Back to Happiness 🌺 ભાગ:2
(આશિયા ઉતાવળમાં નીકળે છે કૉલેજ જવા માટે..બસમાં બેસીને આરામ થી સોંગ સાંભળે છે અને ત્યાંથી લાયબ્રેરી માં જાય છે અને ત્યાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બાઈકસવાર કોઈ છોકરો પાછળ આવીને હોર્ન વગાડે છે..ત્યાં એકટીવા પર સવાર કોઈ છોકરી આવીને આગળ ઉભી રહે છે આશિયા ગુસ્સામાં પાછા ફરીને જુવે છે)
આશિયા ગુસ્સામાં પાછા વળીને જુવે છે..એટલામાં એકટીવા સવાર છોકરી મોઢું બાંધેલું હતું એ ખોલે છે..એટલે આશિયા તરત જ બોલી ઉઠે છે...પાગલ તું..અહિયાં કેમ??...ક્યારે પાછી આવી જયપુર થી..??..કમસે કમ ફોન કરીને તો કહી શકે ને કે હું આવવાની છુ..અરે ! કંઇક તો બોલ..
માયરા જી...કંઇક બોલવાની કૃપા કરો...આવી રીતે સામું જોયા વગર..અને third partner ક્યાં છે??..એ પણ આવ્યો છે??..અને પાછળ થી અવાજ આવે છે...
આપને બુલાયા ઓર હમ ચલે આયે..આશિયા જી..એમ બોલતા બોલતા હેલ્મેટ ઉતારે છે..બિલકુલ એવી જ છે જેવી
છ વર્ષ પહેલા હતી આશી..
આશિયા: રુહાન...માર ખાઈશ એક દિવસ મારા હાથે...હું ડરી ગઇ હતી..સુધર હવે તો..
માયરઆ: આશી..તું અમને બોલવા તો દે કે પછી તું જ બોલીશ..આટલા સમય પછી મળ્યા છીએ અને આમ સવાલો ની છડી ના વરસાવીશ..કંઈક દયા કર આ નાના બાળકો પર..
રુહાન: આશી...તું ફ્રી હોય તો આપણે થોડી વાર બેસીએ ક્યાંક..
આશિયા: હા..9:30 થાય છે મારી પાસે કલાક છે હજુ..બેસીએ ચાલો..તમારી સાથે બોવ બધી વાત કરવાની છે..
રુહાન અને માયરા એ આશિયા ના સ્કૂલ ફ્રેન્ડ છે..માયરા છોટુ કહી શકાય એવી height પણ ગોલુમોલુ જેવી..ભૂરી ભૂરી આંખો અને હંમેશા હસતો ચહેરો.. બોવ જ સ્વીટ અને સૌથી બેસ્ટ તો એ કે પોતાના સુર થી બધાને ચકિત કરી દે એવો અવાજ.. ગમે તેટલો મૂડ ખરાબ હોય ને સોન્ગ ગાવાનું ચાલુ કરી દે..અને મૂડ બની જાય..તે સંગીત ના નામે ઘણા ઇનામો મેળવી ચુકી હતી..રુહાન અને માયરા ભાઈ બહેન હતા..રુહાન 6.3 જેવી height..ફ્રેંડલી મિજાજ..બોલકણો સ્વભાવ..સંગીત માં બન્ને ભાઈ બહેન duet કરીને માહોલ ને રંગીન બનાવી દેતા..આશિયા કવિતા.. વાર્તાઓ લખવામાં અને સાહિત્ય માં રસ દાખવતી હતી..રુહાન અને માયરાને આશિયા ના આ શોખ ના કારણે જ ઓળખ થઈ હતી.3 ની ફ્રેંડશીપ સ્કૂલ ટાઈમે બોવ જ જાણીતી હતી..
માયરા: (આપણે ત્યાં લાયબ્રેરી ની બહાર બેસીએ??)..
આશિયા: હા.. ત્યાં જ બેસીએ.
(લાયબ્રેરી ની બહાર પહોંચતા)...
