MIDDEL CLASS DREAM - 1 books and stories free download online pdf in Gujarati

મીડેલ ક્લાસ સપનું - 1

હેલો બધા ને હું હેપી બોય ફરી થી તમારી મારે નવી વાત લઇ ને આવ્યો છું પણ આ વખતે કોઈ નાની સ્ટોરી કે વાર્તા નાઈ પણ એક જોવેલા સારા અનુભવ ની વાત છે

" દરેક જીવંત વ્યક્તિ ને સપનું જોવાનો અધિકાર છે " આ વાક્ય કોઈ કે સાચું કીધું છે

મને કયો સપનું આજે કોણ નથી જોતું, દરેક વ્યક્તિ ના સપના હોય છે જેને પુરા કરવા ની ઈચ્છા હોય છે ને હોવી પણ જોઈએ કારણ વગર જીવવું એના કરતા ના જીવવું

તો વાત છે ૧૯૯૪ ની જયારે આપણા સ્ટોરી ના મહત્વ ના વ્યક્તિ એટલે મીત નો જન્મ થાય છે, મોટો પરિવાર અને ગરીબ પરિવાર જે બે સમય નું જમવા નું માંડ માંડ ભેગું કરી શકે છે. પપ્પા જગદીશ જે વાડી માં મજૂરી કરી ને ઘર માં રાસન પૂરું પાડે છે મમ્મી કોકિલા જે ગૃહિણી છે કાકા કાકી દાદા દાદી મોટી બેન કાકા નો છોકરો એમ થઇ ને ઘર માં ૧૦ લોકો પપ્પા પણ કાકા સાથે વાડી માં જ મજૂરી કરતા હતા ને દાદા પણ જેટલું થાય એટલો સહયોગ આપતા મીત ના જન્મ સમયે બધા ખુશ હતા પણ જે મીડેલ ક્લાસ ની તકલીફ એ તો રેવાની જ મીત ના જન્મ સમય થી વિચારતા કેમ મોટો કરશુ સુ ખવડાવસુ ઘર માં રાસન ના નામે ખાલી ઘઉં અને બાજરો જ હતો તેમાં પણ બધા ને પૂરું પડવું એ પણ વિચારવું ઘર ભાડા પાર હતું ને જીવન જરૂરિયાત કઈ પણ વસ્તુ ઘર માં નહોતી પણ છતાંય બધા સુખ થી રહેતા હતા ને ધીમે ધીમે જીવન આગળ વધતું ગયું મીત મોટો થવા લાગ્યો ગામ ની શાળા માં ભણવા નું શરૂ કર્યું અને આમ જ દિવસો આગળ વધવા લાગ્યા

જયારે મીત ત્રીજા ધોરણ માં આવ્યો ત્યારે જ ૨૬ જાન્યુઆરી ના દિવસે મોટો ભૂકંપ આવ્યો અને ચારે બાજુ અફરા તફરી બધું જ વિખાય ગયું જ્યાં જોવો જ્યાં મરેલા શરીર પડેલા હતા ઘર ના ઘર વિખાય ગયા હતા આ સમયે મીત એક શાળા માં હતો આ બધું જોઈ ને થોડી વાર તો વિચાર માં જ મુકાઈ ગયો આ બધું સુ થઇ રહ્યું છે ખબર પડે એ પેલા તો બધું સંકેલાઇ ગયું હતું તે ભાગ્યો તેની બેન અને ભાઈ સાથે ઘર વાળા ને ગોતવા મન માં એક જ વાત કેમ હશે ક્યાં હશે સુ કરતા હશે કોઈ હશે કે નાઈ આ બધી મુંજવાળ માં તે ઘરે પોંચ્યો અને જોયું ઘર માં કોઈ નઈ તે ઘભ્રાઈ ગયો આજુ બાજુ માં પૂછ્યું ત્યારે ખબર પડી કે બધા ઘર વાળા ગામ ના મેદાન માં હતા અને ઘભરાયેલા હતા મીત ને જોઈ તેઓ ને રાહત આવી બધા ઘર વાળા સલામત હતા પણ તે દિવસ એક ભયાનક દિવસ તરીકે નીપજ્યો ગામ ના ૩૦૦ થી વધુ લોકો ધરતી ના ખોળે સમાઈ ગયા અને ઘણા બેઘર થઇ ગયા આવું દ્રશ્ય ના કોઈ આ જોયું હતું ના કોઈ જોવા માંગતું હતું બઉજ કઠિન સમય હતો બધા માટે મીત નો પરિવાર એક તંબુ બાંધી રહેવા લાગ્યો સરકાર ની સહાય થી મળતું રાસન અને વસ્તુ ઓ ના આધારે બધા જીવન જીવવા લાગ્યા પણ ક્યાં સુંધી થોડા સમય માં જ એ બધું આવવા નું બંધ થઇ ગયું પછી ના રાસન ના પૈસા ઘર ચાલવું તો ચલાવવું કેમ પણ કોઈ આ હિમ્મત ના હારી કોકિલા બેન એન્ડ મીત ના કાકી ઘરે ઘરે જઈ કામ કરવા લાગ્યા પપ્પા અને કાકા વાડી માં પાછા જવાના ચાલુ થયા જેમ તેમ કરી થોડું બઉ ભેગું કરી શક્યા પણ માથે થી છત ચાલી ગઈ હતી જેના માટે બઉ જ મુશ્કેલી થઇ રહી હતી. હવે સુ કરવું કેમ કરવું તે બધા વિચારવા લાગ્યા

" પ્રયાસ કરાયાં વગર સફળતા ક્યારે નથી મળતી "

સમય નું ચક્ર ક્યારે થોભતું નથી સમય ની સાથે બધા ને ચાલવું પડે છે મીત નો પરિવાર પણ સમય ની સાથે ચાલવા લાગ્યો આજે ભૂકંપ ને ૨ વરસ વીતી ગયા છે આજ ના દિવસ મીત ના પરિવાર માટે સારો હતો આજ રોજ તેઓને તેમની જમીન મળવા ન હતી જગદીશ ભાઈ એ પોતા પાસેની બધી કામની અને વ્યાજે રૂપિયા લઇ ને જમીન લેવાનો નિર્ણય કર્યો પાંચ વરસ ની મુદત ઉપર વ્યાજે પૈસા લઇ ને જમીન લેવાની બધા ખુશ હતા પણ ઘર બનાવ માટે હજુ પણ ઘણી જરૂર હતું જગદીશ ભાઈ અને તેમના પરિવાર નું એક જ સપનું હતું પોતાનું ઘર બનાવવું અને પરિવાર ને શુખ થી રાખવું ને દરેક મિડિલ ક્લાસ માણસ નું એક સપનું હોય છે પરિવાર નું શુખ મીત આ બધું જોઈ રહ્યો હતો તેના પપ્પા દિવસ રાત મજૂરી કરી તેને કાકા દિવસ રાત મજૂરી કરી તેમના મમ્મી અને કાકી પણ બધા ના ઘર નું કામ કરી ને પૈસા ભેગા કરી રહ્યા હતા મીત ને આ બધું જોઈ ને બૌ જ ખરાબ લાગતું પણ નેનો હતો સુ કરી શકવા નો પણ એને પણ સપનું જોયું પરિવાર ને આ બધા થી ઉપર લઇ આવાનો અહીં થી જ આપણી આ સ્ટોરી ની શરૂઆત થાય છે કે નાના છોકરા ના પરિવાર માટે નું સપનું એને ક્યાં થી ક્યાં લઇ જાય છે મીત ભણવા માં બૌ સારો ના હતો પણ તેનો દિમાગ બૌ જ તેજ હતો કોઈ પણ કામ કે વસ્તુ ને શીખવા ની ભૂખ હતી લગન થી કામ માં દયાન આપવું ને શીખવું એ એની સારી આદત હતી જે એને ભવિષ્ય માં કામ આવશે મીત હવે ૧૨ વરસ નો થઇ ગયો હતો શહેર ની એક સ્કૂલ માં ભણવા પણ જતો મન દઈ ને શીખતો પણ એને એકાંત માં જીવન જીવવું ગમતું બઉજ ઓછા મિત્રો હતા પણ જે હતા એ સારા હતા તો ચાલો પેલા થોડી સ્કૂલ ના જીવન ની વાતો કરીએ પછી આપણી સ્ટોરી આગળ વધરસુ

" જીવન માં સપનું એક સાહસ લઇ ને આવે છે ખાલી સપના ને સપનું સમજવું એ આપણી નબળાઈ છે "

મીત ની સ્કૂલ નું જીવન થોડું અલગ છે રોજ સવારે બધા છોકરા ની જેમ સ્કૂલ ના જવાના બહાના તે ના ગોતતો પણ જવાનું કારણ જરૂર ગોતતો નવું શીખવા મળશે આજે નવું જાનવવા મળશે તે સમજી ને રોજ સવારે વહેલો ઉઠી સરકારી બસ માં સફર કરતો તેની જિંદગી માં પણ પેલી વખત પ્રેમ આવ્યો એટલે મીરા, મીરા તેની સાથે જ સ્કૂલ માં ભણતી જયારે સ્કૂલ માં દાખલો માંડ્યો ત્યારે તેને પહેલી વખત તે દેખાણી અને તેનું વર્ણન તો જોવા લાયક હતું

હવા નો વેગ થમી ગયો વૃક્ષ ના પણ હલવા ના બંધ થઇ ગયા તેની આંખો જાણે મૂર્તિ બની એક જ જગ્યા આ જોયા કરતી હતી સામે થી આવતી મીરા જાણે કોઈ ફૂલ દેશ ની પરી એવી નાજુક અને નમણી વાળ તેના કળા મુખ નું શુસોભન આ શરમ ની નમેલી આંખો અને કોઈ જાદુ થી બનેલી એક છોકરી તેને જોઈ ને જાણે સમય આગળ વધશે જ નઈ એવું આભાસ થયું ક્યારે પણ આટલી સુંદર છોકરી જોઈ નઈ હોય તે તેના બાજુ માંથી પસાર થઇ તો જાણે હવા પસાર થઇ હોય એવું લાગ્યું તે પળ જયારે પણ યાદ કરું બૌ જ આનંદ આવે છે

next part 2

બીજા રસપ્રદ વિકલ્પો