જલેક્રાંતિ ભાગ ૨ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલેક્રાંતિ ભાગ ૨

આંધળો બાપ હવે કરુણા નહીં પણ એક યુવાન ને શોભે તેવા જુસ્સા થી રખરખતો હતો. તેને દિકરી ના દુઃખ પર તેની આખરી ઈચ્છા પુરી કરવાની ચાદર ઓઢી લીધી મનમાં ને મનમાં વિચારતાં રહેતા ઈકબાલ માસ્તરની આંખમાં પેલી ભિષ્મ ઘોષણા પછી એ કે આંસુ ગામ લોકોએ ન જોયું કહેવાય છે કે જો કોઇ રાજ્યનો સર્વનાશ કરવો હોય તો તેના રાજાને પછી મારવો પણ પહેલા તેના લેખકો શિક્ષકો અને બૌદ્ધિકો ને મારવા કારણ કે વિચારો જ ક્રાંતિ લાવે છે અને આ ઈકબાલ માસ્તરના વિચાર તંત્રમાં માત્ર ઝનૂન હતું. પણ આંખનો અંધાપો અને વૃદ્ધત્વ તેને કંઈક પગલું ભરતા રોકે તેમ નહોતું અરે આ જગતના તમામ વૃદ્ધોની શક્તિ જાણે ઈકબાલ માસ્તરના દેહમાં સંચિત થઈ ગઈ હોય તેમ લાગતું હતું કારણ કસરત નહોતી તેની દીકરી ના શબ્દો હતા.
ઈકબાલ માસ્તરે સૌપ્રથમ તો પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી પણ ગામના સરપંચની લાગવગ ને લીધે પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈએ કઈ ધ્યાન ના આપ્યું રોજ એક ઇકબાલ માસ્તર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો પણ કાયમ એક જ જવાબ મળતો ,"અમારી કાર્યવાહી ચાલુ છે." એક દિવસ તો ઇન્સ્પેક્ટર દેસાઈએ જાણે ક્રૂરતાનો પરિચય આપવા માટે આ અંધ વૃદ્ધ ડોસા ને ધક્કો મારી કાઢી મૂક્યો પણ ત્યારે આ ઈકબાલ માસ્તર લાકડીના ટેકે ઊભો થઇ બોલ્યો,"કાંઈ વાંધો નહીં જમાદાર, જો તારા યુવાન બાહુમાં આ ગામ લોકોને હક નું પાણી અપાવવાની ક્ષમતા ન હોય તો હું મારા વૃદ્ધ હાથોમાં ઝનૂન ભરીને એ કામ કરવાનો છું મેં આખીજિંદગી સત્યાગ્રહ ના પાઠ પણ આવ્યા છે પણ હવે વખત છે સત્યાગ્રહ કરવાનો!" પોલીસ ઇન્સ્પેક્ટર ધૃષ્ટતા થી બોલ્યો," માસ્ટરજી સત્યાગ્રહ નો જમાનો ગાંધીજી પોતાની સાથે લઇ ગયા આ સત્યાગ્રહ નામનું હથિયાર તમારા પુસ્તકોમાં શોભે વાસ્તવિક જીવનમાં નહીં." સામે ઇકબાલ માસ્તર બોલ્યો,

"કિતાબી કીડા બની અમે તો જિંદગી વીતાવી છે,

હવે વખત આવી ગયો છે પન્ના ને જીવન બનાવવાનો."

ઝનૂનભર્યો દૃષ્ટિપાત કરી ઈકબાલ માસ્તર લાકડીના ટેકે અને આંધળી આંખના ભરોસે પોતાના મારગે વળ્યા પોલીસ સ્ટાફ પણ તે ડોસાને ધૂતકારતો હતો.પણ ડોસો તે ડોસો!

બીજા દિવસે અંધ ડોસાએ પોતાની એક જૂની પત્રકાર વિદ્યાર્થીનીને બોલાવી પોતાના ઉપવાસની જાહેરાત કરી.જ્યાં સુધી સરપંચ ગામ લોકોને પાણી ન આપે ત્યાં સુધી અવિરત ઉપવાસ કરવાની જાહેરાત!સરપંચને જાણ થતાં જ તે તો આ વાત પર હસવા લાગ્યો અને," સારું ડોસો લાગે છે કે વહેલો મરવા માંગે છે" એમ કહી પોતાની દુર્જનતાનો પરિચય આપવા લાગ્યો. ગામલોકો પણ ઈકબાલ માસ્તરની વાત પર સાથ દેવાને બદલે હસવા લાગ્યા પણ ડોસાના પેટમાં તો આગ હતી અને આ આગ કાયર લોકોની હાસ્ય રૂપી ફૂંકથી ઓલવાઇ નહીં! પણ ઈશ્વર અને કિસ્મત જાણે આ ઇકબાલ માસ્તર પર ઘોર અન્યાય કરવા માગતા હોય તેમ આ ઉપવાસની કોઈ મંત્રીએ તો શું પણ ગામ લોકોએ પણ નોંધ લીધી નહીં આ ઈકબાલ માસ્તરે સળંગ સાત દિવસ સુધી એ ગામ લોકોને પાણી અપાવવા ઉપવાસ કર્યા પણ ગામલોકોએ બદલામાં સધિયારો તો ન આપ્યો પણ આપ્યું માત્ર કટાક્ષ હાસ્ય!

