ઋણાનુબંધ ભાગ ૨ Megha Acharya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ ભાગ ૨

એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ???
એના પર હતો પ્રેમ અને એની પત્ની ના લગ્નો નો ફોટો...માહી ની આંખો માં આંસુ આવી ગયા અને એ ફરીથી ભાન ભૂલી ગઈ....


પરંતુ ફરીથી ભૂતકાળના કાંટાળા વન માં પગ મૂકે એ પહેલાં જ કોઈ એ અવાજ આપ્યો...
“મેડમ પ્લીઝ,જલ્દી કરશો...
દર્દી નું નામ નામ બોલો....”
માહી રડમશ અવાજ માં “હા”એટલું બોલી ને ફરીથી ઉતાવળ કરીને પર્સ મા નિશા નો આઈ કાર્ડ શોધે છે...અને એને જેવો કાર્ડ મળે છે કે તરત જ એક શ્વાશ લેવાનું પણ છોડી ને એ નામ વાંચે છે......
“નિશા પ્રેમ જોશી”
આટલું વાંચતા ની સાથે તો માહી નો આંસુ ઓ નો સેતુ તૂટી પડે છે અને તાપ તાપ આંસુઓ સરી પડે છે.....
છતા આગળ માહી સરનામું વાંચે છે....
સરનામું એ જ હતું,જ્યાં માહી એ દુલ્હન બનીને જવાનું હતું....”
વિધિ ની આ કેવી વિડંબના હતી..!?
જે વર્ષો પહેલા માહી અને પ્રેમ ના વચ્ચે આવી હતી એ વ્યક્તિ..માહી ના મન ની વેદના અને જીવનભરના પ્રશ્નો નું હતી કારણ નિશા....
અને આજ એ જ વ્યક્તિ ને માહી જીવનદાન ને ઈચ્છા અને પ્રાર્થના સહિત હોસ્પિટલ લઈ ને આવી છે....
આજે તો માહી ની વેદના પર ફરી એક વાર જોરદાર પ્રહાર થયો....વર્ષો પેહલા જેનું મો પણ જોવાની ઈચ્છા ના હતી આજે હાલ એ માહી ના સહારે છે...માહી ના માં માં અનેક પ્રશ્નો ના તોફાનો આવવા લાગ્યા પરંતુ થોડી વાર માટે પોતાની જાત ને સંભાળીને માહી હોસ્પિટલ ની બધી કાર્યવાહી પૂર્ણ કરે છે જેથી નિશા ની સારવાર જલ્દી થી જલ્દી શરૂ થાય.....
એક તરફ નિશા ને સારવાર માટે લઈ જવામાં આવે છે અને બીજી તરફ માહી વેઇટિંગ એરિયા માં બેસે છે અને મનોમન ઈશ્વર ને પ્રશ્ન પૂછે છે,
“હે ભગવાન...તમે મારી સાથે આ શું કરી રહ્યા છો???
૨ વર્ષ થી હજી હું મારા જૂના પ્રશ્નો અને વેદના માંથી બહાર ના આવી શકી અને એમાં પાછું આજે આ શું કર્યું તમે....નિશા ની મદદ કરવા મને જ કેમ પસંદ કરી તમે....!??
આટલું વિચારતા વિચારતા નિશા ફરીથી રડી પડે છે....પોતાના બે હાથો વચ્ચે પોતાનું મો રાખી ને ખૂબ રડે છે.....
એને પ્રેમ સાથે છૂટા પડતી વખતે જ્યારે છેલ્લા દિવસે વાતચીત થઈ હતી એ એક એક શબ્દ યાદ આવે છે......
ભીખ માંગી હતી માહી એ....કે કારણ તો કહેતા જાવ પ્રેમ....એવું તો શું થયું અચાનક....કે મારી લાગણી ને આમ નિર્દય બની ઠોકર મારી ને જાવ છો....
“હું મજબૂર છું”. બસ...આટલો જવાબ આપી પ્રેમ જતો રહે છે... માહી એને રોકવા ઘણા પ્રયત્ન કરે છે પણ પ્રેમ જતો રહે છે....
માહી એને જતા જોયા કરતી હતી....જાણે શરીર ને છોડી ને એમાંથી જીવ નીકળી ગયો...માહી ને પણ આવો અસહ્ય વેદના નો અનુભવ થયો હતો એ સમયે....
માહી વિચારોના વમળમાં માં ઘેરાયેલી હતી...
ત્યાં એમના ડ્રાઈવર આવે છે અને પૂછે છે,”મેડમ તમે ઠીક તો છો ને..?
શું જવાબ આપવો એ માહી ને ખબર ન હતી...પોતાના આંસુ સાફ કરતા કરતા m
માહી ડ્રાઈવર ને કહે છે,”અમિતભાઈ,પ્રેમ ના ઘરે ફોન કરો અને અહી જલ્દી આવવા જણાવી દો....”
અમિતભાઈ ઘણાં વર્ષો થી માહી ના ડ્રાઈવર હતા એટલે ઘરના સભ્ય જેવા જ હતા...એટલે એ વાત ને સમજી જાય છે અને પ્રેમ ને ફોન કરી દે છે.
“શું તમે અહી થી નિકળી જવા માંગો છો મેડમ..?
અમિતભાઈ એ ફરીથી પૂછ્યું.
માહી જે જવાબ આપે છે એ એના ઉદાર હૃદય ના પ્રતિબીંબ ની છબી બતાવે છે...
“ના..નિશાને આવી હાલત માં એકલી મૂકીને હું નઈ જઈ શકું...ભલે જે હશે એ..એની સારસંભાળ માટે જ્યાં સુધી એના પરિવાર માથી કોઈ ના આવે ત્યાં સુધી હું અહી જ રહીશ..
પરંતુ હા,તમે જોતા રેહજો. એ પરિવાર નું કોઈ પણ સભ્ય અહી આવે એટલે હું તરત જ અહીંથી નિકળી જઈશ...તમે એમની જોડે વાત કરી લેજો .
મારે એમના માથી કોઈ જોડે વાત નથી કરવી અને કોઈ નો ચહેરો પણ નથી જોવો...
આટલું બોલીને માહી આંખો માં આંસુ સાથે માહી ની પરિસ્થિતિ પૂછવા ડોક્ટર પાસે જાય છે.... ડોક્ટર માહી ને મિત્ર જ નીકળે છે...
તે જલ્દી થી માહી ને નિશા વિશે જણાવતા કહે છે કે અકસ્માત મા લોહી વધારે નીકળી ગયું છે...માહી ને સમયસર લોહી ના મળી રહ્યું તો એક સાથે બે જીવ જોખમ માં મુકાશે.....

