ગમું છું..."

સમર્થ : " તું તો સાવ બુદ્ધુ જ છે... પહેલાં એની સાથે તો પાકું કર..."

સુહાની : " પણ મને એ ચિંતા છે કે એને પુછ્યાં પછી એ હા કહી દે તો... મારાં મમ્મી-પપ્પા બિચારાં બધાંને શું મોં બતાવે ?? " કહીને સુહાનીએ પોતાનાં ભાઈની પણ બધી વાત કરી.

સમર્થ : " આ વસ્તુ તો મને પણ પસંદ નથી છતાં મારી પણ નાનપણમાં સગાઈ થઈ ગઈ છે કોઈની સાથે..."

સુહાની : " કોણ છે એ ??"

સમર્થ :, " એ તો ખબર નથી..પણ મારાં ઘરેથી એવો ફોર્સ પણ નથી..."

સુહાની : " તો તું એ છોકરી સાથે જ લગ્ન કરીશ ?? "

સમર્થ : " ખબર નથી..."

સુહાની : " તે મને હું શું કરું એ તો કહ્યું નહીં.."

સમર્થ : " મારાં મત મુજબ જેને પ્રેમ કરો એની સાથે જ લગ્ન કરાય... કાંતો પછી એને હંમેશાં માટે ભૂલી જઈને આપણાં જીવનસાથી બનનાર વ્યકિતને મળીને હંમેશાં માટે એનાં થઈ જવું પડે...બાકી ન ગમતો સંબંધ બાંધીને કોઈની જિંદગી તો ખરાબ ન જ કરાય આ મારું અંગત મંતવ્ય છે.."

સુહાની : " પણ મને નથી લાગતું કે એ છોકરાને હું કદી ભૂલી શકીશ. "

સમર્થ : " તો એકવાર આડકતરી રીતે એનું મંતવ્ય ચોક્કસ રીતે જાણી લે.‌ તું એને કેટલાં સમયથી ઓળખે છે ?? પછી એ તારાં માટે યોગ્ય છે કે નહીં મતલબ કે એ એક જ નહીં લગ્ન સંબંધ માટે એનો પરિવાર, ખાનદાની, સંસ્કાર બધું જ જોવું જરૂરી છે...એ બધું યોગ્ય લાગે તો એક વાર હિંમત કરીને પૂછી લેજે‌... એનાં જવાબ પછી તું યોગ્ય નિર્ણય કરજે...આ કોઈ બે ચાર દિવસની વાત નથી આખી જિંદગીનો સવાલ છે એટલે જો તું ખુશ હોઈશ તો તું સામેવાળી વ્યક્તિ અને પરિવારને બધાને ખુશ રાખી શકીશ."

સુહાની : " તારી વાત તો સાચી છે...ચાલ તો હું થોડું વિચારીને નક્કી કરું...થેન્કયુ ફોર સજેશન..."

સમર્થ : " ફ્રેન્ડમાં એવું ન હોય કંઈ સોરી કે થેન્કયુ...જે લાગે એ ફ્રેન્કલી કહી દેવાનું..."

સુહાની : " તું મારો ફ્રેન્ડ ક્યારે બની ગયો સમર્થ ?? મેં તો તને એવું કંઈ કહ્યું નથી..."

સમર્થ ( હસીને ) : " તે મને સામેથી ફોન કર્યો ત્યારથી...આ તારાં અંગત સવાલો માટે મારી પાસે સજેશન માંગવા મને યોગ્ય માન્યો ત્યારથી..."

સુહાની : " હમમમ...બાય.. ગુડ નાઈટ..!! "

સમર્થ : " બાય..ટેક કેર.. ગુડ નાઈટ.." ને ફોન મૂકાઈ ગયો.

*************

ફોન મૂકીને સમર્થ વિચારવા લાગ્યો કે સુહાનીને કોણ ગમતું હશે ?? કોણ હશે એ નસીબદાર છોકરો ?? એ મને પસંદ કરતી હશે ??

