મળશું તો મજા આવશે ભાગ-૧ જય રાવળ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મળશું તો મજા આવશે ભાગ-૧

સવાર ના 8 વાગ્યા હતા. હું બ્રશ કરતો કરતો દુકાને ખારી લેવા ગયો. ખારી લઈને ઘરે પરત ફર્યો તો રસ્તા મા કરશન કાકા ના ઘર બહાર ઘોંઘાટ સંભળાયો લાગ્યું કે જાણે કોઈ ઝગડ તું હોય, મેં ત્યાં જઈને જોવા નો પ્રયત્ન કર્યો તો સાચ્ચેજ ત્યાં કોઈ કારણોસર કરસનકાકા, એમની પત્ની અંબાકાકી, અને તેમના નાના ભાઈ મોગજીકાકા
ઝઘડી રહ્યા હતા.પણ એ ઝગડા માં આંગણા ના ખૂણા પર કોઈ ઉભું હતું. ખબર નઈ કોણ હતું.પણ હતું એ સુંદર વ્યક્તિત્વ. ખબર નઈ કેમ મને ઘડી ઘડી એને જોવા ની ઈચ્છા થતી હતી, પણ વળગણી પર ના કપડાં આડા આવતા હતા એટલે એ સુંદર વ્યક્તિત્વ મને બરોબર દેખાતું ન હતું.પણ ઈશ્વરે જાણે મારા પર રહેમ કરી હોય એમ જોરથી પવન ફૂંકાયો અને એ વળગણી પર થી ઓઢણી ઉડી ગઈ.અને મને એનો ચહેરો દેખાયો એને જોઈ ને જાણે એવું લાગ્યું, કે સ્વર્ગ પરથી અપ્સરા પોતે ધરતી પર આવી હોય.અને મને કહેતી હોય કે મને તારી બનાવી લે . થોડીક ક્ષણ માટે લાગ્યું કે આને ભગવાને મારી માટેજ બનાવી છે. હું એને જોતા જ એની સામે જોતો રહ્યો.એની આંખો માં આંસુ ભરાયેલા હતા અને એ આંસુ માં હું ડૂબી જાવ એવું થતું હતું. માસુમ અને નિખાલસ ચહેરો જે કોઈ પણ જોવે તો બસ એના પ્રેમ માં પડી જાય.
એને ગામમાં પેલી વાર જ જોઈ હતી પેલા ક્યારેય જોઈ ન હતી.ગામ માં મિત્રો ને પૂછ્યું ત્યારે એમણે જણાવ્યું કે એ કરસન કાકા ની દીકરી અંકિતા છે.અને કાલે સાંજે જ એના મામા ને ત્યાંથી અહીં આવી છે.અને હવે અહીં જ રહેવાની છે. આ સાંભળી ને મારી ખુશી નો તો કઈ પાર જ ન રહ્યો.હું મનમાં ને મન માં મલકાવા લાગ્યો. કહેવાય છે કે આપણી દુનિયા આપણે પોતે જ બનાવીએ છીએ.અમુક લોકો ને આપણે પસંદ કરીયે છીએ.તો અમુક લોકો આપણને પસંદ કરે છે.અને અમુક એવા હોય છે.જે એક જ મુલાકાત માં દિલ માં એવા સમાઈ જાય છે,જેમ કે કોઈ ખૂબ જૂનો સબંધ હોય. ખબર નઈ, પરંતુ એટલું તો ખબર છે કે કંઈક તો છે જે મને એની તરફ ખેંચી રહ્યું છે.
અરે યાર...વાતો માં ને વાતો માં હું તમને મારો પરિચય આપવા નો ભુલી ગયો.તો ચાલો આપી દઉં.
મારુ નામ અશોક છે. અને ગામ માં લોકો અને મિત્રો અશકો કહી ને બોલાવે અને પ્રેમ થી....કોઈ બલાવતું જ નથી. હું આમ તો 10 માં ધોરણ સુધી ભણેલો છું.પણ 10 માં ની પરીક્ષા નતી આપી એટલે 9 પાસ છું. પણ આવડે મને ઘણું બધું પણ અત્યારે તો મને પ્રેમ કરતા આવડી ગયો હતો.
એ પણ કરસન કાકા ની અંકિતા સાથે! તો ચાલો મારા પ્રેમ ની સફર ચાલુ કરીએ.

એક વખત અંકિતા મંદિરે જય રહી હતી હું પણ એની પાછળ પાછળ જાવા લાગ્યો એ મંદિર માં થી દર્શન કરીને પાછી નીકળી તો મેં એની જોડે વાત કરવા નો પ્રયત્ન કર્યો પણ હિમ્મત ના થઈ મન માં ડર લાગતી હતી. એ મારી સામું જોતી પણ ના હતી.હું રોજ એનો પીછો કરતો પણ કાઈ મેળ પડતો નઈ.એના પપ્પા ને દુકાન હતી અને એ દુકાન માં મારુ વિમલ નું ખાતું ચાલતું હતું. હું વિમલ ખાતો હતો એ પણ તંબાકુ નાખી ને એક દિવસ હું ત્યાં વિમલ લેવા ગયો મેં ત્યાં જઈને જોયું તો દુકાન માં અંકિતા બેઠી હતી .હવે તો લોચા થયા વિમલ લેવી તો લેવી કઈ રીતે. જો એના જોડે વિમલ માંગુ તો અને ખબર પડી જાય કે હું વ્યસન કરું છું અને પછી એ મને પસંદ પણ ના કરે તો! હું મન માં બઉજ મૂંઝાયો કઈ ખબર જ નતી પડતી કે સુ કરું પણ હું હિમ્મત કરીને દુકાને ગયો અને અંકિતા ને પૂછ્યું.