paheli nazare - 1 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરે - 1

" પહેલી નજરે ".... દોડતી દોડતી પડોશી છોકરી સેજલ ઘર માં આવી..બા ને જોઈ ને ગભરાઈ ગઈ..સેજલ ગભરાતા ગભરાતા બોલી," બા..." કરડી નજરે બા એ સેજલ સામે જોયું. બા બોલી," શું કામ છે?" સેજલ બોલી," બા,મારી સ્કુટી ચાલુ થતી નથી." " તો.. હું શું કરું? તારા પપ્પા નથી!". સેજલ બોલી," બા, પપ્પા બહાર ગયા છે.મારાથી સ્કુટી ચાલુ થતી નથી...તો..તો..આ જીગા ને મોકલો ને..એને આવડે છે". બા બોલી," એમ...એને આવડે છે!" આટલું બોલી ને બા એ જીગા સામે જોયું અને બોલી," જીગા,આ સેજલ ની સ્કુટી ચાલુ કરીને ઘરે આવી જજે..પાછો આડો અવળો જતો નહીં." જીગર એક ૧૮ વર્ષ નો ટીન એજ છોકરો..સેજલ એની પડોશી માં રહેતી નટખટ ૧૬ વર્ષ ની છોકરી..એક જ સોસાયટી માં રહે..સેજલ કોઈ ને કોઈ બહાને જીગા ને મલવા આવે...જીગો..એ લાડકું નામ.. જીગર સ્કુટી ચાલુ કરવા માટે સેજલ સાથે સોસાયટી માં ગયો.. થોડીવાર માં સ્કુટી ચાલુ થઇ ગઈ. " લે સ્કુટી તો ચાલુ જ છે..તને આવડતી નથી કે શું" જીગર બોલ્યો.. ધીમું હસતા સેજલ બોલી," આવડે છે પણ.. તને આવડે છે કે નહીં એ જોવું હતું.એ બહાને વાત કરી શકું ને.". જીગર બોલ્યો," આ બા જોશે તો મારૂં તો આવીજ બનશે.તને તો ઘર માં પેસવા જ નહીં દે.ચાલ હું ઘરે જઉ છું" એમ બોલી ને જીગર ઘરે જવા જતો હતો એટલે સેજલે એને રોક્યો બોલી.,"બસ હવે જતું રહેવાનું..આ સ્કુટી ની પાછળ બેસી જા.મને આવડે છે કે નહીં એ જો.અને સ્કુટી બરાબર ચાલે છે કે નહીં.એ પણ જો..તને આવડે છે ને તો મદદ કરે." ના.ના..બા જોશે તો.! ‌. " અરે તું તો બા થી બહુ ગભરાય છે..એમને ખબર પણ પડશે નહીં ..જો ખબર પડશે તો હું કહી દઈશ કે મને શીખવાડતો હતો.". સેજલે સ્કુટી ચાલુ કરી ને જીગર ને પછળ બેસાડી ને સોસાયટી ની બહાર લઈ ગ ઈ.જીગર બોલ્યો," બસ..બસ.. હવે બહુ થયું.. ઉભી રાખ."... પણ.. સેજલે સ્કુટી મારી મુકી..નજીક આવેલા જીમખાના મેદાનમાં એક બાજુ ઉભી રાખી.. બોલી," બસ.હવે.. તું તો બહુ બીકણ છે.મને ખબર છે તને હું પસંદ છું..મને પણ...........ચાલ હવે મને સ્કુટી ચલાવતા શીખવાડ.". " પણ. તને તો આવડે છે.".. બસ.બસ..હવે...મને એમ કહે...આ તારા ઘરે કાલે પેલી ભમરડી.. કેમ આવી હતી.". " તું કોની વાત કરે છે..મને સમજાતું નથી."...... "ઓહોહો.. તું તો બહુ કાલો થાય છે..એક સાથે બે..બે.. સાથે!". " સેજલ તું શું કહેવા માંગે છે એ ખબર પડતી નથી.". "અરે.બુદ્ધુ ..તને ખબર પડતી હોત..તો તું જ મને અહીં લાવતો..આ પેલી પ્રેમ લતા ના તારા ઘરે બહુ આંટાફેરા થાય છે.". " ઓહ્ તું એની વાત કરે છે..આ તો બા ની એક બહેનપણી છે દર્શના બા..એની પૌત્રી છે.. દર્શના બા મારી બા ને મલવા આવે એટલે એ આવે છે.". " ચાલ જુઠ્ઠા...