રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 1 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ - 1


નમસ્કાર વાચકમિત્રો...

આજ સુધી અલગ અલગ વિષય પર વાર્તા લખી છે.અને આપ સૌએ પસંદ કરી છે તેના માટે આપ સૌનો આભાર.🙏

આજે પણ મારા કલ્પનાઓના વિશ્વમાંથી એક અલગ જ પ્રકારની વાર્તા લઇને આવી છું.આ વિષય એવો છે.જે નોર્મલી કોઇને દેખાતો નથી.

મેન્ટલ હેલ્થ અથવા ડિપ્રેશન.સ્ત્રી હોય કે પુરુષ બહારથી હસતી અંદરથી કેટલી દુખી હોય છે.એક એવી જ સ્ત્રી રુહીની વાત જે પોતાના પરિવાર માટે કઇપણ કરવા તૈયાર છે.તો કઇરીતે તે થાય છે તેના પરિવારથી દુર.તેના જીવનનો સફર.કઇરીતે તે પોતાના મેન્ટલ હેલ્થને હેલ્થી રાખે છે.અને દરેક મુશ્કેલીને પાર પાડે છે.

મારી વાર્તા છે તો રોમાન્સ મેઇન પોઇન્ટ પર હોવાનો પર તેની સાથે થોડુંક રહસ્ય અને થોડોક રોમાંચ તો ખરો જ.આશા રાખુ છું કે તમે તેને આગળની વાર્તાની જેમ પ્રેમ આપશો.

ધન્યવાદ રીન્કુ શાહ.

કોલેજનો છેલ્લો દિવસ છે.રીઝલ્ટ બધાંના હાથમાં આવી ગયું છે.કોલેજ દ્રારા આપવામાં આવેલી સ્ટુડન્ટ પાર્ટીમાં લાસ્ટ યર બીકોમના બધાં વિધાર્થીઓ પોતપોતાના ફ્યુચર પ્લાન રજુ કરે છે.

છોકરા છોકરીઓ પોતાના ડીજીટલ કેમેરામાં ફોટો પાડી રહ્યા છે. જી હાં આ એ સમયની વાત છે.જ્યારે મોબાઇલ નાનો અને હ્રદય મોટા હતાં.જયારે યાદો ડીજીટલ કેમેરામાં અને હ્રદયમાં કેદ થતી હતી.

રીતુ ,કિરન અને રુહી પણ આ જ રીતે પોતાના લાસ્ટ યરનો લાસ્ટ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે.રીતુ પણ પોતાના ડીજીટલ કેમેરામાં પ્રિન્સિપલ સર અને પ્રોફેસર જોડે ફોટા પડાવી રહ્યા છે.

બધાં ખુશ છે.કોઇ નોકરી શોધશે,તો કોઇ બાપ દાદાના ધંધામાં જોડાશે,કોઇ આગળ ભણશે તો કોઇ પરણી જશે.કોલેજ ખતમ થવાની વાતથી બધાં દુખી છે તો આવનાર ભવિષ્યમાટે ઉત્સાહિત છે.

રુહીના ચહેરા પર હતાશા છે.એક અજીબ ઉદાસી છે.તે વિચારે છે.


"બસ છેલ્લો દિવસ.પછી હું ક્યારેય તેને જોઇ નહીં શકું.મારા મનની વાત મનમાં જ રહી ગઇ."રીતુ અને કિરન તેની સામે જોઇ રહી છે.

"યાર રુહી છોડને તેને જોવાનું.ભુલીજા તેને.તને એ ગમે છે.પણ તું કદાચ તેને નહીં ગમતી હોય.એટલે જ તો નહીંતર ત્રણ વર્ષમાં એક જ ક્લાસમાં હોવા છતાં તેણે તને એક વાર પણ બોલાવી નથી."


"હા અને તને બહુ દુખ થયું હોય તો જા કર તેને પ્રપોઝ."

"હું કરું છોકરી થઇને પ્રપોઝ.અને તેણે ના પાડી તો ઇજ્જતની કેવી ફજેતી થાય.અને ઘરે ખબર પડે તો.ના ભાઇના આપણી કિસ્મતમાં તે નહીં હોય.મને કોઇ અફસોસ નથી.આમપણ મારે કયાં પ્રેમ હતો."રુહી આદિત્યની સામે જોઇને બોલે છે.

અનાયાસે તે જ સમયે આદિત્યનું ધ્યાન રુહી તરફ જાય છે.બન્નેની નજર મળે છે.રુહી તરત જ તેની નજર ત્યાંથી હટાવી દે છે.આ છે આદિત્ય શેઠ હિમાશું શેઠનો એકમાત્ર દિકરો જેમની સોનાચાંદીની મોટી દુકાન છે.આદિત્ય એક દેખાવડો,૫'૧૦ હાઇટ , રંગ ઘઉંવર્ણો પણ શરીર મજબુત જેની સ્માઇલ મોહક છે અને ચહેરો ક્યુટ.ઘણીબધી છોકરીઓ તેની સ્માઇલ પર ફીદા હોય છે.રુહી ત્રિવેદી પણ તેમાની એક છે.