અહી મળે છે માહી ને બીજો આંચકો.....
“બે જીવ.....!!??
માહી અચંબા સહિત ડોક્ટર મે પ્રશ્ન પૂછે છે....
ડોક્ટર એને જવાબ આપતા જણાવે છે કે નિશા ગર્ભવતી છે ..એક નવો જીવ એની અંદર શ્વાસ લઈ રહ્યો છે પરંતુ હવે એનો જીવ જોખમ માં છે.....
માહી પોતાની બધી નફરત અને વેદના ને એક બાજુ પર મૂકી ને ડોક્ટર ને કહે છે કે લોહીને વ્યવસ્થા કરો...જલ્દી કરો....નિશા કે એના બાળક ને કોઈ પણ રીતે બચાવો.....”
પરંતુ માહી ને જાણવા મળે છે કે નિશા ના બ્લડ ગ્રુપ બ્લડ બેંક માં પણ નથી...કોઈ દાતા પણ નથી કે જે અહી આવી શકે.....
માહી નું મન વધુ ગભરાય છે...એને આવનારા નાના બાળક ની વધુ ચિંતા થાય છે....
એ થોડું વિચારી ને ડોક્ટર કે જે એની મિત્ર જ છે એને કંઇક કહે છે....
“પરંતુ આ શક્ય કઈ રીતે બને” ડોક્ટર માહી ને પૂછે છે....
“હું એ જોઈ લઈશ....તમે તૈયારી કરો” હું બધી જવાબદારી લેવા તૈયાર છું” આટલું કહી માહી અમિત ભાઈ ને બોલાવે છે અને કંઇક કહે છે.
“પણ મેડમ...આ તમે....”
અમિતભાઈ ને વચ્ચે થી અટકાવી ને માહી કહે છે કે હું જેમ કહું છું એમ કરો....અને જે કહ્યું છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો....આજ રસ્તો છે હવે....અને કરવું જ પડશે.....”
માહી ના આદેશ પ્રમાણે અમિતભાઈ પોતાના કામ માં લાગી જાય છે.....
અને માહી પોતાની જાત ને જાણે સમજાવતી હોય એમ કહે છે કે જે પણ થયું એમાં આવનાર બાળકનો શું વાંક...નિશા અને પ્રેમ ને હું નફરત તો કરું જ છું.... પરંતુ એમાં આવનાર બાળકનો શું દોષ??
મે કશું ખોટું નથી કરી રહી...
આટલું વિચારતા વિચારતા માહી હોસ્પિટલ માં મુકેલ શ્રી ગણેશ જી ની મૂર્તિ ના આશીર્વાદ લે છે અને જે અને પ્રાર્થના કરતા કહે છે કે જો આ ખોટું હોય તો માફ કરી દેજો....પરંતુ મારી આ કરવા જ પડશે...
એવો તો માહી શું નિર્ણય લે છે...
માહી ખરેખર કરવા શું માંગે છે??
વેર ભાવ ભૂલી ને આમ અચાનક બધી જવાબદારી કેમ લેવા તૈયાર છે.....???

(પ્રિય વાંચક મિત્રો..આગળ ની વાર્તા ભાગ ૩ માં પ્રકાશિત કરવામાં આવશે આશા છે કે “ઋણાનુબંધ ભાગ ૨”) આપને ગમ્યો હશે...નવો ભાગ રવિવાર તારીખ ૫-૭-૨૦૨૦ નાં રોજ પ્રકાશિત કરવામાં આવશે...
આપના પ્રતિભાવો અવશ્ય જણાવશો....
ધન્યવાદ
-Megha Acharya....