Featured Books
શ્રેણી
શેયર કરો

શાતીર ગુનો - એક ચાલકીભર્યા ગુનાની થ્રીલર દાસ્તાન - 2



કહાની અબ તક: અભિલાષા કીડનેપેડ (કીડનેપ કરાયેલી) છે. એણે એના જ કરીબી ફ્રેન્ડ પ્રવીણને પૂછે છે કે કેમ એણે સૂરજને જૂઠ કહ્યું કે એ પ્રતાપને લવ કરે છે એમ! તો એ જવાબ આપે છે કે એ તારી પાછળ પાગલ હતો તો એણે અમે વધારે પાગલ કરતા હતા! એ કહે છે કે એની દુશ્મની તો મૂળ સૂરજ સાથે જ છે! એ એણે જણાવે છે કે સૂરજ એક મર્ડરર છે તો અભિલાષા તો ભાન જ ભૂલી જાય છે! સ્વસ્થ થતાં એ સબૂત માંગે છે તો એણે પ્રવીણ એક ન્યુઝ પેપરમાં આર્ટિકલ બતાવે છે જેમાં લખેલું હોય છે - "સૂરજ શર્માએ કર્યું મર્ડર!" પ્રવીણ એણે કહે છે કે એ સૂરજને આ વાત ના જણાવે કે એણે ખબર છે કે એ એક મર્ડરર છે એમ! પ્રતાપ સૂરજનું કિડનેપિંગ કરીને લાવવાનો હોય છે! એટલામાં જ દરવાજે દસ્તક થાય છે!

હવે આગળ: પ્રવીણ જઈને દરવાજો ખોલે છે... ત્યારે અંદર પ્રતાપ સૂરજ સાથે આવે છે. પ્રતાપે સૂરજના હાથ બાંધી દીધા હોય છે અને એના મોં પર પણ કાળું કાપડ ઢાંકેલું હોય છે.

પ્રવીણ એ કાપડ હટાવે છે.

"ઓહ માય બોય, કેવો ડાહ્યો ડમરો લાગે છે!" પ્રવીણ એ કહ્યું.

"આ મારા આદમીઓ જોયા છે, કોઈ પણ હીરોગીરી કરવાની ટ્રાય જ ના કરતો, તું તો માર સહન કરી પણ લઈશ; પણ આ બિચારી કોમળ ત્વચા વાળી સુંદરી અભિલાષા નું તો વિચારજે." પ્રવીણ એ એણે સલાહરૂપી ધમકી આપી હતી.

"અભિલાષા, તું જરાય ચિંતા ના કર. હું આવી ગયો છું ને!" સૂરજે એણે હિંમત આપવા કહ્યું.

અભિલાષા નિશબ્દ બનીને બસ સૂરજને જોઈ રહી અને એણે આ ત્રણેય જોઈ રહ્યા ત્યારે મોકો જોતાં જ સૂરજે એક લાત પ્રવીણ ને મારી! એ જઈને નીચે પડી ગયો પણ એની સાથે જ પ્રવીણ ના ઘણા આદમીઓ આવી ગયા હતા.

એ બધા આદમીઓ ને સૂરજ બહાદુરીથી મારી રહ્યો હતો પણ એની સાથે જ પ્રતાપ પણ એ લોકોને મારી રહ્યો હતો! આ જાણીને અભિલાષા ને આશ્ચર્ય થયું!

એટલામાં જ નીચે પડેલા પ્રવીણ તરફ કોઈનું ધ્યાન નહોતું એવામાં પ્રવીણ એક રિવોલ્વર અભિલાષા તરફ ફેંકી અને જોરથી બોલ્યો, "શૂટ સૂરજ!!!"

એવામાં સૂરજને તો એમ જ હતું કે અભિલાષા કેમ પ્રવીણ નું કહેલું કરશે?! પણ એ ગલત હતો, બહુ જ ગલત!!!