ગામલોકો કેટલા સ્વાર્થી છે તેનો આ ચિતાર આપે છે.કોઈ અધિકારી કે મંત્રી એ આ એકલા ડોસાની વાત પર ધ્યાન ના આપ્યું અંતે ઈકબાલ માસ્તર બીમાર પડ્યા પહેલા તો તે કશું ખાવા તૈયાર ન હતા પણ દીકરીની અંતિમ ઇચ્છા પૂરી કરવા જીવવું તો પડશે તેવું વિચારીને તેણે થોડો ખોરાક લીધો પણ પાણીનો પ્રશ્ન તો હજી ત્યાં જ હતો! ઈકબાલ માસ્તરે મંત્રીને પત્ર લખી વિનંતી કરી તો મંત્રીએ તો જાણે પગ નીચે કચડી નાખ્યો ઈકબાલ માસ્તર પોતે પોતાની પત્નીના જુના ઘરેણાં વેચી ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવા ગયા.

સરપંચ પર કેસ કરવામાં આવ્યો. પણ આંધળો ડોસાને વકીલ રાખો પોસાય એમ ક્યાં હતો અને છેલ્લી મૂડી ઘરેણા વેચી નાખ્યા આથી વકીલોના જખમ પર નમક છાંટતા જવાબ સાંભળી અને ફી ની હાડમારી થી ઇકબાલ માસ્તર માટે તે રસ્તો પણ બંધ થઈ ગયો તદની ગામલોકોએ આ એક બાલ માસ્તરને મૂર્ખ ગણ્યો મદદ કરવાને ચાહતાં તો સૌ હતા પણ પાણીના અભાવે પોતાના સંતાન તડપતા હોય ત્યારે કયો કળિયુગનો કર્ણ જાગી આ ડોસાને મદદ કરે પણ આ તો કસોટી છે ઈશ્વરની! જેમાંથી આપણે પસાર થવાનું છે પણ ગામ લોકો અભણ તો હતા જ ઉપરાંત નિષ્ક્રિય પણ હતા.

હવે તો ગામ લોકોએ પોતાના ઘરેણાં વેચી સરપંચ પાસેથી પાણી લેવાનું શરૂ કર્યું આંધળા માસ્તરે ખૂબ સમજાવ્યા પણ તેને મૂર્ખ અને સ્વાર્થી જેવા શબ્દો સિવાય પરિણામમાં કંઈ જ ન મળ્યું ઈકબાલ માસ્તર ને એક નવો જ ઉપાય ચમક્યો તેણે પંચાયતમાં કૂવો ખોદવાની અરજી કરી અને યોગ્ય કાગડીયા હોવાથી અરજી પાસ થઈ પણ પંચાયતે કોઈ મદદ આપવાની ના પાડી પણ દુઃખની વાત તો એ હતી ગામ લોકોએ પણ કૂવો ખોદવા માટે એક બાલ માસ્તર ની મદદ કરવાની ના પાડી ત્યારે ઈકબાલ માસ્તર આર્તનાદ કરી બેઠો કે," ક્યાં ગઈ આ ગામની યુવાની ક્યાં ગઈ તમારી ડહાપણ અને હિંમત જો માત્ર યુવાનોની યુવાની છોકરીઓને બતાવવા માટે હોય તો બંગડી પહેરી રાંડબજારમાં નાચો અને જો ડહાપણ માત્ર કહેવા પૂરતી જ હોય તો કાગળોમાં લખી બાળી નાખો." પણ ઇકબાલ માસ્તરના આ શબ્દો એ પણ સરપંચના ડરને તોડવામાં કોઈ ફાળો ન આપ્યો.

અંતે આ આંધળા માસ્તરે પોતે જ કૂવો ખોદવા નું શરુ કર્યું એક તો વૃદ્ધ અને ઉપરથી અંધત્વ કેટલું ખોદાય આખરે એણે પોતાના જાણીતા મજૂરોને બોલાવી પોતાને મળેલી એક કીમતી કલમ વેચી પૈસા આપી કુવો ખોદાવ્યો જેવું પાણી આવ્યું કે એ બેશરમ ગામલોકો પાણી લેવા દોડી આવ્યા દીકરી સુઝેન ની ઇચ્છા પણ આ જ હતી.

પરંતુ હજુ ગામલોકો પાણી ભરે તે પૂર્વે એક સરકારી ગાડી આવી અને જમીન ગેરકાયદેસર છે તેમ બતાવી કુવો દાટવાની વિધિ શરૂ કરી ગયા અને આશાનું આ કિરણ પણ બુઝાઈ ગયું. ઈકબાલ માસ્તર બોલ્યો કે," જ્યારે સરપંચ ની ફરિયાદ કરી આટલી અરજી લખી ત્યારે તો કોઈ અધિકારી આવ્યો નહીં મારા જેવા ગરીબ ને સાંભળ્યો નહીં ને હવે આ કાળો કેર વરસાવવા પહોંચી ગયા અરે તમે તો એ દુર્યોધન કરતાં પણ નીચ છો અને આ ગ્રામજનો એ ભીષ્મ અને દ્રોણ કરતાં પણ વધારે મોટા મૂકપ્રેક્ષક છે.ધૂળ છે તમારા અંતરાત્માને!" આટલું બોલી ઈકબાલ માસ્તર ઘરમાં ચાલ્યો ગયો તેના મનમાં હવે એક જ વિચાર રમતો હતો કે હવે ગાંધી નહીં પણ આઝાદ કે ભગત ના માર્ગે ચાલવું પડશે કારણ કે આ કળિયુગના હિન્દુસ્તાનની રચના નો સવાલ છે,પણ જલે કાંતિ તો થશે જ!

(ક્રમશ:)