એ પ્રેમ લતા મારી સાથે ભણે છે..એ બે ચોટલા વાળી..ચીપ.ચીપ..તેલ વાળું માથું ..અમે તો એને..મણી લતા કહીએ છીએ." "જો સેજલ એવું ના કહેવાય.". "જોયું.. જોયું.. ખોટું લાગ્યું.ને..મને હતું જ કે દાળમાં કાળું છે જ..પણ એ કાલે તારી પાસે આવી ને શું કહેતી હતી?". "પણ્ તને કેવીરીતે ખબર પડી.?". "લે..એ આવે એટલે હું જાસુસી કરૂં છું.. કોઈ આ બુદ્ધુ ને બેવકુફ ના બનાવે!". " જો સેજલ..આ તો એવું છે કે. દર્શના બા હમણાં થી બહુ આવે છે બા સાથે ગુસપુસ કરે છે. મમ્મી કહેતી હતી કે એ આપણા નાત ના છે કદાચ..એમની આ પ્રેમ લતા નું તારી સાથે..પહેલે થી નક્કી કરવા માંગતા હશે..આમે ય નાત માં સારા છોકરા ક્યાં છે?" "પણ.પણ. અત્યાર થી?" સેજલ બોલી...પણ એણે તને શું કહ્યું એ મારે તો જાણવું છે."સેજલ થોડું ગુસ્સો કરીને બોલી. જીગર બોલ્યો," આ તારા નાક પર નો ગુસ્સો.. સરસ લાગે છે.". "જો વાત ના બદલ..જો આવો ગુસ્સો સારો લાગતો હોય તો એ સગલી સામે શું કામ જુએ છે?. પહેલાં મને એ કહે..એ તને શું કહેતી હતી?" એ પ્રેમલતા એમ કહેતી હતી કે.. એને હું બહુ ગમુ છું.એની બા ને પણ....સાથે એ પણ કહેતી હતી કે જેવું મારું ભણતર પુરુ થાય એટલે...". એટલે શું?". એટલે કે એની સગાઈ મારી સાથે .. હમણાં તો બા વાત કરવા આવી છે.". પછી એ ભમરડી શું બોલી?". પછી શું એણે એનો પ્રેમ વ્યક્ત કર્યો.. પછી..... હું ના કહી શકું.". " કેમ કેમ? એણે કોઈ અડપલું કર્યું તારી સાથે..તે તું શરમાય છે? બોલ.." " બા અને દર્શના બા બીજી રૂમમાં હતા એ જોઈ ને એ ધીમે રહીને મારી પાસે આવી...અને...અને..જા નહીં કહું." જીગર ને હવે સેજલ ને ચીડવવા ની મજા આવતી હતી. " અરે.. તું તો ખરો છે.તને કહેતા કંઈ થાય છે?". હા..એ ધીમે રહીને મારી પાસે આવી અને મારા ગાલે.... એમ બોલી ને જીગર અટકી ગયો. સેજલ ગુસ્સે થઈ..બોલી..મને કહે એણે તારા ગાલે શું કર્યું.ચીમટો ભર્યો?". "ના.ના..એણે તો મારા ગાલે વ્હાલ ની પપ્પી આપી." જીગર હસ્યો.. "એમ.. એણે પપ્પી આપી અને તે લીધી પણ ખરી એમ ને?એ આમ કરી જ શકે જ કેમ?". જીગર ધીમે થી સેજલ પાસે આવ્યો અને સેજલ ના ગાલે ચુંબન કર્યું.. પછી બોલ્યો.આવી રીતે." સેજલ શરમાઇ ગઇ.બોલી ,"સાચું બોલ.. તેં એને તો નથી કરીને.તોજ મને ખબર પડે કે તું મારો કે એનો." " અરે.. ગાંડી..એ જ વખતે તારા ઘર માં થી ધડામ દઈને અવાજ આવ્યો..એટલે હું દોડી ને તારા ઘરે આવ્યો..માસી ને પુછ્યુ કે શાનો અવાજ આવ્યો..તો એમણે કહ્યું કે સેજલે ફ્લાવર પોટ ગુસ્સા માં તોડી નાખ્યો ને રીસાઈ ને બીજા રૂમમાં જતી રહી તું એને મનાવી લાવ. ". પછી સેજલ બોલી," તું મારી રૂમમાં આવ્યો મારા હાથ ની એક આંગળીએ લોહી નીકળતું હતું એ જોઈ ને તરતજ તે એ આંગળી તારા મોં માં મુકી પછી તારા રૂમાલ થી એ લોહી લુછી કાઢ્યું.". હા.. હવે તને કેવું છે? જીગર બોલ્યો...