Featured Books
શ્રેણી
શેયર કરો

Love Marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? - 1

love marriage પછી પ્રેમ ને હમેશાં ટકાવી રાખવાં શુ જરુરી છે? આજે ઘણાં એવાં કિસ્સાઓ જોવાં મળે છે કે લગ્ન કર્યા હજું તો થોડો જ સમય થયો છે ને વાત છેક છુટાછેડા સુધી પહોચી ગઈ હોય . એમાં પણ નવાઈ ની વાત તો એ હોય છે કે એ પતિ પત્ની એ પ્રેમ લગ્ન કર્યા હોય છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે આનાથી પણ પ્રેમમાં બદલાવ આવી શકે છે? નીચેના ત્રણ મુદ્દાઓ લગ્ન જીવન ને મહત્વનું બનાવે છે.
1) જવાબદારી
લગ્ન કર્યા પછી જો મહત્વનું કાર્ય જો બની જતું હોય તો એ છે જવાબદારી. એ પણ સાચું છે કે લગ્ન પછી જવાબદારીઓ વધી જાય છે. જો પત્ની ના પિયર તરફ થી કોઈ પણ મહેમાન હોય કે સબંધી હોય એને મીઠો આવકારો આપીને ખુબ નિસ્વાર્થ ભાવે એમને સાચવવાની જવાબદારી પતિએ આંખો બંધ કરીને લઈ લેવી જોઈએ. જો પતિ ના સબંધિત કોઈ મહેમાન હોય તો એને સાચવવાની જવાબદારી પત્ની એ જરુર સંભારવી જોઈએ...આ મુદ્દા પર જો પતિ પત્ની વચ્ચે કોઈ ભેદભાવ થશે તો પ્રેમ માં ફેરફાર જોવાં મળશે. પતિએ એક વાત નું ધ્યાન રાખવું જોઈએ કે જે એની પત્ની છે એ કોઈક બાપનો હૃદય નો ટુકડો જે એને 20 વર્ષ સુધી સાચવીને તમને આપ્યો છે.જેથી પત્ની ને ક્યારેય દુખ ના આવે એની કાળજી રાખવી જોઈએ.પત્ની માટે પતિ જ સર્વસ્વ બની જતો હોય તો પતિ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે પત્ની પણ મારો એક ભાગ છે. એક બીજા પ્રત્યે કોઇ વાતે અજાણ્યાં ના રહેવું જોઈએ. જો પતિ અને પત્ની ને બાળકો હોય તો એ વાત નું ધ્યાન રાખવું કે કોઈ બિમાર થાય કે કોઈ અન્ય મુસીબત આવી પડે તો
એ પરિસ્થિતિઓ માંથી બહાર કાઢવાનું કામ પરિવાર નાં સભ્યો માટે જ કરવું. પહેલાં તમારા પરિવાર ને સાજો કરો પછી જ બીજું કાર્ય કરવું. જો તમે પરિવાર ને છોડી ને કોઈ બીજે આગવું પડતું ધ્યાન આપશો તો પતિ કે પત્ની વચ્ચે નારાજગી કે નાં ખુશીના દ્રશ્યો જોવા મળશે જે પ્રેમ માં ઊણપ કરશે. માટે જ પતિ અને પત્ની એક બીજા ની જવાબદારીઓ જો સમજે તો પોતાનાં સાથી સાથેના પ્રેમ માં વધારો કરે છે




2) જરુરિયાત
લગ્ન થઈ ગયા પછી જીવન આપોઆપ ચાલવા નથી લાગી જતું પણ એને ચલાવવું પડે છે.જે જરુરિયાતો પુરી કરીને....હવે સાંસારિક જીવન કહેવાય જે સમાજ માં રહેવાનુ હોય તો ઘર જોઇએ..હવે ઘર હોય તો ઘરને લગતી તમામ પ્રકારની વસ્તુઓ જોઇએ..પછી સરસ રીતે જીવન પસાર થાય..જો તમારું સાથી પાત્ર જો કહે કે આ વસ્તુ આપડી પાસે નથી તો એ વખતે સમજણ થી કામ લેવું.જરૂર પડે તો એ જરુરિયાત થી વંચિત તમારા સાથી પાત્ર ને ના રહેવા દેવું. પત્ની ની નાની ઈચ્છા પણ દુખ માં ના પરિણામવી જોઇએ. બાળકો ને સાર સંભાર ને લગતી સમસ્યા ના આવે અને એની જરુરિયાતો પણ સમય સાથે વજન આપવો. ઘરની આર્થિક સ્થિતિ ને જોઈ ને જરુરિયાતો ને પુરી કરવી જોઈએ. જરુરિયાતો પુરી કરવાં કોઈ એવું પગલું ના ભરવું કે પરિવાર ઉપર દુખ ના ઢગલા આવી પડે. એક બીજા ની આવી સાથે મળીને જીવન જરુરી હોય એવી જરુરિયાતો ને પુરી કરવાથી લગ્ન જીવન સારું રહે છે
ભાગ 2 આગળ ની વાત એટલે કે 3 મુદ્દા ઉપર લેખ ને આગળ ના ભાગ 2 ની અંદર કરવામાં આવશે.
ધન્યવાદ
આભાર 🙏🏼