સમર્થ મનોમન ફરી બોલ્યો, " જો એ મને જ પસંદ કરતી હોય તો એ મને થોડી આવું પૂછે ?? કંઈ સમજાતું નથી..અને હવે જો એ કોઈ બીજાને પસંદ કરતી હોય અને એ બંને એકબીજાને પસંદ કરતાં હોય તો મારે હવે એનાં વિશે ન વિચારવું જોઈએ..."

સમર્થ થોડો નિરાશ થઈ ગયો. પછી એણે બધું ભગવાન પર છોડી દીધું...જે થશે એ જોયું જશે‌..એ સુહાનીને ફરી પૂછશે કે એણે એ છોકરાને પૂછ્યું કે નહીં... પછી આગળ વાત...!! વિચારતો વિચારતો સૂઈ ગયો.

*************

સુહાનીને સમર્થ કંઈ કહે અને એ એને ન ગમે એ શક્ય નથી. એણે મનમાં નક્કી કરી દીધું...એ સમર્થ વિશે બધી જ માહિતી મેળવશે...પણ એને એ સ્પષ્ટ ન કર્યું કે એની તો સગાઈ થઈ ગઈ છે નાનપણમાં તો એ સગાઈને એ તોડશે ખરાં...

પણ એને જ કહ્યું છે ને આપણને જે યોગ્ય લાગતું હોય એનાં માટે પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ... હું મારી લાગણીઓ એની સામે ઠાલવીશ તો ખરાં જ...પછી આગળ તો એની ઈચ્છા હશે તો જ... મનમાં ને મનમાં મારાં પ્રેમને ધરબાવા નહીં દઉં... કદાચ પછી આખું જીવન પસ્તાવું પડે !!

સવાર પડતાં જ આજે સુહાનીએ કહ્યું કે આજે એ કોલેજ જશે હવે.. એમનાં ત્યાં આમ પણ હાજરીનું વધારે મહત્વ છે એ તો બધાંને ખબર જ છે...આથી કોઈએ કોલેજ જ જવાની ના ન કહી‌. આજે સુહાની મનમાં ખુશ થઈને થોડાં વહેલાં કોલેજ જવાં માટે નીકળી ગઈ. હવે તો એની સાથે એની જુની ફ્રેન્ડ પાયલ પણ આવી ગઈ છે.

**************

આજે સમર્થની મમ્મીએ જોબ પર રજા લીધી હોવાથી સવારમાં એ સમર્થ સાથે શાંતિથી વાત કરી રહી છે. વાતવાતમાં અચાનક એની મમ્મીએ પૂછ્યું, " સમર્થ તું હવે અઢાર વર્ષનો થઈ ગયો છે અને કોલેજમાં પણ આવી ગયો છે...મેચ્યોર પણ થઈ ગયો છે... હું અને તારાં પપ્પા વિચારીએ છીએ કે તારી જેની સાથે સગાઈ થઈ છે એ છોકરીને તું હવે એકવાર મળી લો તો કેવું રહે ?? "

સમર્થ : " કેમ આવું અચાનક વિચાર આવ્યો તમને ?? "

સવિતાબેન : " અમે ભલે તમારાં જેટલાં એડવાન્સ નથી પણ અમારાં જમાનામાં તો અમે ફોરવર્ડ કહેવાતાં. દરેક વસ્તુનો સમય હોય છે..અમે પણ કોલેજ કરી છે. આ ઉંમર એવી હોય કે જ્યારે છોકરાં છોકરીઓ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે... અને જો બે બાજુ પ્રતિસાદ મળે તો ધીમે ધીમે સંબંધો પ્રેમમાં પરિણમતા વાર નથી લાગતી. અને એ સંબંધો એકવાર બંધાયા પછી તૂટે તો દિલને બહું ઠેસ પહોંચે છે.‌‌...આથી એવું કંઈ પણ થાય એ પહેલાં જો તમે બંને એકબીજાંને મળી લો ને જો ગમી જાય તો પછી તમારો રસ્તો અને મંઝીલ સ્પષ્ટ બની જાય. અને એકબીજાને સમજવા માટે સમય પણ મળશે..."

સમર્થ : " અને જો ના ગમે તો બેમાંથી કોઈને ?? "

સવિતાબેન : " તો વિચારીશું... કંઈ રસ્તો કરીશું...તારી હા હોય તો છોકરીનાં ત્યાં વાત કરીએ...તારી હા વિના કંઈ નહીં કરીએ..."

સમર્થ : " સારું...તમને જેમ ઠીક લાગે તે..."

સવિતાબેન : " મને ખબર હતી તું ક્યારેય અમારી વાત નહીં ટાળે...મને ખબર છે ત્યાં સુધી તને નહીં ગમવાનો સવાલ જ નહીં આવે...બાકી છેલ્લે તો તારી મરજી..."

સમર્થે એક મનમાં દુઃખ સાથે હા કહી કારણ કે એને હવે એવું થઈ ગયું છે કે સુહાની કોઈ બીજાને પ્રેમ કરે છે...

**************

બીજાં દિવસે બંને કોલેજ ગયાં. સુહાની બપોર સુધી તો પાયલ સાથે જ હતી. દોઢ વાગે લન્ચ માટે બધાં કેન્ટીનમાં જવાં લાગ્યાં. પાયલ અને સુહાની તો ઘરેથી ટિફિન લઈને આવ્યાં છે. સમર્થ તો કેન્ટીનમાં જ રોજ જમે છે.

આજે કેન્ટીનમાં પહોંચતાં જ સુહાનીએ સમર્થ જમાનાનો ઓર્ડર આપવા ગયો એ પહેલાં જ ઝડપથી કંઈ લેવાનાં બહાને ગઈ અને સમર્થને ધીમેથી કહ્યું, " તું ડીશ ના મંગાવીશ‌. હું લાવી છું ટિફીન..."

સમર્થ : " પણ એ તો તારાં માટે હશે ને ?? "

સુહાની : " નહીં... તારાં માટે પણ..."

પછી સુહાનીએ લાવેલો હાંડવો સુહાની, સમર્થ અને પાયલ ત્રણેય સાથે મળીને ખાધો....

આ દરમિયાન સુહાની વાતવાતમાં સમર્થને બધું એનાં વિશે પુછવા લાગી.

સુહાની : " તું તો એકલો જ છે એમને મમ્મી પપ્પાનો લાડકો..."

સમર્થ (હસીને ): " તું તો વધારાની છે ને બોનસમાં મળેલી ?? "

સુહાની : " એવું નથી કંઈ... ઘરમાં સૌથી વધારે બધાં મારું માને છે..."

પાયલ કંઈ કામ માટે ઉભી થતાં સમર્થે પૂછ્યું, " તે શું વિચાર્યું પછી પેલાં છોકરાને પૂછવાનું ?? કંઈ નક્કી કર્યું કે નહીં ?? "

સુહાની : " તને બહું રસ છે નહીં મારી લવસ્ટોરીમાં નહીં ?? એ એને હું સમય આવ્યે પૂછી લઈશ‌‌.‌.."

સમર્થ : " એવું નથી...પણ ઘણી વસ્તુમાં વધારે વિચારવામાં બધું હાથમાંથી નીકળી જાય..."

સુહાની : " યાર તારું હવે મને મગજમાં નથી બેસતું... એકબાજુ કહે છે શાતિથી વિચાર ને હવે કહે છે કે બહું વાર નહીં કરવાની..."

સમર્થ : " સારું..તને જેમ..." વાક્ય પૂરું થાય એ પહેલાં જ પાયલ આવી ગઈ અને વાત અધૂરી રહી ગઈ.

સમર્થ અને સુહાની પોતાનાં મનની વાત કેવી રીતે એકબીજાંને કહેશે ?? સમર્થ પોતાની મંગેતરને ના કહી દેશે ?? એમનાં જીવનનાં વળાંકો એમને ક્યાં લઈ જશે ?? જાણવા માટે વાંચતા રહો, પગરવ - ૯

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....