રુહી ત્રિવેદી શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીની નાની દિકરી.ડો.શ્યામ શહેરના જાણિતા મનોચિકીત્સક છે અને રુહી તેમની લાડકવાયી દિકરી,પાપાની પરી.તે એક રાજકુમારીની જેમ જ મોટી થયેલી છે.મોટોભાઇ પણ રુહીને ખુબ જ પ્રેમ કરે છે.ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે.

રુહીની સુંદરતા બેનમુન છે.તેની કાજલવાળી અણિયાળી આંખો,લાંબુ અને પાતળું નાક,હસતી વખતે પડતા ગાલમાં ખાડા અને દુધ જેવી સફેદ.ગુલાબી હોઠ પર રમતું તોફાની હાસ્ય.પણ અત્યંત લાગણીશીલ સાથે શોર્ટ ટેમ્પર પણ.

"હેય ચલોને આપણી ફેવરિટ જગ્યાએ જઇએ એકવાર નાસ્તો કરીએ પછી ઘરે જઇએ."ખાવાની શોખીન રીતુ કોલેજ તરફથી લંચનો આનંદ લીધા પછી પણ પોતાની જાતને તેમની ફેવરિટ જગ્યાએ નાસ્તો કરતા રોકી નથી શકતી.તે રુહી અને કિરનને પરાણે ખેંચીને લઇ જાય છે.

રુહી ,કિરન અને રીતુ નાસ્તો કર્યા પછી બસ સ્ટેન્ડ જાય છે.તે ત્રણેય એક જ સોસાયટીમાં રહે છે.નાનપણથી પાક્કી સહેલીઓ એ સ્કુલ ,કોલેજ હંમેશા એક જ પસંદ કરી હોય છે.અને અનાયાસે દરવખતે તેમને એક જ ક્લાસમાં એડમીશન મળતું હોય છે.

તે ત્રણેય બસની રાહ જોઇને ઉભી છે.તેટલાંમાં એક આશ્ચર્યજનક ઘટના બને છે.આદિત્ય ચાલતો ચાલતો તેમની સામે આવી રહ્યો છે.આદિત્ય કાયમ એકટીવા લઇને કોલેજ આવતો હોય છે.પણ આજે તે ચાલતો ચાલતો એ પણ તેમની તરફ જ આવી રહ્યો છે.રુહીને ગભરામણ થાય છે.તે તેમની પાસે જ આવીને ઉભો રહે છે.
"રુહી મારે તારી સાથે વાત કરવી છે."

"હા બોલો."

"હા પણ અહીં નહીં એકલામાં સાઇડમાં જઇને વાત કરીએ."

"જી પણ હું એકલી નહીં આવું.આ મારી ખાસ ફ્રેન્ડ્સ છે.તમારે જે કહેવું હોય તેમની સામે કહી શકો છો."

તે બધાં સાઇડમાં જઇને ઉભા રહે છે.આદિત્ય તેની બેગમાંથી એક ડાયરી કાઢે છે.તેમાંથી તે ત્રણ સુકાયેલા ગુલાબનાં ફુલ કાઢે છે.બે એકદમ સુકાઇ ગયેલા અને એક થોડું ઓછું.આ ત્રણેય તે રુહીને આપે છે.

" આ ફર્સ્ટ યરથી રોઝ ડે માં લીધેલા રોઝ છે.મને ખબર છે કે તમે મને પસંદ કરો છો.મારી સામે જ જોયા કરો છો.હું પણ તમને પસંદ કરું છું.પણ હું તમને મારી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ નથી બનાવવા માંગતો.હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું.જો તમે આ ગુલાબનો સ્વિકાર કરશો તો હું તમારી હા સમજીશ."

"ત્રણ ફુલ એ પણ સુકાયેલા.તમે લગ્ન માટે પ્રસ્તાવ મુકો છો કે શું? એટલિસ્ટ ફુલો તો તાજા લાવવા જોઇએ."રીતુને ગુસ્સો આવે છે.આદિત્યના પ્રપોઝલ પર.

" અને આ વાત કહેવા માટે ત્રણ વર્ષની રાહ કેમજોઇ?"કિરન.

