રાજીવના દિલો દિમાગ પર પેલી છોકરી જ છવાયેલી હતી. એના શબ્દો રાજીવના કાન મા હજુએ પવનની માફક અથડાતા હતા. રાજીવે ગાડી માથી બહાર નીકળી ચો તરફ નજર કરી. શિયાળાની રાત હતી એટલે પવન સાથે ઠંડીનો ચમકારો પણ હતો ને પવનનુ જોર પણ ઘણુ હતું.સામેજ દરિયો ઘુઘવાટા મારતો હતો.
પવનની સાથે દરિયાના મોજા પણ ઉછળતા હતા.
આવી જ હાલત રાજીવ ની હતી પેલી છોકરી માટે તેની લાગણીઓ પણ ઉછાળા લેતી હતી. એટલે જ રાતે બાર વાગ્યે પોતે ડુમ્મસ બીચ પાસે કાર પાર્ક કરીને ઊભો હતો. બીજી થોડીક કાર પણ ઉભેલી હતી.સુરતીઓ શિયાળાની ઠંડીની મોજ લેવા ડુમ્મસ બીચ પર નાના નાના ભૂલકાઓ ને લઇ ને નીકળ્યા હતા. ગરમા ગરમ મકાઈ ના ભુટ્ટા ખાવાની તો મજા જ કંઈક અલગ છે...
આહા... ફુલ ફેમિલી સાથે હોય તો ફરવા જવા ની કેવી મજા પડી જાય...!! બેય ભાઈ ઓ નાના હતા ત્યારે પપ્પા મમ્મી સાથે અહીં આવતા. ખુબ ધીંગા મસ્તી કરતા.આજ દરિયાને કિનારે બેય ચોર પોલીસ રમતા. રોહન નાનો એટલે હું કહું એજ એને કરવાનુ નઈતો ઝઘડો થઈ જાય. હું હંમેશા પોલીસ જ બનતો. ઈન્સ્પેકટર રાજીવ ને નાનકો રોહન ચોર બની જાય. બચપન ના દિવસો યાદ આવી ગયા. રાજીવ નાનપણની યાદોને વાગોળતો પોતે ભુતકાળમાં સરી પડ્યો.
એવામા અજાણી કાર રાજીવ ની કાર પાસે આવીને ઉભી રહી ને હોનૅ બજાવ્યુ. રાજીવ અચાનક જબકીને ભુતકાળ માંથી બહાર નિકળી વતૅમાન મા આવી ગયો.પોતે એ કાર રોહન ની છે એ ઓળખી ગયેલો.પણ અત્યારે રોહન અચાનક અહીં કેમ..? કંઈક તો વાત હશેજ... એમ વિચારીને ઊભો રહી ગયો.
રોહન તો આજે ભાઈની સાથે મજાક કરી લેવાના મૂડમાં હતો.કારની અંદરથીજ રોહને એની મમ્મીને ઘરે ફોન કરી કહી દીધુ કે રાજીવ ભાઈ ડુમ્મસ બીચ પર છે હું એની સામે જ છું .
અંજલી ને પણ હાશકારો થયો.
રોહન મલકાતો મલકાતો રાજીવનુ બેગ લઇને ગાડી ની બહાર આવ્યો. રાજીવ ની એકદમ સામે ઉભો રહી ગયો. રાજીવ કઈ બોલે એ પહેલાં જ સવાલ જડી દીધો.
ઓ... મિસ્ટર આ બેગ તમારૂ છે...??
રાજીવ તો બિચારો બેગ જોઈને સ્તબ્ધ થઇ ગયો અને રોહનને નિસ્વાર્થ ભાવે કહી દીધુ ....
હા રોહન આ મારૂ જ બેગ છે.... પણ તું આ બેગ.......??
આટલું જ બોલ્યો ત્યાં રોહને પાછો સવાલ જડી દીધો....
તો બોલો બેગની અંદર શું છે...??
રાજીવ પણ થોડોક અચકાતા અચકાતા બોલ્યો....આ બેગમા તો મારુ લેપટોપ મારી ડાયરી અને થોડાક રૂપિયા છે.
રાજીવ આટલુ જ બોલ્યો ત્યાં તો રોહન હસી પડ્યો .....
રાજીવ સમજી ગયો રોહનની હરકત.... !!
પોતે ગુસ્સો કરતો હોય એવા દેખાવ કરી ને બોલ્યો.
અસ્છા.... બેટા ...."આજે મારી બિલ્લી મનેજ મ્યાઉં..."
તે મારી ડાયરી વાંચી...??? શું કામ વાચી...?? તને ખબર છે ને મારી પસૅનલ ડાયરી કોઈ વાંચે એ મને જરા પણ પસંદ નથી. તુ પણ જોઈલે બચ્ચું હુ તારા કેવા હાલ કરુ છું એમ કહીને રોહનને તો અડધી રાત્રે પકડી ને જોરથી બાથમા ભીડી દીધો.... રાજીવે પુરી તાકાત લગાવી દીધી....
રોહન ના મોં માથી ચીસ નિકળી ગઈ.....સુમસામ દરિયા કિનારે શિયાળા ની ઠંડી મા જાણે બન્ને ભાઈઓ ની મીઠી નોકઝોક ચાલતી હતી.. બંન્ને ની વચ્ચે સમાધાન કરવા માટે કોઈ આવે એમ ન હતું.... Sorry Bro.... હવે થી તમારી કોઈ વસ્તુ ને અડકીશ પણ નહીં.....please છોડોને ભાઈ....please
રોહન કાલાવાલા કરતો ગયો ને રાજીવ પણ પોતાની બાથ મજબૂત કરતો ગયો.... કડકડતી ઠંડી માં જાણે બંન્ને ભાઈઓ એકબીજા ની હુંફ લેતા હતા.
રોહને તો આખરે હિમંત એકઠી કરીને પુછીજ લીધુ ...Bro. please tell me..... Who is she...???
રાજીવ હતાશ થઈ ને નિસાપો નાખતા બોલ્યો....કાશ મને ખબર હોત...?? છોટુ... તને ખબર છે..!! હું હજુ એને જ યાદ કરયે જાવ છું... આવી ફીલિંગ્સ મને કયારેય નથી આવી જે આજ હું એ છોકરી માટે ફીલ કરુ છું. પણ ખેર...છોટે...જવા દે એ વાત ને...? મારા નસીબ મા જ નહિ હોય.... !! હાં પણ એની કાર નો નંબર મે લખી લીધો છે.. ..કદાચ એના પરથી કોઈક હીંટ મળી જશે....!!!
રોહને કહ્યુ ...ભાઈ એને શોધવા ની જવાબદારી મારી..!! ચાલો, હવે ઘરે જઈએ...!! મોમ વેઇટ કરતી હશે.. .We are Too Late.... Its already 12:50 o'clock of midnight... .so Let's Go...Bro.. .!!
બન્ને પોતપોતાની કાર લઈને સુરત ના સુમસામ રસ્તાઓ પર રેસ કરતા કરતા ઘરે જવા નીકળી ગયા....આખરે તો એ હાઈ પ્રોફાઈલ ઘરના નબીરા જ હતાને.. ..!!
ક્રમશઃ......