શિક્ષની ડાયરી નિ શ્રેણી રૂબરૂ મળેલ શિક્ષકોની યાદો તથા સત્યઅનુભવો પરથી બનાવવામાં આવેલ છે.
તમને લોકોને ચોક્કસ પસંદ આવશે અને જીવનઘડનાર ના જીવન અને મનમા ચાલી રહેલ મંથનોને કંડોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આજે વાત કરીશું શિક્ષકોના મનની વાત,
એકવાર એક ખાનગી શાળાના શિક્ષકને થયેલ અનુભવ અહી આપને જણાવવા માંગીશ,
ખાનગી શાળાઓ ના શિક્ષકોની વ્યથા અને મજબૂરી....
આજના હાર્ડ અને ફાસ્ટ જીવનમાં જીવતા લોકો કઈ ના કઈ નવું માંગી રહ્યા છે. પોતાના બાળકને કઈ શાળા સૌથી વધારે શુખ સગવડો આપીશકે તેજ જોઈ રાહ્યાંછે. હા, એ પણ હાલની એક સત્ય હકીકત છે કે હવે ખાનગી શાળાઓ રૂપિયા બનાવવા માટે કોઈ પણ હદ્દ પર જઇ શકે છે... આ બાબત માટેનો જીવતો અને જાગતો નમૂનો અમારી સામે તાજા તરી આવ્યો. થોડા સમયથી કોરોના ના લોકડાઉન કારણે બધા સાથે વાતચીત કરતાં કરતા અમુક બાબતો સામે આવી જાય છે.
એક ખાનગી શાળા, જે પોતે પોતાના વિધ્યાર્થીઓને સગવડો આપવામાં કોઈ કસર બાકી મૂકી નહીં. તમામ સુધીધાઓ. વાતાનુકૂલિત (એ.સી.) રૂમ, સ્વિમિંગ પુલ, હોસ્ટેલ, કેન્ટીન, બસ સુવિધા, રમત ગમત માટે મેદાન, કરાટે, સંગીત અને આવી અનેક સુવિધાઓ સાથે સાથે દરેક માટે ખાસ ટ્રેનરની સુવિધાઓ સાથે શહેરની સૌથી અધતન શાળા નું સ્થાન મેળવેલ. શાળામાં સુવિધામાટે સમય પણ આપવો પડે એટલે શાળાને ફુલ ડે સમય આપવામાં આવ્યો. બધુજ ખૂબ સરસ. અત્યારના જમાનામાં ચાલવા માટે ફી પણ વ્યાજબી રાખેલ.
આબધીજ વાતો માત્ર બહારના માટેજ, પરંતુ તેમના શિક્ષકોની ખુબજ જ નજીવી રકમનો પગાર અપામાં આવતો, પાછું ફૂલ ડેની સ્કૂલ એટલે તમે ઘરે જઈને ટ્યુશન પણ ન લઈ શકો. તદ્દ ઉપરાંત શાળાના તમામ વિષયો માટે અલગ અલગ શિક્ષકો નહીં પરંતુ ગણિતના સાહેબજ વ્યાયામ કરાવે અને અંગ્રેજી ના મેડમ કમ્પ્યુટર વિષય ચલાવે. આતો એવી વાત થઈ કે, એક વૈજ્ઞાનિક ને કહો શંશોધન કરો સાથે સાથે લેબની સાફ સફાઈ પણ કરી આપવી. આ માટે તે શાળામાં શિક્ષકો થોડા સમય માટે આવે અને રાજીનામું આપીને ચાલ્યા જાય. કોઈ કોઈ વાર શિક્ષકોની ઉણપને લીધે હિન્દીના સાહેબ ને થોડું ગણિત પણ ભણાવું પડે. વાલીઓ ને રાજી રાખવા માટે પરિણામ પણ બતાવવું પડે. માટે એક્સપર્ટ બૂક અને લીથાનું આયોજન (જે ખાસ પરીક્ષાનું એક પ્રકારે પેપરજ) જેથી બાળકો સંપૂર્ણ પરિણામ લાવવા માટે સક્ષમ બને. દરેક ખાનગી શાળાઓ આવી નથી હોતી પણ આવી હોય એ પાક્કુ.