" ભલે ગુલાબનાં ફુલ સુકાયેલા છે.પણ મારો પ્રેમ તો તાજો છેને.અને રહી વાત તાજા ફુલ લાવવાની તો એ નાહક ખર્ચ કરવો.અને રહી વાત પહેલા કહેવાની તો અગર મે એમ કર્યું હોત તો ભણવાનું અને પૈસા બન્ને બગડ્યા હોત?જુઓ રુહી તમને મારો પ્રસ્તાવ સ્વિકાર્ય હોય તો આ મારો નંબર છે મને મીસકોલ મારજો હું મારા માતાપિતાને તમારા ઘરે લગ્નની વાત કરવા મોકલીશ.મારા માતાપિતાને પણ તમે પસંદ જ છો."

આદિત્ય ત્યાંથી જતો રહે છે.ત્રણેય સહેલીઓનું મોઢું ખુલ્લું છે.સૌથી વધારે આશ્ચર્ય અને આઘાતમાં રુહી છે.તે સમજી જ નથી શકતી કે તેની સાથે શું થઇ રહયું છે.

" આ શું હતું? લગ્ન માટે પ્રપોઝલ કે બિઝનેસ ડિલ માટે પ્રપોઝલ? કેટલો ગણતરીબાજ માણસ છે."કિરનને વિશ્વાસ નથી થતો.

" રુહી ના પાડી દે.મને નહતી ખબર કે આ માણસ આટલો બેકાર છે.આ માણસની સાથે લગ્ન તો શું વાત પણ ના કરાય.અગર આની સાથે તે લગ્ન કર્યાને તો દુખી જ થઇશ."

બસ આવતા ત્રણેય સહેલી તેમના ઘર તરફ રવાના થાય છે.

યાદો માંથી રુહી બહાર આવે છે.

અત્યારના સમયમાં...
"મમ્મી મારી ટ્યુશનની બુક્સ ક્યાં છે?" દસ વર્ષનો નાનો આરુહ બુમ પાડે છે.

"વહુ મારી પુજાની થાળી અને ભોગની થાળી તૈયાર છે?"

" હા આવી .રુહી ઘરના અન્ય કામને છોડીને તે બન્નેની સેવામાં લાગે છે.

* * *

અત્યારનાં જ સમયમાં.

હરિદ્વારમાં એક મોટી આલીશાન હવેલીમાં એક શાનદાર રૂમના વિશાળ પંલગમાં એક ત્રીસ વર્ષનો યુવાન સુતો છે.તેની ખુલ્લી છાતી પર વાળ છે.મસ્લસ પણ છે.તેના બાવળા જીમમાં પરસેવો પાડીને બનાવેલા છે.ચહેરો ગોરો અત્યંત હેન્ડસમ જાણે કામદેવનો બીજો અવતાર.અણીયાળી ટ્રીમ કરેલી સ્ટાઇલીશ રજવાડી મુંછો.તે મીઠી નીંદરમાં છે.

અચાનક એક જોરદાર અવાજ આવતા તે સફાળો ઉઠી જાય છે.તે તેનો કુરતો પહેરે છે અને નીચે આવે છે.

" આ શું માંડયુ છે? સવાર સવારમાં આ કોલાહલ શાનો છે? રઘુકાકા.અને આ બાઇ કોણ છે? તમને ખબર છેને સ્ત્રીઓથી એલર્જી છે મને. કાઢો તેમને મારા ઘરમાંથી."સીંહ જેવો અવાજ ગર્જે છે.

"બાબા."રઘુકાકા તેના એકમાત્ર પરિવારના સભ્ય ગણો કે જુના વફાદાર નોકર.આ છે રુદ્રાક્ષ સીંહ.પણ બધાં તેને રુદ્ર કહે છે.

" બેન તમે જાઓ.માફ કરો બાબા પણ અમુક રસોડાના કામ સ્ત્રીઓ જ સારી રીતે કરી શકે."

"સવાર સવારમાં સ્ત્રીનું મોઢું જોવું પડયું."રુદ્રનો મુડ સવાર સવારમાં બગડે છે.તેટલાંમાં તેમનો એક મેનેજર આવે છે.

"રુદ્ર સર કાકાસાહેબના માણસોએ આપણા ઉભા પાકને આગ લગાવી દીધી છે."

"કાકા સાહેબ.તમે તમારી હરકતોથી બાજ નહીં આવો.હવે તો તમને સબક શીખવાડવો પડશે."

શું રુહીએ આદિત્યનો પ્રસ્તાવ સ્વિકાર્યો હશે?
શું કહાની છે રુદ્ર અને તેમના કાકાસાહેબની? જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

Jeet Gajjar

Jeet Gajjar માતૃભારતી ચકાસાયેલ 6 કલાક પહેલા

Amita patel

Amita patel 1 માસ પહેલા

Nimish Thakar

Nimish Thakar માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

Kano

Kano 9 માસ પહેલા

Ankit

Ankit 1 વર્ષ પહેલા