(ત્રણેય બાંકડા પર બેસે છે)
આશિયા: તમે બંને અચાનક અહીંયા કઈ રીતે??..અને મારે તમારી સાથે વાત જ નથી કરવી..અચાનક કાઈ કીધા વગર જતા રહયા હતા..
માયરા અને રુહાન એક સાથે...આશી અમારી વાત તો સાંભળ..
માયરા : પપ્પા આર્મી માં છે એ તો તને ખબર છે..પપ્પા ને જયપુર માં બદલી થઈ ગયી હતી એટલે અમારે જવું પડયું.. અને અચાનક જવાનું થયું હોવાથી અમે તને મળી જ ન શક્યા ..પણ એક દિવસ એવો નથી ગયો જ્યારે તને અમે યાદ ન કરી હોય..we miss you dear..
રુહાન : we miss you lot.. આશી.
આશિયા : i miss you lot guys.. listen guys.. તમે અહિયાં કેવી રીતે??..કેટલા દિવસ માટે આવ્યા છો??..2 દિવસ પેહલા જ આપણે વાત થઇ તો કઈ કીધું કેમ નઈ??
રુહાન: અમે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા ..અને ત્યારે અમે અમદાવાદ માં આવી ગયા હતા અને એટલે જ તને આખા દિવસ નું ટાઈમ ટેબલ પૂછ્યું હતું અને કૉલેજ ની બધી જવા આવવાની માહિતી..
માયરા : આશી..હવે હું જે વાત કહીશ એ સાંભળી ને તું ઉછળી પડીશ..
આશિયા: ઓયય..dear ખોટું સસ્પેન્સ ના કરીશ..બોલ ને હવે..Rj તું બોલ..
રુહાન : અમે પાછા આવી ગયા છીએ. અને હવે આપણે રોજ મળી શકીશું કેમ કે અમે ઝૂલોજી ડિપાર્ટમેન્ટ માં પ્રથમ વર્ષ માં admission લઈ લીધું છે.. અમને બંનેને મળી ગયું એડમિશન પ્રથમ રાઉન્ડમાં જ....
આશિયા: અરે વાહ.. સાચે??..હવે હું તમને બિલકુલ યાદ નઈ કરું...
માયરા : સાવ આવું આશી...કેમ આમ??
રુહાન : હા.. અમારા માટે તું એ જ છે..બાકી તને બોવ નવા નવા ફ્રેંડ બની ગયા એટલે ભૂલી ગયી હોઈશ ને ..
આશિયા : guyz..મારી વાત તો પુરી કરવા દો હવે ડાયરેક્ટ મળવા જ આવી જઈશ એમ કહેતી હતી..
રુહાન : ઓહહ.. તો બરાબર.. અંકલ..આન્ટી..આરવ ભાઈ બધા મજામાં...
આશિયા: બસ મજામાં..ઘરે કહીશ તો એ લોકો પણ ખુશ થઈ જશે..
માયરા: તારે લેકચર હોય તો હમણાં જઇ આવ..સાંજે મળીએ ..અમે તો ફ્રી છીએ હાલ પણ તારે લેકચર હશે..
કેટલા વાગે ફ્રી થઈશ..??
આશિયા: ઓકે..તો બસ હું જઈ ને આવુ..2:00 વાગે હું લેકચર પતાવી ને આવુ છું..ચાલો બાય મળીએ..અને duet મ્યુઝિક સંભડાવજો..કેટલા સમય થી સાંભળ્યું જ નથી તમારા અવાજે..
રુહાન અને માયરા: 2:00 મળીએ આશી..કોલ કરજે..ચલ બાય...
(આશિયા લેક્ચર માટે જાય છે)
(આશિયા આજે બોવ જ ખુશ હતી..આજે તો એનું ધ્યાન લેકચર માં નહોતું લાગતું...ત્રણ લેકચર તો કેટલા દિવસો જેવા લાગી રહ્યા હતા)
(આશિયા..માયરા..રુહાન ની દોસ્તી ના નવા રંગો..અને આશિયા ને કઈ રીતે અસલી ખુશી તરફ લઈ જશે??..એ બધું જોઈશું આગળ ના ભાગમાં)
~🌺 M@nsi G@ndhi 🌺