રિવોલ્વર થી એક ગોળી એણે સીધી જ સૂરજ પર ચલાવી દીધી! પણ વસ્તુસ્થિતિ નું ભાન થતા અચાનક જ પ્રતાપ વચ્ચે આવી ગયો! ગોળી પ્રકાશને ડાબા શોલ્ડર પર જઈને વાગી! એટલામાં તો દર્દથી પાડેલી પ્રતાપની ચિસને લીધે ગભરાઈને અભિલાષા એ રિવોલ્વર જોરથી ફેંકી જે જઈને તુરંત જ સૂરજે લઈ લીધી અને એણે પ્રવીણ તરફ પોઇન્ટ કરતા બોલ્યો, "તારા ભાઈની જ જેમ તારું પણ મારે જ એન્કાઉન્ટર કરવું પડશે!!!" કહીને એણે ત્રણ ગોળી એની ઉપર ચલાવી દીધી!

તુરંત જ પ્રતાપને દવાખાને લઈ જવાયો. ડોક્ટરે પણ કહી દીધું કે પેશન્ટ ઇઝ આઉટ ઑફ ડેન્જર (ખતરાથી બહાર) છે.

"અરે તુંયે કેમ મને ના કહ્યું કે તું એક -" હોસ્પીટલમાં બંને હતા ત્યારે જ અભિલાષા ની વાત અડધી કાપતા જ સૂરજ ભારપૂર્વક બોલ્યો, "કે હું એક શું?!"

"કે તું એક... એક મર્ડરર છું!" એણે કહ્યું તો એ રડતી હતી.

"વૉટ ધ હેલ! અરે એ તો બન્યું એવું હતું ને કે પ્રવીણ નો ભાઈ બહુ જ રીઢો (પાક્કો) ગુનેગાર હતો તો એ બધાને ચકમો આપીને ભાગતો જ હતો તો મેં એની ઉપર ગોળી ચલાવી દીધી! હું એ સમયે પોલીસ માટે કામ કરતો હતો! મારા લીધે જ એ પકડાયો હતો, જોકે સરકારે એની ઉપર ઓલરેડી શૂટ એટ સાઈટ ના ઓર્ડર આપી જ દીધા હતા. સૌની મંજૂરીથી મને ગુનેગાર ના ઠહેરવાયો કેમ કે હું જે જોબ કરતો એ પ્રમાણે એ સાચું હતું. આથી મને પકડવા ખાનગી ન્યુઝ પેપર વાળાઓને એના ભાઈ પ્રવીણ એ પૈસા આપીને મર્ડર ના આરોપ મુકાવ્યા કે જે જૂઠ છે!" એણે આખી વાત કહી એટલા માં તો અભિલાષા એણે વળગી જ પડી.

"આઈ એમ સો સોરી! મને માફ કરી દે..." અભિલાષા વારંવાર બસ આ જ બોલી રહી હતી.

"હા... એ તો ભૂલ બધાથી થાય... જસ્ટ ચિલ!" સૂરજે એણે વધારે બાહોમાં ભિંસતા કહ્યું.

"અરે પણ આ પ્રતાપ તારી સાથે કેવી રીતે થઇ ગયો?! એ તો પ્રવીણ નો આદમી હતો ને?!" અભિલાષા એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"એ તો એવી જ રીતે જેમ તું પ્રવીણ ની થઈ ગઈ! મેં પણ પ્રતાપને સચ્ચાઈ જણાવી તો એ સમજી ગયો કે એણે સબક શીખવવો જ જોઈએ. અને બસ એ પણ થઈ ગયો મારી સાથે!" સૂરજે સ્પષ્ટતા કરી.

"મતલબ એની આ બધું સાજિશ હતી!" અભિલાષા એ કહ્યું.

"હવે તો તું સમજી ને કે આ પ્રવીણ ની ચાલ હતી, એ તારા જ હાથે મારું મર્ડર કરવાનો જઘન્ય ગુનો કરવા જઈ રહ્યો હતો!" સૂરજે કહ્યું.

(સમાપ્ત)