દિલ ની વાતો - 2 Twentyone club દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દિલ ની વાતો - 2

ત્યાર બાદ અમારી ફોન પર વાતો થવા લાગી, અમે ખૂબ જ ઓછી વાતો કરતાં, વાતો કરવા કરતાં તો અમારો ઝઘડા વધુ થતાં, અમે મહીના માં બે થી ત્રણ વાર ફોન પર વાતો કરતાં, એક દી રાતે ૧૦:૩૯ કલાકે ડોનલ નો ફોન આવ્યો અમે વાતો કરતાં અમને એકબીજા ને મળ્યાં ઘણો સમય થઇ ગયો હતો તેથી મેંં તેને કહ્યું આપણે મૂવી જોવા જઇએ! એણે ના કહ્યું, મે થોડી આજીજી કરી તો એણે કહ્યું થોડી વાર પછી કોલ કરી ને કવું, એને ફોન મુકી દીધો અને એને ફ્રેંડ્સ કમ કઝીન ને કોલ કરી ને બધી વાતો કરી એની ફ્રેડ્સ કમ કઝીને એને મૂવી માટે હા! કહ્યું અને એણે એની ફ્રેડ્સ કમ કઝીનને પણ સાથે આવવા માટે કહ્યું. અને એણે મને કોલ કરી ને કહ્યું કે કાલે આપણે મૂવી જોવા જવાના છે અને એની કઝીન પણ મૂવી જોવા આવવાની છે મેં કહ્યું! આપણે બેઉ જ જઇએ ને એણે કહ્યું! એનો બોયફ્રેંડ્સ પણ આવવાનો છે તો આપણે કાલે મૂવી જોવા જઇશું, મેં કહ્યું સારૂ. મૂવી નો ટાઇમ સવારે ૧૦:૩૦ વાગ્યે નો હતો એ અને એની કઝીન ફ્રેંડ્સે કોલેજ માંથી બંક મારેલી, એની કઝીન અને ડોનલ બંન્ને અલગ કોલેજ માં હતાં.મૂવી થિયેટર એના કઝીનના કોલેજ પાસે જ હતું, બંન્ને સવારે ૭:૦૦ વાગ્યાથી કોલેજ ના સમય અનુસાર એના કઝીના કોલેજ ના કેમ્પસ માં બેસી રહ્યાં સમય પસાર કર્યો, મૂવી શરૂ થવાનાં અડધો કલાક પહેલાં બંન્ને મૂવી થિયેટર પહોંચી ગયા, અને ત્યાં ડોનલના કઝીન નો બોયફ્રેડ્સ પણ આવી ગયેલો અને મારી વાર જોતા તા! મને સવારે ઉઠવા માં આળસ આવતી તેથી હું ૧૦ મિનિટ લેઇટ મૂવી થિયેટર પહોંચ્યો, મેં મારૂ બાઇક પાર્કિગ માં પાર્ક કરી, હું ગેટ પાસે પહોંચ્યો ડોનલ અને એની ફ્રેડ્સે મોઢાં પર દુપટ્ટો બાંધેલો હતો અને મેં ક્યારેય એને દુપટ્ટાથી મોંઢું ઢાંકેલા માં એની જોયી નહી હતી, તેથી મેંં એને કોલ કર્યો એને કહ્યું અમે અહિંયા બાક્ડા પાસે બેસેલા છે, મેં એમને જોયા અને ઇશારા થી પુછ્યુ તમે છો? એણે ઇશારાથી હા કહ્યું. હું તેની નજીક ગયો. એણે કહ્યું બવ જલ્દી આવી ગયાં! મેં કહ્યું બાઇક ધીરે થી ચલાવું એટલે થોડુ લેઇટ થઇ ગયું, ડોનલ અને એની કઝીન ફ્રેડ્સે એના બોયફ્રેડ સાથે ઓળખાણ કરાવી.મૂવી નો સમય થઇ ગયો હોવાથી એની કઝીન અને એનો બોયફ્રેંડ્ બંન્ને થિયેટર ની અંદર ગયાં, અને ડોનલે મને ટીકીટ લેવા માટે કહ્યું! મેં પુછ્યું તેઓએ આપણી ટીકીટ લિધિ છે? એણે કહ્યું ના! તું લઇ આવ, હું ટીકીટ લેવા ગયો! મેં બે ટીકીટ લિધી, અને ડોનલ પાસે ગયો, ડોનલે મારી પાસે ટીકીટ જોવા માંગી, મેં એને ટીકીટ બતાવી, એણે ટીકીટ જોય ને કહ્યું કે એના કઝીને અલગ મૂવી ની ટીકીટ લિધી છે, એનુ મૂડ થોડું ઓફ થઇ ગયું, મેં કહ્યું આ ટીકીટ હવે રીટર્ન લેશે નહી, અને જો તારે મૂવી ના જોવી હોય તો આપણે તારા કોલેજ જતાં રહ્યે, પછી એની કઝીને કહ્યું મૂવી જોય લે મૂવી પટશે પછી આપણે નીચે જ્યા ં બાકડા પર બેસ્યા હતાં ત્યાંજ મળીશું, એના કઝીન ની વાત ડોનલ માની ગયી, અને અમે બંન્ને મૂવી માટે અંદર સ્કિન ૨ માં ગયાં, એની કઝીન ની મૂવી અમારા કરતાં જલ્દી થી પૂરી થઇ ગયી હતી એટલે એ એકલી નીચે બેસેલી હતી. એનો બોયફ્રેડ ને જોબ પર જવાનું હતું એટલે એણે ચાલ્યો ગયો! એવું એની કઝીને જ્યારે અમે મૂવી પત્યાં પછી બહાર આવ્યાં ત્યારે કહ્યું, મારે પણ જોબ પર જવાનું હતું પરંતુ હું પાંચ મિનિટ એમની પાસે ઉભો રહ્યો. મેં કહ્યું હું તમને બંન્ને ને ઘર પાસે મૂકી દઉં! એમણે ના! કહ્યું, મેં થોડી આજીજી કરી કે ગરમી પણ વધારે છે. હું તમને બંન્ને ને ડ્રોપ કરી દઉ છું એમણે કહ્યું ત્રણ સીટ તારી બાઇક પર ની બેસા સે, અને દૂર પણ છે એટલે અમે રીક્ષા માં ચાલ્યા જશું, મેં કહ્યું તો ડોનલ નાં કોલેજ સુધી તો મૂકી દઉં! પણ એમણે ના અમે રીક્ષામાં ચાલ્યા જ્શું. મેં થોડી આજીજી કરી પણ તેઓ ની માન્યા, અને કહ્યું અમે ચાલ્યા જશું. એટલે મેં એમની વાત માની લિધી. અને એ લોકો રીક્ષા બોલાવવાં લાગ્યાં હું ત્યાંજ ઉભો હતો એમણે મને કહ્યું તું ચાલ્યો જા! અમે રીક્ષામાં જઇશું! મેં કહ્યું હું રીક્ષા મળે ત્યાં સુધી ઉભો રહું છું, હું થોડી વાર ઉભો રહ્યો, ત્યાં જ રીક્ષા આવી એમણે મને બાય કહ્યું! મેં પણ બાય કહ્યું! ઘરે જઇને કોલ કરજે મેં ડોનલ ને કહ્યું! એણે કહ્યું હા! અને એ બંન્ને રીક્ષા માં બેસીને ઘર તરફ ગયાં,