નિશા દરરોજનાં જેમ પોતાનાં ઓફિસ નો સમય પૂરો થતાં બેગ પેક કરવાં માંડે છે. બેગ પેક કરીને પોતાનાં ઓફિસ નાં મિત્રો સાથે વાતો કરે છે ગપ્પાં લગાવે છે. થોડી વારમાં તેનાં મોબાઈલમાં ટ્રીન ટ્રીન એવો એક મેસેજ નો અવાજ સંભળાય છે. નિશા તરત જ પોતાનો મોબાઈલ ચેક કરે છે અને જુવે છે કે કોનો મેસેજ આવ્યો! તે પણ ટેક્સ્ટ મેસેજ!! મેસેજ જોઇને એ ચકીત થઈ જાય છે મેસેજ થી નહિ પરંતુ મેસેજ જેણે મોકલ્યો તેનું નામ જોઇને! નિશા..નિશા!..
"હાં ,એવું જ થયું હતું!" (નિશા મિત્રોની વાતો વચ્ચે જવાબ આપે છે.)
" શું એવું થયું હતું?" એમ કહીને તેની મિત્ર જ્યોતિ પૂછે છે
"તને કંઇ ખ્યાલ છે? અમે શેનાં વિશે વાતો કરીએ છીએ તે!??
હાં! ખબર છેને! (નિશાને સાચું ખબર નથી હોતી તે છતાં વાત છુપાવવા માટે નો ડોળ કરે છે)
તેનાં મનમાં હજુ તે મેસેજ મોકલનાર વ્યક્તિ જ ફર્યાં કરે છે. "
કંઈ થયું કે? નિશા!! (જ્યોતિ ફરી પૂછે છે)
"નાં..નાં.. કશું નથી થયું!"
"તો કેમ તારો ચહેરો આટલો આશ્ચર્યજનક લાગતો હોય તેવું દેખાય છે??" મોબાઈલ માં જોયા પછી તું આટલી ડરતી હોય તેવું કેમ લાગે છે?? (મિત્ર ક્રિષ્ના પણ પૂછવા લાગે છે)
"કંઇ નહિ! ચાલો હવે ઘરે જવાનો સમય થઇ ગયો છે.. આપણે નીકળીએ.(નિશા બેગ હાથમાં લઈને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે)
નિશા કંઇક તો વાત છુપાવે છે!! (તેના મિત્રો એકબીજા સાથે ચર્ચા કરે છે)
સીડી ઉતરતાં ઉતરતાં ફરી તે બેગ માંથી મોબાઇલ કાઢે છે અને તે મેસેજ વાંચે છે.."મારે તારું કામ છે તને સમય મળશે?! વાત કરવાનો!" (નિશાનું ધ્રુજવાનું શરૂ જ હતું. તેના હાથ કાંપતા હતાં.)
આંગળીઓ reply નાં બટન તરફ સરકે છે અને મેસેજ ટાઈપ કરે છે કે "શું કામ છે?"
જવાબ આપતાં તરત જ ફરી મેસેજ મળે છે કે," હું એક મુસીબતમાં ફસાઈ ગયો છું. તું મારી મદદ કરીશ?"
આ જોઇને નિશા આશ્ચર્યચકિત થઈ ઊઠે છે તેનાં મગજમાં વિચારોના વાદળો ઘૂમવા માંડે છે.. અવનવાં વિચારો તેના મગજમાં પ્રસ્થાપિત થયા કરે છે.. એવું તે શું કામ પડ્યું કે તેણે મને આજે છેક મેસેજ કર્યો!! શું કામ હશે વળી! એ પણ મારું!!
થોડી વાર વિચારે છે કે મારે તેને જવાબ નથી આપવો.. એ વળી શું કે મન ફાવે ત્યારે મેસેજ કરવાનો! તેને બહુ આવું વલણ હોય તો હું પણ શું કામ જવાબ આપું!! તેમ વિચારીને ફોન બેગમાં મૂકી દે છે અને ઓફિસ પરથી નીકળી જાય છે.. રસ્તામાં સ્કૂટી ચલાવતાં ચલાવતાં ફરી પાછાં તે જ બધાં વિચારો આવ્યાં કરે છે તેનાં મનમાં કે, આ વ્યક્તિ ઇચ્છે છે શું મારાં પાસેથી?!! હજુ તેને મને હેરાન કરીને શાંતિ નથી થઈ! તો ફરી પાછો આવે છે મારાં પાસે, વળી એ પણ મારી મદદ લેવા!! હું નહિ કરું હવે તેને રિપ્લે.. મારે શું છે તેને જવાબ આપીને કે તેને મદદ કરીને! બહુ મદદ કરી અને તેનાં શું ફળ મળ્યાં તે પણ જાણી લીધું અને સમજી લીધું.. હવે બહું થઈ ગયું.. હવે મારે ખોટું દુઃખી થવું નથી.. કોઈની મદદ કરીને પણ આજકાલ કંઇ લાભ મળવાનો નથી..પછી તો આપણી પીઠ પાછળ વાતો જ થવાની છે!! તેનાં કરતાં આ બધી મગજમારીમાં મારે હવે પડવું નથી! મુસીબતના સમયમાં જ હું યાદ આવી તેને! એકલી ને એકલી કેટલુંય બોલી ઊઠે છે!!
Be continue