સારું સારું..ચાલ હવે ઘરે નહીં તો તારી બા તને મારી સાથે આવવા દેશે નહીં.". જીગર અને સેજલ નો મુગ્ધા વસ્થા નો પ્રેમ....... દર્શના બા ની વાત જીગર ના પપ્પા એ સ્વીકારી નહીં.. કહ્યું એ ભણતર પૂરું કરે પછી વિચારીશું. જીગર અને સેજલ નો પ્રેમ ચાર વર્ષ ચાલ્યો.ત્યા સુધી માં જીગર ભણી રહ્યો અને શહેર માં સારી નોકરી મલી. થોડા દિવસ માં સેજલ ના પપ્પા બા પાસે આવ્યા. સેજલ માટે જીગર...પણ બા ને મંજુર નહોતું.. એટલે એક દિવસ જીગર અને સેજલે સાદગી થી લગ્ન કરીને ઘરે આવ્યા..જીગર ની મમ્મી અને પપ્પા એ બા ને સમજાવ્યા... છેવટે સેજલ ને સ્વીકારી.... જીગરે ચશ્મા કાઢ્યા.અતીત ની યાદો માં ભીના થયેલા ચશ્મા ને હાથ રૂમાલ થી લુછ્યા...ઉંમર ના એક પડાવ પર આવેલા જીગર ની નજર દરવાજે પડી.. સેજલ ખુશખુશાલ થતી આવતી હતી..માથે કાળા કલર વાળા વાળ ની સાઈડ ની સ્હેજ ધોળી લટ ને સીધી કરતી આવી.બોલી," આજે તો પ્રેમ લતા મલી હતી.એ એના વર સાથે ઓસ્ટ્રેલિયા થી આવી છે.". " હેં કોણ? કોણ પ્રેમ લતા?". " તમને તો ઉંમર સાથે યાદશક્તિ પણ ઓછી થતી જાય છે..પેલી જે તમારી પાછળ ફરતી હતી એ.". "તો.મારે શું કરવાનું.હવે?". " આ બજાર જ ઈ ને માથા ના વાળ કપાવજો.સાથે સાથે દાઢી પણ કરાવજો..આમ તો કેવા લાગો છો?". . " એ પ્રેમ લતા શહેરમાં આવી હોય એટલે મારે વાળ કપાવવા જવાનું?". "તમે તો હજુ પણ બુધ્ધુ છો.હજુ સમજ્યા નહીં.આ પ્રેમ લતા સાંજે આપણા ઘરે આવવાની છે. " " કેમ કેમ? તને તો એ ગમતી નહોતી.. "એ વખતે ની વાત જુદી છે..આ આપણો પ્રેમલ ને જોવા..એની છોકરી રૂબી માટે આપણા પ્રેમલ ને જોવા આવવાની છે... ઓહોહો..પ્રેમ લતા નો ઠસ્સો તો જુઓ..આ ઉંમરે પણ એ જીન્સ અને ટોપ પહેરે છે.આ પ્રેમલ ને ફોન કરીને કહો કે સાંજે થોડો વહેલો આવે મહેમાન આવવાના છે. " .......... ઓકે .સેજલ રાણી... તમારી વાત તો માનું છું..પણ.પણ... " શું પણ.પણ...તમે તો દર વખતે પણ પણ.જ બોલો છો.. "આ પ્રેમલ પણ આપણી જેમ.........".જીગરે વાત અધુરી છોડી દીધી.... "ના.ના..આપણો પ્રેમલ તો સાવ સીધો કોઈ છોકરી તરફ જુએ જ નહીં." સેજલ બોલી. ". "અરે સેજલ હું પણ સીધો ને ભોળો જ હતો ને છતાં પણ આપણે બા ની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા કે નહીં." " તમે આવું ના વિચારો. સાંજે મહેમાન આવીને જાય પછી પ્રેમલ ને પુછીશ." **********મિત્રો તમને શું લાગે છે? પ્રેમલ પણ એના માબાપ ની જેમ કોઈ ના પ્રેમ માં હશે? અને પ્રેમ લતા ની પુત્રી રૂબી પ્રેમલ ને પસંદ કરશે? કે પછી કહાની માં કોઈ ટ્વીટ્સ હોઈ શકે..આપના પ્રતિભાવ આવકાર્ય છે... @ કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો