ફ્રેશ મેસેજ Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રેશ મેસેજ

હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ છે. તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે.

વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે.

કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી વખતે એમના હૃદયને અને દિમાગને ઝકઝોરવાનો પ્રયાસ લેખકોએ જ કરવો પડે. અને એવા પ્રયાસો ઘણા લેખકોએ કર્યા છે. એવા જ ઘણા સાંભળેલા તો ઘણા વાંચેલા પ્રેરક પ્રસંગો ને આપની સમક્ષ રજૂ કરુંછું આશા કરું છું કે એ પ્રસંગો આપને ગમશે.

૫૦ લાખની ભલે ગાડી હોય પણ એને ચલાવવા માટે તો પેટ્રોલ જ જોઈએ. એમ કરોડોના ભલે મશીન હોય પણ તેને ચલાવવા માટે તો ઈલેક્ટ્રીક સીટી નો સંચાર જ જોઈએ. ઘર લોટ ભલે ત્રણે ભેગા થાય પણ એને શીરામાં રૂપાંતરણ કરવા માટે અગ્નિ નો સંપર્ક જ જોઈએ. એ જ રીતે મારા આ પુસ્તકને અને પ્રસંગોને ન્યાય મારા મિત્રોએ આપ્યો છે પુસ્તક અસરકારક બને તે માટે એમને પણ ખુબ મહેનત કરી છે. તે બદલ હું મારા મિત્રોનો આજીવન ઋણી રહીશ.


[૧] માંગવાની ટેવ

'બાબા ! તમારૂં બાદશાહ સાથે સારું બને છે કંઈ લઈ આવોને. મંદિર બનાવશું, મદ્રેસા બનાવશું, મસ્જિદ
બનાવશું.. વસ્તી ના લોકો ફકીર ની પાછળ પડ્યા.


'હું તો ફકીર છું કોઈની સામે હાથ ફેલાવવો એ મારી ફિતરત નથી'
ફકીરે વસ્તીવાળાને ચોખ્ખીચટ ભાષામાં ના પાડી દીધી.

'બાબા ! તમારા માટે નહીં, અમારા માટે, આ વસ્તી માટે' ઘણી માથાકુટ પછી ફકીરના માથામાં વાત બેઠી એ માંગવા તૈયાર થયા.

દિવસ હજી ઉગ્યો હતો ફકીર બાદશાહના મહેલમાં પહોંચ્યા. બાદશાહ નમાઝ પઢવામાં મસ્ત હતા. ફકીરને લાગ્યું નમાઝમાં ખલેલ પહોંચાડવું એ ઠીક ન કહેવાય. થોડી રાહ જોઉં. બાદશાહ નમાઝ અદા કર્યા પછી બંને હાથ આકાશ તરફ ફેલાઈને બોલ્યા : 'યા અલ્લાહ ! મારી સમૃદ્ધિ વધે... મારી તાકાત વધે... મારી સંપત્તિ... વધે મારી સત્તા વધે... મારું રાજ્ય વધે... મારા ભોગો વધે... મારો બધું જ વધતું રહે...'

આ શબ્દો સાંભળતાં જ પાછળ ઉભેલા ફકીરથી જરા હસી જવાયું. હસવાનો અવાજ સાંભળતાં બાદશાહે પાછળ વળીને જોયું.
'બાબા તમે ?'
'હા... હું.... ખોટી જગ્યાએ આવી ગયો. ફકીરે ઊંડો નિસાસો નાખતા જવાબ આપ્યો.
'બાબા ! કંઈ કામ થી આવ્યા છો ? કે એમ જ...' બાદશાહે જીજ્ઞાસાવશ પૂછ્યું.
'હા.... યાર ! આ વસ્તીવાળા પાછળ પડેલા કે બાદશાહ પાસેથી કંઈક લઇ આ...'
'બોલોને બાબા ! શું જોઈએ છે ?' ફકીરની વાત કરતા બાદશાહ વચ્ચે બોલી ઉઠ્યા.
'ના.... હવે'
કેમ ?
'મને તો એમ હતું કે તારી પાસે હું માંગવા આવ્યો છું પણ....
તું તો મારા કરતાંય મોટો માંગણ નીકળ્યો'
ફકીરની વાત સાંભળતા જ બાદશાહનું ફ્યુઝ ઉડી ગયું.


[ Fresh Massage ]

જેની પાસે ઢંગના પહેરવાના કપડા નથી, ખાવા માટે એક ટાઇમની રોટી નથી, રહેવા માટે ઝૂંપડું જેવુંય નથી એવા માણસ માંગે તો વાત સમજાય છે કે એની પાસે નથી માટે માંગે છે. પણ.. નવાઈની વાત ત્યારે લાગે છે જેની પાસે જરૂરીયાતથી પણ વધારે છે. ઘર છે, કપડાં છે, ખોરાક છે, ગાડી છે, વાડી છે. છતાંય રોજ મંદિરમાં ભગવાન પાસે માંગે છે. મને આ આપો... મને તે આપો... મારું આ સારું થઈ જાય.. મને તે મળી જાય !..... એટલે જ વેદના સાથે કહેવાય જાય છે મંદિરમાં ભક્તો કમ ભિખારીઓની ભીડ વધારે છે. એક ભિખારી મંદિરની બહાર હોય છે બીજો મંદિરની અંદર ! અનાદિકાળથી માંગતા આવ્યા છીએ હવે તો માગવાની ટેવ મૂકો... યાર ! આ માંગવાની ટેવ તદ્દન ખોટી છે. માંગો એટલે આપણે ભગવાન પર શ્રદ્ધા જ નથી એનો એવો અર્થ થયો. કારણ કે જો શ્રદ્ધા હોય તો ત્યાં આપણે માંગવું પડતું જ નથી. માંગે કોણ ? તેનો જવાબ માંગ શબ્દમાં જ છે. મા અંગ; મા=નહીં, અંગ=અવયવો. જેની પાસે સરખા સ્વસ્થ અવયવો નથી એ માંગે આપણે તો ભગવાનની કૃપાથી સંપૂર્ણ સ્વસ્થ અવયવો મળ્યા છે. એટલે જ તો ગીતામાં લખ્યું છે અપને કરમ કરે જા ફલ કી ચિંતા છોડ દે.. આ લખનારને કો'કે પૂછેલું : તમે ભગવાન પાસે માંગો તો શું માંગો ? લખનારે સરસ જવાબ આપ્યો : સૌ પ્રથમ વાત તો એ કે હું ભગવાન પાસે માંગતો જ નથી છતાં જો માંગવું જ હોય તો હું એ માંગુ કે ભગવાન ! મારા ખભે થી દુખનો ભાર ઓછો નહીં થાય તો એ ચાલશે પણ મારા ખભા ને મજબૂત કરી દેજે કે જેથી હું એ ભાર ને ખમી શકું !