સરકાર શ્રી ના આદેશ પ્રમાણે બાળકો ધોરણ ૮ સુધી તો પાસજ થવા જોઈએ. આવામાં શિક્ષકો કરે તો કરે શું??? એમાં પાછું વાલીઓ મોર્ડન બન્યા. બાળક કોઈ વાર લેશન લઈ ન ગયા હોય અને શિક્ષકો કોઈવાર બોલી નાખે તો બીજા દિવસે તો યુદ્ધધોરણે શાળામાં આગમન થાય અને ત્યારબાદ આચાર્ય સાહેબને બોલાવવામાં આવે અને સાચાલન ના દબાવ હેઠળ શિક્ષકે રાજકુવરની માફી માંગવી પડે. આવા વિધ્યાર્થી શાળામાથી જ બાદશાહ બનીજાય અને ત્યાર બાદ કોઈ જગ્યાએ કોઈ કૃત્ય કરે તો તેના માતા પિતા સાથે તેના શિક્ષકો ના નામ જોડી દેવામાં આવે.
શું આમાં સંપૂર્ણ દોષ કોનો? એ શિક્ષક નો જેને લેશન ન લાવવા માટે સજા આપી હતી? કે એ શાળા ના સંચાલકો કે જેણે પોતાની શાળાની શાખ રાખવા માટે શિક્ષક પાસે માફીમાંગવા મજબૂર કર્યા? કે એ માતા પિતા જેણે માત્ર અને માત્ર પોતાના બાળકને જ ગમે એજ કરવા છૂટ આપી?
કદાચ આ સવાલોના જવાબ કોઈને સાંભળવા ગમશે નહીં... અથવા કોઈ જવાબ આપવા માંગશે નહીં...
અબધું સહન કરતાં કરતાં શિક્ષકોને અમુક ખુબજ સારા અને સંસ્કારી વિધ્યાર્થીઓ પણ મળી જતાં હોય છે. અને તેવા જ વિદ્યાર્થીઓ આગળ જઈને પણ તેમના ગુરૂજાનો ને ભૂલતા નથી.
એકવાર એક એવા શિક્ષક હતા જેની કહાની ઉપર એક પૂરી ફિલ્મ ઉતારવામાં આવેલ છે “જીનીયસ – ૨” જે એક હિન્દી ફિલ્મ છે. જેમાં ફિલ્મ અમુક રાજનીતિ રમતા સંચાલકો અને અમુક તેમના માનીતા શિક્ષકોની હાર સામે અડગ અને પોતાની શિક્ષાપર ભરોસા રાખનાર બે શિક્ષીકાઓ પર અંકિત કરેલ છે.
આવા અનેક કિસ્સાઓ તમને પણ જોવા, સાંભળવા તથા અનુભવવા મળતા હશે. દરેક પ્રોગ્રામ કે કોઈ શુભ અવસર પર નેતા કે કોઈ હીરો ને આમંત્રણ આપવામાં આવે છે. કોઈ દિવસ જોયું કે શિક્ષક ને આમંત્રણ આપવામાં આવ્યું? શું તમને તમારા જીવનમાં ભણતર લાવનારા પ્રથમ શિક્ષકનું નામ ખબર છે? મારા ખ્યાલ પ્રમાણે તો નહીં, કેમ ખબર છે? કારણકે તમે કદાચ તેમને એટલા નજીકથી જોયા જ નહીં હોય. બાળપણ માં રમવાના બદલે લેશન કરવું પડે એટલે એક વાર તો મનમાં આવ્યુજ હશે કે આ ભણતર બનાવીયું જ કોણે? પણ એમ વિચરિયું કે જો આ ન હોત તો શું તમે આ વાંચી શકત?
આજના વેખાવા વાળા યુગ માં શિક્ષકોનું સ્થાન માત્ર રહીગયું છે. વિધ્યાર્થી જ્યાં સુધી શાળામાં હોય ત્યાં સુધી શિક્ષક સામે માનથી જોવે, જેવા કોલેજ માં જાય ત્યારથી કોઈ ફિલ્મી કોલેજ માં આવ્યા હોય તેમ બધૂ પોતાની જાતેજ નક્કી કરે અને વર્તન કરે.
હું ખુબજ શિક્ષકો અને શૈક્ષણીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું માટે હું શિક્ષકોના અનુભવો અને આત્મમથન આપની સમક્ષ રાજુકરવામાં ખૂબ આનંદ અનુભવું છુ અને આગળ આવી અનેક શ્રેણીઑ લાવવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો સાથ સહકાર અને માતૃભારતી એપ અને ટીમનો ખૂબ ખૂબ આભારી છું.