Premna pankhi - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 3

બીજા દિવસે સવારે ખાટલા પર થી નીચે ઉતારી ને તરત બ્રશ કરી નાહવા જઈ ને ચા નાસ્તો કરી ને હું કૉલેજ જવા નીકળ્યો.ઘરે થી ચાલતા ચાલતા બસ ડેપો માં આયો ત્યાં મન માં તો એ જ વિચારો માં ખોવાયેલો હતો કે સામે થી શુ જવાબ આવશે? ત્યાર બાદ બસ આવી ને અમે બધા મિત્રો બસ માં ચડી ગયા. બસ માં અમારું ભાડુ ૭ રૂપિયા થતું. કૉલેજ આવતાજ બધા અમે બસ માં થી ઉતર્યા અને કૉલેજ ની અંદર આવ્યા. હું તો સીધો અમારા કલાસ રૂમ માંજ ગયો. ત્યાર બાદ જાનવી અને પૂજા બંને આવ્યા અને એ બંને ઉપર ના બીજા માળે ઉભા રહ્યા અને મને ત્યાં બોલાવ્યો.અમના બોલાવતા જ હું એમની જોડે ગયો ઉપર સીડીઓ ચડતા ચડતા કેટલા પણ વિચારો આવી ગયા કે શુ જવાબ હશે. અને હા એટલું જણાવી દઉં કે મેં જેનું નામ ઝાડ પર લખ્યું હતું એ નામ પૂજા હતું. એ મને ખુબ ગમતી હતી.
ઉપર આવતાજ બંને જણી મને ખાઈ જવાની હોય એમ જોઈ રહિ હતી. ત્યારે જેને પ્રપોઝ માર્યો હતો એ તો કઈ ના બોલી અને જાનવી આવી ને બોલી કે જો હિતેન અમે લોકો અહીંયા ભણવા માટે આવી એ છીએ અમે આવા ચક્કર માં પાડવા નથી માંગતા. ત્યારે જોડે જોડે પૂજા પણ આવુ જ બોલી મેં કીધું કે તમે ખાલી જવાબ આપો હા કે ના ત્યાર બાદ અને ના પાડી અને કીધું કે ખાલી ફ્રેન્ડશિપ પણ પછી એ મને મંજુર નોતું. ત્યાં થી હું નીચે આવતો રહ્યો ને બેગ લઇ ને લેકચર છોડી ને હું કૉલેજ ની બહાર આવતો રહ્યો. અને બહાર આવી ને બેઠો. મગજ માં બસ પૂજા, પૂજા ને પૂજા જ થતું હતું. ત્યાં થી મેં નક્કી કર્યું કે હવે હું જાનવી કે પૂજા બંને માંથી કોઈ ને નઈ બોલાવું. અને બીજા દિવસે જયારે કૉલેજ માં ગયો ત્યારે એકલો જ બેઠો અને ત્યારે જગદીશ મારી જોડે આવી ને બેઠો ને પછી મેં એન વાત કરી કે ગઈ કાલે આવું થયુ હતું. મને કે એવું તો બધું ચાલ્યા કરે. જાનવી અને પૂજા ને તો હું બોલાવતો જ નઈ. જયારે પણ અમારો બીજો લેકચર હોય ત્યારે મારો અને પૂજા નો ક્લાસ સામ સામે જ હોતો એટલે મારી નજર એની સામે પડેજ પણ સાચું કઉં તો હું જ્યાર સુધી એને જોઉં નઈ તો મારો દિવસ જાણે અધૂરો પસાર થયો હોય એવું લાગતું હતું. હું એને ખુબજ પ્રેમ કરતો હતો કોઈ દિવસ એ કૉલેજ ના આવે તો બધા જોડે પૂછાવડાવતો કે પૂજા કેમ નઈ આવી. મને આવો હૃદય ને સ્પર્શ કરે એવો પ્રેમ થઈ ગયો હતો. પણ હવે પૂજા ને કોણ સમજાવે એવું તો પછી હું પણ મક્કમ રહી ને ના બોલાવતો. ત્યારે અમારી કૉલેજ માં સેમિનાર યોજાવાનો છે આવી ક્લાસ રૂમ માં સૂચના આવી ત્યારે સર બોલ્યા કે જેને ભાગ લેવો હોય એ નામ લખાવી દેજો ત્યારે એમાં મેં નામ લખાયું અને એમાં શૈલેષ, મનીષ, ભાર્ગવ, જગદીશ બધા એ નામ લખાયું પછી અમે સેમિનાર માં ત્યારે મારી ઓળખાણ એકલા જગદીશ જોડે જ હતી ૨દિવસ ના સેમિનાર માં અમે બધા મિત્રો બની ગયા. ત્યાં અમે લોકો સેવા કરવા માટે રહ્યા હતા. જે બહાર થી આવેલા કવિ, સંપાદક એમ ગણા બધા લોકો આવ્યા હતા. એમ સેમિનાર પૂરો થતા જ રાજેશ મકવાણા જે અમારા ગુજરાતી વિષય ના અધ્યાપક હતા એમણે અમને બધાને સર્ટિફિકેટ આપ્યા એને ફાઈલ આપી.
એવાજ સમય માં અમારા પરીક્ષા ના ફોર્મ ભરવા ના સારું થયાં. અને અમે બધા મિત્રો એ ફોર્મ ભર્યા ત્યારે જાનવી પૂજા અને પૂર્ણા ત્યાં આવ્યા ને લઈન માં ઉભા રહ્યા અમે લોકો ત્યાં બેઠા હતા. પણ આપડે તો ખાલી લાઈન માં ઉભેલી પૂજા ને નિહાળી રાખી. 😉અને પછી અમે લોકો ઘરે જવા નીકળ્યાં ત્યારે અમે જગદીશ ને બંને પેલા જોડે બસ માં આવતા ત્યારે અમે બસ માં ઘરે ગયા. બીજા દિવસે આવી ને ક્લાસ રૂમ માં બેઠા ને વાતો કરતા હતા ત્યારે એક મિત્ર એ મને કીધું કે તે રિંગટોન રાખી છે કંઈક નામ વાળી અમને તો સંભળાય તે મેં કીધું કોલ કર મારાં નંબર પર ત્યારે પૂજા, નેહા, કિંજલ, મનીષા, જાનવી, ઘણી બધી છોકરીઓ બેઠી હતી ને રિંગ ટોન વાગી "તુમ હો પ્યાર તુમ સંસાર તુમ હો મેરી પૂજા રે "♥️ બધા ને ગમી રિંગટોન 🙂.continue...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED